bollywood

રિલીઝના એક દિવસમાં જ Angrezi Mediumને લાગ્યો 440 વોલ્ટનો મોટો ઝટકો

બોલિવુડના દમદાર એક્ટર ઈરફાન ખાન (Irrfan Khan) લાંબા સમય બાદ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ (Angrezi Medium) માં નજર આવ્યા છે. 13 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઈરફાનની સાથે કરીના કપૂર ખાન નજર આવી રહી છે. પરંતુ રિલીઝના પહેલા દિવસ જ આ ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટની માનીએ તો, આ ફિલ્મની એચડી પ્રિન્ટ લિક થઈ ગઈ છે. જેની ઈફેક્ટ ફિલ્મની કમાણી પર પડવાની છે. એક તરફ કોરોના વાયરસ (Corona virus) ને કારણે આમ પણ લોકો સિનેમાઘરોમાં જવાથી ડરી રહ્યાં છે. ઉપરથી ફિલ્મ લીક થવી, આ બંને બાબતોથી ફિલ્મના મેકર્સને મોટું નુકસાન સહેવુ પડી શકે છે. રિપોર્ટસ અનુસાર, અંગ્રેજી મીડિયમને તમિલ રોકર્સ (Tamilrockers) દ્વારા લિક કરવામાં આવી છે. 

Mar 14, 2020, 10:31 AM IST

બોલિવૂડના 'બાદશાહ'ની ઝળહળતી કારકિર્દી બરબાદીના આરે? આ અભિનેતાએ કર્યો ચોંકાવનારો દાવો

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સમયે શાહરૂખ ખાનનો સિક્કો પડતો હતો. તે જે ફિલ્મને હાથ લગાડતો હતો તે સુપરહીટ થઈ જતી હતી. મોટા મોટા ડાઈરેક્ટર અને પ્રોડ્યુસર તેમના ઘરની બહાર  લાઈનમાં ઊભા રહેતા હતાં. જો કે છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડના કિંગ ખાનનો સમય સારો જોવા મળી રહ્યો નથી.

Mar 14, 2020, 10:22 AM IST

ભયંકર વાયરલ થયું આ પાકિસ્તાની ગીત, જેની શરૂઆતમાં લેવાય છે હિન્દુસ્તાનનું નામ

પાકિસ્તાની સુપરસ્ટાર માહિરા ખાન (Mahira Khan) નું એક ગીત હાલ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે. હકીકતમાં, આ ગીત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2020) ના પ્રસંગે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં જેન્ડર ઈક્વાલિટીને બહુ જ સાદગીથી સમજાવવામાં આવી છે, 8 માર્ચના રોજ રિલીઝ થયેલું આ પાકિસ્તાની ગીત (Pakistani Song) ભારતીયોને પણ બહુ જ પસંદ આવી રહ્યું છે. આ જ કારણ છે કે ભારતીયો પણ આ ગીતને શેર કરવાથી રોકી શક્યા નથી. ફેસબુકથી લઈને ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ સુધી આ ગીતની ધૂમ મચી છે. 

Mar 13, 2020, 09:33 AM IST

દીપિકાનો આ PHOTO જોઈને પતિ રણવીર પાણી પાણી, કહ્યું-'બેબી દયા કર યાર...'

અભિનેતા રણવીર કપૂર તેની પત્ની અને બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદૂકોણની તસવીરો પર અવારનવાર કોમેન્ટ કરતો રહે છે. આ વખતે તેણે દીપિકાની તસવીર જોઈને ઊંડા શ્વાસ લેતા કહ્યું કે બેબી દયા કર યાર... રણવીર સોશિયલ મીડિયા પર દીપિકા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની કોઈ પણ તક ચૂકતો નથી અને આ જોઈને બંનેના ફેન્સ પણ ખુબ ખુશ થાય છે. 

Mar 10, 2020, 01:59 PM IST

હોળીની પાર્ટીમાં બધાની સામે પ્રિયંકા અને નિકે કરી એવી હરકત કે...

બોલિવુડથી હોલિવુડ સુધી ફેમસ બનેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હોળીનો તહેવાર ઉજવવા ખાસ ભારત આવી છે. તેની સાથે તેના પતિ અને અમેરિકન પોપ સ્ટાર નિક જોનાસ (Nick Jonas) પણ આવ્યા છે. હાલમાં જ બંને ઈશા અંબાણીના ઘર પર હોળી સેલિબ્રેશન માટે પહોંચ્યા હતા. આ હોળી પાર્ટીમાં બોલિવુડના અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા. 

