business news

નાના વેપારીઓને GST માં મળી મોટી રાહત, ખાસ વાંચો....નહીં તો પેટ ભરીને પસ્તાશો

નાના વેપારીઓ માટે GST રિટર્ન ફાઈલ કરવા માટેની વધુ એક પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. GST નેટવર્ક(GSTN)એ કંપોઝીશન ટેક્સપેયર્સ માટે કે જેમના પર ટેક્સ ચૂકવણીની બાકી રકમ NIL છે, SMS દ્વારા ત્રિમાસિક રિટર્ન ભરવાની સુવિધા શરૂ કરી છે. કંપોઝીશન સ્કીમ હેઠળ કુલ 17.11 લાખ ટેક્સપેયર્સ રજિસ્ટર્ડ છે. જેમાંથી 20 ટકા એટલે કે 3.5 લાખ ટેક્સપેયર્સ નીલ રિટર્નવાળા છે. 

Oct 27, 2020, 09:02 AM IST

દિવાળી ભેટ! લોકડાઉનમાં સમયસર EMI ચૂકવનારાને આ તારીખ સુધીમાં મળી જશે કેશબેક

લોકડાઉન (lockdown)માં લાગુ મોરેટોરિયમ(moratorium) દરમિયાન જે કરજદારોએ પોતાની લોનના EMI સમયસર ચૂકવ્યા હશે તેમને સરકારે કેશબેક આપવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી વ્યાજ પર વ્યાજમાફી યોજનાનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે. આ નોટિફિકેશન મુજબ કેન્દ્ર કરકાર પોતે મોરેટોરિયમ મર્યાદા સમયના વ્યાજ પર વ્યાજને ભોગવશે. 

Oct 26, 2020, 10:51 AM IST

ગજબની માઈલેજ આપે છે આ સ્કૂટર, જાણીને દંગ રહેશો, કિંમત પણ સાવ ઓછી

Hero Electric એ એક એવું સ્કૂટર રજુ કર્યું છે કે જે એકવાર ચાર્જ કરતાની સાથે જ 200 કિમીથી વધુની એવરેજ આપે છે.

Oct 25, 2020, 12:59 PM IST

Gold Rate Today: ફરી ઘટી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો આજની કિંમત

સોના અને ચાંદીના ભાવ  (Rate of Gold and Silver)મા આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે. 
 

Oct 22, 2020, 08:16 PM IST

'ગરીબોની કસ્તૂરી' ડુંગળીના સતત વધતા ભાવ કાબૂમાં કરવા માટે સરકારે ઉઠાવ્યું મોટું પગલું 

ડુંગળી(Onion Prices) ના વધતા ભાવ પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. દેશમાં ડુંગળીનો પૂરવઠો(Onion Supply) વધારવા માટે સરકારે ડુંગળીની આયાત(Onion Import) ના નિયમોમાં ઢીલ આપી છે. આ સાથે જ વધતા ભાવને કાબૂમાં લેવા માટે બફર સ્ટોક(Buffer Stock)થી વધુ ડુંગળી બજારમાં આપૂર્તિ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. 

Oct 22, 2020, 06:47 AM IST

ઘર ખરીદવા ઈચ્છતા હોવ તો આ છે સૌથી મોટી ઓફર, માત્ર 3.99% વ્યાજે મળશે હોમ લોન!

ઘર ખરીદનારા સામે સૌથી મોટો પડકાર હોમલોનનો હોય છે. ઘરની કિંમતો મુજબ લોન વેલ્યુ મળવી, અને તે પણ આકર્ષક વ્યાજ દરે તે મોટો પડકાર બની રહે છે. હવે ફેસ્ટીવ સીઝનમાં હોમ લોન લેવાનું વિચારતા હોવ તો મોટી ઓફર આવી છે.

Oct 21, 2020, 09:03 AM IST

Gold Rate: આજે સસ્તું થયું સોનું, રેકોર્ડ સ્તરથી 5800 રૂપિયા ગગડ્યું

ઓગસ્ટમાં સોનાના ભાવ રેકોર્ડ  56379 ને સ્પર્શી ગયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ ત્રણ મહિનામાં સોનું 5800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. 

