bollywood

બોલિવુડની ઝાકમઝોળથી દૂર એક્ટર પંકજ ત્રિપાઠી પોતાના ગામમાં શું કરી રહ્યાં છે, જાણો ખાસ વાત

બોલિવુડના ફેમસ એક્ટર પંકજ ત્રિપાઠી ((Pankaj Tripathi)) દિવાળીના પ્રસંગે પોતાના વડીલોનું ગામ ગોપાલગંજના બેલસંડમાં પહોંચ્યા છે. બોલિવુડ (Bollywood) ની ઝામકઝોળ વાળી જિંદગીથી દૂર તેઓ પોતાની ગામની માટીમાં પહોંચ્યા છે. પંકજ પોતાના ગામની આબોહવા બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ પર્યાવરણ (Environment) ને બચાવવાના પ્રયાસોમાં લાગ્યા છે. પોતાના ગામના લોકોને વૃક્ષો વાવીને પર્યાવરણને બચાવવાની સલાહ આપી રહ્યાં છે.

Oct 27, 2019, 09:48 AM IST

કંગનાએ વિદેશમાં ઉજવી દિવાળી, શેર કર્યો ખાસ VIDEO

દિવાળીનો પ્રસંગ છે, દરેક કોઈ સેલિબ્રેશનના મૂડમાં છે અને આવામાં બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut)  પણ દિવાળી (Diwali) ના રંગમાં રંગાઈ ગઈ છે. કંગના હાલ પોતાની આગામી ફિલ્મ ‘થલાઈવી’ (Thalaivi) ની તૈયારી માટે લોસ એન્જેલસમાં છે. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતા (Jayalalithaa) પર આધારિત છે. કામની વચ્ચે સમય કાઢીને કંગના ફિલ્મની ટીમ સાથે દિવાળી સેલિબ્રેશનમાં સામેલ થઈ હતી. 

Oct 26, 2019, 03:48 PM IST

FILM REVIEW: હાસ્ય અને મનોરંજનથી ભરપૂર છે અક્ષયની 'HOUSEFULL 4'

આ ત્રણ ભાઈઓની પૂર્વજન્મની કહાની છે, જેને 600 વર્ષ પહેલા એટલે કે 1419થી 2019ને જોડીને દેખાડવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર 'હૈરી', રિતેશ દેશમુખ 'રોય' અને બોબી દેઓલ 'મેક્સ' નામના વ્યક્તિની ભૂમિકામાં છે. 
 

Oct 25, 2019, 03:39 PM IST

બોક્સ ઓફિસ પહેલા સુપ્રિમ કોર્ટમાં ટકરાશે એક જેવા કોન્સેપ્ટની આ 2 ફિલ્મો

બોલિવુડ સ્ટાર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana)ની ફિલ્મ ‘બાલા’ (Bala) અને સની સિંહ (Sunny Singh)ની ફિલ્મ ‘ઉજડા ચમન’ (Ujda Chaman)નો વિવાદ હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો છે. હવે બોક્સ ઓફિસ પહેલા આયુષ્યમાન ખુરાના અને સની સિંહ કોર્ટમાં ટકરાશે. કેમ કે, નવેમ્બરમાં રિલીઝ થનારી બંને ફિલ્મો ‘બાલા’ અને ‘ઉજડા ચમન’નો મામલો હવે સુપ્રિમ કોર્ટ (Supreme Court) માં પહોંચી ગયો છે. જ્યાં ‘ઉજડા ચમન’ના નિર્દેશક અને નિર્માતાએ ‘બાલા’ના મેકર્સ પર કોપી રાઈટ્સનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

Oct 23, 2019, 01:17 PM IST

VIDEO: પીએમ મોદીના આ અભિયાનમાં સાથે આપશે દીપિકા પાદુકોણ અને પીવી સિંધુ

એક્ટ્રેસ દિપીકા પાદુકોણ (Deepika Padukone), વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન પી.વી સિંધુની સાથે મળીને હવે દેશની એક નવી પહેલને આગળ વધારવા જઈ રહી છે. આ બંને જાણીતી હસ્તીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) નું અભિયાન ‘ભારત કી લક્ષ્મી’ (#BharatKiLaxmi) નું પ્રતિનિધિત્વ કરશે. દીપિકા અને સિંધુ (PV Sindhu) એ પોતાના સોશિયલ મીડિયા પેજ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આ બંને આઈકોન્સ આ અભિયાન વિશે જણાવી રહ્યાં છે. આ અભિયાનનો હેતુ દેશભરમાં મહિલાઓ દ્વારા કરાયેલ સરાહનીય કામગીરીને લોકો સમક્ષ લાવવાનો છે. જુઓ આ વીડિયો....