Mar 9, 2020, 06:23 PM IST

આલિયા ભટ્ટના ફોનના વોલપેપરે ભાંડો ફોડ્યો, PHOTO થયો વાઈરલ

આલિયાના ફોને હાલ એ વાતની ચુગલી કરી નાખી છે કે આલિયાને રણબીર પ્રત્યે કેટલો પ્રેમ છે. ગત સાંજે આલિયા એક ઈવેન્ટમાં પહોંચી જ્યાં કેમેરામાં તેના ફોનનું વોલપેપર જોવા મળી ગયું. ત્યારબાદથી આલિયાના ફોનની તસવીર વાઈરલ થઈ ગઈ છે. 

Mar 5, 2020, 01:44 PM IST

અજયની સાસુએ 76 વર્ષની ઉંમરે બોલ્ડનેસની તમામ હદ વટાવી દીધી

વિતેલા જમાનાની ફેમસ એક્ટ્રેસ તનુજા એકવાર ફરીથી ચર્ચામાં આવી છે. બોલિવુડ એક્ટર અજય દેવગન (Ajay Devgn) ની સાસુ અને એક્ટ્રેસ કાજોલ (Kajol) ની માતા તનુજા (Tanuja) ની અચાનક એક એવી તસવીર સામે આવી છે, જેમાં સનસનાટી મચી જાય છે. તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર પોપ્યુલર બની રહી છે. આ ફોટોમાં 76 વર્ષની તનુજા (Tanuja) બિકીની પહેરીને પોતાના પરિવાર સાથે મસ્તી કરતી નજર આવી રહી છે. 

Mar 4, 2020, 04:02 PM IST

પોતાના ખરાબ અનુભવ બાદ નીના ગુપ્તાએ પરિણીત પુરુષોને લઈને આપ્યું મોટું નિવેદન...

એક્ટ્રેસ નીના ગુપ્તા (Neena Gupta) ને ફિલ્મોમાં કામ કરીને અનેક દાયકા પસરા થયા છે. નીના ગુપ્તા હવે 60 વર્ષના થઈ ચૂક્યા છે, પરંતુ તે હંમેશાથી પોતાના બોલ્ડ અંદાજ માટે પોપ્યુલર છે. હાલ નીના ગુપ્તા સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા હતા જ્યારે તેમનું વેસ્ટ ઈન્ડીઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ સાથે અફેર ચાલ્યું હતું. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. પરંતુ અચાનક બંને અલગ થયા હાત. રિચર્ડથી અલગ થયા બાદ નીનાને માલૂમ પડ્યું હતું કે, તે મા બનનાર છે, પરંતુ સમાજની પરવાહ કર્યા બાદ નીનાએ પોતાના સંતાનને જન્મ આપ્યો હતો. સિંગલ મધરની ભૂમિકા ભજવી હતી. નીનાની દીકરી મસાબા ગુપ્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું બહુચર્ચિત નામ છે. નીના ગુપ્તાનું જીવન બહુ જ સંઘર્ષમય રહ્યું હતું.

Mar 3, 2020, 06:50 PM IST

કમરના ઠુમકા લગાવીને મસ્ત સ્ટાઈલમાં આ એક્ટ્રેસે કર્યો ટુવાલ ડાન્સ

કુંડલી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યાએ હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે પોતાના મિની વેકેશનને કેવી રીતે એન્જોય કરે છે તે બતાવી રહી છે. શ્રદ્ધાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં તે હિના પરમારની સામે ટુવાલ ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે.

Mar 1, 2020, 05:28 PM IST

Thappad Movie Review: દરેક ભારતીય મહિલાએ ખાસ જોવા જેવી ફિલ્મ

તાપસી પન્નુ (taapsee pannu) ની બહુચર્ચિત ફિલ્મ થપ્પડ (thappad) આજે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની હાલ ચારેતરફ ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ ચર્ચિત ફિલ્મ આજે રિલીઝ થઈ છે, ત્યારે તેના રિવ્યૂ કેવા છે તે જાણી લેવા અચૂક જરૂરી છે. આ ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિન્હા સમાજની આંખો ખોલતી ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે. 

Feb 28, 2020, 11:51 AM IST

અર્ધનગ્ન PHOTO શેર કરીને જન્મદિને જ ચર્ચાના ચગડોળે ચઢી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા

બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela ) પોતાના બોલ્ડ અંદાજ માટે પોપ્યુલર છે. તે હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. તેણે મંગળવારે પોતાના બર્થડે પર એક એવી તસવીર શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. હકીકતમાં, ઉર્વશીએ આ તસવીરના માધ્યમથી પોતાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. તેણે તસવીરમાં લખ્યું છે કે, આજે લાગે છે કે સૂર્ય માત્ર મારા માટે અન્ય દિવસો કરતા વધુ ચમકી રહ્યો છે. ધરતીની સૌથી ઉત્કૃષ્ઠ શખ્સિયત એટલે કે મને જન્મદિવસની શુભેચ્છાઓ. ઉર્વશીએ પોતાના ફેન્સને બર્થડે વિશીશ કરવા માટે આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, હું બહુ જ સ્પેશિયલ અનુભવી રહી છું. તે આટલું લખીને અટકી નહિ, અને આગળ બોલી કે, મારા જન્મના દિવસ પર રજાની જાહેરાત કરવી જોઈએ.

