assembly election 2018

વિધાનસભા ચૂંટણી પરિણામ 2018: ભાજપ રકાસના આરે?

Latest updates on Assembly Election Results in 5 States

Dec 11, 2018, 11:05 AM IST

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ: ભાજપ તમામ 3 રાજ્યોમાં ગુમાવે તેવી સ્થિતી

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામમાં સવારથી ચાલી રહેલી મત ગણતરીમાં સવારે દસ વાગ્યા સુધીમાં આવેલા ટ્રેન્ડમાં કોંગ્રેસનો પંજો મજબૂત થતો દેખાઇ રહ્યો છે તો ભાજપનું કમળ મુરઝાઇ રહ્યું છે. ત્રણ રાજ્યોમાં સત્તા ધરાવતા ભાજપ હવે તમામ રાજ્યોમાંથી હાથ ધોવા પડે તેવી પરિસ્થિતી સર્જાઇ છે. ભાજપનાં ગઢ ગણાતા મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભાજપના ગઢના કાંગરા ખરી પડ્યા છે. જ્યારે રાજસ્થાનમાં લોકોએ સત્તાપલ્ટાની પરંપરા જાળવી રાખી છે. 

Dec 11, 2018, 10:41 AM IST

વિધાનસભા ચૂંટણી પરિણામ 2018: છત્તીસગઢમાં તૂટ્યા ભાજપના વોટ

છત્તીસગઢના બિલાસપુરથી ભાજપના અમર અગ્રવાલ આગળ, મસ્તૂરીથી ભાજપના ડો. કૃષ્ણમૂર્તિ બાંધી, બિલ્હાથી ભાજપના ઘરમલાલ કૌશિક, કોટાથી JCCJ ડો. રેણુ જોગી આગળ, તખતપુરથી કોંગ્રેસ ડો. રશ્મિ સિંહ, બેલતરાથી ભાજપના રજનીશ સિંહ મરવાહીથી JCCJ અજીત જોગી આગળ ચાલી રહ્યાં છે.

Dec 11, 2018, 10:40 AM IST

છત્તીસગઢ ચૂંટણી પરિણામ : કોંગ્રેસનો દબદબો

વિધાનસભા ચૂંટણી પરિણામ LIVE : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થઇ રહ્યા છે જેમાં પ્રાથમિક ટ્રેન્ડમાં કોંગ્રેસનો પંજો મજબૂત થઇ રહ્યો છે જ્યારે ભાજપનું કમળ મુરઝાઇ રહ્યું છે. છત્તીસગઢ કોંગ્રેસના પંજામાં આવતું દેખાઇ રહ્યું છે 

Dec 11, 2018, 10:40 AM IST

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ: BJPને જબરદસ્ત પછડાટ, PM મોદીએ તાબડતોબ લીધુ આ પગલું

વિધાનસભા ચૂંટણીના આજે પરિણામોનો દિવસ છે. જે રીતે ટ્રેન્ડ આવી રહ્યાં છે તેમાં ભાજપનું પ્રદર્શન બહુ સારું નથી.

Dec 11, 2018, 10:26 AM IST

ચૂંટણીની પરિણામોને લઈને વડાપ્રધાન મોદીએ બોલાવી ભાજપ કોર ગ્રુપની બેઠક

આજે સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ચૂંટણીના પરિણામોને લઈને વડાપ્રધાન મોદીએ ભાજપ કોર ગ્રુપની બેઠક બોલાવી છે. 
 

Dec 11, 2018, 10:22 AM IST

કોંગ્રેસ અધ્યક્ષની હોટ સીટ પર બેસીને રાહુલ ગાંધીને આજે એક વર્ષ પૂરું, શું મળશે મોટી જીતની ગિફ્ટ?

 આજે પાંચ રાજ્યોના આવી રહેલા વિધાનસભાની ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સત્તા ગુમાવી રહી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે હવે રાહુલ ગાંધીનું નેતૃત્વ લોકો સ્વીકાર રહ્યાં છે તેવું ક્યાંકને ક્યાંક સાબિત થઈ રહ્યું છે. રાહુલ ગાંધી એક વર્ષ પહેલા આજના દિવસે જ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. અધ્યક્ષ તરીકે તેમનુ એક વર્ષ પૂરા થવાના દિવસે જ પાંચ રાજ્યોના વિધાનસભા ઈલેક્શન તેમના માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે. પરિણામો કહે છે કે, પાંચ રાજ્યોમાથી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનાવતી દેખાઈ રહી છે. 

