civil hospital

ઈન્જેક્શનના નામે થરથર કાંપતી મહિલા તબીબને વેક્સીન આપતા જોઈને હસવુ આવી જશે

 • મહિલા ડોક્ટરને વેકસીન આપવા માટે તેમની પાસે ઉભેલા એક મહિલા નર્સે મોંઢું દબાવવું પડ્યું અને અન્ય એક મહિલા નર્સે ડોક્ટરને વેક્સીન આપી હતી. જેના ફોટો આપને નાના બાળકોને ઇન્જેક્શનના નામથી જે ડર પેદા થાય છે તેની યાદ આપવશે

Feb 3, 2021, 09:24 AM IST

સેંકડો લોકોએ રસી લીધી કોઇને આડઅસર નહી, સિવિલમાં આવેલા પોલીસ કર્મચારી સ્વસ્થ

* કોરોનાની રસી બાદ સામાન્ય તાવ અને માથું દુખે તો ગભરાવું નહીં  
* સિવિલ હૉસ્પિટલમાં તપાસ માટે આવેલા પોલીસકર્મીઓ સંપૂર્ણ સ્વસ્થ : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.વી.મોદી
* સિવિલ હોસ્પિટલના 3,500 આરોગ્યકર્મીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ કોઈ આડઅસર જણાઈ નથી

Feb 1, 2021, 10:49 PM IST

રસીકરણનો આઠમો દિવસ: 849 કોરોના વર્કર્સે CORONA VACCINE લીધી

કોરોના રસીકરણના આઠમા દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરોમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલના રસીકરણ કેન્દ્રમાં નવા ઉભા કરાયેલા 3 રસીકરણ કેન્દ્ર અને અગાઉથી રસીકરણ માટે કાર્યરત 2 એમ કુલ 5 રસીકરણ કેન્દ્રો ઉપર હેલ્થ વર્કરનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે કુલ 849 હેલ્થકેર વર્કરોએ કોરોના રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 807 હેલ્થ કેર વર્કરો કોરોના રસીકરણ માટેના પરિણામોમાં લાયક ઠરતા તેઓને  કોરોના રસીકરણનો ડોઝ આપી  કોરોના સામેના અભેદ કવચથી સુરક્ષિત કરવામા આવ્યા હતા.

Jan 29, 2021, 07:57 PM IST

અનોખી સેવા: 15 વર્ષથી એમ્બ્યુલન્સ ચલાવી દર્દીઓની સેવામાં ખડેપગે છે ગીતાબહેન, 5 હજાર દર્દીઓની કરી સેવા

નારા તારા નવલા રૂપ તેવી એક ગુજરાતી કહેવત છે. કોરોના કાળણાં એક મહિલા નારાયણી બનીને ખડેપગે રહ્યા હતા. કોરોના સામેના યુદ્ધમાં એમ્બ્યુલન્સ હાંકથી સારથીની ભુમિકા અદા કરી રહ્યા છે. 49 વર્ષથા ગીતાબેન દર્દીઓને ત્વરિત સારવાર માટે પહોંચાડવાથી માંડીને મૃતકને સ્મશાન કે તેના ઘરે લઇ જવાની મહત્વની જવાબદારી નિભાવી હતી. કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. 15 વર્ષ પહેલા ગીતાબેનને કેન્સર થયું હતું અને આ કેન્સરની બીમારીના કારણે તેમણે અનેક વેદનાઓ સહન કરી હતી. આ તકલીફ અન્ય કોઇ વ્યક્તિને ન પડે તે માટે એમ્બ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું હતું. 

Jan 26, 2021, 07:35 PM IST

તમે અમારી કિડનીઓ કાઢી લીધી, દારૂનાં નશામાં બે વ્યક્તિઓએ સિવિલ હોસ્પિટલ માથે લીધી

સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અકસ્માત બાદ લવાયેલા બે ભાઇઓએ દારૂના નશામાં આખી હોસ્પિટલ માથે લીધી હતી. ઓપરેશન થિયેટરમાં અંદરથી દરવાજો બંધ કરીને ધમાલ મચાવતા પોલીસને બોલાવવા માટેની ફરજ પડી હતી. વેસુ પાસે અકસ્માત નડ્યા બાદ 108માં દિપક મુન્નાભાઇ શર્મા (ઉ.વ 20) રહે. પાંડેસર અને તારકેશ્વર શર્માને (ઉ.વ 36) સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. સાહેબ અમારી કિડની ન કાઢી લેતા કહીને પગે પડવા લાગ્યા હતા. ત્યાર બાદ ઓપરેશન થિયેટરમાં અંદરથી દરવાજો બંધ કરી ધમાલ મચાવી હતી. 15 મિનિટ સુધી ઓપરેશન થિયેટરનો દરવાજો બંધ રાખી ગોંધાઇ રહ્યા હતા. 

