car

Car Fall down At Mahi Canal In Nadiad PT6M25S

નડિયાદની મહી કેનાલમાં કાર ખાબકી, બાળકીનો આબાદ બચાવ

નડિયાદના કોલેજ રોડ પર આવેલ મહી કેનાલમાં કાર ખાબકી હતી. કારમાં બે લોકો સવાર હતા જેમાં એક ત્રણ વર્ષની બાળકી સહિત એક પુરુષ સવાર હતો. કાર કેનાલ પાસેથી પસાર થતી વખતે આ ઘટના બની હતી. કારમાં સવાર બાળકી અને એક વ્યક્તિનો સ્થાનિકોએ કેનાલમાં કુદીને આબાદ બચાવ કર્યો હતો.

Jan 20, 2020, 05:55 PM IST
Controversy Over Cabinet Minister's Car Trapped In Traffic PT3M46S

કેબિનેટ પ્રધાનની ગાડી ટ્રાફિકમાં ફસાતા સર્જાયો વિવાદ

ગોંડલ - રાજકોટ નેશનલ હાઇવે ભરૂડી ટોલ ટેકસે કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે. આજે સવારે 10 વાગ્યે આસપાસ રાજકોટથી ગોંડલ તરફ જતી વખતે ટોલ કર્મચારી સાથે બોલાચાલી થઇ હતી. વાહનોની લાંબી કતારો જામી હતી. ટોલનાકાના જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કેશ લાઇન એક જ રાખવામાં હતી બાકીની બધી ફાસ્ટટેગ રાખવામાં આવી હતી. ફાસ્ટટેગના કારણે ટ્રાફિક જામ થયો હતો. કેબિનેટ પ્રધાનની ગાડી ટ્રાફિકમાં ફસાઈ હતી.

Jan 16, 2020, 08:50 PM IST
A Used Car Was Found In Kidnapping Of Modasa Girl PT7M6S

મોડાસાની યુવતીના અપહરણમાં વપરાયેલી કાર મળી

મોડાસાની પીડિતાના શંકાસ્પદ મોતનો મામલે યુવતીના અપહરણમાં વપરાયેલી કાર કબજે લેવાઈ છે. ફરિયાદીએ આપેલ સીસીટીવીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ્ય પોલીસે સિલ્વર આઈ-20 કાર કબજે લીધી છે.

Jan 11, 2020, 10:10 PM IST

આ ગાડીના માલિકને RTOમાં ભરવો પડ્યો 27.68 લાખનો ટેક્સ! વિગતો જાણવા કરો ક્લિક

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે જપ્ત કરેલી કારના માલિક પાસેથી તોતિંગ દંડ વસુલ કર્યો હોવાના સમાચાર છે. અમદાવાદ પોલીસે રૂ. 2.18 કરોડની(2.28 Crore INR) કિંમતની પોર્શે કાર પાસેથી (Porsche 911) 27.68 લાખનો દંડ વસુલ કર્યો છે. બે વર્ષથી આ ગાડી ટેક્સ ભર્યા વિના રોડ પર ફરી રહી હતી એના બદલ  માલિક પાસેથી 16 લાખ આજીવન રોડ ટેક્સ, 7.68 લાખ રૂપિયા બાકી ટેક્સનું વ્યાજ અને 4 લાખ રૂપિયા પેનલ્ટી સાથે દંડ વસૂલ કરાયો છે. આ ટેક્સ અમદાવાદ RTOમાં ભરવામાં આવ્યો છે. 

