business news

આઠ માળખાગત ઉદ્યોગોનાં વિકાસદરમાં મોટો ઘટાડો, 2.1% નું તળીયું

આર્થિક વિકાસ દર છ વર્ષનાં નિચલા સ્તર પર પહોંચ્યા બાદ હવે દેશનાં મહત્વનાં ઉદ્યોગોની વૃદ્ધીદરમાં પણ ભારે ઘટાડો થયો છે. દેશના આઠ મહત્વનાં ઉદ્યોગોની વૃદ્ધીની રફતાર જુલાઇમાં ઘટીને 2.1 ટકા રહી છે. આ ઘટાડો કોલસા, કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ તથા રિફાઇનરી ઉત્પાદનનુંઉત્પાદન ઘટવાનાં કારણે આવ્યું છે. અધિકારીક આંકડાઓ થકી આ માહિતી મળી છે. 

Sep 2, 2019, 07:29 PM IST

નાણા મંત્રીનો મંદીનો ઇન્કાર: ઉદ્યોગ જગતની સમસ્યાઓ પર સરકારનું ધ્યાન

મનમોહન સિંહે જે મંતવ્ય રજુ કર્યું તે બદલ તેમનો આભાર હું તેમનું મંતવ્ય માંગીશ

Sep 1, 2019, 05:34 PM IST

RBIનો વાર્ષિક અહેવાલ: 2018-19માં બેંકોને 71 હજાર કરોડનો ચુનો, 6801 કેસ

દેશમાં ગત્ત વર્ષે બેંકો ગોટાળા મુદ્દે વાર્ષિક આધારે 15 ટકાનો વધારો થયો છે, જ્યારે ગોટાળાની રકમ 73.8 ટકા વધીને 71,542.93 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ. આરબીઆઇનાં વાર્ષિક રિપોર્ટમાં આ આંકડો અપાયો છે. ભારતીય રિઝર્વ બેંકે ગુરૂવારે નાણાકીય વર્ષ 2018-19 માટે પોતાનાં વાર્ષિક રિપોર્ટ ઇશ્યું કર્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં ચલણમાં રહેલા મુદ્રા 17 ટકા વધીને 21.10 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ચુકી છે. સાથે જ તેમ ફણ કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2018-19માં બેંકોમાં 71,542.93 કરોડ રૂપિયાના ગોટાળાનાં 6801 કિસ્સાઓ સામે આવ્યા છે.

Aug 29, 2019, 10:32 PM IST

SBI શેર આજે અપાવી શકે છે મોટો ફાયદો, આ શેરમાં રોકાણથી થઇ શકો છો 'માલામાલ'

Stock Market : શેર બજારમાં સોમવારની તેજી બાદ આજે મંગળવારે પણ રોકાણકારો માટે સારી આશા સેવાઇ રહી છે. સુત્રોના અનુસાર એસબીઆઇ શેર આજે ફાયદો અપાવી શકે એમ છે. રોકાણ કરવાથી માલામાલ થવાની પણ શક્યતાઓ જોવાઇ રહી છે.

Aug 27, 2019, 11:59 AM IST

મંદીના ફફડાટ વચ્ચે RBI મોદી સરકારને 1.76 લાખ કરોડ હસ્તાંતરીત કરશે

ભારતીય રિઝર્વ બેંકના બોર્ડે કેન્દ્ર સરકારને 1.76 લાખ સરપ્લસ પડેલ રિઝર્વ રકમ હસ્તાંતરીત કરવાના નિર્ણયને મંજુરી આપી દીધી છે

Aug 26, 2019, 10:58 PM IST

ડામાડોળ થતી અર્થવ્યવસ્થાને સ્થિર કરવા બેંકોમાં 70 હજાર કરોડ ઠલવાશે

નાણામંત્રીએ રોકાણ વધારવા માટે લૉન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ પર ટેક્સ સરચાર્જને પરત લેવાની જાહેરાત કરી છે

Aug 23, 2019, 08:07 PM IST

અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતીને અટકાવવા નાણામંત્રીની 10 મહત્વની જાહેરાત...

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને દુર કરવા માટે શુક્રવારે અનેક પગલા ઉઠાવવાની જાહેરાત કરી. નાણામંત્રીએ નાગરિકોમાં માંગ વધારવાથી માંડીને ઉદ્યોગ જગતને રાહત આપવાનાં ઉપાયોની જાહેરાત કરી. ગત્ત થોડા મહિનાઓથી ઓટોમોબાઇલ સહિત અનેક અન્ય ઉદ્યોગની બગડતી સ્થિતીને જોતા નાણામંત્રાલયે આ પગલુ ઉઠાવવા માટે મજબુર થવું પડ્યું છે. નાણામંત્રાલયે કહ્યું કે, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ પગલું ઉઠાવાઇ રહ્યું છે. આવો જાણીએ મંત્રાલયે આ ઉપાયોની તમારા પર શું અસર પડશે. 

