car

BMWનો હેવ આ કાર બનાવવા પર છે ફોક્સ, 2021માં કરી શકે છે લોન્ચ

ઓટો એક્સપ્રેસ યૂકેની રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે, આઇ-1 એક શરૂઆતી વર્ગ (એન્ટ્રી લેવલ) કાર હશે, જેનો પારંપરિક ગૈસોલીન કાર જેવો દેખાવ હશે

Oct 10, 2019, 02:59 PM IST
Accident between bus and car PT1M53S

નેશનલ હાઈવે 48 પર લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત

સુરતના પાલોદ ગામ નજીક નેશનલ હાઈવે 48 પર લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે. આ ઘટનામાં કારચાલકને ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ કરી છે.

Oct 6, 2019, 12:20 PM IST
Car drawn in water at Porbandar PT2M3S

પોરબંદરમાં પાણીના પ્રવાહમાં તણાઈ કાર

આજે પોરબંદર (Porbandar)ના સોઢાણા ગામ નજીક કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. કારમાં સવાર એક જ પરિવારના માતા-પિતા અને પુત્રના મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. ફાયર બ્રિગેડ સહિતની ટીમ દ્વારા કાર અને મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો કરાઈ રહ્યાં છે. ગઈકાલે રાજકોટ (Rajkot)ના જામકંડોરણામાં પાણીના વહેણમાં કાર તણાઈ જવાની ઘટના બની હતી. સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.

Sep 30, 2019, 04:40 PM IST
Last video of Una accident PT2M5S

ઉનાના ભયાનક અકસ્માતનો છેલ્લો વીડિયો વાયરલ

ઉના તાલુકા સીમર ગામે દરિયા કિનારે દુખદ ઘટના બની હતી. સીમર ગામે રહેતા અને એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું તેમની પુત્રીની નજર સામે જ મોત થયું હતું. પિતા પોતાની દીકરીને દરિયા કિનારે ફોર વ્હીલર ચલાવતા શીખવતા હતા. તે સમયે ટ્રેકટર સાથે કારનો ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં પિતાનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત વખતનો છેલ્લો વીડિયો વાયરલ થયો છે.

Sep 26, 2019, 03:00 PM IST
A Car Fire Near Dasalwada Of Kheda PT1M59S

ખેડા: દાસલવાડા પાસે કારમાં લાગી આગ

ખેડાના કપંડવજના દાસલવાડા પાસે શોર્ટસર્કિટના કારણે કારમાં આગ લાગી હતી. જો કે, આ ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી. પરંતુ કારમાં આગ લાગતા સમગ્ર રોડ બંધ કરી દેવાતા ટ્રાફિક જામ સર્જાયો હતો.

Sep 24, 2019, 02:40 PM IST
Three Peopel Died In Accident Between Rickshaw And Bolero Car PT1M19S

સુરેન્દ્રનગર: પાટડી પાસે અકસ્માતમાં ત્રણના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. પાટડી મહેસાણા હાઇવે પર પુરઝડપે આવી રહેલી બોલોરો કારે રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષામાં બેઠેલા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Sep 23, 2019, 03:45 PM IST

‘પતિએ પત્નીને ફોન કરી જમવાનું તૈયાર કરવા કહ્યું’, ઘરે પહોંચ્યો મૃતદેહ

સુરતના સચિન ઓવરબ્રિજ પર લોખંડના એંગલ ભરેલા ટ્રેલરમાં એક કાર ઘડાકાભેર ઘૂસી ગઈ હતી. જેમાં કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ભારે જેહમતે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

Sep 17, 2019, 12:31 PM IST

Video: અમદાવાદના નવરંગપુરામાં યુવતીનું અપહરણ થયું ને લોકો જોતા રહ્યાં, યુવકને માર માર્યો

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક જૈન દેરાસરમાંથી ખુલ્લેઆમ થયેલા યુવતીનું અપહરણનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક શખ્સો જૈન દેરાસરમાં ઘૂસ્યા અને ત્યાંથી યુવતીને રાહદારીઓની નજર સામે ઉઠાવી જઇ કારમાં બેસાડીને ફરાર થઇ ગયા હતા

Sep 11, 2019, 12:38 PM IST
viral video of car drain PT50S

વરસાદના પાણીમાં તણાઈ ગઈ કાર, વીડિયો થયો વાઇરલ

દેવભૂમિ દ્વારકામાં જબરદસ્ત વરસાદ પડ્યો છે. આ વરસાદના વહેણમાં કાર તણાઈ ગઈ છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Sep 7, 2019, 09:15 AM IST

સુરત: કચરો ઉઠાવતી ગાડીની ટક્કરે એકનું મોત, સ્થાનિકોએ ગાડીમાં કરી તોડફોડ

સુરતના ડિંડોલી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ એક બાઈક સવારને અડફેટે લીધો હતો. ઘટના સ્થળે જ બાઇક ચાલકનુ કરુણ મોત નીપજતા લોકોએ ગાડીમા તોડફોડ કરી નાખી હતી. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો.

