Cabinet News

રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું, કોનું પત્તુ કપાશે અને કોણ
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની નિમણૂક થયા બાદ મંત્રીમંડળમાં ત્રણ નવા સભ્યો લેવાશે તેવી રાજકીય ચર્ચાએ જોર પકક્યું છે. ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણની અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. મંત્રીમંડળ નિવાસસ્થાનમાં કેટલાક બંધ મકાનની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. સ્વર્ણિમ સંકુલ 2 મંત્રીઓના માટે નિબંધ ઓફિસોની સાફ-સફાઈ કરવામાં આવતા મંત્રીમંડળ વિસ્તરણની શક્યતાઓની ચર્ચાએ જોર પકડ્યું છે. માર્ગ અને મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંત્રીમંડળ વિસ્તારના બંધ આવાસ અને સ્વર્ણિમ સંકુલ 2 ની બંધ ઓફિસની સાફ-સફાઇ નિયમિત રીતે સપ્તાહમાં એક વાર કરવામાં આવે છે. અમને હજુ સુધી મંત્રીમંડળ વિસ્તરણ સંદર્ભે કોઈ સૂચનાઓ મળી નથી. 
Jul 23,2020, 8:18 AM IST
વિધાનસભાના બજેટ સત્રમાં સિનિયર ધારાસભ્યને લાગ્યો મુખ્યમંત્રીની ખુરશીનો મોહ
વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોમાં મુખ્યમંત્રીની ખુરશી છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં મુખ્યમંત્રી બદલવાની વાત નથી, પણ મુખ્યમંત્રી જેવી ખુરશીનો મોહની વાત છે. ભાજપના એક સિનિયર ધારાસભ્યને આ મોહ લાગ્યો છે. વિધાનસભા (gujarat vidhansabha) ના નિયમો પ્રમાણે સરકાર અને પક્ષના હોદ્દેદારોને બેઠક, કેબિન, ખુરશીઓ તેમજ સ્ટાફની ફાળવણી અંગે એક નિશ્ચિત બજેટ અને ગાઈડલાઈન હોય છે. આ નિયમો પ્રમાણે રાજ્યકક્ષાના મંત્રી સમકક્ષ હોદ્દો ધરાવતા ભાજપના એક સિનિયર ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani)ની ખુરશી જેવી ખુરશી પોતાની કેબિનમાં રાખવાનો આગ્રહ રાખ્યો અને વિધાનસભાના અધિકારીઓ પાસે આ જ પ્રકારની ખુરશીની માંગણી કરી.
Mar 4,2020, 12:45 PM IST

Trending news