cctv

અમદાવાદ: ઇસનપુરમાં અસમાજિક તત્વોનો ત્રાસ, વેપારી પર જાહેરમાં તલવાર વડે હુમલો

શહેરમાં જાણેકે અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે તેમ લાગી રહ્યું છે શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વેપારી પર સ્થાનિક અસામાજિક તત્વોએ લાકડી અને તલવારો વડે હુમલો કરતા વેપારી યુવકને આ હુમલામાં ગંભીર ઈજાઓ પોહચી હતી. હાલ યુવકે અસામાજિક તત્વો સામે ઇસનપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

Sep 30, 2019, 11:47 PM IST
Surat_12_lakh_stolen_by_unknown_person_breaking_car_glass PT31S

સુરત: અજાણ્યા શખ્સ દ્વારા કારનો કાચ તોડી 12 લાખની ચોરી

એક સપ્તાહ પહેલા સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા મનીષભાઈ દાલમિયા કામ અર્થે કાર લઈ બહાર નીકળ્યા હતા. દરમિયાન સીટીલાઇટ વિસ્તારમાં આવેલા જોગસ પાર્ક ની બહાર પોતાની કાર પાર્ક કરી હતી જેમાં રૂપિયા 12 લાખ રોકડા મુક્યા હતા કાર પાર્ક કર્યા બાદ કોઇ અજાણ્યા શખ્સ દ્વારા કારનો કાચ તોડી 12 લાખની ચોરી કરી ભાગી છૂટ્યો હતો આ બનાવમાં ઉમરા પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ઉમરા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચે તપાસ આરંભી હતી.

Sep 28, 2019, 11:45 PM IST

સુરતમાં અંડરવર્લ્ડ દ્વારા ખંડણી માગવાનો કિસ્સો સામે આવ્યો, 2ની ધરપકડ

એક સમયે સુરતમાંથી અન્ડરવર્લ્ડનો સફાયો કરવામાં આવ્યો હતો, જોકે પોલીસની પકડ ઢીલી થતાં જ ફરી એક વાર અંડરવલ્ડના ગુનેગારોએ ખંડણી માંગવાનું શરૂ કર્યું છે. જેમાં છોટારાજન ગેંગનો સાગરિત મૃતક ઓ. પી. સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતોએ બિલ્ડરને ખંડણી માંગી હતી, જેમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અનિલ કાઠી ગેંગના બે શખ્સની ધરપકડ કરી છે. 
 

Sep 28, 2019, 06:03 PM IST

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવકનો પગ લપસ્યો, જુઓ અમદાવાદ રેલવે સ્ટેશનનો દિલધડક Video

ટ્રેનની અડફેટે આવી જવાના અને ચાલુ ટ્રેન ચઢવા જતા અકસ્માત (Accident) બનવાના અનેક કિસ્સાઓ રોજેરોજ સામે આવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં લોકો જીવ ગુમાવે છે, તો કેટલાક કિસ્સાઓમાં લોકોનો જીવ બચી જાય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) રેલવે સ્ટેશન (Railway Station) પર ચાલુ ગાડીએ ચઢવા જતા એક યુવાન ટ્રેન નીચે ફસાયો હતો. પ્લેટફોર્મ નંબર 10 પરથી એક ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે એક યુવક તેના પર ચઢવા ગયો હતો. ત્યારે અચાનક તેનો પગ લપસ્યો હતો. પગ લસપતા જ યુવક ટ્રેનની નીચે ફસાયો હતો. પરંતુ ત્યા હાજર આરપીએફ (RPF)ના જવાનોએ યુવકને તાત્કાલિક બચાવી લીધો હતો.

Sep 24, 2019, 12:57 PM IST

અમદાવાદ: જન્મદિવસની ઉજવણી કરતા યુવકોએ મોડી રાત્રે કર્યું હવામાં ફાયરિંગ

થોડા દિવસો અગાઉ નિકોલમાં એક આરોપીએ પોતાના જન્મદિવસની ઉજવણી તલવાર વડે કેક કાપી હતી. તો બીજી તરફ આજે શહેરના આનંદનગર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે ફાયરિંગ કરાયા હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી ગાડી અને રિવોલ્વર કબ્જે કરી છે. અને આરોપી સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 
 

Sep 21, 2019, 09:00 PM IST
 navsari psi suicide at kevadia circuit house watch cctv PT2M57S

