cctv

રાજકોટ : યુવતી વિશે અભદ્ર ટિપ્પણી કરીને યુવકોએ પરિવારજનો સાથે પણ કરી મારામારી

રાજકોટ (Rajkot) માં ગઈકાલે રાત્રીના કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલમાં મારામારીની ઘટના સામે આવી હતી. એક યુવતી પોતાના પરિવારજનો સાથે ફિલ્મ જોવા આવી હતી. આ સમયે કેટલાક શખ્સોએ યુવતી વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. જેના બાદ યુવતીના પરિવારજનો અને અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો અને તરુણીના પરિવારજનો વચ્ચે મારામારી સર્જાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 

Nov 22, 2019, 03:09 PM IST

BRTS Accidentમાં હાથ આવ્યા મહત્વના CCTV, બંને ભાઈઓ સ્પીડમાં બાઈક ચલાવી રહ્યાં હતા...

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ગઈકાલે બીઆરટીએસ બસ અને બાઈકચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માત (BRTS Accident) બાદ ભારે વિવાદ સર્જાયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે ગઈકાલે અકસ્માતના એક સીસીટીવી (CCTV) સામે આવ્યા બાદ આજે બીજા સીસીટીવી મળ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઈક અત્યંત ઝડપથી જઈ રહ્યું અને બસ સાથે ટકરાયુ હતું. બંને ભાઈઓના મોત મામલાના તપાસમાં પોલીસ માટે આ સીસીટીવી બહુ જ મહત્વના સાબિત થઈ શકે છે. આ સીસીટીવીના આધારે પોલીસ પણ ચોકક્સ તારણ પર પહોચી શકે છે.

Nov 22, 2019, 08:34 AM IST
Looms Worker Sabotage In Anjani Industry In Surat PT5M7S

સુરતમાં લુમ્સના કારીગરોએ કરી તોડફોડ, સીસીટીવીમાં દ્રશ્યો કેદ

વિવિંધ એકમોમાં કામ કરતા કારીગરોની મજૂરી વધારવાની માંગણીનો વિવાદ ધીરે ધીરે વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારીગરની આડમાં અસામાજિક તત્વો દ્વારા લુમ્સના કારખાના બંધ કરાવી કારીગરોને માર મારવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Nov 19, 2019, 10:30 AM IST
100 Gaam 100 Khabar 17 November 2019 PT26M52S

100 ગામ 100 ખબર: બિન સચિવાલયની રદ થયેલી પરીક્ષા યોજાશે

આજે રાજ્યભરમાં ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3ની પરીક્ષા યોજાશે. બપોરે 12થી 2 વાગ્યા વચ્ચે 11 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા -ખંડના CCTV ફરજિયાત ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Nov 17, 2019, 08:25 AM IST

બાઈક ચોરીની 2 ઘટનાના CCTV : તસ્કરોએ લોક તોડવાની પણ તસ્દી ન લીધી, હાથથી ઉંચકીને ઉપાડી ગયા...

ગુજરાતભરમાં ગુનાખોરી (Crime) નું પ્રમાણ વધી રહ્યું છે. તસ્કરો અને લૂંટારુઓ બેફામ બન્યા છે. ઠેરઠેર સીસીટીવી (CCTV) લાગેલા હોવા છતા ચોરો સરળતાથી ચોરી કરીને છટકી રહ્યા છે. જેમાં વાહનો ચોરી (Vehicle Chori) ના બનાવો સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં આજે દાહોદ અને સુરતમાં બાઈક ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ચોરોને જાણે કોઈનો ડર રહ્યો ન હોય તે રીતે ચોરી કરી રહ્યાં છે. ગુજરાત પોલીસ (Gujarat Police) નો ડર જાણે તસ્કરોને રહ્યો જ નથી. 

Nov 14, 2019, 11:54 AM IST
Auto Rickshaw Was Overthrown In Aravalli PT2M48S

અરવલ્લીમાં ચાલું રીક્ષાએ પલટી મારી, ઘટના સીસીટીમાં કેદ

અરવલ્લીના ભિલોડાના મોહનપુર ચોકડી પાસે રિક્ષા પલટી મારી ગઇ હોવાની ઘટના સામે આવી છે. એકટીવા ચાલકને બચાવવા જતા મુસાફરો ભરેલી રિક્ષા પલટી મારી ગઇ હતી. રિક્ષા પલટી જતા બે મુસાફરોને ઈજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

Nov 14, 2019, 11:45 AM IST
Khatodara Police Beaten Tea Stall Man In Surat PT3M48S

સુરતમાં ચાની લારી ચલાવનારને પોલીસ માર્યો માર, જુઓ CCTV ફૂટેજ

સુરતમાં ખટોદરા પોલીસ ફરી વિવાદમાં આવી છે. સોહમ સર્કલ પાસે ચાની લારી ચલાવનારાને ધમકી આપી હતી. પોલીસ દ્વારા માર મર્યાનો પણ આરોપ લગાવાયો છે. ચાની લારીવાળા પાસે રૂપિયા માંગ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. આ અગાઉ પણ ખટોદરા પોલીસ વિવાદમાં આવી હતી.