Sep 3, 2019, 05:52 PM IST

સુરત: કાર નીચે બાળક આવી જતા ચમત્કારિક બચાવ, વીડિયો થયો વાયરલ

સુરતના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં રહેતો 5 વર્ષનો દીપ પાનસુરીયા નામનો એક બાળક રમી રહ્યો હતો. તે દરમિયાન સોસાયટીના જ એક રહીશની કાર તેના પર ફરી વળી હતી. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેપ્ચર થઇ ગઇ હતી

Aug 22, 2019, 12:57 PM IST
Car accident at Bangluru PT1M23S

બેંગ્લુરુમાં કારનો જબરદસ્ત અકસ્માત, જોઈને રૂંવાડા થઈ જશે ઉભા

ર્ણાટકના બેંગ્લુરુમાં એક કાર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે ચોંકી જશો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શહેરના એચએસઆર લે આઉટ વિસ્તારના ફૂટપાથ પર કેટલાક લોકો દુકાનની બહાર ઉભા રહીને ખાવાનું ખાઈ રહ્યાં છે. કેટલીક મહિલાઓ ફૂટપાથ પર ચાલી રહી છે. રસ્તા કિનારે બાઈક અને સ્કૂટી ઊભા છે. માહોલ સંપૂર્ણ શાંત છે. કોઈ પણ ભય નથી. પરંતુ અચાનક એક સફેદ કાર કાળ બનીને આવે છે અને ત્યાં ઊભેલા લોકોને ટક્કર મારે છે.

Aug 19, 2019, 12:55 PM IST

નશામાં ધૂત કારચાલકે ફૂટપાથ પર ઉભેલા લોકોને અડફેટે લીધા, VIDEO જોઈને ધબકારા વધી જશે

કર્ણાટકના બેંગ્લુરુમાં એક કાર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે.

Aug 19, 2019, 11:05 AM IST

અરવલ્લીમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કાર ચાલકે કાઢ્યા ટ્રકના ટાયર

જિલ્લાના ધનસુરા તાલુકાના ખેડા પાસે કાર અને ટ્રક અકસ્માત બાદ એક હાસ્યાસ્પ્રદ કિસ્સો સામે આવ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલકે ટ્રક ચાલક પાસે વળતરની માગણી કરતા કાર ચાલક અને ટ્રક ડ્રાઇવર વચ્ચે થોડી બોલચાલ થઇ હતી. પરંતુ કાર ચાલકને ટ્રક ચાલક દ્વારા વળતર આપવાની મનાઇ કરતા કાર ચાલકે ગુસ્સામાં આવીને ટ્રકના બે ટાયરો કાઢી લીધા હતા. 

Aug 16, 2019, 05:37 PM IST

અરવલ્લી: ધનસુરા બુટાલ પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત, બેના સ્થળ પર મોત

ધનસુરાના બુટાલ પાસે કાર, બાઇક અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાઇક સવારના મોત થયા છે. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Jul 31, 2019, 04:08 PM IST

અમદાવાદ: સ્કૂલ બસને નડ્યો અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કારે મારી ટક્કર

શહેરના બોડકદેવ પાસે ઉદગમ સ્કૂલ બસ અને કાસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી. અકસ્માત સમયે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા. જો કે, અકસ્માતની ઘટના બાદ તેમને બસમાંથી ઉતારી અન્ય બસમાં સ્કૂલે લઇ જવામાં આવ્યા હતા.

Jul 25, 2019, 10:03 AM IST
Major accident at Ahmedabad PT1M18S

પાર્કિંગમાં કારે કચડી નાખતા વૃદ્ધનું અપમૃત્યુ, અમદાવાદની ચોંકાવનારી ઘટના

અમદાવાદના સરખેજ હાઈવે પર પકવાન ચાર રસ્તા પાસે ગઈરાત્રે એક કાર ચાલકે ફૂટપાથ પર સૂતેલા અપંગ વૃદ્ધ પર કાર ચઢાવી દીધી હતી. જેના પગલે આ વૃદ્ધનુ મૃત્યુ થયું હતું. આ કાર ચાલક તેની કાર મૂકીને નાસી છૂટયો હતો.

Jul 21, 2019, 11:25 AM IST

સુરતની ચીકલીગર ગેંગે પોલીસ પર ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ, એકની ધરપકડ

પોલીસનો ડર જાણેકે ગુનેગારોમાં રહ્યો નથી તેવો માહોલ ગુજરાતમાં ઉભો થયો છે. ત્યારે સુરતમાં ઈક્કો ગાડીમાં ચોરી કરવા માટે આવતી ચીકલીગર ગેંગના એક સાગરિતને ક્રાઇમબ્રાંચની ટીમે જીવના જોખમે ફિલ્મીઢબે પકડી પાડયો હતો. ક્રાઇમબ્રાંચની ટીમને બાતમી મળી હતી

Jul 14, 2019, 03:12 PM IST

ચોમાસામાં કરાવો કારનું ફ્રી ચેકઅપ, આ કાર કંપનીનું જબરદસ્ત કેમ્પેઇન

કંપની 15 જુલાઈથી 25 જુલાઇ સુધી આ તક આપી રહી છે

Jul 13, 2019, 05:47 PM IST
Car accident at Bhuj PT2M19S

ભુજ ખાતે અનોખો અકસ્માત, લોકો પડી ગયા આશ્ચર્યમાં

ભુજ શહેરની ખારી નદીમાં આજે એક કાર ખાબકેલી જોવા મળતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું છે. જો કે આવા બનાવ બનતા હોય છે પરંતુ જે રીતે કાર ખાબકી તેણે લોકોમાં આશ્ચર્ય સર્જ્યુ છે. નદીની ભેખડો વચ્ચે આ કાર ખાબકી છે. આ બનાવ કઈ રીતે બન્યો તે જાણી શકાયુ નથી.

Jul 13, 2019, 11:05 AM IST