civil hospital

ગર્ભવતી મહિલાને અચાનક રીક્ષામાં ઉપડી પ્રસુતાની પીડા, રીક્ષા ચાલકે બચાવી બે જીંદગી

સુરતમાં એક રીક્ષા ચાલકની હિંમત અને સિવિલના ડોક્ટરની સતર્કતાને કારણે બે જિંદગી બચાવવામાં સફળતા મળી હતી. સમગ્ર ઘટના સુરતના ઉન વિસ્તારની છે. જ્યાં પૂજા નામની ગર્ભવતી મહિલાને અચાનક પેટમાં દુખાવો ઉપાડતા પરીવારજનો રીક્ષા મારફતે તેને સિવિલ હોસ્પિટલ લાવી રહ્યા હતા. 

Jun 6, 2019, 10:23 PM IST

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ ખાડે ગઈ, ઈન્જેક્શન આપતા મહિલાના હાથ પર પડ્યું પ્રવાહી

અમદાવાદ વી.એસ હોસ્પિટલમાં બેદરકારી બાદ હવે સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં ઈન્જેક્શન આપતા સમયે એક વૃદ્ધ દર્દીના હાથમાં પ્રવાહી પડ્યુ હતું. એટલું જ નહિ, રાતોરાત દર્દીના હાથનું ઓપરેશન પણ કરી દીધું.

Jun 6, 2019, 10:38 AM IST

અમરેલી: બગસરામાં બની હિટ એન્ડ રનની ઘટના, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત

અમરેલીના બગસરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. બાઇક ચાલકને અડફેટે લઇ અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. બાઇક ચાલકને મથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાઇક ચાલકના મૃતદેહને પોસ્ટમોટમ માટે બગસરા સિવિલમાં ખસેડાવામાં આવ્યો હતો. 

Jun 4, 2019, 09:35 PM IST
Inhuman act with handicap person PT3M34S

નડિયાદમાં સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગો સાથે છેતરપિંડી.

નડિયાદમાં સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગો સાથે છેતરપિંડી. હોસ્પિટલે દિવ્યાંગો માટેની ટ્રાયસિકલો બારોબાર ભંગારમાં વેચી દેવાનું કૌભાંડ જાહેર થયું.

May 18, 2019, 02:05 PM IST

રાજપીપળા: 80 પથારીની સિવિલમાં 150 દર્દીઓ, સાત દિવસે એકવાર આવે છે સર્જન

રાજપીપળા સિવિલ હોસ્પિટલની ભરુચ સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લેતા દર્દીઓની હાલત જોઇને તેઓ દ્રવી ઉઠયા હતા. જો કે રાજપીપળા સિવિલ હોસ્પીટલમા ક્ષમતા કરતા વધુ દર્દીઓ દાખલ થયા હોવાનું બહાર આવ્યુ છે. રાજપીપલા સિવિલ હોસ્પીટલની સ્થાપના વર્ષ 1919માં રાજપીપલાના શ્રીમંત મહારાજાએ કરી હતી. 1997માં આ હોસ્પીટલને સિવિલ હોસ્પીટલમાં કન્વર્ટ કરાઇ હતી. 

May 14, 2019, 06:34 PM IST

અમદાવાદ: ચોરીના આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ ફીનાઇલ પીને આપઘાતનો કર્યો પ્રયાસ

ચોરીના ગુન્હામાં ઝડપાયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો અને તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા પણ ખુબ ગરમી હોવાનો કારણે તેને ગભરામણ થતાં પોલીસે પીએસઓ ટેબલ પાસે લાવી બેસાડ્યો હતો. આરોપીએ ત્યાં સાઇડમાં મૂકેલું ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ. બેદરકાર પોલીસે આખરે આરોપીને સિવિલ હોસ્પિટલ સારવાર માટે પહોચાડ્યો હતો. 

