assembly election 2018

મિઝોરમ વિધાનસભા ચૂંટણી પરિણામ: 26 સીટો પર MNF એ જીત નોંધાવી, બનાવશે સરકાર

એમએનએફએ 26 સીટો પર જીત નોંધાવી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 5 બેઠકો પર જીત મળી છે. તો બીજી બાજુ ભાજપે પ્રથમ વાર મિઝોરમમાં ખાતુ ખોલાવતા તેને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે અન્યના ખાતામાં 8 સીટો આવી છે.

Dec 11, 2018, 05:33 PM IST

વિધાનસભા ચૂંટણી પરિણામઃ મોદી રાજમાં કોંગ્રેસે પ્રથમવાર ભાજપ પાસેથી છીનવી સત્તા

કેન્દ્રમાં 2014મા નરેન્દ્ર મોદીના સત્તા સંભાળ્યા બાદ પ્રથમવાર ભાજપે કોઈપણ રાજ્યમાં કોંગ્રેસના હાથે સત્તા ગુમાવી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપે છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડ્યો છે. 
 

Dec 11, 2018, 05:21 PM IST

ચૂંટણી પરિણામ 2018 : MP-રાજસ્થાન-છત્તીસગઢ હાથમાંથી ગયું, 3 રાજ્યોમાં કેમ ન ચાલ્યું મોદી મેજિક?

બીજેપીનો વિજયરથ 2018ની વિધાનસભામાં થંભી ગયો છે. પાંચ રાજ્યોના વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસ બીજેપીમાંથી છત્તીસગઢ છીનવી લીધું છે. પરિણામોથી બનેલું ચિત્ર એમ કહે છે કે, રાજસ્થાનમાં પણ બીજેપી સરકાર ગુમાવી શકે છે. 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસ સાથેની સીધી લડાઈમાં ભાજપે પહેલીવાર કોઈ રાજ્યની સત્તા ગુમાવી છે.

Dec 11, 2018, 04:31 PM IST

Assembly Elections Result 2018 : સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, બંને સાથે મળીને કરશે પ્રેસ કોન્ફરન્સ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે બપોરે યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધને મળવા માટે તેમના નિવાસસ્થાન પહોંચ્યા છે. એવું મનાઈ રહ્યું છે કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ભેગા મળીને બપોરે 2.30 કલાકે પત્રકાર પરિષદ યોજશે 

Dec 11, 2018, 02:57 PM IST

ચૂંટણી પરિણામ : ભાજપના ‘ચાણક્ય’ ચાલ ચાલી જાય તો, મધ્ય પ્રદેશ-રાજસ્થાનમાં છેલ્લી ઘડીએ પાસાં બદલાઈ શકે છે

મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર જ ભાજપ અને અમિત શાહ સૌથી વધુ જોર આપશે. કેમ કે, છત્તીસગઢની બાજી તેમના હાથમાંથી નીકળી ગઈ છે. મધ્ય પ્રદેશમાં જનતા શિવરાજ સિંહને એટલા જ મજબૂત નેતા માને છે, જેટલા ગુજરાતમાં નરેન્દ્ર મોદીને માને છે. ખેડૂતોની નારાજગીનો સામનો તેમને પણ કરવો પડ્યો હતો. પરંતુ ત્યાંના ખેડૂતોને ખબર છે કે, શિવરાજના નેતૃત્વમાં જ તેમની પરિસ્થિતિ સુધરી છે. તેથી મધ્ય પ્રદેશમાં મામાના આવવાની શક્યતા હજી પણ છે. 

Dec 11, 2018, 02:53 PM IST

MP: સપા-બસપા કિંગમેકર બનીને ઉભર્યા, GGP પણ ભાજપને નહીં આપે સમર્થન-સૂત્ર

મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે રીતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે તે જોતા જણાય છે કે આ વખતે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત મળશે નહીં. છેલ્લી માહિતી મુજબ ભાજપ અને કોંગ્રેસ આગળ પાછળ જ છે. સ્પષ્ટ છે કે આવામાં સત્તાની ચાવી નાના પક્ષોના હાથમાં રહેશે. આવું એટલા માટે  કારણ કે બસપા ચાર બેઠકો પર આગળ છે. માયાવતીએ પોતાની લીડવાળા વિસ્તારોના ઉમેદવારોને દિલ્હી બોલાવ્યાં છે. 