Jan 17, 2021, 08:25 PM IST

સુરતના યુવાનને અડધી રાત્રે વાસનાનો ખેલ ભારે પડ્યો, ગુપ્ત ભાગમાં ફસાયો ચમચો

 • રાત્રે 2 વાગે સંજયે વાસના સંતોષવા ગુપ્તાંગમાં ચમચો નાંખી દીધો હતો
 • ચમચો ગુપ્તાગમાં ફસાઈ જતા આખી રાત દર્દ સાથે તે તડફતો રહ્યો

Jan 8, 2021, 02:22 PM IST

એપ્રિલ બાદ પહેલીવાર અમદાવાદ સિવિલમાં દર્દીઓની કુલ સંખ્યા 2 આંકડામાં પહોંચી

 • 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 84માંથી હાલ 5 કોરોનાના દર્દીઓ વેન્ટીલેટર પર 14 બાયપેપ પર સારવાર હેઠળ છે
 • કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ત્રણ આંકડામાં ગયા બાદ પહેલીવાર બે આંકડામાં આવ્યા

Jan 7, 2021, 12:18 PM IST

ડોક્ટરોએ મોતના મુખમાંથી ઉગાર્યાં, 11 કલાક ઓપરેશન કરી નિકાળી 40 CM મોટી અતિ દુર્લભ ગાંઠ

આ ઘટના એ માત્ર અમદાવાદ સિવિલ જ નહીં પણ સમગ્ર ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવરૂપ ઘટના છે. એક લાખમાંથી એક વ્યક્તિમાં જોવા મળે એવી સાર્કોમા તરીકે ઓળખાતી ગાંઠ હતી.

Jan 6, 2021, 07:19 PM IST

સુરતની નવી સિવિલ બહાર 500 કોરોના વોરિયર્સનો હોબોળો, કહ્યું-અમારો પગાર આપો

બે મહિનાથી પગારથી વંચિત સુરત નવી સિવિલના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 500 જેટલા કોરોના વોરિયર્સે આજે હોસ્પિટલની બહાર મોરચો માંડ્યો છે. સવારથી આ તમામ કર્મચારીઓ હોસ્પિટલની બહાર મોરચો માંડીને બેસ્યા છે. જ્યા તેઓએ એક જ માંગણી કરી છે કે, આજે જ અમારો પગાર કરો. પગાર ન મળતા કામદારો હડતાળ પર ઉતર્યા છે. તો સાથે જ આજે જ પગાર આપવાની માંગ કરી રહ્યાં છે. છેલ્લા 15 દિવસ થી પગાર આપવાના વાયદા કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓના હોબાળાને પગલે સુરત પોલીસ પણ દોડતી થઈ છે. 

Jan 6, 2021, 11:11 AM IST

આખા વિશ્વની હોસ્પિટલો જેને ઝંખે છે તેવી અત્યાધુનિક સુવિધાઓ સાથે ટ્રોમા સેન્ટર થયું કાર્યરત

21 ઓપરેશન થીએટર : ટ્રોમા સેન્ટર કોઇ પણ હોસ્પિટલનો હાર્દ ગણાય છે. ઇમરજન્સી સેવાઓથી લઇ અન્ય પ્રકારની તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટર 24x7 કાર્યરત રહે છે. વર્ષ 2009માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા ટ્રોમા સેન્ટરનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યુ હતુ. ત્યારથી લઇ અત્યાર સુધીના ગાળામાં ગુજરાતની સંવેદનશીલ સરકારે સતતપણે માનવસેવાની પરાકાષ્ઠા સર્જીને અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટરમાં ઘણી ઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.

Jan 2, 2021, 05:03 PM IST

કેદીઓ માટે ભાગવાનું મોસ્ટ ફેવરિટ સ્થળ છે આ હોસ્પિટલ, બીજો કેદી પણ ફરાર થતા અનેક સવાલો

જિલ્લાની પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી ફરી એકવાર આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો છે. છેલ્લા 17 દિવસથી સિવિલમાં દાખલ કોરોનાગ્રસ્ત આરોપી શૌચાલય જવાનું કહી શૌચાલયની બારીની ગ્રીલ તોડી ફરાર થઇ જતા પોલીસ દોડતી થઇ છે. એક બાજુ ક્રિમિનલ વ્યક્તિના સમાજમાં ફરવાનો ડર અને બીજી બાજુ કોરોનાના સુપર સ્પ્રેડર તરીકે તેના ફરતા રહેવાના ડરના કારણે પોલીસ બમણી ઉપાધીમાં મુકાઇ છે. પાલનપુર પોલીસ મથકનો એક આરોપી પોલીસ જપ્તામાંથી ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. 