Oct 20, 2020, 02:13 PM IST

Gold-silver price today: બજાર ખુલતા જ સોનાના ભાવમાં જોવા મળ્યો ઘટાડો, જાણો શું છે આજનો રેટ

સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ ઘટાડો જોવા મળ્યો. સવારે લગભગ 9.50 વાગે સોના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનામાં 36 રૂપિયાના ઘટાડા સાથે 50,511 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર ચાલતો હતો. જ્યારે ચાંદીમાં 305 રૂપિયાના ઘટાડા સાથે 61,371 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર થઈ રહ્યો હતો. માર્કેટ એક્સપર્ટનું માનીએ તો ભાવમાં ઘટાડાના પગલે તેઓ સોનામાં રોકાણની સલાહ આપી રહ્યા છે. આવામાં તમે સોનામાં રોકાણ શરૂ કરી શકો છો. 

Oct 19, 2020, 01:05 PM IST

ચીનને જબરદસ્ત ફટકો, ભારતે હવે આ વસ્તુની આયાત પર મૂક્યો પ્રતિબંધ 

સરકારે રેફ્રિજરેન્ટવાળા એર કન્ડિશનર(AC)ની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ પગલું ઘરેલું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી આઈટમ્સ(Non-essential items) ની આયાતમાં કાપ મૂકવા માટે ઉઠાવ્યું છે. 

Oct 16, 2020, 09:44 AM IST

એક રિપોર્ટે સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી, આ મામલે ભારતથી આગળ જઈ રહ્યું છે બાંગ્લાદેશ

આ રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) નો છે એટલે અવિશ્વાસ થાય તેવું કોઈ કારણ જણાતું નથી. IMFના આ રિપોર્ટે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. કારણ કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રતિ વ્યક્તિ જીડીપી (GDP)  મામલે બાંગ્લાદેશ (Bangladesh) ભારતથી આગળ નીકળી રહ્યું છે. 

Oct 15, 2020, 08:20 AM IST

Gold price today: આજે સોનું મોંઘુ થયું, આટલો થયો 10 ગ્રામ સોનાનો ભાવ 

સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ સારી એવી તેજી જોવા મળી. સવારે લગભગ 9.50 વાગે સોનામાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર લગભગ 140 રૂપિયાની તેજી સાથે 50385 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી 458 રૂપિયાની તેજી સાથે 61000 રૂપિયા પ્રતિ કિલો પર કારોબારમાં હતી. 

Oct 14, 2020, 03:02 PM IST

Gold-silver price today: સોનાના ભાવ ગગડ્યા, આજે જ ખરીદો સસ્તું સોનું 

જો તમે સોના (Gold) માં રોકાણ કરવા માંગતા હોવ તો તમારી પાસે સારી તક છે. સોનાના ભાવમાં (gold price today) આજે બજાર ખુલતા જ જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. 

Oct 13, 2020, 10:57 AM IST

સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ચાંદીના ભાવમાં પણ ફરી જોવા મળી તેજી 

સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ જોરદાર તેજી જોવા મળી. સવારે લગભગ 10 વાગે સોનામાં મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ (MCX) પર લગભગ 242 રૂપિયાની તેજી સાથે 51059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી (Silver Rate) માં 857 રૂપિયાની તેજી સાથે 63741 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર ચાલતો હતો. 

Oct 12, 2020, 01:35 PM IST

તહેવારોની સીઝન પહેલાં RBI એ આપ્યો ઝટકો, નહીં મળે EMI પર રાહત

તહેવારની સીઝનમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની Monetary Policy Committee (MPC)ની બેઠકના પરિણામની જાહેરાત થઈ ગઈ છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાન્ત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બેઠકના પરિણામો અંગે જાણકારી આપી. 

Oct 9, 2020, 11:01 AM IST

પત્નીના નામે આ રીતે ખાતું ખોલાવો, દર મહિને થશે '44,793' રૂપિયાની કમાણી!

તમે National Pension Scheme (NPS) માં રોકાણ કરીને તમારી પત્નીને આત્મનિર્ભર બનાવી શકો છો. આ સ્કીમ દ્વારા રેગ્યુલર ઈન્કમ (Regular Income)ની વાટ જોઈ શકો છે.