Oct 23, 2019, 10:31 AM IST

VIDEO : રિલીઝ થયું 'પાગલપંતી'નું Trailer, કોમેડીનો 'મહાડોઝ' છે ફિલ્મ

આ ફિલ્મમાં અનિલ કપુર, જોન અબ્રાહમ, ઈલિયાના ડિક્રૂઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 'પાગલપંતી' 22 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 
 

Oct 22, 2019, 06:11 PM IST

બીમારીની અફવાથી નારાજ થયા બિગબી, હોસ્પિટલમાંથી આવીને સૌથી પહેલા લખ્યો blog

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હોવાથી મીડિયા દ્વારા અનેક અટકળો લગાવાઈ હતી. જોકે, આ અટકળો પર બિગબીએ પોતાના બ્લોગ (Amitabh Bachchan blog) પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મેડિકલ સ્થિતિ કોઈ વ્યક્તિનો ગુપ્ત વ્યક્તિગત અધિકાર હોય છે અને તેથી જ તેનું વ્યવસાયીકરણ થવું ન જોઈએ. અમિતાભ બચ્ચન આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈ (Mumbai) ની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તો શુક્રવારે રાત્રે તેઓને હોસ્પિટલમાંથી રજા મળી હતી. 

Oct 20, 2019, 10:13 AM IST

બેબી ડોલ કનીકા કપૂરે પાથર્યો સૂરોનો જાદૂ, અમદવાદીઓ ઝૂમી ઉઠ્યા

વીવો પ્રો કબડ્ડી લીગ સિઝન-7ની સેમી ફાઇનલ પૂર્વે ઈકા અરેના બાય ટ્રાન્સસ્ટેડિયા ખાતે દબંગ દિલ્હી સાથે બેંગલૂરૂ બુલ્સ અને તે પછી બેંગાલ વોરિયર્સ સાથે યુ મુમ્બાની ટક્કર પહેલા કનીકા કપૂરે પર્ફોર્મન્સ કર્યું હતું. 

Oct 17, 2019, 08:47 AM IST

VIDEO: આલિયા ભટ્ટે ફરીથી જાહેરમાં કર્યું અક્કલનું પ્રદર્શન, ન બોલવાનું બોલી ગઈ

બોલિવુડની ટોપ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) હંમેશા વિચાર્યા-સમજ્યા વગર બોલવાને લઈને સમચારમાં છવાયેલી રહે છે. આ બાબતને લઈને હંમેશા સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડતી હોય છે. પંરતુ હવે ફરી એકવાર સ્ટેજ પર બેસીને આલિયા ભટ્ટની જીભ લપસી હતી. હાલમાં જ આલિયા ભટ્ટ, કરીના કપૂર (Kareena Kapoor) સાથે જિયો મામી મૂવી મેલા વિધ સ્ટાર્સ 2019માં પહોંચ્યા હતા. જ્યાં આલિયા ભટ્ટ કરણ જૌહર (Karan Johar) ના એક સવાલ પર જવાબ આપી રહી હતી, અને માઈક પર તે એક અશ્લીલ શબ્દ બોલી હતી. આ બોલતા જ સાંભળનારા હેરાન થઈ ગયા હતા. હવે આ વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. જુઓ આ વીડિયો... 

Oct 16, 2019, 01:28 PM IST

Birthday Of Hema Malini: કોણ હતો પ્રથમ પ્રેમ! પુસ્તકોમાં રાખતી હતી તસવીર

ધર્મેન્દ્ર (Dharmendra) અને હેમા માલિની (Hema Malini)ની જોડી બોલીવુડમાં સૌથી વધારે રોમાન્ટિક જોડીઓમાંથી એક છે. આજે પણ લોકો તેમના પ્રેમના ઉદાહરણો આપે છે. ત્યારે હાલના સમયમાં પણ આ જોડી ઉંમર આ તબક્કે કોઇને કોઇ રીતે ચર્ચામાં રહે છે

Oct 16, 2019, 09:41 AM IST

હેપ્પી બર્થડે રેખાઃ બોલિવૂડની 'ઉમરાવ જાન'ના સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સિસ પર એક નજર...