Jan 8, 2020, 04:50 PM IST

તારાપુર નજીક અકસ્માતમાં 2 લોકોનાં ઘટના સ્થળે જ નિપજ્યાં મોત

આણંદ જિલ્લામાં અકસ્માતની બે ઘટના બની હતી. જેમાં તારાપુર તાલુકાના ગલિયાણામાં ટ્રકે સામેથી આવી રહેલી ગાડીને ટક્કર મારી હતી. જ્યારે બોરસદના વાસણામાં ડમ્પરે કારને ટક્કર મારી હતી. બંન્ને બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે મહિલા સહિત કુલ 6 વ્યક્તિઓનાં શરીર અને માથાના ભાગે ઘા પડ્યા હતા. આ બંન્ને બનાવો અંગે પોલીસ દ્વારા ટ્રક અને ડમ્પરનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Jan 2, 2020, 06:49 PM IST
Three Elder People Died By Car Hit In Panchmahal PT57S

પંચમહાલમાં કાર અડફેટે 3 સિનિયર સિટિઝનનું મોત

પંચમહાલમાં ચાલવા નીકળેલા 3 સિનિયર સિટિઝનનું કાર અડફેટે મોત નિપજ્યું છે. ગોધરાના રેણા મોરવા ગામના સિનિયર સિટિઝન્સ મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

Dec 18, 2019, 01:15 PM IST
Ahmedabad Accident: Woman Died By Car Hit In Jaymala Cross Road PT3M59S

અમદાવાદ અકસ્માત: કારની અડફેટે મહિલાનું મોત

અમદાવાદના નારણપુરામાં વધુ એક અકસ્માત (Ahmedabad Accident) સર્જાયો છે. વહેલી સવારે કાર અને બસની વચ્ચે એક વૃદ્ધા આવી ગયા, જ્યાં સ્થળ પર જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર કાર ઓલા કેબ (Ola Cabs) ની હતી, અને ઓલા કેબનો ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઇ ગયો. આમ, સવારે દૂધ લેવા નીકળેલા વૃદ્ઘા આકસ્મિક રીતે અકસ્માતમાં ભોગ બન્યા હતા.

Dec 16, 2019, 02:00 PM IST

કારમાં શારીરિક સુખ માણી રહ્યું હતું કપલ, ગોળી મારીને જીવતું દફનાવ્યું

કારમાં સેક્સ માણી રહેલા કપલને ગોળીઓ વડે વિંધી નાખ્યો અને ચોર તેમની SUV લઇને ફરાર થઇ ગયો. આ ઘટના યૂક્રેનના ગુટિરિવકા નામની જગ્યાએ થઇ હતી. આ કેસમાં એક સ્થાનિક કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કારાવાસ અને સહ આરોપીને 12 વર્ષની જેલની સજા સંભળાવી છે. 

Dec 10, 2019, 04:15 PM IST
0612 Jamnagar accident. PT3M49S

જામનગર અકસ્માતમાં 5ના મોત, ઢીલા-પોચા ન જુએ આ વીડિયો...

જામનગર અકસ્માતમાં 5ના મોત, અકસ્માત એટલો ભયાનક હતો કે દરવાજા કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા.

Dec 6, 2019, 08:30 PM IST
3 Killed In Car Accident In Amreli PT3M19S

અમરેલીમાં કાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત

અમરેલીમાં કાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત

Dec 2, 2019, 03:45 PM IST
Snake found from car bonnet in Morbi PT3M

પાર્ક કરેલી કારના બોનેટમાંથી જોવા મળ્યો સાપ, જુઓ વીડિયો

મોરબી (Morbi)ના મહેન્દ્રનગર ગામ પાસે એક વિચિત્ર ઘટના બની છે. અહીં પાર્ક કરેલી કારમાં સાપ (Snake) ચડી ગયો હતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આખરે સાપ પકડનાર વ્યક્તિને બોલાવવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલાં પણ લોકોના વાહનમાં સાપ મળી આવ્યા છે.

Nov 24, 2019, 06:40 PM IST

પાર્ક કરેલી કારમાં ઘુસી ગયો સાપ અને પછી...

હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એક વિચિત્ર ઘટના બની છે. અહીં પાર્ક કરેલી કારમાં સાપ ચડી ગયો હતો.