Nov 13, 2019, 09:35 AM IST
Anti-Social Elements Terror In Vadaj Area Of Ahmedabad PT4M

અમદાવાદના વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

અમદાવાદના વાડજ વિસ્તારમાં અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. ઘરની બહાર લગાવેલ સીસીટીવી તોડ્યા હતા. અસમાજિક તત્વોના ત્રાસથી ઘરની બહાર સીસીટીવી લગાવ્યા હતા. જો કે, બલી વાઘેલા નામના આરોપીએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Nov 12, 2019, 03:40 PM IST
PT44S

હૈદરાબાદના ટ્રેન અકસ્માતનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું, જોઈને ધ્રુજી જશો

હૈદરાબાદના કાચીગુડા રેલવે સ્ટેશન પર થયેલા રેલ અકસ્માતનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. સોમવારે હૈદરાબાદના કાચીગુડા રેલવે સ્ટેશન પર બે ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઈ હતી. જેના કારણએ જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા હતાં. વીડિયો જોઈને ધ્રુજી જશો. 

Nov 12, 2019, 11:44 AM IST

કમિશ્નરનાં આદેશ થતા પોલીસ જવાનો નિયમ નહી પાળતા હેડક્વાર્ટરની બહાર જ CCTV લગાવાયા

પોલીસ હેડક્વાર્ટરના ઇતિહાસમાં પ્રથમવાર આવવા અને જવાના બંન્ને ગેટ પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે

Nov 11, 2019, 10:58 PM IST

સુરત : દુકાનના સ્ટાફને વાતોમાં રાખીને આ મહિલાએ શિફતપૂર્વક 1 લાખની સોનાની ચેઈન ચોરી

સુરત (Surat) ના સરથાણામાં જ્વેલરીના શો રૂમમાંથી એક મહિલા દુકાનદારની નજર ચૂકવી રૂ 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. મહિલાએ શિફતપૂર્વક કરેલી ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઇ હતી.

Nov 11, 2019, 04:22 PM IST
Robbery With 56 Pilgrims From Modasa PT3M

મોડાસાના 56 યાત્રાળુઓ સાથે લૂંટફાટ, મારપીટના દ્રશ્યો સીસીટીવીમાં કેદ

લૂંટારુઓ સતત અપડેટ થઈને ચોરીના નવા નવા પ્લાન બનાવે છે અને જૂની સ્ટાઈલ બદલતા રહે છે. ત્યારે હવે લૂંટારુઓએ પગપાળા તેમજ બસથી પરત ફરતા યાત્રાળુઓને (Pilgrims) લૂંટવાનું શરૂ કર્યું છે. અરવલ્લીના મોડાસાના વોટડા ટોલટેક્સ નજીક યાત્રાળુઓ સાથે લૂંટફાટ (Loot)નો બનાવ બન્યો છે. પુષ્કર તરફથી પરત ફરી રહેલ 56 યાત્રાળુઓ સાથે લૂંટફાટ કરવામાં આવી છે. જેમાં 15 જેટલા શખ્સોએ યાત્રાળુઓ સાથે મારપીટ કરી તેમની પાસેની 2 લાખની મત્તાની લૂંટ ચલાવી છે.

Nov 11, 2019, 12:10 PM IST

નિર્દયી માતાઃ રાજસ્થાનમાં બાળકીને ટ્રેન નીચે ધક્કો મારી થઈ ફરાર, ઘટના CCTVમાં કેદ

અજમેર રેલવે સ્ટેશને ઘટેલી એક ઘટનાથી પ્લેટફોર્મ પર હાજર લોકો પણ ચકિત રહી ગયા હતા. એક માતા પોતાની જ દિકરીને ટ્રેનના નીચે ફેંકીને ભાગી જાય ત્યારે કોઈને પણ આંચકો લાગે એ હકીકત છે. 

Oct 30, 2019, 05:08 PM IST
Theft among the Tanishq jewelers of Chandkheda PT1M38S

અમદાવાદ: ચાંદખેડાના તનિસ્ક જ્વેલર્સમાં ચોરી, જુઓ સીસીટીવી

ચાંદખેડાના તનિસ્ક જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી હતી. સોનાની ચેઈન ખરીદવા આવેલા બે પુરુષો ચેઈનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સેલ્સગર્લની નજર ચૂકવી 2.16 લાખની ચોરી કરી ફરાર થયેલા બે યુવકો સામે ફરિયાદ કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Oct 26, 2019, 07:10 PM IST

રુંવાડા ઉભા કરી દે તેવો Video, ગ્રાહકોની સામે વેપારીને હાર્ટ એટેક આવ્યો, અને ઢળી પડ્યા...

