attack

‘ભાજપ’રાજમાં નેતાઓ બેફામ : બોપલ નગરપાલિકાના સભ્ય મહેશ પટેલે સોસાયટીના ચેરમેન પર હુમલો કર્યો

સત્તાના નશામાં રાચતા ભાજપી નેતાઓ, સભ્યોની દાદાગીરી હવે એટલી ખુલી ગઈ છે કે, તેઓ કાયદો પણ હાથમાં લઈ રહ્યાં છે. અમદાવાદના બોપલ વિસ્તારના નગરપાલિકાના સભ્ય મહેશ પટેલે સોસાયટીના ચેરમેન સાથે મારામારી કરીને બાદમાં તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. 

Sep 2, 2019, 01:55 PM IST
Kheda: Congress In Action After Attack On Thasra MLA Kantibhai Parmar PT1M36S

ખેડા: ઠાસરાના ધારાસભ્ય પર હુમલા બાદ કોંગ્રેસ આક્રમક, જુઓ શું કર્યું

ખેડા: કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈ કોંગ્રેસ આક્રમક,નડિયાદ ખાતે કોંગ્રેસ કરશે ધરણા કાર્યક્રમ. કોંગ્રેસના નેતાઓ ધરણાં બાદ આપશે આવેદનપત્ર.

Aug 31, 2019, 04:50 PM IST

ઠાસરા : કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પર હુમલો, 8 લોકો હથિયાર સાથે તૂટી પડ્યા

ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતી ભાઈ પરમાર સહિત ત્રણ વ્યક્તિ પર આજે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. નડિયા સેશન્સ કોર્ટની બહાર હુમલો થતા જ ખેડા પોલીસ દોડતી થઈ હતી.

Aug 30, 2019, 03:54 PM IST
New terror plan of Pakistan PT2M28S

ભારત સાથે બદલો લેવા પાકિસ્તાનનો મોટો પ્લાન, વિગત જાણવા કરો ક્લિક

પાકિસ્તાની સેના જમ્મુ-કાશ્મીરમાં અફઘાન અને પશ્તૂન આતંકવાદીઓ દ્વારા મોટો હુમલો કરાવવાની ફિરાકમાં છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અફઘાની અને પશ્તૂન આતંકવાદીઓ પીઓકેની લીપા વૈલીમાં છે.

Aug 23, 2019, 09:25 AM IST
Attack On Lalaji Desai PT3M23S

ગુજરાત કોંગ્રેસ ભવનમાં હોબાળો, લાલાજી દેસાઇ પર હુમલો

ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે મારામારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગઈકાલે પ્રદેશ કાર્યાલય ખાતે રાધનપુરની ટિકિટને લઇ રધુ દેસાઇ અને લાલજી દેસાઇ વચ્ચે માથાકૂટ થઇ હતી. લાલજી દેસાઇ દ્વારા પ્રશ્ન ઉભો કરાયો હતો કે રઘુ દેસાઈ રાધનપુરના જ્ઞાતિ સમીકરણમાં બંધ બેસતા નથી. જેને લઇને રઘુ દેસાઇ અને લાલજી દેસાઇ વચ્ચે બબાલ થઇ હતી. ગુજરાત કોંગ્રેસે રઘુ દેસાઇને શોકોઝ નોટીસ પાઠવી છે. શિસ્ત ભંગ પુરવાર થાયતો એઆઇસીસીની મંજુરી બાદ પગલાં ભરવામાં આવશે.

Aug 14, 2019, 01:05 PM IST
Jamnagar: Attack on Police PT2M2S

જામનગરમાં પોલીસકર્મી પર લૂંટ ચલાવી 3 શખ્સોએ છરી વડે કર્યો હુમલો

જામનગરમાં પોલીસકર્મી પર 3 શખ્સોએ લૂંટ ચલાવી જીવલેણ હુમલો કર્યો છે. જામનગરના હવાઇ ચોક વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ કોન્સ્ટેબલના ગળામાંથી સોનાના ચેનની લૂંટ ચલાવી ત્રણ અજાણ્યા શખ્સોએ છરી-મુઠ દ્વારા જીવલેણ હુમલો કરી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા.