Aug 23, 2019, 07:49 PM IST

7th pay commission : સરકારી કર્મચારીઓને મોટો ફાયદો, રાજ્ય સરકારે HRA માં કર્યો મોટો સુધારો

ગુજરાત સહિત દેશના સરકારી કર્મચારીઓ 7th pay commission પૂરી રીતે લાગુ થાય એની રાહ જોઇ રહ્યા છે ત્યારે હરિયાણા સરકારે રાજ્યના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. આ કર્મચારીઓના HRA (House Rent Allowance) માં મોટો સુધારો કર્યો છે અને 1 ઓગસ્ટથી લાગુ કર્યો છે

Aug 1, 2019, 12:58 PM IST

ફેમસ આઈસ્ક્રીમ બ્રાન્ડ વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન રાજેશ ગાંધીએ આપ્યું રાજીનામુ

આઈસ્ક્રીમ બનાવતી ગુજરાતની પ્રખ્યાત બ્રાન્ડ વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન રાજેશ ગાંધીએ રાજીનામુ આપ્યું છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે વિજય શાહને કંપનીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યાં છે.

Jul 24, 2019, 11:09 AM IST

વરસાદ વરસવાનું નામ નથી લેતો, અને શાકભાજીના ભાવ 60થી 70 ટકા વધી ગયા

ઉનાળાની ઋતુ પુર્ણ થઇ ગઇ અને ચોમાસુ બેસી ગયુ. પણ વાતાવરણ હજી પણ ઉનાળાના મૂડમાં છે અને વરસાદ વરસવાનો નામ નથી લઇ રહ્યો. જેની અસર શાકભાજીના ભાવો પર પડી છે. ચોમાસુ વિધીવત ન જામતા શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે. 

Jul 24, 2019, 08:11 AM IST

ફળોના ભાવમાં તોતિંગ વધારો : એક મહિના પહેલાં જે ભાવ હતાં, તેમાં સરેરાશ 90-100% ભાવ વધ્યા

ચોમાસુ ખેંચાતા શાકભાજીના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેના કારણે ગૃહિણીઓનુ બજેટ ખોરવાઈ રહ્યું છે. જેના કારણે મહિલાઓની મુશ્કેલી વધી છે. ઉનાળાની ઋતુ પૂર્ણ થતાંની સાથે જ ફળફળાદીના ભાવમાં તોંતિંગ વધારો થયો છે. ઉનાળામાં કેસર કરી પૂર્ણ પ્રમાણમાં મળી રહેતા લોકોની પસંદગી કેરી પર વધારે રહેતી હતી. પણ માર્ચ મહિનામાં સૌરાષ્ટ્રની અને જુન મહિનામાં કચ્છની કેસર કેરી આવતાં અન્ય ફળફળાદીના ભાવામાં ઘટાડો થયો હતો. જોકે હવે કેરીની સીઝન પુર્ણ થતાં ફળ ફળાદીના ભાવ ઉંચકાયા છે. એક મહિના પહેલાં જે ભાવ હતાં, તેમાં સરેરાશ 90 થી 100 ટકા ભાવનો વધારો થયો છે

Jul 23, 2019, 08:21 AM IST

ચોમાસુ ખેંચાતા શાકભાજીના ભાવ વધ્યા, ગૃહિણીઓની મૂંઝવણ વધી, શું ખરીદવું કે શું ન ખરીદવું!!!

વરસાદ ખેંચતા તેની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર જોવા મળી છે. ચોમાસામાં સામાન્ય રીતે તુરિયા, ટામેટા,ગુવાર, ભીંડો જેવા શાકભાજી સસ્તા હોય છે, પરંતુ વરસાદ ખેંચતા પરિસ્થિતિ વણસી ગઈ છે. જે શાકભાજી પ્રતિ કિલો 30 થી ૪૦ રૂપિયા હોય છે તે વધીને ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. 

Jul 20, 2019, 09:18 AM IST

RBI આપી રહ્યું છે બજાર કરતાં ઓછા ભાવે સોનું, આવતીકાલ સુધી છે મોકો...

જો તમારે સોનું ખરીદવું હોય તો છે સોનેરી તક અને એ પણ બજાર કરતાં સસ્તા ભાવે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લાવ્યું છે સુંદર તક, પરંતુ આ સોનેરી અવસર આવતીકાલ સુધી જ છે.

