bhavnagar
ભાવનગરના કયા પંથકમાં પૂરે સર્જી તારાજી? જુઓ 'ગામડું જાગે છે'
આ વર્ષની સિઝનમાં ભાવનગરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે પરંતુ ક્યાંક ક્યાંક મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું, ભાવનગરના ભાલ વિસ્તારમાં આજથી એક મહિના પહેલા જે વરસાદી તારાજી જોવા મળી હતી તેને લઈને કાળા માથાનો માનવી કુદરત સામે લાચાર બની ગયો છે, ફરી એક મહિના બાદ એક તારીખના દિવસોમાં ફરી મેઘરાજાએ તાંડવ શરુ કર્યું હોય તેમ લાગે છે.
Sep 15, 2019, 08:30 PM ISTભાવનગર અને જૂનાગઢમાં અનરાધાર વરસાદ, લેટેસ્ટ સ્થિતિ જાણવા કરો ક્લિક
ભાવનગર અને જૂનાગઢમાં અનરાધાર વરસાદ, લેટેસ્ટ સ્થિતિ જાણવા કરો ક્લિક
Sep 9, 2019, 03:10 PM ISTપોતાના જ ત્રણ બાળકોની હત્યા કરનાર કોન્ટેબલનો ખુલાસો, ‘મારા પર તાંત્રિક વિધી થઇ’
ત્રણ દિવસ પહેલા ભાવનગર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એક પોલીસ જવાને પોતાના સરકારી નિવાસસ્થાને પોતાના જ ૩ માસૂમ બાળકોને તીક્ષ્ણ હથિયારથી ગળા કાપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે મામલે મોટા ખુલાસો થયા છે, આ જવાન ને ઘરેલું ઝઘડા, પત્ની પર શંકા કુશંકા અને પટને તાંત્રિક વિધિ કરાવી હોવાના રટણ સાથે તેની માનસિક સ્થિતિ વિકૃત બની ગઈ હોવાનો ખલાસો થયો છે.
Sep 4, 2019, 06:12 PM ISTઘર કંકાશથી કંટાળીને પોલીસ કોન્સ્ટેબલે જ કરી પોતાના ત્રણ બાળકોની હત્યા
ભાવનગર પોલીસ હેડક્વાર્ટરમાં 'આસાન' વિભાગમાં ફરજ બજાવતા સુખદેવ શિયાળ નામના પોલીસ જવાને પોતાના સરકારી નિવાસસ્થાને પોતાના જ 3 માસૂમ બાળકોને તીક્ષ્ણ હથિયારથી ગળા કાપી મોતને ઘાટ ઉતારી દેતા સનસની મચી ગઇ હતી. ઘટના બાદ આરોપી પોલીસ જવાન પોલીસ તાબે થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ડીઆઇજી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા.
Sep 1, 2019, 07:13 PM ISTભાવનગર: પોલીસ કોન્સ્ટેબલે કેમ કરી માસુમ બાળકોની હત્યા?
ભાવનગર: પોલીસ કોન્સ્ટેબલે 3 બાળકોની કરી હત્યા, સુખભાઈ શિયાળ નામના કોન્સ્ટેબલે માસુમ બાળકોની હત્યા કરી.
Sep 1, 2019, 06:50 PM ISTભાવનગર : રિસાઈને પિયરે ગયેલી પત્ની પર પતિએ ધડાધડ ફાયરિંગ કર્યું
એક સમયે શાંત ગણાતા ભાવનગર શહેરમાં પણ હવે ધીરે ધીરે ક્રાઈમ રેટ ઉપર જઈ રહ્યો છે. ભાવનગરમાં છેલ્લાં 24 કલાકમાં ફાયરિંગનો બીજો બનાવ બન્યો છે. ધોળેદહાડે એક પતિએ તેની પત્ની પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાથી ભાવનગરમાં ચકચાર મચી છે.