Dec 11, 2018, 02:29 PM IST

પૂર્વોત્તર બન્યું કોંગ્રેસ મુક્ત, મિઝોરમમાં પહેલીવાર ભાજપે ખોલાવ્યું ખાતું

પૂર્વોત્તરમાં કોંગ્રેસનો અંતિમ કિલો મિઝોરમ પુરી રીતે ધ્વસ્ત થઇ ગયો છે. મિઝોરમના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર ભાજપે ખાતું ખોલાવ્યું છે. જ્યારે ગત 10 વર્ષોમાં મિઝોરમની સત્તા પર બિરાજમાન કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. 

Dec 11, 2018, 02:07 PM IST

TRSને જંગી જીત મળતા તેલંગણામાં કોંગ્રેસે હારનું ઠીકરું EVM પર ફોડ્યું

તેલંગણા કોંગ્રેસ કમિટીના ઉત્તમ કુમાર રેડ્ડીએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, મને ઈવીએમ પર શંકા છે. તેથી અમે બેલેટ પેપરથી ઈલેક્શન કરાવવાની માંગ કરી રહ્યાં છે. મને લાગે છે કે, ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી છે. તેનાથી વીવીપેટમાંથી નીકળેલી ચિઠ્ઠીઓની ગણતરી કરાવવી જોઈએ.

Dec 11, 2018, 02:06 PM IST

ચૂંટણી પરિણામ: મધ્ય પ્રદેશમાં ટી 20 જેવી હાલત, કોણ જીતશે? છેલ્લી સીટ સુધી સસ્પેન્સ  

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં સૌથી વધુ રોમાંચ મધ્ય પ્રદેશમાં જોવા મળી રહ્યો છે.

Dec 11, 2018, 02:05 PM IST

Assembly Elections 2018: આ કોંગ્રેસનો વિજય નહીં લોકોનો ગુસ્સો છે- શિવસેના

શિવસેનાએ ઈશારા-ઈશારામાં જણાવી દીધું કે ભાજપે આત્માની અંદર ઝાંખવાની જરૂર છે

Dec 11, 2018, 01:54 PM IST

છત્તીસગઢઃ જાણો રમણસિંહની સરકારની હારના પાંચ સૌથી મોટા કારણ

કિસાન સતત ફસલના ભાવને લઈને ભાજપ વિરુદ્ધ પ્રદર્શન કરતા આવ્યા છે, જેનું નુકસાન ભાજપને થયું છે. 

Dec 11, 2018, 01:09 PM IST

સત્તા પરિવર્તન લહેરમાં કોઈ બચી ન શક્યું, 2014નું થયું પુનરાવર્તન

ગત લોકસભા ઈલેક્શનમાં મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારની વિરુદ્ધ જબરદસ્ત સત્તા વિરોધી લહેર જોવા મળી હતી. 2જી સ્પેક્ટ્રમ, કોલસા બ્લોક ફાળવણી અને કોમનવેલ્થ ગેમ્સ સહિત અનેક કૌભાંડોને પગલે લોકોએ મનમોહન સિંહની વિરુદ્ધ વોટ કર્યું હતું અને લોકોએ ભાજપના ખાતમાં વોટ આપ્યા હતા. આ જ કારણ હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીની સ્પષ્ટ બહુમતી મળી હતી, અને એનડીએના હાથમાં સરકાર સરકી હતી.

Dec 11, 2018, 12:56 PM IST

મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ : કોંગ્રેસ આપી રહ્યું છે ટક્કર

This segment of Zee News brings to you latest election updates from Madhya Pradesh, where Congress is ahead in 112 seats and just 4 seats away from majority. Watch full video to know more.

Dec 11, 2018, 12:34 PM IST

કોણ છે KCR, જેઓ તેલંગણામાં સત્તા વિરોધી લહેરથી બચી ગયા અને મેળવી પ્રચંડ બહુમત

ગત ચાર વર્ષમાં નવા બનેલા રાજ્યમાં ટીઆરએસએ તેજીથી વિકાસ કાર્યો પણ કર્યા છે. તેઓ સતત જનતાની વચ્ચે રહ્યાં છે. સમય પહેલા વિધાનસભા ભંગ કરાવીને તેમને એક ફાયદો એવો પણ થયો કે, એન્ડ ઈલેક્શન સુધી તેઓ જાહેરાતો અને વિકાસકાર્યો કરતા રહ્યાં. જ્યારે કે સામાન્ય પરિસ્થિતિઓમાં સરકાર આવું નથી કરતી શક્તી. 

