અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થયું. AMC કમિશનર બંછાનિધિ પાનીનું નિવેદન.
ahmedabad plane crash dakor purnima patel family exclusive talk
Ahmedabad Plane Crash 2025: અમદાવાદ વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જરગલી ગામના ખેડૂત અરવિંદભાઈ ઉકાભાઈ ખુટના પરિવારે પણ આ દુર્ઘટનામાં પોતાના યુવાન પુત્ર નીલને ગુમાવ્યો હતો.
Ahmedabad Plane Crash 2025:અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મહેશ કાલાવાડિયાનું થયું હતું મોત. એક્ટિવા લઈને જતા મહેશ કાલાવાડિયા વિમાન દુર્ઘટનાના ભોગ બન્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા. ત્રણ મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર હેતલ પ્રજાપતિએ પતિ ગુમાવ્યા. અનેક સપના જોયા હતા પરંતુ આ સપના અધૂરા રહ્યા. ઘટના બાદ વળતર મામલે પરિવારેમાં તિરાડ પડી. પતિના માતાપિતાને પોતાના માતાપિતા સમજી વળતરમાં હિસ્સો આપ્યો તેમ છતાં સબંધો તૂટી ગયા. 1.25 કરોડમાંથી 60 લાખ સાસુ સસરાને આપ્યા.
dgp g s malik exclusive talk about ahmedabad plane crash watch video
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર જીવિત બચી ગયેલા વિશ્વાસ કુમાર હજુ પણ આઘાતમાં છે. આ સમય તેમના માટે અત્યંત સંવેદનશીલ અને મુશ્કેલ છે. એક વર્ષથી તેઓ લંડન ખાતે થેરાપી લઈ રહ્યા છે. વિશ્વાસકુમારના સલાહકાર સંજીવ પટેલ સાથે Z 24 કલાકે ખાસ વાતચીત કરી.
Ahmedabad Plane Crash: ખુરશી પર બેઠેલી સ્થિતિમાં જ કાળનો કોળિયો બન્યા 241 મુસાફરો! AI 171 પ્લેન ક્રેશની એ ભયાનક બપોર, જ્યારે સિવિલના તબીબો અને વર્ગ-4 ના કર્મચારીઓનું કાળજું પણ કંપી ઉઠ્યું. બી.જે. મેડિકલની હોસ્ટેલમાં વિમાન ઘૂસી ગયું, મેશમાં જમતા ડોક્ટરોની ચીસો અને ઓળખવા અશક્ય બનેલા એ કોલસા જેવા મૃતદેહો. અહીં વાંચો રૂંવાડા ઊભા કરી દેતી સત્યઘટના અને પ્લેન ક્રેશની એ ભયાનક દુર્ઘટના પાછળના અનામી દેવદૂતોની આ સ્ટોરી છે.
Ahmedabad Plane Crash: 12 જૂન 2025ના એ કાળા દિવસની હૃદયદ્રાવક આપત્તિ, 108 એમ્બ્યુલન્સની તાબડતોડ કામગીરી, જાગૃત નાગરિકોની સેવાકીય લાગણી અને સ્વજનો ગુમાવનારા પરિવારની કાયમી કળતરને લોકો આજે પણ ભૂલ્યા નથી, ઘા રૂઝાયા છે આક્રંદની કળ હજુ વળી નથી. કાળજું ચીરી નાખતી 12 જૂનની એ કાળી બપોરની ઘટના જ્યારે અમદાવાદની ધરતી પર 'AI 171' ફ્લાઇટ સપનાઓનો કાટમાળ બનીને ખાબકી!
Ahmedabad Plane Crash: 12 જૂન 2025નો એ ગોજારો દિવસ કોણ ભૂલ શકે. અમદાવાદના મેઘાણીનગરમાં અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં 260થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજે આ ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. સ્થાનિક રહીશ મહેશભાઈએ તે દિવસની ભયાનકતા યાદ કરતાં જણાવ્યું કે, આજે પણ મોટો અવાજ સાંભળીને હૃદય કાંપી ઊઠે છે. ત્યારે ચાલો જાણીએ આજે સ્થાનિક લોકો એ ગોઝારી ઘટનાને યાદ કરતા શું કહી રહ્યા છે?
