Citizenship amendment bill 2019 News

દેશદ્રોહના આરોપી ઉમર ખાલિદના કારણે ભડકે બળ્યું દિલ્હી? ભાષણ આગની જેમ વાયરલ
દિલ્હી હિંસા મામલે નવો વળાંક આવ્યો છે. દેશદ્રોહના આરોપી ઉમર ખાલિદનું 17 ફેબ્રુઆરીનું મહારાષ્ટ્રના અમરાવતીમાં આપેલું ભડકાઉ ભાષણ હાલ સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થયું છે. CAA, NRC, અને NPRનો વિરોધ કરી રહેલા ઉમર ખાલિદે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 24 અને 25 ફેબ્રુઆરીના ભારત પ્રવાસ અંગે અમરાવતીમાં કહ્યું હતું કે ટ્રમ્પના આવ્યાં બાદ લોકોએ રસ્તાઓ પર ઉતરી પડવું જોઈએ. મોદી સરકાર દેશના ભાગલા પાડવાનું કામ કરી રહી છે. નોંધનીય છે કે ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં હિંસા ભડકી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે. આ અંગે ભાજપે કહ્યું કે ઉમર ખાલિદે હિંસા ભડકાવાની કોશિશ કરી. 
Mar 2,2020, 13:13 PM IST
Delhi Violence: દિલ્હીમાં હિંસા દરમિયાન IB કર્મચારી અંકિત શર્માની હત્યા
દિલ્હી હિંસાનો ભયાનક ચહેરો ધીરે ધીરે સામે આવી રહ્યો છે. હિંસામાં આઈબીના કર્મચારી અંકિત શર્માની હત્યા થઈ હોવાના અહેવાલ આવી રહ્યાં છે. તેઓ ગઈ કાલથી ગુમ હતાં. અંકિત શર્મા દિલ્હીના ખજૂરી ખાસમાં રહેતા હતાં. અત્રે જણાવવાનું કે ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદા (CAA) ને લઈને ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારથી શરૂ થયેલું ઉપદ્રવીઓનું આ તાંડવ બુધવારે પણ ચાલુ છે. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાં ખુબ જ કડક સુરક્ષા અને કરફ્યુ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મહોલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે. 
Feb 26,2020, 14:24 PM IST

Trending news