કેવડીયાઃ લમણે ગોળી મારી આપઘાત કરનાર PSIના સીસીટીવી આવ્યા સામે

નર્મદા જિલ્લા (Narmada)ના કેવડિયા કોલોની (Kevadia colony) ખાતે નવસારી (Navsari)માં એલઆઈબીમાં PSI તરીકે ફરજ બજાવતા એન.સી.ફિણવીયાએ આજે અગમ્ય કારણોસર આત્મહત્યા (Suicide) કરી છે. કેવડિયા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં સાથી પીએસઆઈની સર્વિસ રિવોલ્વર માંગીને ‘આ રિવોલ્વર સાથે ફોટા પાડવા છે’ તેવું તેમણે કહ્યું હતું. તેના બાદ પોતાના લમણાં પર ગોળી મારી આત્મહત્યા કરી હતી. મૃતક પીએસઆઈ નવસારી LIBમાં પીએસઆઈની ફરજ બજાવતા હતા. તેઓ 2013ની બેચના PSI હતા. આ અંગે નર્મદા પોલીસે આગળની તપાસ કરી મૃતક પીએસઆઈએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેની તપાસ શરૂ કરી છે.

Sep 17, 2019, 08:25 PM IST
Helmet Theft at Rajkot PT1M56S

લો બોલો! પહેલા જ દિવસે બની હેલ્મેટ ચોરીની ઘટના

આજે આરટીઓનો નવો નિયમ લાગુ પડતા હેલ્મેટ ચોરીના સીસીટીવી સામે આવ્યા છે અને વાયરલ બન્યા છે.

Sep 16, 2019, 05:15 PM IST
Ahmedabad Girl Kidnap At Jain Derasar Catch In CCTV PT3M28S

અમદાવાદ: ધોળેદહાડે દેરાસરમાંથી યુવતિનું થયું અપહરણ, જુઓ વીડિયો

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જૈન દેરાસર પાસેથી બપોરના સુમારે એક યુવતીનું અપહરણ થતું જોઈ રાહદારીઓ અચંબામાં મુકાઈ ગયા હતા. કારમાં આવેલા કેટલાક શખ્સો યુવતીને મંદિરમાંથી ઉઢાવી જઇ કારમાં બેસાડી લઈ ફરાર થઈ ગયા હતા. જોકે ઘટના અંગેની જાણ નવરંગપુરા પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવની હકીકત જાણી હતી.

Sep 11, 2019, 12:35 PM IST
Ahmedabad: Chain Snatching At Vadodra PT2M17S

અમદાવાદના નરોડામાં ચેઈન સ્નેચિંગનો બનાવ CCTVમાં કેદ

અમદાવાદ: મહિલાના ગળામાંથી 3 તોલાની ચેઈન લઈ શખ્સ ફરાર.ત્રણ દિવસમાં ચેઈન સ્નેચિંગના બે બનાવ બન્યા.

Sep 1, 2019, 04:30 PM IST
CCTV Building collapse at Jamangar PT1M5S

જામનગરમાં ઇમારત ધરાશાયી, સામે આવ્યા સીસીટીવી

જામનગરમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

Sep 1, 2019, 09:50 AM IST
Surat: CCTV Footage Of Women Robbing Cloth Shop PT2M20S

સુરતમાં મહિલા ચાદર ગેંગનો આતંક CCTVમાં થયો કેદ, જુઓ વીડિયો

સુરત: વરાછા વિસ્તારમાં કાપડની દુકાનમાંથી દોઢ લાખ રૂપિયાની કરી ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ.

Aug 29, 2019, 04:30 PM IST

અમદાવાદ: હોટલમાં જમવાનું ન મળતાં 'મર્સીડીઝ' લઇને આવેલા નબીરાઓએ કરી તોડફોડ

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા એક રેસ્ટોરન્ટમાં આતંક મચાવામાં આવ્યો હતો. જમવાનું પતિ ગયું હોવાની વાત કરતા મર્સીડીઝ કારમાં આવેલા ત્રણ શખ્શોએ રેસ્ટોરન્ટના મેનેજર અને સ્ટાફ સાથે મારામારી કરી હતી. જે અંગે હોટલ માલિકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસે CCTV ફૂટેજ મેળવી ફરાર શખ્સોને શોધવા તજવીજ હાથ ધરી છે.