પીઢ અભિનેત્રી રેખાએ તેની સુંદરતા એટલી જાળવી છે કે તે આજે પણ એકદમ 'યુવાન' જ લાગે છે. તેમણે વર્ષ 1970માં ફિલ્મ 'સાવન ભાદો' સાથે પદાર્પણ કર્યું હતું અને પછી દાયકાઓ સુધી વિવિધ ફિલ્મોમાં અભિનય આપીને પોતાની અમીટ છાપ છોડી છે.
 

Oct 10, 2019, 12:41 PM IST

VIDEO: અક્ષય કુમારે અજાણતા જ આયુષ્યમાન ખુરાનાની કરી મોટી મદદ

બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar) કેટલાક દિવસોથી પોતાની આગામી ફિલ્મ ‘હાઉસફુલ 4’ (Housefull 4) ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સોમવારે આ ફિલ્મનું એક સોન્ગ રિલીઝ થયું છે. જેનું ટાઈટલ છે ‘બાલા બાલા બાલા...’ પરંતુ આ ગીતનો ફાયદો બોલિવુડની ડ્રીમ ગર્લ આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) એ ફાયદો ઉઠાવ્યો. આ સાંભળીને ચોંકી ન જાઓ. કારણ કે, આ ગીત રિલીઝ કરતા પહેલા કદાય અક્ષય કુમારને પણ માલૂમ નહિ હોય કે તેઓ હાઉસફુલ 4ની સાથે આયુષ્યમાનની આગામી ફિલ્મ બાલા (Bala) નું પણ પ્રમોશન કરી રહ્યાં છે. હવે આ ગીત પર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) નો એક જબરદસ્ત વીડિયો સામે આવ્યો છે. જુઓ આ વીડિયો... 

Oct 9, 2019, 09:37 AM IST

Viral થયો અજય દેવગનનો એ ફિલ્મી ફોટો, જેનું શુટિંગ તો થયું હતું, પણ રિલીઝ ન થઈ

બોલિવુડ (Bollywood)ના દિગ્ગજ અભિનેતા અજય દેવગન (Ajay Devgan) ની એક એવી ફિલ્મની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જે રિલીઝ થઈ નથી. આ ફિલ્મ ‘નામ’ છે. ફિલ્મ નામ (Naam) ના સેટ પર લેવાયેલી આ તસવીર છે. આ ફિલ્મની રોમાંચક વાત એ છે કે, તે ક્યારેય પૂરી થઈ ન શકી. તેની તસવીર શેર કરીને અનીસ બઝમી (Anees Bazmee) એ સોશિયલ મીડિયા (Social Media) પર લખ્યું કે, તેઓ એક આઉટડોર લોકેશન પર અજયને એક શોટ વિશે સમજાવી રહ્યાં છે.

Oct 6, 2019, 12:13 PM IST

અનુરાગ કશ્યપની એક્સ વાઈફ કલ્કી કોચલીને આ PHOTO શેર કરીને આપ્યા ગુડ ન્યૂઝ...

બે દિવસ પહેલા એક્ટ્રેસ કલ્કી કોચલીન (Kalki Koechlin)  મોટો ધડાકો કર્યો છે કે, તે 6 મહિનાથી પ્રેગનેન્ટ છે અને તે જલ્દી જ પોતાના બોયફ્રેન્ડના બાળકને જન્મ આપનારી છે. હવે અનુરાગ કશ્યપ (Anurag Kashyap) ની એક્સ વાઈફ કલ્કીએ પોતાની પ્રેગનેન્સીની પહેલી તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે. જુઓ આ ફોટોમાં કલ્કી સ્માઈલ કરતી બેબી બમ્પને બતાવતી નજર આવી રહી છે. કલ્કીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર આ ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં કલ્કી એક સુંદર સફેદ રંગના કોટન ડ્રેસમાં સોફા પર બેસેલી નજર આવી રહી છે. 

Oct 2, 2019, 08:55 AM IST

સાડી બ્રાન્ડ કેસમાં શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીની સુરત કોર્ટમાં હાજરી

બોલિવુડ (Bollywood) ની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી સામે સુરત કોર્ટ (Surat Court) દ્વારા બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ થયું હતું. જેને કારણે આજે તે સુરત (Surat) કોર્ટમાં હાજર થયા હતા. જોકે મીડિયા સમક્ષ તેમણે કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું. વર્ષ 1998ના સાડી (Praful Sarees) ની જાહેરાતની એડમાં સુનંદા શેટ્ટીને સુરત કોર્ટમાં હાજર થવાનું ફરમાન આવ્યું હતું.

