bhavnagar

Bhavnagar: Fire Breaks out in Bahumadi Bhavan PT47S

ભાવનગર: આગ લાગતા મહત્વના દસ્તાવેજો બળીને ખાખ

ભાવનગરના બહુમાળી ભવનના શિક્ષણ વિભાગ કચેરીમાં આગ લાગતા મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થયા છે. શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યું હોવાનું અનુમાન.

May 12, 2019, 03:55 PM IST
Parents Clash For RTE Admission In Bhavnagar And Valsad PT3M12S

ગુજરાતની આ શાળાઓએ કરી હાઈકોર્ટના નિયમોની એસી કી તેસી, જુઓ વિગત

ભાવનગરમાં RTE હેઠળ પ્રવેશ ન મળતા શિક્ષણાધિકારી કચેરીએ વાલીઓનો હોબાળો, શાળાઓના નામ લિસ્ટમાં હોવા છતાં પ્રવેશ ન આપવાનો આરોપ તો વલસાડ શહેરની ત્રણ શાળાઓએ હાઈકોર્ટના નિયમોની કરી એસી કી તેસી, આર.ટી.ઇ એકટ હેઠળ આપવાના થતા એડમિશન લેવાની શાળાઓએ મનાઈ ફરમાવી

May 8, 2019, 04:55 PM IST
Bhavnagar:  Documents burned in RTO on Holiday PT58S

ભાવનગરની RTO કચેરીમાં રજાના દિવસે ડોક્યુમેન્ટ સળગાવવાનો બનાવ

ભાવનગરની RTO કચેરીમાં રજાના દિવસે ડોક્યુમેન્ટ સળગાવવાના બનાવને લઈને અનેક તર્ક વિતર્કો ઉભા થયા હતા. રજાના દિવસે 10થી 15 જેટલા કોથળા ભરીને ડોક્યુમેન્ટ સળગાવવામાં આવ્યા હતા જેના બાદ કચેરીની બહાર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે આરટીઓ કચેરીના વડાનો સપંર્ક કરાતા તેમને જણાવ્યું કે આ તમામ ડોક્યુમેન્ટ બિન જરૂરી છે અને રોજેરોજ તેના કામ કરીને તેનો નાશ કરવામાં આવે છે.

May 7, 2019, 08:15 PM IST

હેપ્પી બર્થ ડે ભાવનગર, વર્ષો બાદ તારીખ વાર અને તીથીનો બન્યો અનોખો સંગમ

કલા સંસ્કૃતિ, શિક્ષણ અને સંસ્કાર નગરી ભાવનગર અખાત્રીજ અને 7મી મેનાં દિવસે 296 વર્ષ પુરા કરી 297માં વર્ષમાં પ્રવેશ છે. વર્ષો બાદ તારીખ અને તિથીનો સુભગ સમન્વય થયો છે. આગવો ઇતિહાસ ધરાવતા ભાવેણાની સંસ્કૃતિ અનોખી છે. ભાવનગરની સ્થાપનાં વિક્રમ સંવત 1779નાં અક્ષય તૃતિયા એટલે કે, વૈશાખ સુદ ત્રીજનાં દિવસે થઇ હતી. તે દિવસે તા.7-5-1723 હતી. અને મંગળવાર પણ હતો આમ વર્ષો બાદ તારીખ, વાર, અને તિથીનો ત્રિવેણી સંગમ મિલન થયું  છે.
 

May 7, 2019, 05:18 PM IST

ભાવનગર: 42.47 લાખના હિરાની લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

શનિવારના રોજ ભાવનગર શહેરના રીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા અમરેલીના લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ રૂપિયા ૪૨,૪૭,૯૪૪ લઇને ભાવનગર આવતા હતા. અને બપોરના બે વાગ્યાના સુમારે લાઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો લાલ કલરની ફોર વ્હીલર ગાડી લઇ આવ્યા હતા અને ભીમજીભાઇ  સાથે કંપનીના અન્ય યુનિટની ઓફીસમાં કામ કરતા હોવાનું કહી તેમને કારમાં બેસાડયા હતા. અને હીરાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. 

May 5, 2019, 08:06 PM IST

ભાવનગર: ભર ઉનાળે પાણી માટે વલખા, મહિલા સહિત લોકોએ કર્યો ચક્કાજામ

ભાવનગરના વલભીપુરના પાટણા ગામે ભર ઉનાળે ગરમીમાં પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યાં છે. તંત્ર દ્વારા ગ્રામવાસીઓને પાણી પૂરૂ ન પાડવામાં આવતા રોષે ભરાયા છે. ગામમાં 15થી 20 દિવસે પીવાનું પાણી મળે છે.