Feb 26, 2020, 09:37 AM IST

એક બોલિવૂડ સ્ટારે Salman Khan પર સાધ્યું નિશાન, TWEET કરીને કહી દીધું કે...

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ના ચાહકો તો સોશિયલ મીડિયા પર હંમેશા તેના વખાણ કરતા હોય છે પણ આ વખતે એક બોલિવૂડ એક્ટરે સલમાનની જબરદસ્ત ટીકા કરી છે.

Feb 22, 2020, 05:55 PM IST

જૂની બોટલમાં નવા દારૂ જેવો લાગતા Bhootનો Review વાંચીને ટિકીટ ખરીદજો

એક સમય હતો, જ્યારે બોલિવુડમાં હોરર ફિલ્મો બોક્સ ઓફિસ પર યાદગાર કલેક્શન કરતી હતી. તો હવે જ્યારે વર્ષો બાદ ધર્મા જેવું મોટું પ્રોડક્શન હાઉસ વિક્કી કૌશલ (Vicky Kaushal) જેવા મોટા સ્ટારની સાથે આ વિષય પર ફિલ્મ લઈને આવે છે, તો દર્શકોની આશા વધી જાય છે. થ્રિલર કહાની અને જૂની શિપનો સંબંધ હવે હોલિવુડથી બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂક્યો છે. ફિલ્મ ભૂત ધ હોન્ટેડ શિપ (Bhoot The Haunted Ship) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. રિવ્યૂમાં અમે તમને બતાવીશું કે, વિક્કી કૌશલ અને ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) ની આ ફિલ્મ તમને કેટલી ડરાવી શકે છે. 

Feb 21, 2020, 05:46 PM IST

વિરાટ-અનુષ્કાએ કરોડોની કમાણી કરતી ઈન્સ્યોરન્સ કંપનીમાં કર્યું ઈન્વેસ્ટમેન્ટ

ઝી મીડિયા/બ્યૂરો ;ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ એક વીમા કંપનીમાં 2.5 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. તે બેંગલુરુની એક સ્ટાર્ટઅપ કંપની છે. તેનું નામ છે ડિજીટલ ઈન્સ્યોરન્સ, આ કંપનીના માલિકી હક કેનેડાના અરબોપતિ વેપારી પ્રેમ વત્સની પાસે છે.

Feb 21, 2020, 04:44 PM IST

શિલ્પા શેટ્ટીના ઘરે બીજીવાર પારણું બંધાયું, નાનકડી દીકરી બની મહેમાન

બોલિવુડ એક્ટ્રેસ અને ફિટનેસ આઈકોન શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra)  બીજીવાર માતા બની ચૂકી છે. દીકરા વિવાન બાદ શિલ્પા શેટ્ટીએ બીજી દીકરીને જન્મ આપ્યો છે. આ બાળકીનું નામ સમિષા શેટ્ટી રાખવામાં આવ્યું છે. સમિષા શેટ્ટી (Samisha Shetty) ની તસવીર શિલ્પા શેટ્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. હવે તમે વિચાર કરશો કે, શિલ્પા શેટ્ટી પ્રેગનેન્ટ ન હોવા છતાં તેણે કેવી રીતે દીકરીને જન્મ આપ્યો, તો આ છે તેનો જવાબ.

Feb 21, 2020, 03:10 PM IST

પાકિસ્તાનમાં જઈને બેસ્યા ભારતના વિવાદિત નેતા અને અભિનેતા...

ભારતીય ફિલ્મ એક્ટર અને પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિન્હા(Shatrughan Sinha) એ પાકિસ્તાનના લાહૌરમાં એક લગ્ન સમારોહમાં ભાગ લીધો હતો. પાકિસ્તાની (Pakistan) મીડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેઓ એક લગ્ન સમારોહમાં આવેલા લોકો તે સમયે ચોંકી ગયા હતા, જ્યારે તેઓએ શત્રુઘ્ન સિન્હાને પોતાની વચ્ચે જોયા હતા. બંને દેશોની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સિન્હાની હાજરીથી તેઓને સુખદ આશ્ચર્ય થયું.