May 12, 2019, 07:19 PM IST

અમદાવાદ: ગુસ્સે ભરાયેલા પતિએ પિતાના ઘરે આવેલી પત્ની પર ફેક્યું એસિડ

અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ પત્નીના ઝઘડાએ પોલીસને દોડતી કરી દીધી છે. અમરાઇવાડીમાં રહેતા દંપતિને ગત મોડી રાત્રે ઝઘડો થતાં જ પત્ની તેના બે બાળકો સાથે રાણીપમાં પિતાના ઘરે આવી ગઇ હતી. જો કે ગુસ્સે ભરાયેલા પતિએ આજે બપોરે રાણીપમાં મહિલાના પિતાના ઘરે આવીને તેની પર એસીડ ફેંક્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસએ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Apr 27, 2019, 11:25 PM IST

સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભવાના મુદ્દે હાઇકોર્ટે માગ્યો ગુજરાત સરકાર પાસે જવાબ

રાજ્યની સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભાવ મામલે હાઇકોર્ટના જજ દ્વારા ચીફ જસ્ટીસને લખવામાં આવેલા પત્ર મામલે હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લેતા સુઓમોટો PIL માનીને સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે હાઇકોર્ટે હોસ્પીટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને સાધન મામલે રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. સાથે જ હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, હોસ્પિટલમાં વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સુવિધાઓનો અભાવ કેવી રીતે હોઈ શકે.?

Apr 24, 2019, 05:33 PM IST

અમદાવાદ: સિવિલમાં ખાનગી કર્મચારીઓનો પડતર માગણીઓને લઇને વિરોધ સાથે રેલી

શહેરના અસારવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના ખાનગી કર્મચારીઓએ આજે સિવિલ હોસ્પિટલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું. આ વિરોધ કામદારોને કાયમી કરવા, પગારભાથું વધારવા, પીએફના પૈસા જમા કરવા, ખાનગીકરણ હટાવવું સહીતના પડતર પ્રશ્નોને લઇને કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

Apr 1, 2019, 06:33 PM IST
Surat Fire Broke Down In Shreeji Hospital PT1M30S

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો....હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી... ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો ....હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને બહાર કાઢીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...

Mar 30, 2019, 11:10 PM IST

સુરત: જહાગીરપુરા વિસ્તારમા બેગમાંથી મળી નવજાત બાળકી

સુરતના જહાગીરપુરા વિસ્તારમા આવેલા એક ફાર્મ હાઉસ પાસે કોઇ નિસ્થુર માતા દ્વારા પોતાની નવજાત બાળકીને તરછોડી તેને બેગમા મુકી નાસી છુટી હતી. આસપાસના રહીશોને જાણ થતા જ બાળકીને 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવી હતી.

Mar 27, 2019, 07:27 PM IST

4 મહિનાના બાળક સાથે બની વિચિત્ર ઘટના, ડોક્ટર પણ જોઇને ચોક્યાં

સુરતના માંગરોળ તાકુલાના હથોડાગામે એક કિશોરે 4 મહિનાના બાળકના ઇન્દ્રીના ભાગે બચ્ચકુ ભરી કાપીને મોઢામાં લઈ ભાગી ગયો હોવાનો વિચિત્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. શુક્રવારની મોડી સાંજે બનેલી આ ઘટના બાદ નવજાત બાળકને તાત્કાલિક કોસંબા બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. બિહારવાસી મુસ્લિમ કિશોરના પરાક્રમને નજરે જોનાર બાળકની માતાએ સિવિલના તબીબોને હકીકત કહેતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. જોકે અજીબો ગરીબ બનેલી આ ઘટના બાદ કોસંબા પોલીસે ફરાર કિશોરની શોધખોળ શરૂ કરી હતી.

Mar 23, 2019, 06:00 PM IST

ભારત-પાકના તણાવ ભર્યા માહોલ વચ્ચે PM ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

ગુજરાતને અડીને આવેલી સમુદ્રી અને જમીન બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.