Nov 24, 2019, 05:24 PM IST
BJP Corporator Name In Firing Case On A Professor's Car In Jamnagar PT3M2S

જામનગરમાં પ્રોફેસરની કાર પર ફાયરિંગ કેસમાં ભાજપના કોર્પોરેટરનું નામ આવ્યું સામે

જામનગરમાં પ્રોફેસરની કાર પર ફાયરિંગની ઘટનામાં ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીનું નામ ખુલ્યું છે. પોલીસે અતુલ ભંડેરીની ધરપકડ કરી છે. આ મામલે જામનગર કોર્પોરેશનના વિપક્ષ કોંગ્રેસે આવેદન પાઠવી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માગ કરી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે અતુલ ભંડેરી આ અગાઉ પણ સરકારી ખરાબાની જમીન પર કબજો કરી દુકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે. તેમ છતા તેની સામે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે અતુલ ભંડેરી વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી માગણી કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે.

Nov 17, 2019, 10:20 AM IST

કારના માલિક હો કે પછી ખરીદવાનું વિચારતા હો તો તમારા માટે ખાસ સમાચાર 

હાલમાં ઓટો ઇન્ડસ્ટ્રી તેમજ આઇટી ઇન્ડસ્ટ્રીમાં બહુ ઝડપથી બદલાવ આવી રહ્યો છે

Nov 13, 2019, 09:54 AM IST
Triple Car Accident At Prahladnagar PT6M3S

અમદાવાદના પ્રહલાદનગર ખાતે ત્રણ કાર વચ્ચે અકસ્માત!

વિક્રમ સંવત 2076ના પ્રારંભે જ અમદાવાદના પ્રહલાદનગર ખાતે ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટીસી પાર્કિંગ ધરાવતી બ્રેઝા કારે પાર્ક થઇ રહેલી બે કારને ટકકર મારતાં હોબાળો થયો હતો. પાર્કિગમાં રહેલી કારમાં ત્રણ લોકો સવાર હતા જેમની કારને પાછળના ભાગે ટક્કર મારતાં બાળકને ઇજા થઇ હતી. કાર ચાલકના કહેવા પ્રમાણે બ્રેકના સ્થાને એક્સીલેટર દબાઇ જતાં આ ઘટના સર્જાઇ હતી.

Oct 29, 2019, 09:50 AM IST
Ahmedabad: Accident between three cars in Prahladnagar area PT4M39S

અમદાવાદ: પ્રહલાદનગર વિસ્તારમાં ત્રણ કાર વચ્ચે અકસ્માત

અમદાવાદ: પ્રહલાદનગર વિસ્તારમાં ત્રણ કાર વચ્ચે અકસ્માત

Oct 28, 2019, 10:55 PM IST
Car fire at Pratij PT1M9S

સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઈવે પર એક કારમાં લાગી આગ

સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઈવે પર એક કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી. જોકે કારમાં સવાર પાંચેય વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. કાર હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહી હતી અને એ સમયે પેટ્રોલ લીક થતા કાર સળગી ઉઠી હતી.

Oct 14, 2019, 05:20 PM IST
Car accident in MP cost life of 4 hocky players PT57S

હોશંગાબાદમાં કાર અકસ્માત, 4 હોકી ખેલાડીઓના અવસાન

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં સોમવારે સવારે એક કાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી ખેલાડીઓના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. આ સાથે અકસ્માતમાં અન્ય 3 લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી અનુસાર સ્પીડમાં જતી ગાડી બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાઈ જવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

Oct 14, 2019, 11:35 AM IST

ખેડા: ગળતેશ્વર પાસે કાર અને લક્ઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત

ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક એક લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. સેવાલિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. અકસ્માતને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ થતાં પોલીસ ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.  
 

Oct 13, 2019, 04:44 PM IST

હિંમતનગર-અમદાવાદ રોડ પર ડમ્પરે ગાડીને અડફેટે લીધી, 2ના ઘટના સ્થળે જ મોત

ગાડીનો કડુસલો વળી જતા મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી, અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો

Oct 12, 2019, 06:56 PM IST