Dec 11, 2018, 10:19 AM IST

ભાજપ પછડાતા ગેલમાં આવી ગયા વિરોધીઓ, અખિલેશે ટ્વિટ કરીને કર્યો કટાક્ષ

સમાજવાદી પાર્ટીના ચીફ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે 5 રાજ્યોના ચૂંટણીના જે પ્રકારે ટ્રેન્ડ આવી રહ્યાં છે તેને લઈને ભાજપ પર કટાક્ષ કર્યો છે.

Dec 11, 2018, 09:48 AM IST

5 રાજ્યોના ચૂંટણીના પરિણામો પછી માર્કેટ સિંહ કે શિયાળ ? જાણવા કરો ક્લિક

આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની ચારે તરફ ચર્ચા છે

Dec 11, 2018, 09:43 AM IST

VIDEO : ચૂંટણી પરિણામ પહેલા બાઈક ચલાવીને CM કેસીઆરને મળવા પહોંચ્યા અસુદ્દીન ઔવેસી

 તેલંગણા વિધાનસભા ઈલેક્શન (Telangana elections 2018) ના પરિણામ પહેલા એઆઈએમઆઈએમના પ્રમુખ અસુદ્દીન ઔવેસીનો એક અલગ અંદાજ જ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ઔપચારિક રીતે લોકોને મળનારા ઔવેસી હૈદરાબાદના રસ્તા પર બાઈક દોડવતા નજરે આવ્યા હતા. સોમવારે તેઓ બાઈકથી નીકળ્યા હતા. તેમના સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા. તેઓ બાઈક પર સવાર થઈને તેલંગણાના કેરટેકર મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવને મળવા પહોંચ્યા હતા. તેલંગણા વિધાનસભા ઈલેક્શનમાં આ વખતે ઔવેસીની પાર્ટી કેસીઆરની પાર્ટી ટીઆરએસની સાથે ગંઠબંધન છે. 

Dec 11, 2018, 08:15 AM IST

વિધાનસભા ચૂંટણી 2018: 5 રાજ્યોમાં મત ગણતરી શરૂ

પાંચ રાજ્ય- રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમનું ચૂંટણી પરિણામ આજે જાહેર થવાનું છે. ચૂંટણી પંચ દ્વારા સવાર 8.00 કલાકે મતગણતરી શરૂ થઇ ગઇ છે.

Dec 11, 2018, 08:00 AM IST

MP Electionમાં Young India નહિ, પણ Old India, ઈલેક્શન લડનારા 70થી વધુ વર્ષના નેતાઓની ભરમાર છે

આ નેતાઓ પર આશા છે કે, તેઓ આખી તાકાતથી ઈલેક્શન લડીને તેને જીતાડવાનો પ્રયાસ કરશે. ઉંમર તેમના માટે આંકડા માત્ર છે. રાજ્યમાં 28 નવેમ્બરના રોજ થયેલા વિધાનસભા ઈલેક્શનમાં બીજેપી અને કોંગ્રેસ, બંને પ્રમુખ દળોએ 70 વર્ષથી વધુ ઉંમરના નેતાઓ પર ઉમેદવારીનો ભરોસો ગણાવ્યો હતો. 

Dec 11, 2018, 07:56 AM IST

છત્તીસગઢ ચૂંટણી પરિણામ Live: રમણ સિંહે સ્વીકારી હારની નૈતિક જવાબદારી, CM પદેથી આપ્યું રાજીનામું

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં તમામ 90 સીટો પર રુઝાન સામે આવી ગયા છે. રૂઝાનમાં કોંગ્રેસ 61, ભાજપ 19 અને જનતા કોંગ્રેસ 8 જ્યારે બે સીટ પર અપક્ષ આગળ ચાલી રહ્યાં છે. 