Ahmedabad Plane Crash 2025: 12મી જૂન 2025નો એ ગોઝારો દિવસ કોઈ ભૂલી શકે? અમદાવાદથી લંડન જવા માટે ઉડેલું પ્લેન ગણતરીની પળોમાં મેઘાણીનગરમાં તૂટી પડ્યું. અનેક સપનાઓ કાળના ખપ્પરમાં ભસ્મીભૂત થઈ ગયા. પ્લેનમાં સવાર લોકોમાંથી એક વ્યક્તિને બાદ કરતા બાકીના તમામની જિંદગીઓનો દીવો અકાળે ઓલવાઈ ગયો. કુલ 260 જેટલા લોકોએ આ ભયાનક દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો. આ દુર્ઘટનામાં પ્લેનમાં બેઠેલા ઉપરાંત વિમાન જ્યાં પડ્યું ત્યાં પણ અનેક લોકો તેના ઝપેટામાં આવ્યા હતા. જેમાંના એક છે અજયભાઈ પરમાર. તેમની કહાની જાણીને આંખો ભીની થઈ જશે.
Ahmedabad Plane Crash: અમરેલીની રિદ્ધિ પડસાળા નામની યુવતીનું અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનામાં મોત થયું છે. દીકરીને એરપોર્ટથી વિદાય આપીને નીકળીને રસ્તામાં પહોંચ્યા ત્યારે પરિવારને પ્લેન ક્રેશની ખબર પડી હતી. ત્યારે મૃતકની માતા ગીતાબેન પડસાળાએ પોતાની વેદનાને આક્રોશ સાથે ઠાલવી છે.
Ahmedabad Plane Crash 2025: અમદાવાદમાં 12 જૂન 2025નો દિવસ કોણ ભૂલી શકે? આ દિવસ ભયાનક અકસ્માતોના ઈતિહાસમાં નોંધાઈ ગયો. જ્યારે અમદાવાદના એરપોર્ટથી લંડન જવા ઉપડેલું એર ઈન્ડિયાનું પ્લેન ગણતરીની પળોમાં આગના ગોળામાં ફેરવાઈ ગયું અને મેઘાણીનગરમાં તૂટી પડ્યું. આ ઘટનામાં મોતને ભેટેલા પીડિતોના પરિવારો માટે એક વ્યક્તિ કાયદાની જંગ લડી રહ્યો છે. જાણો કયા કયા પડકારોનો તેમને સામનો કરવો પડ્યો કઈ રીતે અપાવી રહ્યા છે લોકોને ન્યાય.
Ahmedabad Plane Crash 2025: અમદાવાદના મેઘાણીનગર પ્લેન ક્રેશની આ વરસી પર ભાવેશભાઈની બહેન સુનીતાબેન અને તેમની માતાની વાતો કાળજું કંપાવી દે તેવી છે. પ્લેનમાં બેઠા પછીનો એ આખરી વીડિયો કોલ, મોઢા પરનું અનોખું તેજ અને જિંદગીમાં પહેલીવાર ભાઈએ કહેલા એ શબ્દો કે "હું પહોંચીને ફોન કરીશ..." આ બધું જ આજે પરિવાર માટે ક્યારેય ન રુઝાય તેવો જખમ બની ગયું છે.
12 જૂનની બપોરે વિમાન તુટ્યું તેની સાથે જ સિવિલ હોસ્ટેલની મેસમાં જમી રહેલા ડૉક્ટરો પર જાણે કાળ ત્રાટક્યો સાથે જમતી, સાથે ચર્ચા કરતી 19 જિંદગીઓ હંમેશા માટે છોડીને જતી રહી...બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં હાજર ડોક્ટરો અને વિદ્યાર્થીઓના જીવન પર એ ગોઝારી દુર્ઘટનાની આજે પણ ઊંડી અસર જોવા મળી રહી છે. કોઈએ મોતને પોતાની આંખો સામે જોયું, કોઈ આગની જ્વાળાઓ વચ્ચે જીવ બચાવીને બહાર નીકળ્યું, તો કોઈએ ઘાયલોને બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વગર સંઘર્ષ કર્યો. એક વર્ષ થવા આવ્યું છે ત્યારે એ દિવસની યાદો તેમનો પીછો છોડતી નથી. જોઈએ, એ કરુણ ક્ષણોના સાક્ષી બનેલા ડોક્ટરોની આપવીતી... 12 જૂન વર્ષ 2025... અમદાવાદના ઈતિહાસનું એક એવું કાળું પાનું, જેને યાદ કરતાં જ આજે પણ આખું શહેર ધ્રૂજી ઊઠે છે... બી.જે. મેડિકલ કોલેજની મેશ અને હોસ્ટેલ બિલ્ડિંગ પર જ્યારે એ વિમાન તૂટી પડ્યું, ત્યારે ફ્યુઅલ ટેન્કમાં એવો વિકરાળ વિસ્ફોટ થયો કે ગણતરીની મિનિટોમાં આખોય વિસ્તાર જીવતું સ્મશાન બની ગયો. કાળ એટલો ક્રૂર હતો કે પ્લેનમાં સવાર મુસાફરોને સીટ બેલ્ટ ખોલવાની એક સેકન્ડ પણ ન મળી...તેઓ પોતાની ખુરશી પર બેઠેલી સ્થિતિમાં જ... હા, જીવતા જ સળગીને કોલસો થઈ ગયા...એ જ સમયે, નીચે મેસમાં 150 જેટલા હોનહાર વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડૉક્ટરો જમી રહ્યા હતા. આ અણધારી આફતે 4 માસૂમ ડૉક્ટરોના શ્વાસ કાયમ માટે છીનવી લીધા....