Dec 11, 2018, 12:11 PM IST

ચૂંટણી પરિણામ: મધુ કિશ્વરે કોંગ્રેસની જીત પર આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'આ પાકિસ્તાનની જીત'

જાણીતી લેખિકા અને એક્ટિવિસ્ટ મધુ કિશ્વરે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શન પર કહ્યું છે કે આ ફક્ત કોંગ્રેસની જીત નહી પરંતુ પાકિસ્તાનની પણ જીત છે. આ સાથે જ તેમણે ભાજપ પર પોતાના કોર વોટ બેંકની ઉપેક્ષાનો પણ આરોપ લગાવ્યો. 

Dec 11, 2018, 12:01 PM IST

છત્તીસગઢમાં કોંગ્રેસ તરફથી કોણ બનશે કિંગ? રેસમાં આ નેતા સૌથી આગળ

આ મામલામાં અત્યાર સુધી ત્રણ ચહેરા સીએમની રેસમાં સૌથી આગળ દેખાઇ રહ્યાં છે. 

Dec 11, 2018, 11:42 AM IST

ચૂંટણીના પરિણામોથી BJPમાં સન્નાટો, ઉમર અબ્દુલ્લાએ કહ્યું-'લાંબા સમય બાદ મજા આવે છે' 

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મતગણતરીના ટ્રેન્ડ બાદ પોતાની ખુશી વ્યક્ત કરી છે.

Dec 11, 2018, 11:30 AM IST

‘નાયક’ ફિલ્મના અનિલ કપૂરની જેમ, MPના આ નેતા બન્યા હતા માત્ર એક દિવસના CM

 દેશના બીજા રાજ્યોની સરખામણીમાં મધ્યપ્રદેશની રાજનીતિમાં ઓછી ઉથલપાથલ જોવા મળી રહી છે. પહેલા દસ વર્ષ સુધી દિગ્વિજય સિંહની સરકાર ચાલી. તેના બાદ 15 વર્ષ બીજેપી અને શિવરાજ સિંહની સરકાર રહી. વચ્ચે ઉમા ભારતી અને બાબુલાલ ગૌરના કાર્યકાળ જરૂર નાના રહ્યા, પરંતુ મધ્ય પ્રદેશની રાજનીતિમાં અનેક ઉતારચઢાવ આવ્યા. 1956માં મધ્યપ્રદેશ બન્યા બાદ રાજ્યમાં અત્યાર સુધી 18 મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ, દિગ્વિજય સિંહ, સુંદરલાલ પટવા એ મુખ્યમંત્રીઓમાંના એક છે, જેમણે પ્રદેશમાં સૌથી લાંબા સમય શાસન કર્યું હતું. શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં સૌથી લાંબા સમય સુધી સીએમ રહ્યા બાદ રેકોર્ડ કાયમ કરી ચૂક્યા છે. પરંતુ મધ્યપ્રદેશની રાજનીતિમાં કેટલાક ચહેરા એવા પણ છે, જેમણે સીએમની ખુરશી પર લાંબા સમય સુધી બેસવાનો મોકો નથી મળ્યો. 

Dec 11, 2018, 11:26 AM IST

3 રાજ્યોમાં કોંગ્રેસની લહેર, વિધાનસભા ચૂંટણીના પરિણામોની 10 મોટી વાતો

દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 2019ની સેમીફાઇનલ ગણવામાં આવે છે. પાંચ રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના બે કલાકના ટ્રેંડમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને આકરો આંચકો લાગી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ ફરી એકવાર સત્તામાં વાપસી કરી રહી છે. જોકે મધ્ય પ્રદેશમાં બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર છે. 

Dec 11, 2018, 11:15 AM IST

વિધાનસભા ચૂંટણી પરિણામ 2018: છત્તીસગઢમાં પ્રથમવાર જીતશે કોંગ્રેસ, બીજીવાર બનાવશે સરકાર

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattisgarh elections 2018)માં 15 વર્ષ બાદ ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. 2000મા આ રાજ્ય બન્યા બાદ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પ્રથમવાર જીત મેળવવા જઈ રહી છે. કોંગ્રેસ પ્રદેશમાં બીજીવખત સરકાર બનાવશે. આ પહેલા જ્યારે 2000મા મધ્યપ્રદેશ વિભાજન બાદ છત્તીસગઢ રાજ્ય બન્યું હતું, તે સમયે કોંગ્રેસની સરકાર બની હતી અને અજીત જોગી મુખ્યપ્રધાન બન્યા હતા. રાજ્યમાં પ્રથમવખત 2003માં ચૂંટણી યોજાઇ અને ભાજપે શાનદાર જીત મેળવી હતી

Dec 11, 2018, 11:12 AM IST