Apr 26, 2019, 12:19 PM IST

ભાવનગર: શિહોર નજીક ઘાંઘળી ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના, લોકો ભયનો માહોલ

ભાવનગરના સિહોર નજીક ઘાંઘળી ગામે લૂંટ વિથ મર્ડરની ગતરાત્રીના સમયે ઘટના બનવા પામી હતી. ઘાંઘળી ગામે રહેતા એક દેવીપૂજક દંપતી પર લૂંટના ઇરાદે આવેલા લૂંટારુઓએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા કરી નાસી છૂટ્યા હતા. વાડીમાં વિસ્તારમાં ઘરમાં રહેલા સોના ચાંદીના 85000 ઘરેણાંની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

Apr 24, 2019, 10:02 PM IST
Bhavnagar Terror Of Bull Caught On Camera PT3M43S

જુઓ ભાવનગરમાં આખલાની લડાઈનો વીડિયો

ભાવનગરમાં ભીડભંજન ચોકમાં આખલાનો આતંક , વૃદ્ધે લડતા આખલાને છોડાવવાનો પ્રયાસ કરતા બંને આખલા ઝઘડો મૂકી વૃદ્ધ પર તૂટી પડ્યાં

Apr 24, 2019, 02:35 PM IST

હનુમાન જયંતી : સાળંગપુર હનુમાનજીના દર્શને માનવ મહેરાણ, મંદિર ખૂલતાં જ પડાપડી

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મદિર ખાતે હનુમાન જયંતીને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ દાદાના દર્શન માટે લોકોની પડાપડી જોવા મળી છે. હનુમાન જયંતીને લઈ આજે મંદિરમાં અલગ અલગ પ્રકારના આયોજન કરાયા છે.

Apr 19, 2019, 08:15 AM IST
Political zayka at Bhavnagar and Surendranagar PT25M59S

ભાવનગર અને સુરેન્દ્રનગર ખાતે પોલિટીકલ ઝાયકાની સફર

ભાવનગર અને સુરેન્દ્રનગર ખાતે પોલિટીકલ ઝાયકાની સફર. આ સફરમાં શહેરની સ્વાદિષ્ટ વાનગી સાથે રાજકારણની તેમજ લોકસભા ચૂંટણી 2019ની ચર્ચા કરવામાં આવી છે.

Apr 13, 2019, 06:40 PM IST
Mat no mahasangram at Bhavnagar PT57M30S

ભાવનગર ખાતે યોજાયો મતનો મહાસંગ્રામ

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે ભાવનગર ખાતે મતનો મહાસંગ્રામ યોજવામાં આવ્યો હતો. આ મહાસંગ્રામ દરમિયાન લોકોને સ્પર્શતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

Apr 13, 2019, 03:10 PM IST
Mat no Mahasangram Bhavnagar PT56M32S

'મતનો મહાસંગ્રામ' કાર્યક્રમ અંતર્ગત ભાવનગરમાં જાહેર ચર્ચા

લોકસભા ચૂંટણી 2019ને લઈને ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ 'મતનો મહાસંગ્રામ' માં ભાવનગરમાં જાહેર ચર્ચા કરી લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો...જુઓ સમગ્ર કાર્યક્રમ

Apr 12, 2019, 10:20 PM IST

લોકસભા ચૂંટણી 2019: પોતાની જ રેલીમાં ઉમેદવારની ગેરહાજરી, લોકો પડી ગયા અચંબામાં

ભાવનગર લોકસભાની ચૂંટણી પ્રચાર માટે ભાજપનાં પશ્ચિમ વિસ્તારનાં ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા પોતાના મત વિસ્તારમાં ભારતીબેન શિયાળ માટે શહેરનાં ચિત્રા-ફુલસર વિસ્તારમાં રેલી સ્વરૂપે પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો.

Apr 11, 2019, 03:09 PM IST

લોકસભા ચૂંટણી 2019: જાણો ભાવનગર બેઠક પર શું છે જ્ઞાતિનું સમીકરણ

દરેક બેઠક ઉપર જ્ઞાતિ જાતિના સમીકરણો જોવાતા હોય છે. અને રાજકીય પક્ષો પણ જે જ્ઞાતિના વધુ ઉમેદવારો હોય તે જ્ઞાતિને જ ટીકીટ આપતા હોય છે. જોકે આ વખતે ભાવનગર લોકસભા બેઠક ઉપર જે જ્ઞાતિના સૌથી વધુ મતદારો છે. તે કોળી જ્ઞાતિને ટીકીટ આપવાના બદલે કોંગ્રેસે પટેલ જ્ઞાતિના ઉમેદવારને ટીકીટ આપી છે. જ્ઞાતિ જાતિના સમીકરણમાં ભાવનગરની બેઠક ઉપર જ્ઞાતિનું સમીકરણ કેવુક ફીટ બેસે છે.

Apr 9, 2019, 07:28 PM IST
Bhavanagar Thief Stole Diamond By Acting Deaf And Dumb PT1M32S

મુંગા બહેરાનો અભિનય કરીને 15 લાખના હીરાની ઉઠાંતરી જુઓ સીસીટીવી વિડિયો

ભાવનગરમાં મુંગા બહેરાનો અભિનય કરીને 15 લાખના હીરાની ઉઠાંતરી...સીસીટીવી કેમેરામાં કેદ થયો આરોપી...પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી...