એક એવી તારીખ... જે અમદાવાદના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગઈ...એક એવી બપોર... જેણે સેંકડો સપનાઓને રાખ કરી દીધા...એક એવી દુર્ઘટના જેને યાદ કરતાં આજે પણ હજારો આંખો ભીની થઈ જાય છે. એર ઈન્ડિયાનું AI-171 વિમાન અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભર્યા બાદ થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. સેંકડો પરિવારોના સપનાઓ રાખ બની ગયા અને અનેક સવાલો આજે પણ જવાબની રાહ જોઈ રહ્યા છે. આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે...
12 જૂન, 2025...એક એવી દુર્ઘટના...જેણે માત્ર એક વિમાનને જ નહીં, પરંતુ અનેક પરિવારોના માળા પણ વિખેરી નાખ્યા હતા....કોઈએ પિતા ગુમાવ્યા...કોઈએ માતા ગુમાવી...તો કોઈએ પોતાના જીવનનો સૌથી મોટો આધાર ગુમાવી દીધો. એક વર્ષ વીતી ગયું છે...પણ કેટલાક ઘરોમાં આજે પણ સમય જાણે અટકી ગયો છે. આજે વાત એક એવા દીકરાની...જેને સહાયના કરોડો રૂપિયા મળ્યા...પરંતુ આજે પણ તે પોતાના માતા-પિતાના મોતનું સાચું કારણ શોધી રહ્યો છે.... એર ઈન્ડિયાની AI-171 ફ્લાઈટના ક્રેશમાં અનેક પરિવારો ઉજ્જડ થઈ ગયા હતા. એ જ પરિવારોમાં એક પરિવાર હતો...મહેસાણાના વિસનગરના દિનેશભાઈ પટેલ અને ક્રિષ્નાબેન પટેલનો. 60 વર્ષની ઉંમરે...જ્યારે જીવનનો સૌથી સુંદર સમય જીવવાનો હતો...ત્યારે તેઓ પોતાના દીકરા પાસે લંડન જવા નીકળ્યા હતા. પરંતુ...આ સફર તેમના જીવનની છેલ્લી સફર બની ગઈ. વર્ષો સુધી પોતાના દીકરાથી દૂર રહેલા દિનેશભાઈ અને ક્રિષ્નાબેન...પહેલીવાર લંડન જઈ રહ્યા હતા. દીકરો વિક્રમ પટેલ...પુત્રવધૂ...અને આખો પરિવાર આ મુલાકાત માટે આતુર હતો. ઘરમાં ખુશીનો માહોલ હતો. સામાન તૈયાર હતો. સપનાઓ તૈયાર હતા. પરંતુ નસીબે કંઈક બીજું જ લખ્યું હતું. 12 જૂનની એ બપોરે...એક પ્લેન ક્રેશે આખા પરિવારની ખુશીઓ રાખ કરી નાખી.
