civil hospital

Against the gross negligence of Surat Civil Hospital PT1M19S

Surat સિવિલ હોસ્પિટલની ઘોરબેદરકારી આવી સામે

Against the gross negligence of Surat Civil Hospital

Apr 12, 2021, 04:25 PM IST

સારવાર માટે ક્યાં જશો? એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ફુલ ! દર્દીઓને NO ENTRY

ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. હવે કોરોના નવા દર્દીઓનો આંકડો સરેરાશ 5000 ની આસપાસ પહોંચી ચુક્યો છે. ખાસ કરીને ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્થિતી ખુબ જ ભયાનક છે. સુરત અને અમદાવાદની સ્થિતી તો એટલી ગંભીર બની છે કે એક પછી એક હોસ્પિટલનાં બેડ પણ ફુલ થઇ રહ્યા છે. દર્દીઓને યોગ્ય સારવાર નથી મળી રહી અને કેટલાક કિસ્સામાં બહાર લોબીમાં બેસાડીને સારવાર અપાઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં હવે વડોદરા બાદ અમદાવાદમાં પણ બેડ ફુલ થઇ ચુક્યા છે. 

Apr 11, 2021, 09:50 PM IST

AHMEDABAD: કેન્દ્રીય ટીમે સિવિલનાં કોરોના હોસ્પિટલની સુવિધા અંગે વ્યક્ત કર્યો સંતોષ

 રાજ્યમાં એકાએક કોવિડના દર્દીઓની સંખ્યામાં અણધારી વૃદ્ધિ થતાં દર્દીઓ માટે હોસ્પિટલ બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શનની અકલ્પનીય જરૂરિયાત ઊભી થઈ છે. રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામ કરીને આ જરૂરિયાતને પહોંચી વળવા પ્રયત્નશીલ છે. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ કે એ-સિમ્પટોમેટિક દર્દીઓ આઈસોલેશનમાં રહે તો તેમના પરિવારજનો અને અન્ય વ્યક્તિઓમાં સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આવા સંજોગોમાં આવા દર્દીઓને પ્રાઈવેટ નર્સિંગ હોમ, કોમ્યુનિટી હોલ કે કોવિડ કેર સેન્ટર જેવી વ્યવસ્થામાં રાખી શકાય. અને જ્યાં વેન્ટિલેટર કે ICCUની આવશ્યકતા નથી એવા સારવારના સ્થળો તાત્કાલિક વધારવાની આવશ્યકતા છે.

Apr 10, 2021, 11:18 PM IST

દર્દીની ચિંતા દર્દીના સગાની પણ ચિંતા, કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં હવે મળશે આ ખાસ સુવિધા

મંજુ મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ઉનાળાને ધ્યાનમાં લઇ દર્દીના સગાને હાલાકી ભોગવવી ન પડે તે માટે ડોમ બનાવવાની ડીડીઓ અરૂણ મહેશ બાબુની જાહેરાત. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી  અરૂણ મહેશ બાબુએ મંજુ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના સંલગ્ન કામગીરીની સમીક્ષા કરી દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે કેટલાક સુચનો પણ કર્યા હતા. 

Apr 9, 2021, 06:30 PM IST

સિવિલ હોસ્પિટલનું બીજું સ્વરૂપ: 'સ્ટાફે મારી માતાને પોતાની માતાની જેમ સાચવી'

અજયભાઈ ઠક્કર (Ajaybhai Thakkar) પાસે માતાએ ભોજનની માગણી કરી, ત્યારે તેમણે  ડો.રાકેશ જોશીને વાત કરી. ત્યારે તેમણે અજયભાઈને આરોગ્યની સ્થિતિ સમજાવી અને અજયભાઈને સાંત્વના આપી કે તમારી માતાને હું મારી માતાની જેમ જ સાચવીશ. 