Aug 13, 2019, 10:05 AM IST

અક્ષરધામ પર હુમલો કરનાર આરોપીનો ખુલાસો, તેનો ભાઇ પણ હતો આતંકી

અક્ષરધામ પર હુમલાનો મુખ્ય આરોપી યાસીન ભાટ અનંતનાગથી પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત પોલીસે કોર્ટમાં રજુ કરતા સાત દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે.

Jul 28, 2019, 09:32 PM IST
Attack on woman Councillor at Vadodara PT1M24S

વડોદરામાં મહિલા કાઉન્સેલર પર હુમલો

વડોદરામાં મહિલા કાઉન્સેલર પર હુમલો

Jul 28, 2019, 04:35 PM IST

મારી પર અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે તેવી શકયતા: હાર્દિક પટેલ

રાજદ્રોહના કેસમાં આજે હાર્દિક પટેલ સુરત કોર્ટમાં હાજર રહ્યો હતો. કોર્ટમાં હાજર થાય તે પહેલાં તેને સુરત પોલીસ કમિશનરને એક મેઈલ કર્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે, અસસમાજિક તત્વો દ્વારા ગમે ત્યારે તેના પર જીવલેણ હુમલો કરી શકે છે. માટે કોર્ટની બહાર અથવા કોર્ટ સંકુલમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવ તેવી માગ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી હતી.

Jul 24, 2019, 04:11 PM IST
Ahmedabad: Attack on Founding Members of Karnavati Club PT1M56S

અમદાવાદ: કર્ણાવતી ક્લબની ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ, જુઓ શું થયું

અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી કલબની ચૂંટણી પહેલાં ગરમાયું રાજકારણ. એક્ટિવ મેમ્બર પેનલના ફાઉન્ડર રાજીવ અને મનોજ પટેલની કારમાં કરાઈ તોડફોડ.બંને મેમ્બરોએ નોંધાવી ફરિયાદ.

Jul 20, 2019, 05:40 PM IST
Attack on Groom family at Banaskantha PT36S

બનાસકાંઠા : પત્નીના પિયરિયાનો સાસરિયા પર હુમલો

બનાસકાંઠામાં પત્નીના પિયરિયાનો સાસરિયા પર હુમલો. યુવતીના પરિવારે અંગત અદાવતને કારણે આ હુમલો કરાવ્યો હોવાની ચર્ચા છે.

Jul 19, 2019, 10:50 AM IST
Diesel gang attack on police PT3M41S

ડીઝલ ચોર ગેંગનો પોલીસ પર હુમલો, ચોંકાવનારી ઘટના

ડીઝલ ચોર ગેંગ દ્વારા પોલીસ પર હુમલાની ચોંકાવનારી ઘટના નોંધવામાં આવી છે. આ બનાવ સાવલીના ધનતેજ ગામ ખાતે બન્યો હતો.

Jul 15, 2019, 10:05 AM IST

માંડલ દલિત યુવક હત્યા કેસ: ગુમ થયેલી પીડિત યુવતી પોલીસને મળી આવી

માંડલમાં દલિત યુવાકની હત્યા કેસમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ગઇ કાલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ હજુ સુધી એક આરોપીની શોધખોળ કરી રહી છે. માંડલ દલિત યુવક હત્યા કેસમાં ગુમ થયેલી પીડિત યુવતી પોલીસને મળી આવી છે.