Aug 27, 2019, 05:43 PM IST
Surat: CCTV Footage Of Student Falling Off From Rickshaw Goes Viral PT4M10S

સુરત: ચાલુ રીક્ષામાંથી રસ્તા પર પટકાયો વિદ્યાર્થી, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

સુરત: ચાલુ રીક્ષામાંથી રસ્તા પર વિદ્યાર્થી પટકાયો, વળાંક લેતા સમયે બની ઘટના, જોકે વિદ્યાર્થીનો થયો બચાવ થયો હતો.

Aug 27, 2019, 02:20 PM IST

સુરત: કાર નીચે બાળક આવી જતા ચમત્કારિક બચાવ, વીડિયો થયો વાયરલ

સુરતના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં રહેતો 5 વર્ષનો દીપ પાનસુરીયા નામનો એક બાળક રમી રહ્યો હતો. તે દરમિયાન સોસાયટીના જ એક રહીશની કાર તેના પર ફરી વળી હતી. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેપ્ચર થઇ ગઇ હતી

Aug 22, 2019, 12:57 PM IST
Surat: CCTV Footage Of Chain Snatching PT3M41S

સુરતમાં ચેઈન સ્નેચર્સનો આતંક CCTVમાં થયો કેદ, જુઓ વીડિયો

સુરત શહેરમાં ચેઈન સ્નેચરોનો આતંક,ચેઈન સ્નેચિંગની ઘટના CCTVમાં કેદ.

Aug 21, 2019, 03:30 PM IST
Samachar Gujarat 21082019 PT26M5S

સુરતમાં વધી ચેઈન સ્નેચિંગની ઘટનાઓ, જુઓ 'સમાચાર ગુજરાત'

સુરત શહેરમાં ચેઈન સ્નેચરોનો આતંક,ચેઈન સ્નેચિંગની ઘટના CCTVમાં કેદ.

Aug 21, 2019, 03:10 PM IST

વડોદરા: મોલમાં દહેશત ફેલાવીને મજાક કરનાર બે રીક્ષા ચાલકની ધરપકડ

દેશ અને રાજ્યમાં આતંકી હુમલાનાં એલર્ટ વચ્ચે વડોદરામાં એક મોલમાં દહેશત ફેલાવવાની મજાક બે ટીકળખોર યુવાનોને ભારે પડી છે. વડોદરા પોલીસે આ બન્ને યુવાનોને ઝડપી લઇ જેલનાં સળિયા ગણતાં કરી દીધાં છે.

Aug 19, 2019, 06:37 PM IST

વડોદરામાં બે શંકાસ્પદ વ્યક્તિ પકડાતા તંત્ર થયું દોડતું, પોલીસે મોલ ખાલી કરાવ્યો

રાજ્યમાં આતંકી હુમલાની આશંકાને લઇને આપેલા એલર્ટની વચ્ચે વડોદરામાં બે શંકાસ્પદ ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. આ શકમંદ ઇસમો દ્વારા વાધોડિયા ખાતે આવેલા ગેલેક્ષીમોલમાં મોલના કર્મચારીઓને બેગમોલની અંદર પહોંચાડવા માટે રૂપિયાની લાલાચ આપી હતી જ્યારે કર્મચારીઓ દ્વારા ઇન્કાર કરતા બંન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે બંન્ને શકમંદોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

Aug 18, 2019, 11:56 PM IST
Ahmedabad: CCTV Footage Of Clash Between Patient And Bouncer At SVP Hospital PT1M55S

અમદાવાદની SVP હોસ્પિટલમાં બાઉન્સર અને દર્દી વચ્ચે મારામારી, CCTVમાં કેદ થયા દ્રશ્યો

અમદાવાદની SVP હોસ્પિટલમાં બબાલ, SVPના બાઉન્સરોની દાદાગીરી આવી સામે.

Aug 16, 2019, 04:00 PM IST
rajkot maramari cctv PT1M37S

રાજકોટ સાળાએ બનેવીને માર માર્યો , ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

રાજકોટના ચંદ્રેશનગર વિસ્તારમાંથી માર માર્યાનો બનાવ સામે આવ્યો છે, સાળાએ ક્લિનિકમાં ઘુસી પોતાના બનેવીને માર માર્યો હતો, ઈજાગ્રસ્ત બનેવી અને તેના બેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, સાળાએ બનેવીને માર માર્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે

Jul 25, 2019, 01:40 PM IST