Mar 30, 2019, 11:35 PM IST

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર કોલેજ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી આજે એમ.જે. કોમર્સ કોલેજમાં ચોરી કરતો ઝડપાયો છે.

Mar 29, 2019, 01:18 PM IST

કોંગ્રેસ 14 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં અટવાઇ

ગુજરાત લોકસભા ચૂંટણીને લઇને રાજ્યની 26 બેઠકો પર કોંગ્રેસ દ્વારા 12 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હજુ રાજ્યની 14 બેઠકો પર ઉમેદવારોના નામ કરવાના બાકી છે.

Mar 29, 2019, 10:40 AM IST

ભાવનગર : જેન્તીભાઈએ સવારે ઉઠીને બાથરૂમનો દરવાજો ખોલ્યો, તો અંદર બેસ્યો હતો દીપડો...

ભાવનગરમાં ગઈકાલની સવાર સમગ્ર શહેરવાસીઓની એક ખૂંખાર પ્રાણીથી થઇ હતી. ભાવનગરમાં લોકોની વસાહત વચ્ચે એક દીપડો ઘૂસી ગયો હતો અને રહેણાંક વિસ્તારમાં આવી ચઢેલા આ દીપડાએ એક વ્યક્તિ પર ઈજા પહોંચાડી હતી. સમગ્ર દિવસ દરમ્યાન આ દીપડો શહેર માટે ટોક ઓફ ધ ટાઉન બન્યો અને તેના વીડિયોએ સોશિયલ મીડિયામાં હાહાકાર મચાવ્યો હતો. જો કે ફોરેસ્ટ વિભાગે બાદમાં તેનુ રેસ્ક્યુ કર્યું હતું. 

Mar 16, 2019, 01:48 PM IST
Bhavnagar : BMC started Well Water Recharging work PT1M5S

પાણી બચાવવા મદદે આવ્યા ભાવનગરવાસીઓ... જુઓ કેવી રીતે

ભાવનગર શહેરને દરરોજ ૧૩૫ MLD પાણીની જરૂરિયાત રહે છે. ઉનાળાનાં આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે રાજ્યમાં દર વર્ષની જેમ જળસંકટના ભણકારા વાગી રહ્યા છે. રાજ્યનાં મોટાભાગનાં જળાશયો ઝડપથી ખાલી થઈ રહ્યા છે તો કેટલાક ડેમમાં નવા નીર ઠાલવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સરકાર દ્વારા આમ તો સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઊંડા ઉતારવા અને ચેકડેમની મરામત સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ ભાવનગર શહેરમાં વસ્તી મુજબ દરરોજ ૧૩૫ MLD પાણીની જરૂરિયાત રહે છે. તેમાં સૌથી વધુ એટલે કે ૬૦ MLD પાણી શેત્રુંજય ડેમમાંથી મળે છે અને બાકીનું ૪૦ MLD મહી નદીમાંથી મેળવવામાં આવે છે. ભાવનગરમાં હવે પાણીની મુશ્કેલી નિવારવા માટે મનપાએ સ્થાનિક કક્ષાએ લોકભાગીદારીથી ચેકડેમો બનાવવા અને ૨૦ સ્થળોએ અંડર ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ માટેનું કામ હાથ ધાર્યું છે. ભાવનગર શહેરમાં ભૂતકાળમાં રોટરી ક્લબ દ્વારા જળ સંચય માટે જ્યાં વરસાદી પાણીનો ભરાવો હતો ત્યાં કૂવા બનાવીને વરસાદી પાણીને રોકવાના કામ કરેલા હતા. તેમાં સફળતા મળતાં હવે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા પણ આ રીતે જળસંચય કરવાનું અભિયાન હાથ ધરાયું છે. આ માટે મનપા પણ રોટરી ક્લબનો સહયોગ લઈને ૨૦ સ્થળોએ જળસંચય માટે કામ કરશે. જેમાં તળાવો ઊંડા ઉતારવા તેમજ 2 સ્થળોએ ચેકડેમ બનાવવા માટેનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રયાસના કારણે હવે શહેરમાં અન્ય વિસ્તારોમાં પાણીનાં તળ ઊંચા આવશે અને પાણીની સમસ્યા ભૂતકાળ બનશે તેમ અધિકારીઓનું માનવું છે. ભાવનગર મનપા દ્વારા લોકભાગીદારીથી હાથ ધરનારા આ પ્રોજેક્ટના કારણે ભાવનગરના કેટલાક વિસ્તારોમાં જ્યાં ઓછા પ્રેશરથી પાણી મળવાની સમસ્યા છે ત્યાં કાયમી ઉકેલ આવશે તે નક્કી છે.

Mar 10, 2019, 02:05 PM IST