Aug 28, 2019, 03:52 PM ISTભાવનગર: ઘોઘા ખાતે રો-રો ફેરી પોર્ટ પર બ્રેક ફેલ થતાં ટ્રક દરિયામાં ખાબકી
ભાવનગર: ઘોઘા ખાતે રો-રો ફેરીમાં ટ્રક દરિયામાં ખાબક્યો, બ્રેક ફેલ થતાં ટ્રક બેકાબૂ બની હતી
Aug 28, 2019, 02:15 PM ISTભાવનગર: વલ્લભીપુરના રતનપર ગામે કેરી નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 5ના મોત
વલ્લભીપુર તાલુકાના રતનપર ગામે નદીમાં નાહવા પડેલા 5 લોકોના પાણીમાં ડૂબી જવાને કરાણે મોત થયા છે. જૂના રતનપર ગામના દેવીપૂજક સમાજના ખેત મજૂરો કામ કરીને કેરી નદીમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન એક વ્યક્તિ ખાડામાં ગરકાવ થઇ જતા તેને બચવા જતા અન્ય ચાર લોકોના પણ મોત થયા હતા. એક જ પરિવારના એક આધેડ, બે યુવતીઓ, એક યુવક અને એક 13 વર્ષનું બાળક સહિત 5ના મોત થયા છે.
Aug 27, 2019, 04:58 PM ISTભાવનગર: ડૂબી રહેલા બાળકને બચાવવા જતા ચાર લોકોના થયા મોત
ભાવનગરના વલ્લભીપુરમાં થઈ દુર્ઘટના, ડૂબી રહેલા બાળકને બચાવવા જતા 4નાં મોત.
Aug 27, 2019, 04:40 PM ISTLove Is Blind: 34 વર્ષની મહિલાના પ્રેમમાં પાગલ 19 વર્ષનો યુવક, આપી જાનથી મારી નાખવાની ધમકી
અમદાવાદમાં પ્રેમ સંબંધને લઇને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 34 વર્ષની મહિલા અને 19 વર્ષના યુવાન વચ્ચે પ્રેમ સંબંધ હતા. 4 વર્ષ પહેલા જ્યારે યુવાન 15 વર્ષનો હતો ત્યારે તેના અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો
Aug 20, 2019, 11:02 AM ISTરાજ્યમાં હજુ ચોમાસાને 45 દિવસ બાકી, આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ! જુઓ ન્યૂઝરૂમથી Live
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ. ઇડર, વડાલી, તલોદ, પ્રાંતિજમાં વરસાદ. પોશીના, હિંમતનગર અને ખેડબ્રહ્મામાં વરસાદ. ખેડબ્રહ્માના ખેરોજની સાબરમતી નદીમાં આવ્યું પાણી.
Aug 16, 2019, 07:35 PM ISTભાવનગરમાં જામ્યો વરસાદી માહોલ, સાબરકાંઠામાં મેઘ મહેર
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ. ઇડર, વડાલી, તલોદ, પ્રાંતિજમાં વરસાદ. પોશીના, હિંમતનગર અને ખેડબ્રહ્મામાં વરસાદ. ખેડબ્રહ્માના ખેરોજની સાબરમતી નદીમાં આવ્યું પાણી.
Aug 16, 2019, 05:15 PM ISTભાવનગર: નદીઓના પૂરમાં ફસાતા ભાલ પંથકમાં 12થી પણ વધુ કાળિયારના મોત
જીલ્લાના વલ્લભીપુર અને ઉમરાળામાં થયેલ ભારે વરસાદ બાદ નદીઓના પુરના પાણી ભાલ પંથકમાં ફરી વળ્યા હતા. માણસ તો માણસ પણ મૂંગા જાનવર પણ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને આ ભાલ વિસ્તારમાં પુરના પાણીમાં ફસાવા અને કુતરાઓ દ્વારા ફાડી ખાવાથી ૧૨ કરતા વધુ કાળીયારના મોત થયા છે. અને હજુ સમગ્ર વિસ્તારમાં પાણી ઉતર્યા બાદ પાક ચોક્કસ મૃત્યુઆંક સામે આવી શકશે.