Oct 7, 2020, 10:40 AM IST

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વાપરનારાઓ માટે મહત્વના સમાચાર, બદલાયા નિયમો...ખાસ જાણો 

જો તમે ICICI બેન્ક કે SBI કે પછી કોઈ અન્ય બેન્કના કસ્ટમર હશો તો તમને એક મેસેજ જરૂર આવ્યો હશે, જેમાં કહેવાયું હશે કે 30 સપ્ટેમ્બરથી તમારા કાર્ડથી ઈન્ટરનેશનલ લેવડદેવડ સેવા બંધ કરવામાં આવી રહી છે. તો જરાય ગભરાઓ નહીં. આ તમારી સુરક્ષા માટે કરવામાં આવ્યું છે. હકીકતમાં રિઝર્વ બેન્ક (RBI)એ ડિબિટ અને ક્રેડિટ કાર્ડને લઈને વધી રહેલા ફ્રોડ રોકવા માટે તમામ બેન્કોને આદેશ આપ્યો હતો કે  જ્યાં સુધી ગ્રાહકો પોતે ડિમાન્ડ ન કરે ત્યાં સુધી તેઓ કારણવગર ગ્રાહકોને કાર્ડમાં ઈન્ટરનેશનલ સુવિધાઓ ન આપે. 

Sep 30, 2020, 11:42 AM IST

Gold price 29 September: સોના અને ચાંદીના ભાવમાં વધારો, જાણો શું છે આજનો રેટ

સોના (Gold Rate) ના ભાવમાં આજે સામાન્ય વધારો જોવા મળ્યો. સવારે લગભગ 10.40 વાગે સોના પર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 117 રૂપિયા જેટલી તેજી સાથે ભાવ 50,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી પર 44 રૂપિયાના વધારા સાથે 60,440 રૂપિયા પ્રતિ કિલોના ભાવ સાથે વેપાર થતો જોવા મળ્યો. 

Sep 29, 2020, 01:32 PM IST

Driving License અને ઈ-ચલણના બદલાઈ રહ્યા છે નિયમો, ખાસ જાણો નહીં તો પસ્તાશો 

દેશમાં મોટાભાગના લોકો કાર કે બાઈક ચલાવતી વખતે માને છે કે ફેક દસ્તાવેજો બતાવીને ટ્રાફિક પોલીસ(Traffic Police) થી બચી જવાશે. વાત પણ સાચીછે કારણ કે મોટાભાગના રાજ્યોમાં ટ્રાફિક પોલીસ પાસે દસ્તાવેજોને તરત જ ચકાસણી કરવા માટે સુવિધા હોતી જ નથી. પરંતુ હવે એવું નહીં થાય. હવે ટ્રાફિક અધિકારીઓ પાસે તમારા દરેક ડોક્યુમેન્ટ પહેલેથી હાજર રહેશે. 

Sep 27, 2020, 10:19 AM IST

70 વર્ષ જૂનો સંબંધ તૂટ્યો!, શાપૂરજી પાલોનજી ગ્રુપ Tata Sons માં પોતાની ભાગીદારી વેચશે

શાપૂરજી પાલોનજી સમૂહ (Shapoorji Pallonji Group) એ ટાટા ગ્રુપથી અલગ થવાનું નક્કી કરી લીધુ છે. 70 વર્ષનો આ વેપારી સંબંધ હવે પૂરો થવા જઈ રહ્યો છે. મંગળવારે શાપૂરજી તરફથી આવેલા એક નિવેદનમાં કહેવાયું કે ટાટા સન્સ (TATA Sons)માંથી બહાર નીકળવાનો સમય હવે આવી ગયો છે. સમૂહ છેલ્લા 70 વર્ષથી ટાટા સન્સની સાથે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંનેના સંબંધમાં કડવાહટ આવી ગઈ જેના કારણે હવે આ જોડી તૂટવાના આરે છે. 

Sep 23, 2020, 09:42 AM IST

IT રિટર્ન ભરવામાં જો લોચો માર્યો હશે તો કઈ વાંધો નહી...5 જ મિનિટમાં આવી રીતે ભૂલ સુધારો

આવકવેરા રિટર્ન (ITR) ભરવાની તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે. મોટાભાગના લોકો ડરના કારણે ITR પોતે ભરતા નથી  કારણ કે તેમને એવું લાગે છે કે કોઈ  ભૂલ થઈ ગઈ તો મોટી મુશ્કેલી થશે. તો આ બાબતે તમે જરાય ગભરાઓ નહીં. જો તમારાથી ITR ભરવામાં કોઈ ભૂલ થઈ જાય તો આવકવેરા વિભાગ તેમને તે ભૂલ સુધારવા માટે તક પણ આપે છે. આવકવેરા વિભાગ તમને રિવાઈઝ્ડ રિટર્ન ભરવાની તક આપે છે. આ બિલકુલ એ રીતે જ હોય છે જે રીતે તમે ઓરિજિનલ ITR ભરો છો. 

Sep 22, 2020, 01:57 PM IST