તમારું મન-મગજ હચમચાવી દે તેવો વીડિયો (Video) સામે આવ્યો છે. હાર્ટ એટેકથી એક વ્યક્તિના થયેલા મોતના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કેવી રીતે એક વ્યક્તિ હાર્ટ એટેક (Heart Attack) થી ઢળી પડે છે અને કેવી રીતે ક્ષણભરમાં મૃત્યુ પામે છે તે જોઈને તમારું મગજ ઘડીક બહેર મારી જશે. દિવાળી (Diwali 2019) ના તહેવારની ઘરાકીના સમયે જ સુરેન્દ્ર નગર (Surendra Nagar) ના એક વેપારીનું હાર્ટએટેકથી મોત થયું છે. 

Oct 22, 2019, 09:55 AM IST

ગુજરાતમાં ચોરી કરતી યુપીની ભાતુ ગેંગની ગજબની મોડસ ઓપરેન્ડી, હંમેશા મંદિરોમાં જ રોકાણ કરતા

રાજ્યભરમાં ચીલઝડપના ગના આચરતી આંતરરાજ્યની કુખ્યાત ‘ભાતુ’ ગેંગના 5 સભ્યોની રાજકોટ (Rajkot) ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ સાથે જ રાજકોટ પોલીસે (Rajkot Police) 23 જેટલા ગુના (Crime)ના ભેદ ઉકેલી કાઢ્યા છે. પોલીસે ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી કુલ ૨ લાખ 15૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ ભાતુ ગેંગ કેવી રીતે આતંક મચાવતી હતી તે જાણીને ચોંકી જશો. 

Oct 17, 2019, 09:24 AM IST

ગાંધીનગર: થાંભલા પર ચડેલી આ મહિલાની કરતૂત જાણી તમે પણ ચોંકી ઉઠશો... જાણો

રાજ્યમાં હવે મહિલા ચોર ટોળકી સક્રિય થઈ છે. આવા અનેક પુરાવા તથા વીડિયો મળ્યા છે, જેમાં મહિલા ગેંગ દુકાનોમાં આવીને ચોરી કરી જાય છે. ત્યારે ગાંધીનગરમાં મોડી રાત્રે સોલાર લાઇટની બેટરીની ચોરી કરતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. મહિલા બિન્દાસ્તપણે ગુજરાતના પાટનગરમાં ચોરી કરી રહી છે. 

Oct 16, 2019, 11:27 AM IST

વૃષ્ટિ અને શિવમના વધુ એક સીસીટીવી સામે આવ્યા, પોલીસે રીક્ષાવાળાની કરી પૂછપરછ

વૃષ્ટિ (Vrushti Jashubhai) અને શિવમ પટેલ (Shivam Patel) ના ગુમ થવાનો મામલામાં પોલીસે અત્યાર સુધીમાં છથી વધુ જગ્યાના સીસીટીવી (CCTV) મેળવ્યા છે. હાલ વધુ ત્રણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અગાઉ સોસાયટીના ફૂટેજ બાદ વધુ સીસીટીવી આવવાથી વૃષ્ટિ અને શિવમ ક્યાં ક્યાં જાય છે તે વિશેની માહિતી સામે આવી છે. વૃષ્ટિ અને શિવમ સોસાયટીમાંથી નીકળી ઝેવિયર્સ કોલેજ સુધી ચાલતા ગયા હતા. આ દ્રશ્યો કેમેરામાં જોઈ શકાય છે. 

Oct 6, 2019, 09:02 AM IST

Zee ન્યૂઝ Exclusive : Missing વૃષ્ટિ અને શિવમના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા

અમદાવાદ (Ahmedabad) થી બે દિવસ પહેલા ગુમ થયેલા વૃષ્ટિ કોઠારી (Vrushti Jashubhai) અને શિવમ પટેલ (Shivam Patel) ની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. તો લેટેસ્ટ અપડેટ મુજબ, આ કેસમાં સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ આવ્યા છે. જેમાં સફેદ ટીશર્ટ દેખાતો યુવક શિવમ પટેલ છે, જેના હાથમાં એક થેલી છે. તો તેની સાથે સૃષ્ટિ પણ છે. બંને સોસાયટીમાંથી નીકળી રીક્ષામાં બેસીને નીકળતા જોવા મળ્યા છે. બોલીવુડ (Bollywood) અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) દ્વારા આ મામલે ટ્વિટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયા (Social Media) માં આ મામલો ટ્રેન્ડ થયો હતો. જેના બાદ પોલીસ (Ahmedabad Police) તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 

Oct 4, 2019, 04:49 PM IST

અમદાવાદ: ઇસનપુરમાં અસમાજિક તત્વોનો ત્રાસ, વેપારી પર જાહેરમાં તલવાર વડે હુમલો

શહેરમાં જાણેકે અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે તેમ લાગી રહ્યું છે શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વેપારી પર સ્થાનિક અસામાજિક તત્વોએ લાકડી અને તલવારો વડે હુમલો કરતા વેપારી યુવકને આ હુમલામાં ગંભીર ઈજાઓ પોહચી હતી. હાલ યુવકે અસામાજિક તત્વો સામે ઇસનપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

Sep 30, 2019, 11:47 PM IST