Aug 13, 2019, 09:50 PM ISTભાવનગર: વરસાદના પગલે ઘરોમાં ઘુસ્યા પાણી,જુઓ શું કહે છે સ્થાનિકો
બે દિવસ પહેલા ભાવનગર જીલ્લાના વલ્લભીપુર અને ઉમરાળા પંથકમાં પડેલ ભારે વરસાદના પગલે ભાવનગર જીલ્લાની કાળુભાર, કેરી, ઘેલો અને પાડલીયો નદીમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે, જો કે આજે સવારથી વરસાદે વિરામ લીધો છે પરંતુ હવે લોકોની મુશ્કેલીઓ શરુ થઈ છે.
Aug 12, 2019, 06:05 PM ISTશિક્ષકે મોબાઇલમાં બિભત્સ વીડિયો બતાવી વિદ્યાર્થીની સાથે કર્યા શારિરીક અડપલા
ગુરુ અને શિષ્યના સબંધને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર શહેરની સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓને મોબાઈલમાં બિભત્સ વિડીયો ક્લિપ દેખાડી અને તેમની સાથે શારીરિક અડપલા કર્યાના આક્ષેપ સાથે વાલીઓએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે આ લંપટ શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે.
કયા જિલ્લાના ખેડૂતોનો સૂકાયો પાક? જુઓ 'ગામડું જાગે છે'
આપણા એક કવિએ લખ્યું છે કે, બહું મથે માનવી ત્યારે વીઘો માંડ પવાય, પણ મારો રઘુવીર રીઝે રાઝડા તો નવખંડ લીલો થાય...એટલે કે માણસ ગમે તેટલા પ્રયાસ કરે તો પણ માંડ એકાદ ખેતરમાં પાણી પાઈ શકે છે પરંતુ જો કુદરત રાજી થાય તો આખી ધરતી લીલીછમ થઈ જાય, આવી જ કંઈક સ્થિતિ રાજ્યના અનેક ખેડૂતોની છે. જોઈએ ભાવનગરના ખેડૂતોની વિડંબણાનો આ અહેવાલ...
Jul 20, 2019, 08:30 PM ISTભાવનગર: રૂપિયા 30,800ની ડુપ્લીકેટ નોટો સાથે એકની ધરપકડ, પ્રિન્ટિંગ મશીન જપ્ત
જીલ્લામાં વધુ એક વ્યક્તિ ડુપ્લીકેટ નોટ સાથે ઝડપાયો છે. ભાવનગર એલસીબી અને એસઓજીની સંયુક્ત રેડમાં ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામના શખ્શને રૂપિયા 30,8૦૦ની નકલી નોટ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jul 18, 2019, 11:31 PM ISTભાવનગરના ગારિયાધરમાં કાગડો ગાંડો થયો, લોકો તોબા પોકારી ઉઠ્યા
ભાવનગરના ગારિયાધરમાં કાગડો ગાંડો થયો હોવાથી આવતા જતા રાહદારીઓને ખણક મારી પરેશાન કરે છે. જેને લીધે સ્થાનિક લોકો તોબા પોકારી ઉઠ્યા છે.
Jul 18, 2019, 09:35 AM ISTકાનપરમાં શહીદની નીકળી અંતિમયાત્રા, લોકો થયા ભાવવિભોર
ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના વતની અને ઇન્ડીયન આર્મીમાં જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટર ખાતે ફરજ બજાવતા દિલીપસિંહ ડોડિયા શહીદ થતા નાનકડા એવા કાનપર ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે.
Jul 12, 2019, 10:55 AM ISTજમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં ભાવનગરનો જવાન શહિદ, આવતીકાલે થશે અંતિમવિધિ
ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના વતની અને ઇન્ડીયન આર્મીમાં જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટર ખાતે ફરજ બજાવતા જવાન શહીદ થતા નાનકડા એવા કાનપર ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. શહીદ જવાન સમગ્ર પરિવાર સાથે જમ્મુ કાશ્મીર રહેતા હતા અને આવતીકાલે તેમના પાર્થિવ દેહને વતન કાનપર લાવવામાં આવશે અને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.
Jul 10, 2019, 06:27 PM IST