Citizenship amendment act News

દેશદ્રોહના આરોપી ઉમર ખાલિદના કારણે ભડકે બળ્યું દિલ્હી? ભાષણ આગની જેમ વાયરલ
દિલ્હી હિંસા મામલે નવો વળાંક આવ્યો છે. દેશદ્રોહના આરોપી ઉમર ખાલિદનું 17 ફેબ્રુઆરીનું મહારાષ્ટ્રના અમરાવતીમાં આપેલું ભડકાઉ ભાષણ હાલ સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થયું છે. CAA, NRC, અને NPRનો વિરોધ કરી રહેલા ઉમર ખાલિદે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 24 અને 25 ફેબ્રુઆરીના ભારત પ્રવાસ અંગે અમરાવતીમાં કહ્યું હતું કે ટ્રમ્પના આવ્યાં બાદ લોકોએ રસ્તાઓ પર ઉતરી પડવું જોઈએ. મોદી સરકાર દેશના ભાગલા પાડવાનું કામ કરી રહી છે. નોંધનીય છે કે ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં હિંસા ભડકી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે. આ અંગે ભાજપે કહ્યું કે ઉમર ખાલિદે હિંસા ભડકાવાની કોશિશ કરી. 
Mar 2,2020, 13:13 PM IST
ગૃહમંત્રી અમિત શાહનું CAA તોફાનો અંગે મહત્વનું નિવેદન, તમારે જરૂર વાંચવું જોઇએ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) શુક્રવારે નાગરિકતા કાયદા (Citizenship Amendment Act) અંગે વિપક્ષ પર અફવા ફેલાવીને તોફાનો કરાવવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું કે, વિપક્ષે કાવત્રું રચીને અફવા ફેલાવી છે. ગૃહમંત્રીએ એકવાર ફરીથી કહ્યું કે, નાગરિકતા કાયદાથી કોઇ મુસ્લિમ કે લઘુમતીની નાગરિકા નહી જાય. શાહે ભુવનેશ્વરમાં પાર્ટી કાર્યકર્તાઓની રેલીમાં આ વાત કરી હતી. શાહે કહ્યું કે, નાગરિકતા કાયદા અંગે કોંગ્રસ, મમતા દીદી, સપા, બસપા આ તમામ લોકો વિરોધ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, લઘુમતી નાગરિકોનાં અધિકારો જતા રહેશે. પરંતુ આટલું અસત્ય ફેલાવવું શા માટે જોઇએ. નાગરિકતા કાયદાથી કોઇની નાગરિકતા નહી જાય. આ નાગરિકતા આપવાનો કાયદો છે, નાગરિકતા છીનવવાનો નહી. 
Feb 28,2020, 22:30 PM IST

Trending news