Dec 11, 2018, 07:27 AM IST

Telangana Election Result LIVE : તેલંગણા ચૂંટણી પરિણામ 2018, જુઓ લાઇવ

તેલંગનામાં હાલ તેલંગના રાષ્ટ્ર સમિતિ (TRS)ની સરકાર હતી. કે. ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી હતા. આ ઈલેક્શનમાં TRS  એકલા તમામ 119 સીટ પર ઈલેક્શન લડી છે. બીજેપીમાં પણ 119 સીટ પર એકલા ઈલેક્શન લડી. કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી મળીને ઈલેક્શન લડી છે. કોંગ્રેસ નેતૃત્વવાળા પિપલ્સ ફ્રન્ટ (પ્રજા કુટામી)માં કોંગ્રેસ, ટીડીપી ઉપરાંત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી CPI)  અને તેલંગના જન સમિતિ પણ સામેલ છે. 

Dec 11, 2018, 07:19 AM IST

Madhya Pradesh Election Result LIVE: મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ, જુઓ લાઈવ

ઝી ડિજિટલ ડેસ્ક, અમદાવાદઃ પાંચ રાજ્ય- રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમનું ચૂંટણી પરિણામ આજે જાહેર થવાનાં છે. મધ્ય પ્રદેશમાં ચૂંટણી પંચ દ્વારા સવાર 8.00 કલાકે મતગણતરી શરૂ કરવામાં આવી  મતગણતરી શરૂ થયાના થોડા સમયમાં જ ટ્રેન્ડ આવવાની શરૂઆત થઈ ગયા છે.એટલે કે કયો પક્ષ આગળ ચાલી રહ્યો છે અને કયો પક્ષ પાછળ ચાલી રહ્યો છે.કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતો જોવા મળ

Dec 11, 2018, 06:59 AM IST

LIVE વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 : Assembly Election Results 2018

ઝી ડિજિટલ ડેસ્ક, અમદાવાદઃ પાંચ રાજ્ય- રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમનું ચૂંટણી પરિણામ આજે જાહેર થવાનું છે. ચૂંટણી પંચ દ્વારા સવાર 8.00 કલાકે મતગણતરી શરૂ કરવામાં આવી છે.. મતગણતરી શરૂ થયાના થોડા સમયમાં જ ટ્રેન્ડ આવવાની શરૂઆત થઈ જશે, એટલે કે કયો પક્ષ આગળ ચાલી રહ્યો છે અને કયો પક્ષ પાછળ ચાલી રહ્યો છે.

Dec 11, 2018, 06:37 AM IST

2019ની સેમિફાઈનલઃ કોણ બનશે બાદશાહ, કોણ બનશે બાજીગર અને કોણ બનશે કિંગમેકર?

2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા તાજેતરમાં જ યોજાયેલી પાંચ રાજ્યો- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ માટે એસિડ ટેસ્ટ સમાન હતી, જેનું આજે સવારે 8.00 કલાકે પરિણામ આવવાનું શરૂ થશે અને બપોર સુધીમાં સ્થિતિ લગભગ સ્પષ્ટ બની જશે, આ પાંચ રાજ્યો એવા છે જે દેશની આગામી લોકસભા ચૂંટણીની દિશા અને દશા નક્કી કરનારા છે....એક્ઝિટ પોલમાં ભાજપ શાસિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તા મળતી બતાવાઈ રહી છે, જ્યારે અન્ય બે રાજ્યોમાં સ્થાનિક પક્ષો બાજી મારી રહ્યા છે.... 

Dec 11, 2018, 12:10 AM IST

EXIT POLL : રાજસ્થાનમાં કોંગ્રેસને 110 બેઠક

EXIT POLL : વિધાનસભા ચૂંટણી 2018 જંગમાં રાજસ્થાનમાં કોંગ્રેસ મોટી પાર્ટી તરીકે ઉભરતી દેખાઇ રહી છે. એક્ઝિટ પોલના આંકડા શું કહી રહ્યા છે? જાણો

Dec 7, 2018, 07:35 PM IST

છત્તીસગઢમાં કોની બનશે સરકાર? જુઓ મહા EXIT POLL

એક્ઝિટ પોલ 2018 : વિધાનસભા ચૂંટણી 2018 જંગમાં મતદાન પૂર્ણ થતાં એક્ઝિટ પોલ શરૂ થયા છે. છત્તીસગઢમાં કોણ બનાવશે સરકાર? જુઓ EXIT POLL

Dec 7, 2018, 07:25 PM IST