Mar 1, 2019, 12:39 PM IST

સંતાન પ્રાપ્તિ ન થતા મહિલાએ કરી બાળકની ચોરી, પતિ-પત્નીની ધરપકડ

નવી સીવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા ચોરી થયેલ 25 દિવસની બાળકીને ક્રાઇમબ્રાંચે શોધી કાઢી હતી. સાથોસાથે બાળકીની ચોરી કરનાર મહિલા તથા તેના પતિને પણ પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. મહિલાને સંતાન ન હોવાના કારણે તેને બાળકીની ચોરી કરી હોવાની કેફીયત પોલીસ સમક્ષ વર્ણવી હતી.

Feb 23, 2019, 06:01 PM IST

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં દર્દીઓની પથારી રોડપર, છે ગંદકીનું સામ્રાજ્ય

અમદાવાદને મેડીસીટી અને સ્માર્ટ સીટી બનાવવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જોકે, અમદાવાદની અસારવા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનું નધરોળ તંત્ર અને બેજવાબદાર વહીવટના લીધે દર્દીઓ અને તેમના સગાઓ મુશ્કેલીમાં મુકાયા છે. 

Feb 9, 2019, 07:18 PM IST

રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર, એક જ દિવસમાં 44 કેસ પોઝિટીવ નોધાયા

રાજ્યમાં ઠંડી વધતા ગંબીર રોગ સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં ગુજરાતમાંથી 44 જેટલા સ્વાઇન ફ્લૂના પોઝિટીવ કેસ નોઁઘાયા હતા. મહત્વનું છે, કે 4 લોકોના આજે સ્વાઇન ફ્લૂના કારણે મોત થતા આરોગ્ય વિભાગ પણ દોડતુ થયું હતું. 

Feb 2, 2019, 10:16 PM IST

સ્વાઇન ફ્લૂનો કાળો કેર યથાવત, ભાવનગરમાં ફ્લૂથી એકનુ મોત

 સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂની કહેર હજી પણ યથાવત દેખાઇ રહ્યો છે. દિનપ્રતિદિન સ્વાઇન ફ્લૂના પોઝીટીવ કેસોમાં પણ વધારો જોવા મળતા તંત્ર પણ દોડતુ થયું છે. ભાવનગરમાં પણ ફરી એકવાર સ્વાઇન ફ્લૂ ઉથલો મારતા એક વ્યક્તિનું મોત થયું હતું. 

Jan 26, 2019, 11:24 PM IST

દુનિયાભરમાંથી ૫૦૦થી વધુ ડોક્ટરો અમદાવાદમાં ઉમટશે, કરશે લાઈવ શસ્ત્રક્રિયા

 સિવિલ હોસ્પિટલ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીસ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ૧૩ થી ૧૬ ડિસેમ્બર દરમિયાન યુરોગાયનેક-૧૮ તબીબોની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર વિશ્વ અને ભારતભરમાંથી ૫૦૦ થી વધુ ડોક્ટરો એ ભાગ લીધો છે. આ વર્ષની આ કોન્ફરન્સનો મુખ્ય વિષય પેલ્વિક ફ્‌લોર, સ્ટ્રેસ યુરિન ઈંકન્ટીનન્સ અને એસ્થેટિક ગાયનેકોલોજી (સૌંદર્યલક્ષી ગાયનેકોલોજી) છે. 

Dec 13, 2018, 02:53 PM IST

પતિ-પત્નીના ઝઘડાનો ભોગ બન્યું 2 વર્ષનું બાળક, કુહાડી વાગતા આવ્યા 15 ટાંકા

ભરૂચના અંકલેશ્વરના સજોદ ગામે જમવા બાબતે પત્ની અને પતિનો વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં પતિના મોટાભાઈએ નાના ભાઇની પત્ની પર કુહાડીથી હુમલો કર્યો હતો.

Dec 11, 2018, 02:53 PM IST

રાજ્યમાં સ્વાઈનફલૂનો ભરડો, બનાસકાઠામાં એક મહિલાનું મોત

બનાસકાંઠા વિસ્તારમાં સ્વાઈનફલૂથી વધુ એક મહિલાનું મોત થયું છે. દાંતીવાડા તાલુકાના ડાંગીયા રાણપુર ગામમાં એક મહિલાનું સ્વાઇનફલૂના કારણે મોત નીપજ્યું છે.

Oct 21, 2018, 11:46 AM IST