Jul 11, 2019, 10:50 AM IST

GOOD NEWS: આજથી સસ્તી થઇ હોમ લોન, કાર અને પર્સનલ લોન, SBI એ વ્યાજ દર ઘટાડ્યા

લોનધારકો માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરાતાં આજથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સસ્તી થશે. 

Jul 10, 2019, 11:21 AM IST

હવે, બજારમાં આવશે 10 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ખાસ

ભારતીય રિઝર્વ બેંક (RBI) 10 રૂપિયાની નવી ચલણી નોટ બજારમાં મુકવા જઇ રહી છે. નવી નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. કેન્દ્રિય બેંકના એક નિવેદનમાં કહેવાયું છે કે, રિઝર્વ બેંક મહાત્મા ગાંધીના ફોટા સાથેની 10 રૂપિયાની નવી નોટ જારી કરશે.

May 21, 2019, 11:30 AM IST

આ છે દુનિયાની સૌથી મોંઘી મેટલ, ફક્ત 1 ગ્રામની કિંમત 434 લાખ કરોડ રૂપિયા

દુનિયામાં સૌથી મોંઘી કમોડિટીની વાત કરીએ તો સૌથી પહેલાં સોનું, ચાંદી અને હીરાના જ નામ મગજમાં આવે છે, પરંતુ હવે એવું નથી. વિશ્વના કેટલાક એવા કોમોડિટીઝ છે, જે ખૂબ મોંઘી છે. કદાચ કેટલાક લોકોને એવા મેટલ્સના નામ પણ સાંભળ્યા નહી હોય. અમે તમને જણાવી દઇએ કે સૌથી મોંઘી કોમોડિટીઝ વિશે. દુનિયાની સૌથી મોંઘી કોમોડિટી એંટીમેટર છે. એંટીમેટરના એક ગ્રામની કિંમત 6.25 લાખ કરોડ ડોલર છે, એટલે કે ભારતીય રૂપિયામાં તેની વેલ્યૂ 433.93 લાખ કરોડ રૂપિયા છે.

Apr 18, 2019, 08:10 AM IST

સાત મહિનાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યો રૂપિયો, જાણો એક ડોલરનો ભાવ

લોકસભા ચૂંટણી પહેલા વિદેશી રોકાણકારો તરફથી જોવા મળી રહેલા ભારે પ્રતિસાદને પગલે રૂપિયામાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી રહી છે અને ગુરૂવારે ડોલરની સરખામણીએ 20 પૈસાનો વધારો થતાં રૂપિયા પ્રતિ ડોલર 69.34 રૂપિયા થયો છે. વિદેશી મુદ્રાની સરખામણીએ છેલ્લા ચાર ક્વાટરમાં રૂપિયામાં 80 પૈસા અને 0.8 ટકાનો સુધારો થયો છે. બજાર સુત્રોના જણાવ્યા અનુસારા ચાલુ મહિનામાં વિદેશી રોકાણકારોના સારા પ્રતિસાદને પગલે આ સુધારો નોંધાયો છે

Mar 15, 2019, 12:06 PM IST

અમદાવાદ એરપોર્ટ થયું અદાણીનું!! દેશના 5 એરપોર્ટના સંચાલનનો 50 વર્ષ માટે મળ્યો ઇજારો

 દેશના 6 મોટા એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાતનું સૌથી મોટું બિઝનેસ ગ્રૂપ અદાણીને દેશના 5 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. 

Feb 25, 2019, 02:54 PM IST

Nissan કંપનીની કોમ્પેક્ટ SUV Kicks આજે થશે લોન્ચ, Creta અને Duster સાથે થશે ટક્કર

Nissan કંપનીની કોમ્પેક્ટ SUV Kicks આજે લોન્ચ થશે, કિક્સની ટક્કર Hyundai Creata અને Renault Duster અને Captur સાથે થશે.

Jan 22, 2019, 11:59 AM IST
jay jay garvi gujarat song on inauguration of Vibrant Gujarat summit 2019 PT1M21S

Vibrant Summitના શુભારંભમાં ગુજરાતી ગીત ગુંજી ઉઠ્યું, જુઓ Special Video

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો જોકે ઉદધાટન સમારોહનું ખાસ આકર્ષણ સંગીતનો કાર્યક્રમ રહ્યો સ્ટેજની બાજુમાં ઉભા કરવામાં આવેલા નાના સ્ટેજ પરથી પ્રહર વોરાની ટીમે ગુજરાતી ગીત ગાયું જય જય ગરવી ગુજરાતનું ગીત રજૂ કર્યું

Jan 18, 2019, 12:20 PM IST