ahmedabad plane crash : એક તરફ આગની જ્વાળાઓ હતી...બીજી તરફ મદદ માટેની ચીસો હતી...અને આ બધાની વચ્ચે જીવ બચાવવા માટે સમય સામે દોડ ચાલી રહી હતી....ફાયર બ્રિગેડના જવાનો, 108ની ટીમો, ડોક્ટરો અને અનેક સામાન્ય નાગરિકો એ દિવસે દેવદૂત બનીને મેદાનમાં ઉતર્યા હતા. આજે, એક વર્ષ બાદ...સાંભળીએ એ જ લોકોની આંખે જોયેલી અને હૃદયમાં વસેલી કરુણ કહાની. સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ અને મેશ પર વિમાન તૂટી પડ્યું હતું...ચારે બાજુ આગ જ આગ હતી...ધુમાડો હતો. ચીસો હતી. અને વચ્ચે જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા લોકો હતા....ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા હતા. પરંતુ તેઓ એકલા નહોતા. ઘણા સ્થાનિક લોકો પણ કોઈની રાહ જોયા વગર મદદ માટે દોડી આવ્યા હતા. કારણ કે એ સમયે એક જ ધર્મ હતો...માનવતા.... સિવિલ હોસ્પિટલમાં ફરજ પર રહેલા EMRI-108ના કર્મચારી સતિન્દરસિંહ સંધુને અચાનક એક મોટો ધડાકો સંભળાયો. તેમણે તરત જ હોસ્પિટલમાં ઉભેલી ચાર એમ્બ્યુલન્સને તૈયાર રહેવાનો આદેશ આપ્યો. અને થોડા જ સમયમાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. પરંતુ ત્યાં જે દ્રશ્ય હતું...તે કોઈ ફિલ્મનું દ્રશ્ય નહોતું. એ હકીકત હતી. ભયાનક અને કંપાવી દેનારી હકીકત....
એક તરફ આગની જ્વાળાઓ હતી...બીજી તરફ મદદ માટેની ચીસો હતી...અને આ બધાની વચ્ચે જીવ બચાવવા માટે સમય સામે દોડ ચાલી રહી હતી....ફાયર બ્રિગેડના જવાનો, 108ની ટીમો, ડોક્ટરો અને અનેક સામાન્ય નાગરિકો એ દિવસે દેવદૂત બનીને મેદાનમાં ઉતર્યા હતા. આજે, એક વર્ષ બાદ...સાંભળીએ એ જ લોકોની આંખે જોયેલી અને હૃદયમાં વસેલી કરુણ કહાની. સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ અને મેશ પર વિમાન તૂટી પડ્યું હતું...ચારે બાજુ આગ જ આગ હતી...ધુમાડો હતો. ચીસો હતી. અને વચ્ચે જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા લોકો હતા. ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા હતા. પરંતુ તેઓ એકલા નહોતા. ઘણા સ્થાનિક લોકો પણ કોઈની રાહ જોયા વગર મદદ માટે દોડી આવ્યા હતા. કારણ કે એ સમયે એક જ ધર્મ હતો...માનવતા....
ahmedabad plane crash : અમદાવાદનો એ પીરાણા-પીપળજ રોડ અને સામે દેખાતી આ જર્જરિત બિલ્ડિંગ... આ એ જ જગ્યા છે જ્યાં વર્ષ ૨૦૧૮માં ૧૨ જૂનની એ બપોરે કંઈક એવું બન્યું હતું જેને યાદ કરીને આજેય લોકોના કાળજા કંપી ઊઠે છે. એક ચાર્ટર પ્લેન આકાશમાંથી સીધું ધડાકાભેર આ નિર્જન બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું. ૧૨ જૂનની એ બપોર કોણ ભૂલી શકે? પ્લેન ક્રેશ થતાં જ ચારેય બાજુ આગની ભયાનક જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા હવામાં ફેલાઈ ગયા હતા. ૧૦૮ અને ફાયર બ્રિગેડના ઇતિહાસની આ સૌથી મોટી અને દર્દનાક ઘટનાઓમાંથી એક હતી. આસપાસના લોકો જીવ બચાવવા ભાગ્યા, પણ પ્લેનમાં સવાર લોકો માટે આ સફર આખરી સાબિત થઈ.
Ahmedabad Plane Crash: 12 જૂન, 2025... એક એવી દુર્ઘટના... જેણે માત્ર એક વિમાનને જ નહીં, પરંતુ અનેક પરિવારોના માળા પણ વિખેરી નાખ્યા હતા. કોઈએ પિતા ગુમાવ્યા, કોઈએ માતા ગુમાવી તો કોઈએ પોતાના જીવનનો સૌથી મોટો આધાર ગુમાવી દીધો. એક વર્ષ વીતી ગયું છે, પણ કેટલાક ઘરોમાં આજે પણ સમય જાણે અટકી ગયો છે. આજે વાત એક એવા દીકરાની, જેને સહાયના કરોડો રૂપિયા મળ્યા, પરંતુ આજે પણ તે પોતાના માતા-પિતાના મોતનું સાચું કારણ શોધી રહ્યો છે.