Apr 9, 2021, 03:29 PM IST

પતિ સાથે આજીવન રહેવા મળે એ લાલચે પત્નીએ બીજી મહિલાનું બાળક ચોર્યું

અઠવાડિયા પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકની ચોરી કરનાર મહિલાની ધરપકડ કરાઈ છે. મહિલાની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, દીકરાનો જન્મ થાય તો એ પતિ સાથે રહેવા મળે એ લાલચે મહિલાએ નવજાત બાળકની ચોરી કરી હતી. 

Apr 9, 2021, 02:49 PM IST

Reality Check: સિવિલમાં સારવાર લેતાં ડરે છે કોરોનાના દર્દીઓ, ઘરે સારવાર લેવા બન્યા મજબૂર

ઝી 24 કલાક (ZEE 24 Kalak) દ્વારા રિયાલિટી ચેક (Reality Check) કરવા કોરોના દર્દીના પરિવારજનોની કેસ સ્ટડી કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

Apr 9, 2021, 02:19 PM IST

અમદાવાદ સિવિલમાં એમ્બ્યુલન્સની લાઈનો પડી, એક ગાડીમાં 5 થી 7 કોરોના દર્દીઓ આવી રહ્યાં છે

  • સિવિલ કેમ્પસના કોવિડ હોસ્પિટલ નજીક 108 એમ્બ્યુલન્સની લાંબી લાઈનો અને સર્જાયેલી અવ્યવસ્થા વાયરલ વીડિયોમાં સામે આવી રહી છે
  • VVIP હોસ્પિટલમાં ફક્ત vvip દર્દીઓને જ દાખલ કરાય છે. બીજી તરફ સામાન્ય લોકોને ખાનગી હોસ્પિટલમાં મોટી ફી ચૂકવવી પડશે

Apr 9, 2021, 07:48 AM IST

Ahmedabad: સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબિબો આક્રમક મૂડમાં, 300 થી વધુ ડોક્ટરોએ બંધ કરી કોવિડ ડ્યૂટી

સિવિલ (Ahmedabad Civil Hospital) કેમ્પસમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 300 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોએ કોવિડ ડ્યૂટી (Covid Duty) બંધ કરી છે. છેલ્લા એક વર્ષથી સતત રજૂઆત કરવા છતાં અંતે ન્યાય ના મળતા જુનિયર ડોક્ટર્સ એસોસિયેશને (Junior Doctors Association) ગંભીર પગલાં ઉઠાવ્યા છે

Apr 7, 2021, 05:44 PM IST

સમીક્ષા બેઠકમાં લેવાયો મોટો નિર્ણય: સિવિલ હોસ્પિટલમાં OPD બંધ કરવાનો લેવાયો નિર્ણય

વિલ મેડિસીટીમા આવેલી કેન્સર, કિડની હોસ્પિટલની નવી બિલ્ડીંગને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ રીતે કોરોનામાં પરિવર્તિત કરવા માટેની ચર્ચા કરવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Apr 7, 2021, 02:25 PM IST

બાળકો પર કાળ બનીને આવ્યો કોરોના, અમદાવાદમાં 3 ભૂલકાના મોત, બેની સ્થિતિ નાજૂક

અમદાવાદ સિવિલ કેમ્પસમાં (Ahmedabad Civil Hospital) કોરોના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર કરી છે. 1008 દર્દીઓ અમદાવાદ સિવિલ કેમ્પસમાં સારવાર હેઠળ છે.

