Ahmedabad Plane Crash Sole Survivor: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશ સારવાર બાદ દીવ સ્થિત પોતાના ઘરે જ રોકાઈ રહ્યા છે. તેઓ કોઈને મળી રહ્યા નથી. પરંતુ, બચી ગયા પછી પણ, તેમની આંખોમાંથી આંસુ અટકી રહ્યા નથી.
Ahmedabad plane crash: જે ઘરમાં વિમાન છત પરથી પસાર થયું હતું ત્યાં રહેતી મહિલાએ કહ્યું કે તે દિવસે એર ઇન્ડિયાના વિમાન AI 171 માંથી આવતો અવાજ બિલકુલ અલગ હતો. એવું લાગતું ન હતું કે કોઈ વિમાન ઉડી રહ્યું છે. મારા બાળકોએ કહ્યું કે આ વિમાન ખૂબ નજીકથી ઉડી રહ્યું હતું, તેમાંથી કોઈ અવાજ નહોતો.
Ahmedabad Plane Crash: કાકા-કાકી ગુમાવનાર ભત્રીજાએ કહ્યુ ''72 કલાકથી વધુ એક દિવસ લો પણ બોડીનો પ્રોપર પાર્ટ વ્યવસ્થિત રીતે અમને આપો' તેવી સરકારને અપીલ કરી હતી. નડિયાદથી UK પ્રથમ વખત જતા પવાર દંપતિએ છેલ્લો વિડિયો કોલ કરી પુત્રને ખુશી બતાવી હતી.
Ahmedabad Plane Crash: અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે બચાવ કામગીરી હાથ ધરવામાં મુશ્કેલીઓ પડી રહી હતી કારણ કે અથડામણ પછી વિમાનની અંદર અને આસપાસનું તાપમાન લગભગ 1,000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.
Ahmedabad plane crash: એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ગૌરવ પુરોહિતે કહ્યુ કે તે પાંચ વર્ષથી આવી ભવિષ્યવાણી કરી રહ્યો છે. તે દેશ અને દુનિયાની રાજનીતિ, આર્થિક, ખેલ, સેના જેવા મુદ્દા પર ભવિષ્યવાણી કરે છે.
Ahmedabad Air India plane Crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામા વિસનગર તળ કડવા પાટીદાર સમાજના બે પુરુષ અને ત્રણ મહિલાનુ મૃત્યુ થતા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. એરપોર્ટ ઉપર વિદાય આપી પરિવારના સભ્યો અને મિત્રો પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ પ્લેન ક્રેશ થયાની જાણ થઈ હતી.