bhavnagar

Bhavnagar: Crow Made In Gariyadhar PT1M39S

ભાવનગરના ગારિયાધરમાં કાગડો ગાંડો થયો, લોકો તોબા પોકારી ઉઠ્યા

ભાવનગરના ગારિયાધરમાં કાગડો ગાંડો થયો હોવાથી આવતા જતા રાહદારીઓને ખણક મારી પરેશાન કરે છે. જેને લીધે સ્થાનિક લોકો તોબા પોકારી ઉઠ્યા છે.

Jul 18, 2019, 09:35 AM IST
Last rituals of Bhavnagar shahid PT53S

કાનપરમાં શહીદની નીકળી અંતિમયાત્રા, લોકો થયા ભાવવિભોર

ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના વતની અને ઇન્ડીયન આર્મીમાં જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટર ખાતે ફરજ બજાવતા દિલીપસિંહ ડોડિયા શહીદ થતા નાનકડા એવા કાનપર ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે.

Jul 12, 2019, 10:55 AM IST

જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં ભાવનગરનો જવાન શહિદ, આવતીકાલે થશે અંતિમવિધિ

ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના વતની અને ઇન્ડીયન આર્મીમાં જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટર ખાતે ફરજ બજાવતા જવાન શહીદ થતા નાનકડા એવા કાનપર ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. શહીદ જવાન સમગ્ર પરિવાર સાથે જમ્મુ કાશ્મીર રહેતા હતા અને આવતીકાલે તેમના પાર્થિવ દેહને વતન કાનપર લાવવામાં આવશે અને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

Jul 10, 2019, 06:27 PM IST

સ્ટેટ જીએસટીની ટીમએ ભાવનગરમાં બોગસ બિલિંગના કૌભાંડનો કર્યો પર્દાફાશ

સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગરના બે લોકોની આજે ધરપકડ કરતા કરોડોની કરચોરી અને કરોડોના બોગસ બિલીંગના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અત્યાર સુધી આવા આનેક કૌભાંડો કરીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ઘુંબો મારવામાં આવ્યો છે અને તેનું પગેરું ભાવનગરમાં નીકળેલું છે.

Jul 9, 2019, 10:50 PM IST

ભરૂચ : 200 કરોડની કરચોરી તપાસમાં અધિકારીઓ જ્યારે ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા, તો ભોંઠા પડી ગયા

જીએસટી સત્તાધીશોએ રાજ્યભરમાં સાગમટે 282 સ્થળો પર દરોડા પાડીને રૂપિયા ૬,૦૩૦ કરોડનું બોગસ બિલિંગ પકડી પાડયાની ગઈકાલે જાહેરાત કરી હતી. જેમાં ભરૂચના ગોહિલ એન્ટરપ્રાઈઝે રૂ.૨૦૦ કરોડની કરચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો. પરંતુ જેની સામે આટલી મોટી કરચોરીનો આક્ષેપ છે તે યુવક માત્ર 200 રૂપિયા રોજ છૂટક વર્ધી મારતો ડ્રાઈવર છે. 

Jul 1, 2019, 01:53 PM IST
Bhavnagar: ‌‌Rain In Palitana, Pond Overflow PT1M10S

ભાવનગર: પાલિતાણા પંથકમાં ધોધમાર વરસાદ, તળાવ થયા ઓવરફ્લો

પાલીતાણા ના દુધાળા, ઘેટી, દેડરડા, નનીમાળ, ચોંડા, પંચપીપલા સહિતના વિસ્તારોમાં ગઇકાલે બપોરે બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. દુધાળા અને આજુબાજુના ગામોના તળાવો ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Jun 27, 2019, 09:30 AM IST
Rain_In_bhavanagar PT45S

ભાવનગરના પાલિતાણા પંથકમાં વરસાદ

ભાવનગર જિલ્લાના દુધાળા, ઘેટી, દેડરડા, નનીમાળ, ચોંડા, પંચપીપલા સહિતના વિસ્તારોમાં આજે બપોરે બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. દુધાળા અને આજુબાજુના ગામોના તળાવો ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગામોમાં સર્વત્ર પાણી પાણી જ દેખાઈ રહ્યું હતું.વાવણી લાયક વરસાદથી લોકોમાં ખુશી જોવા મળી હતી.

Jun 26, 2019, 11:55 PM IST

સમુદ્રની સફર કરનારા ગુજરાતીઓ માટે ખુશ ખબરી, આ સ્થળે પણ શરૂ થશે રો-રો ફેરી

ભરૂચના દહેજ અને ભાવનગરના ઘોઘા વચ્ચે રો-રો ફેરીની સફળ શરૂઆત થયા બાદ તેનો વિસ્તાર વધારવાની માંગ સતત થઇ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ એ ઈચ્છી રહી છે કે, રસ્તા અને રેલ્વેની સાથે દરિયાનો પણ મુસાફરી માટે ઉપયોગ થાય, તેને જ ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આ દિશામાં કામ કરી રહી છે. 

Jun 26, 2019, 08:54 PM IST

ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડી શકે?

ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્ય 120 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનની સાથે જ રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંબારામાં 6 ઇંચ અને વિગોડીમાં સાડા ચાર ઇંચ તો બીજી બાજુ જુનાગઢના મેંદરડામાં 4 ઇંચ વરસાદ ખબક્યો છે.