Jul 14, 2019, 01:55 PM IST

છોટાઉદેપુર: જિલ્લામાં સામે આવ્યો દિપડાનો આતંક, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત

જિલ્લામાં ફરી એકવાર દીપડાનો આતંકથી સામે આવ્યો છે. રાઠ વિસ્તારના મોટી સઢલી ગામે દીપડાએ બે મહિલા સહિત ત્રણ ઉપર જીવલેણ હુમળો કર્યા બાદ રેસ્ક્યુ કરતા વન અધિકારી ઉપર પણ દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Jul 13, 2019, 10:03 PM IST
Agony of acid attack victim of Rajkot PT3M11S

રાજકોટની એસિડ એટેક પીડિતાની વ્યથા, જાણવા કરો ક્લિક

રાજકોટમાં પૂર્વ પતિએ મહિલા પર એસિડ એટેક કર્યો છે. રાજકોટના લોધાવાડ ચોક પાસે આ બનાવ બન્યો હતો. જેમાં પોરબંદરના પ્રિતેશ પોપટે તેની પૂર્વ પત્ની માયાબેન પર એસિડ એટેક કર્યો હતો. માયાબેન નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવીને તેણે માયાબેન પર એસિડ ફેંક્યું હતું. આ મામલામાં પીડિતાએ પોતાનું દુખ મીડિયા સામે વ્યસ્ત કર્યું છે.

Jul 13, 2019, 11:45 AM IST
Banaskantha: The Issue of Locust Attack on Crops to be Discussed in Vidhan Sabha PT2M8S

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડનાં ઉપદ્રવનો મુદ્દો હવે વિધાનસભામાં ચર્ચાશે, જુઓ વીડિયો

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડનો ઉપદ્રવ સતત વધતો જાય છે.તીડનો આ મામલો વિધાનસભા સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે આ મુદ્દો ઉઠાવ્યો છે. જેને લઈને કૃષિ મંત્રી આર.સી ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે.

Jul 10, 2019, 06:00 PM IST

અમદાવાદનો ચકચારી દલિત યુવક હત્યાનો મામલો હવે લોકસભામાં ચર્ચાશે

ગુજરાતમાં દલિત યુવાનની હત્યાનો મામલો લોકસભા પહોંચ્યો છે. કોંગ્રેસ સાંસદ કે.સુરેશે અમદાવાદના દલિત યુવકની હત્યા મામલામાં લોકસભામાં નોટિસ આપી છે. ત્યારે હવે લોકસભામાં આ મુદ્દે ચર્ચા થશે. 

Jul 10, 2019, 11:19 AM IST

અમદાવાદ: આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કરતા યુવકની જાહેરમાં કરાઇ ઘાતકી હત્યા

અમદાવાદ જીલ્લામા આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કરતા યુવકની જાહેરમા ઘાતકી હત્યાથી સનસનાટી મચી ગઈ છે. પત્નીના પરિવારે જ કરી હત્યા કરી દેતા મામલો બિચક્યો હતો.  માડંલ પોલીસે આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

Jul 9, 2019, 09:50 PM IST

આદિવાસીઓ દ્વારા કબ્જો કરેલ જંગલની જમીન ખાલી કરાવા ગયેલા વનકર્મીઓ પર હુમલો

પંચમહાલ જિલ્લાના કાલીયાવાવના જંગલમાં જિલ્લા બહારથી આવેલા આદિવાસીઓના ટોળા દ્વારા ગેરકાયદે કબ્જો કરવાની હિલચાલ રોકવા જતા વનકર્મીઓ પર મારક હથિયારો સાથે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પંચમહાલ અને દાહોદના આદિવાસીઓ સરકાર સામે બાયો ચઢાવી બળવો કરવા આવ્યા હોય તેવી ચકચારી ઘટના ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામે આવેલ જંગલમાં બનવા પામી છે.

Jul 3, 2019, 10:45 PM IST
Blast in mobile PT1M46S

સુરતમાં મોબાઇલમાં બ્લાસ્ટ થતા રાહદારી પેંટ ઉતારી ભાગવું પડ્યું

સુરતનાં ઉધના વિસ્તારમાં મોબાઇલમાં બ્લાસ્ટ થતા અફડા તફડી મચી ગઇ હતી. ઉધના વિસ્તારમાં એક વ્યક્તિનાં ખીસ્સામાં અચાનક મોબાઇલમાં બ્લાસ્ટ થતા તેણે પેંટ કાઢી નાખવાની ફરજ પડી હતી. બ્લાસ્ટનાં કારણે તેનું પેંટ પણ સળગી ગયું હતું.

Jun 22, 2019, 09:50 PM IST