Feb 21, 2020, 10:49 AM IST

આરએસએસના વડાના નિવેદનને સોનમ કપૂરે મૂર્ખપૂર્ણ ગણાવ્યું

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat) રવિવારે કહ્યું હતું કે, તલાકના મોટાભાગના કિસ્સા શિક્ષિત અને સંપન્ન પરિવારોમાં વધુ બની રહ્યાં છે. કેમ કે, શિક્ષા અને સંપન્નતા અહંકાર પેદા કરી રહી છે, જેનાથી પરિવાર તૂટી રહ્યો છે. મોહન ભાગવતના આ નિવેદનને લઈને એક્ટ્રેસ સોનમ કપૂરે (Sonam Kapoor) ટ્વિટ કરી છે. તેણે લખ્યું કે, આવુ નિવેદન કોણ સમજદાર વ્યક્તિ આપી શકે છે. આ નિવેદન મૂર્ખતાપૂર્ણ છે. સોનમની આ ટ્વિટ પર જોરદાર રિએક્શન આવી રહ્યાં છે. કેટલાક લોકો સોનમના પક્ષમાં છે, તો કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે, મોહન ભાગવતે કોઈ વિષય પર પોતાનો મત આપ્યો છે. સોનમે આ પ્રકારની ભાષાનો કેમ પ્રયોગ કર્યો. જેમ રીતે સોનમ પોતાનો મત મૂકે છે, તેમ મોહન ભાગવત પણ કહી શકે છે. 

Feb 17, 2020, 03:09 PM IST

માત્ર ને માત્ર આ જ યુવતી ડાન્સમાં નોરા ફતેહીને ટક્કર આપી શકશે, જબરદસ્ત છે...

ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થયેલી બોલિવુડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘બાટલા હાઉસ (Batla House)’નું એક ગીત જબરદસ્ત પોપ્યુલર બન્યું હતું. ‘ઓ સાકી સાકી રે... (O Saki Saki) ’ ગીતમાં નૌરા ફતેહીનો ડાન્સ વાયરલ થયો હતો. ઈન્ટરનેટ પર અત્યાર સુધી આ ગીત ધમાલ મચાવી દીધી છે. આ ગીતમાં નોરા ફતેહી (Nora Fatehi) એ એક આઈટમ નંબર કર્યો હતો. આજે પણ આ ગીતનો ક્રેઝ યુવાઓમાં જોવા મળે છે. એટલું જ નહિ, અનેક લોકો આ ગીતના ડાન્સ મુવ્સ ફોલો કરે છે. તો કેટલાક નવા ડાન્સ મુવ્સ બનાવીને પોતાનું ગીત સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. હાલ ઈન્ટરનેટ પર આ ગીત પર એક કોરિયોગ્રાફર પ્રોનિયા વિજયનો ડાન્સ વીડિયો બહુ જ પોપ્યુલર બની રહ્યો છે.

Feb 13, 2020, 10:56 AM IST

હિન્દુ મટીને મુસલમાન બનનાર એ.આર. રહેમાનની દીકરી બુરખા મામલે થઈ ટ્રોલ

ઓસ્કાર એવોર્ડ વિનર ભારતીય સંગીતકાર એ.આર રહેમાન (ar rahman)ની દીકરી ખતીજા રહેમાન (khatija rahman) બુરખા પહેરવા પર અનેકવાર ટ્રોલ કરવામાં આવી છે. હવે લેખિકા તસ્લીમા નસરીને (taslima nasreen) ટ્વિટ કરી કે, મને રહેમાનનું સંગીત બહુ જ પસંદ છે. પરંતુ મને એ જોઈને ગૂંગળામણ થાય છે કે, ભણેલી-ગણેલી મહિલાઓનું પણ કેવી રીતે બ્રેનવોશ થાય છે. ગત વર્ષે પણ રહેમાનની દીકરી બુરખો પહેરવા મામલે ટ્રોલ થઈ હતી.

Feb 12, 2020, 10:28 AM IST

પરણ્યા વગર કુંવારી માતા બનેલી આ એક્ટ્રેસે આપ્યો બાળકીને જન્મ

બોલિવુડની ફેમસ એક્ટ્રેસ કલ્કી કોચલીન (Kalki Koechlin) હવે માતા બની ગઈ છે. તેણે એક બાળકીને જન્મ આપ્યો છે. આ પહેલા કલ્કી કોચલીને પોતાની નવી રિલેશનશિપ અને પ્રેગનેન્સી લઈને ઘણી ચર્ચાઓમાં રહી હતી. પ્રેગનેન્ટ થયા બાદ તે સતત સોશિયલ મીડિયા પર પોતાના બેબી બમ્પની તસવીરો શેર કરતી હતી. ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની એક્સ વાઈફ કલ્કી પોતાના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ (Guy Hershberg) ની સાથે રિલેશનમાં છે. જોકે તેણે અત્યાર સુધી પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા નથી. કલ્કીના માતા બનવાના સમાચાર સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભીમાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ જાહેર કરી દીધી છે.

Feb 8, 2020, 09:31 PM IST