Jun 26, 2019, 10:56 AM IST

'વાયુ' વાવાઝોડાની અસર: ગુજરાતના 71 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાવનગરમાં 2 ઇંચ

ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 71 તાલુકામાં વરસાદ પડ્યો છે. વાયુની અસરને પગલે ભાવનગરમાં સૌથી વધારે 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે જાફરાબાદ, ખાંભા , પાલીતાણા, અને મહુવામાં 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગરના અન્ય તાલુકાઓમાં એક ઈંચ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો હતો.

Jun 13, 2019, 05:55 PM IST

NDRFનું 'ઓપરેશન વાયુ' : વાવાઝોડાની અસર વચ્ચે પ્રેગ્નેન્ટ મહિલાને હોસ્પિટલ

અમરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર પ્રસુતિ પીડા ઉપડતા પ્રસુતિ માટે બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી હતી.

Jun 13, 2019, 01:21 PM IST

‘વાયુ’ વાવાઝોડાની આફતને પગલે 70ટ્રેન રદ્દ, સ્થળાંતર માટે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન

ગુજરાત તરફ આગળ વધી રહેલા ‘વાયુ’ વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે 3 લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યું છે.વાવાઝોડના કારણે કુલ 70 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. તથા અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. હવમાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુવારે બપોર સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતના વાવાઝોડા નજર રાખી રહ્યા છે. 

Jun 13, 2019, 01:34 AM IST

એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર

વર્ષ 2019માં એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરાયું છે. જેની સાથે જ એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે આજથી મોક રાઉન્ડ પણ શરુ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આવેલી એન્જીનીયરીંગની 72,388 બેઠકો પર પ્રવેશ માટે ઓનલાઈન 33,838 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી પ્રથમ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં 33,164 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

Jun 11, 2019, 04:37 PM IST

ગીરના સિંહોને મળશે ભાવનગરમાં પણ સારવાર, શરૂ થયું લાયન કેર સેન્ટર

ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોનું નવું ઘર એટલે ભાવનગર જીલ્લો, ભાવનગર જીલ્લામાં સિંહોને અનુકુળ આબોહવા અને ભૌગોલિક સ્થિતિ હોય અહી મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેમની સારવાર અને દેખરેખ માટે ભાવનગર જીલ્લામાં એશિયાટિક લાઈન કેરનો આજથી વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રારંભ કરાવ્યો હતો.

Jun 10, 2019, 07:27 PM IST

અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર, ભાવનગરમાં લૂ લાગતા એક વ્યક્તિનું મોત

કેરળમાં ચોમાસું શરૂ થયાની સાથે જ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં 13 જૂનની આસપાસ વરસાદની શરૂઆત થશે. ત્યારે ગુજરાતની જનતાને ગરમીમાંથી છુટકારો મળવાની હજુ કોઈ સંભાવના દેખાતી નથી.

Jun 9, 2019, 04:29 PM IST
Bhavnagar Police Humlo PT4M15S

ભાવનગરના પીપરડી ગામે પોલીસ પર ફાયરિંગ

ભાવનગરના પીપરડી ગામે દેશી દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર ફાયરિંગ, જેસર પોલીસની ટીમ પર હુમલો કરી હવામાં કરાયું ફાયરિંગ

Jun 8, 2019, 04:30 PM IST
News@Metro Noon 07062019 PT27M25S

જુઓ રાજ્યના તમામ મેટ્રો શહેરના બપોર સુધીના સમાચાર

દેશમાં ફૂડ સેફ્ટીને લઈ ગુજરાતને મળ્યુ દેશના ટોપ 4 રાજ્યોમાં સ્થાન, આગામી 9 જુને યોજાશે મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણી, અમદાવાદના હીરાવાડીમાં કારમાં ફસાઈને ગૂંગળાઈ જતાં બાળકનું મોત અને અન્ય મહત્વના સમાચાર

Jun 7, 2019, 04:40 PM IST
News@Metro Noon 06062019 PT25M9S

જુઓ રાજ્યના તમામ મેટ્રો શહેરના બપોર સુધીના સમાચાર

બલરામ થાવાણી લાતકાંડ મામલે મહિલા આયોગ કરી શકે છે તપાસ, રથયાત્રા પહેલા જ અમદાવાદમાં હથિયારોના મોટા જથ્થા સાથે ઝડપાયા 4 આરોપી, રાજ્ય સરકારે રદ કર્યુ નવરાત્રિ વેકેશન અને અન્ય મહત્વના સમાચાર

Jun 6, 2019, 04:15 PM IST
News@Metro Noon 28052019 PT28M23S

જુઓ રાજ્યના તમામ મેટ્રો શહેરના બપોર સુધીના સમાચાર

વડોદરામાં ટ્યૂશન ક્લાસિસના સંચાલકોની NOC માટે દોડ, રાજ્યમાં આગના બનાવોમાં સતત વધારો, દાદરાનગર હવેલીની પ્લાસ્ટિકના સાધન બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, હવામાન વિભાગનું અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય મહત્વના સમાચાર

May 28, 2019, 04:10 PM IST
News@Metro Noon 21052019 PT24M8S

જુઓ રાજ્યના તમામ મેટ્રો શહેરના બપોર સુધીના સમાચાર

નર્મદા ડેમની સપાટીમાં વધારો, વડોદરામાં કચરાના ઢગલા પર સુતી મહિલાનું આગમાં બળીને મોત, ભાજપે એક્ઝિટ પોલના રીઝલ્ટ બાદ જશ્નની તૈયારી શરૂ કરી અને અન્ય મહત્વના સમાચાર

May 21, 2019, 04:15 PM IST