Apr 6, 2021, 01:22 PM IST
840 patients under treatment in Ahmedabad Civil Hospital PT3M33S

Ahmedabad Civil hospital માં 840 દર્દીઓ સારવાર હેઠળ

840 patients under treatment in Ahmedabad Civil Hospital

Apr 5, 2021, 04:00 PM IST

Congress નો મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સિવિલમાં તબીબોની ભરતી કરો

રાજકોટમાં કોરોનાની (Rajkot) સ્થિતિ વણસી રહી છે. સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hosptial) ખસેડવામાં આવે છે. તેવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50 તબીબોની ઘટ હોવાનો કોંગ્રેસે (Congress) આરોપ મૂક્યો છે

Apr 5, 2021, 03:41 PM IST

‘મરેલી તો મરેલી પણ મને મારી મા પાછી આપો...’ માતાના અંતિમ સંસ્કાર થતા દીકરો ભાંગી પડ્યો

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) કોવિડ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. બે કોવિડ મહિલા દર્દીના (Corona Patient) મૃતદેહો અદલા-બદલી થઈ જતા ભારે હોબાળો મચ્યો હતો અને પરિવારજનો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી

Apr 5, 2021, 01:23 PM IST

Corona Vaccination માં હોસ્પિટલની સેવા અને સરભરાથી પ્રભાવિત થયો છું: સ્વામી વિદિત્માનંદ સરસ્વતી

અમદાવાદ સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલમાં (Civil Hospital) કોરોના રસીકરણની કામગીરી સુપેરે ચાલી રહી છે. અહીં વિવિધ વયજૂથના નાગરિકોમાં કોરોના રસીકરણ (Corona vaccination) કરાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Mar 31, 2021, 08:32 PM IST

ગુજરાતમાં દર 2 મિનિટે 3 લોકો કોરોનાના શિકાર થઈ રહ્યાં છે, સરકારની ચિંતા વધી

  • કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં 65 જેટલા સિનિયર તબીબોને ડેપ્યુટેશન પર પરત બોલાવાયા
  • અમદાવાદમાં કોરોનાના કેસો વધતા ખાનગી કોવિડ હૉસ્પિટલની સંખ્યામાં વધારો થયો, હવે 76 ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે

Mar 27, 2021, 01:44 PM IST

20 વર્ષથી કમરના દુખાવા સામે ઝઝૂમતી મહિલાને બે જ દિવસમાં રાહત મળી

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનની મહિલાને 20 વર્ષ જૂના દુઃખાવામાંથી માત્ર બે જ દિવસમાં મુક્તિ મળી
  • કમરના મણકાની જટિલ અને અશક્ય ગણાતી રિવિઝન સ્પાઇન સર્જરીને હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક પાર પાડી

Mar 13, 2021, 03:34 PM IST

ચમત્કાર!! જંગલી પ્રાણીએ ઘાયલ કરેલા ચહેરાને 10 કલાકના ઓપરેશન બાદ પહેલા જેવો બનાવાયો

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટીક સર્જનની ટીમે ઈજાગ્રસ્ત ચહેરાનું પુન:સર્જન કર્યું
  • સતત 10 કલાક ચાલેલી  સર્જરીના અંતે મળી સફળતા
  • અત્યંત ખર્ચાળ પ્લાસ્ટિક સર્જરી અમદાવાદ સિવિલમાં વિનામૂલ્યે થઈ

Mar 4, 2021, 02:02 PM IST
Successful operation of a scoliosis patient in Civil Hospital PT2M15S

Civil Hospital માં સ્કોલિયોસિસના દર્દીનું સફળ ઓપરેશન

Successful operation of a scoliosis patient in Civil Hospital

Feb 27, 2021, 09:55 AM IST

ત્રણ સોય મહિલાના પેટમાં ઘૂસી, અમદાવાદના તબીબોએ મહિલાને મોતના મુખમાંથી ઉગારી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રો સર્જરી વિભાગના તબીબોએ ફરી સી.ટી. સ્કેન કરાવ્યો. આ સી.ટી. સ્કેનમાં જે દેખાયુ તેણે સિવિલ હોસ્પિટલના તબીબોને પણ સ્તબ્ધ કરી દીધા. દર્દીના પેટના ભાગમાં આંતરડા પાસે 3 સોય જોવા મળી.

Feb 10, 2021, 10:39 PM IST