Sep 30, 2019, 03:47 PM IST

પહેલા નોરતે પ્રિયંકા ચોપરા પહોંચી અમદાવાદ, ગ્રાઉન્ડ પર દાંડિયા રાસ કર્યો

રવિવારથી શરૂ થયેલ નવરાત્રિ (Navratri 2019) પર્વને લઇ ખેલૈયાઓમાં પ્રથમ દિવસથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આયોજકો એ આ વર્ષે વરસાદને લઇ ખાસ નવરાત્રિનું પ્લાનિંગ કરી અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારની ગરબા (Garba) રમવામાં મુશ્કેલી ના આવે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. ત્યારે નવરાત્રિને પગલે અદાણી (Adani) શાંતિગ્રામમાં પણ ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના પ્રથમ દિવસે પોતાની આગામી ફિલ્મ ‘સ્કાય ઈઝ પિંક’ (The Sky Is Pink)ના પ્રમોશનમાં પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અમદાવાદ (Ahmedabad) આવી હતી. 

Sep 30, 2019, 08:19 AM IST

લતા મંગેશકરે આ કારણે મોહમ્મદ રફી સાથે ગાવાનું કરી દીધું હતું બંધ

લતા મંગેશકર છેલ્લા 8 દાયકાથી હિન્દુસ્તાનના અવાજ બનેલાં છે અને તેમણે 30થી વધુ ભાષામાં હજારો ફિલ્મી અને બિન-ફિલ્મી ગીતોમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એક સમયે લતા મંગેશકર અને મોહમ્મદ રફીનાં યુગલ ગીતોની બોલબાલા હતી અને તેમની જોડી ખુબ જ પ્રખ્યાત હતી. જોકે, એક ઘટના એવી બની કે, લતા મંગેશકરે મોહમ્મદ રફી સાથે ગીત ગાવાનું જ બંધ કરી દીધું. 

Sep 27, 2019, 10:06 PM IST

Dev Anand Birthday : લંચ બ્રેકમાં જ કરી લીધા હતા લગ્ન, જાણો અજાણી વાતો....

ભારતીય સિનેમાના સદાબહાર અભિનેતા દેવ આનંદનો આજે 97મો જન્મ દિવસ છે. દેવ આનંદનો જન્મ અવિભાજિત ભારતના પંજાબમાં 26 સપ્ટેમ્બર, 1923ના રોજ થયો હતો. 2011માં લંડન ખાતે હૃદયરોગના હુમલામાં 88 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. 
 

Sep 26, 2019, 05:01 PM IST

VIDEO: રાખી સાવંતના પતિને લઈને એક યુવકે કર્યો જબરદસ્ત મોટો ખુલાસો

અત્યાર સુધી લોકો રાખી સાવંત (Rakhi Sawant) ના લગ્ન પર અનેક સવાલો ઉઠાવી રહ્યા હતા. કેમ કે, કોઈએ પણ તેના પતિને જોયો નથી. પરંતુ હવે એક યુવકે રાખી સાવંત (Rakhi Sawant) ના પતિને જોયાનો દાવો કર્યો છે. આ યુવકે રાખી સાવંતના પતિને લઈને એક વીડિયો (Video) બનાવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા (Social Media) પર વાઈરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત (Rakhi Sawant) છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્ન અને પતિની વાત કરી રહી છે. પણ હજી સુધી ક્યાંય તેના પતિનો ચહેરો સામે આવ્યો નથી.

Sep 26, 2019, 03:40 PM IST

સાઉથના સુપરસ્ટાર વેણુ માધવનું માત્ર 39 વર્ષે નિધન

સાઉથ સિનેમા (South Film)ના સુપરસ્ટાર અને જાણીતા કોમેડિયન વેણુ માધવ (Venu Madhav)નું આકસ્મિક નિધન થયું છે. અચાનક તબિયત ખરાબ થવાને કારણે તેમનું મોત થયું છે. વેણુ માધવના પરિવારના લોકોએ આ વાતની પુષ્ટિ કરી છે. વેણુ માધવે 150થી વધુ તેલુગુ (Telugu Films) અને તમિલ ફિલ્મો (South Film Actor)માં અભિયાન કર્યો છે. તેમની ઉંમર માત્ર 39 વર્ષ હતી.

Sep 26, 2019, 09:00 AM IST