Dec 28, 2020, 06:50 PM IST

પાલનપુરના તબીબને ગર્ભવતી મહિલાના ઓપરેશનના ફોટો વાયરલ કરવું ભારે પડ્યું

 • ડોક્ટરે મહિલા કે મહિલાના પરિવારજનોની પરવાનગી વગર ઓપરેશન દરમિયાન લીધેલા ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતા વિવાદ ઉભો થયો
 • આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પણ હોસ્પિટલના તમામ તબીબ અને સ્ટાફ સહિતના લોકોને પણ ચેતવણી આપી

Dec 27, 2020, 08:13 AM IST

મ્યુકોરમાઈકોસીસથી વડોદરાની વૃદ્ધાના આંખના હાડકા ખવાઈ ગયા

 • મ્યુવડોદરામાં મ્યુકોરમાઇકોસીસનો શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયો
 • વડોદરામાં અત્યારસુધી મ્યુકોરમાઇકોસીસના 12 કેસ નોંધાયા

Dec 26, 2020, 10:17 AM IST

સિવિલમાં વેક્સીનના બુસ્ટર ડોઝનું ટ્રાયલ શરૂ, પ્રથમ ડોઝ 550 સ્વંયસેવકોને અપાયો

હાલ અમદાવાદ સોલા સિવિલમાં કોવેક્સીન વેક્સીન (corona vaccine) નું ટ્રાયલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વેકસીનના ટ્રાયલ મામલે સારા સમાચાર આવ્યા છે. કૉવેકસીન (covaccine) નો પ્રથમ ડોઝ ટ્રાયલ અંતર્ગત સોલા સિવિલમાં 550 જેટલા સ્વયંસેવકોને આપવામાં આવ્યો છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં 25 નવેમ્બરથી શરૂ થયેલા ટ્રાયલ અંતર્ગત વેક્સીનનો ડોઝ લેનાર એકપણ સ્વયંસેવકને કોઈ પણ સમસ્યા સામે આવી નથી. ત્યારે આજે કોવેક્સીનનો બીજો ડોઝ આપવાની શરૂઆત કરાઈ છે. આત્મનિર્ભર કોવેકસીનનો બીજો એટલે કે બુસ્ટર ડોઝ અમદાવાદ ખાતેની સોલા સિવિલમાં આપવાની શરૂઆત થઈ છે. 

Dec 24, 2020, 12:30 PM IST

91 વર્ષના મધુકરભાઈએ યુવાનો જેવા જુસ્સા સાથે 17 દિવસમાં કોરોનાને હરાવ્યો

કોરોનાનું સંક્રમણ ખાસ કરીને વયોવૃદ્ધ અને બાળ દર્દીઓ માટે ગંભીર સાબિત થાય છે કેમકે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. વયોવૃદ્ધ દર્દીઓના કિસ્સામાં મોટી વય, અશક્તિ અને એકલાપણું પણ એક સમસ્યા હોય છે. તેમ છતાં અમદાવાદ સિવિલની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૯૧ વર્ષના મધુકરભાઈ પંડ્યાએ ૧૭ દિવસની સારવાર દરમિયાન જુવાનોને પણ શરમાવે તેવા અદમ્ય ઉત્સાહ અને જિંદાદિલી સાથે કોરોનાને હરાવ્યો છે.

Dec 23, 2020, 06:42 PM IST

ZEE 24 કલાકની ઈમ્પેક્ટ : આખરે ગુજરાત સરકારે મ્યુકોરમાઈકોસીસ ફંગસ માટે એલર્ટ આપ્યું

તાજેતરમાં જ કોરોનાની આડઅસર રૂપે મ્યુકોરમાઈકોસીસ નામનું ફંગસ થતુ હોવાના અહેવાલ ઝી 24 કલાક પર રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ઝી 24 કલાકના અહેવાલ પર રાજ્ય સરકારે મહોર મારી છે. મ્યુકોરમાઇકોસીસ ફંગસના કેસોની ગંભીરતા અંગે અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે હવે રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ફંગસને લઈ તમામ જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે. મ્યુકોરમાઇકોસીસ ફંગસ અંગે રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં માર્ગદર્શિકા મોકલી છે અને તકેદારીના પગલા લેવાની સૂચના અપાઈ છે.

Dec 22, 2020, 08:18 AM IST

કોરોના કરતા પણ વધુ ખતરનાક છે મ્યુકોરમાઈકોસીસ, નાસ લેવાને લઈને થયો મોટો ખુલાસો 

 • વધુ નાસ લેવાથી પણ આ ફંગસને લાભ મળી રહ્યો છે. તેથી જો તમે નાસ લેતા હોય તો ચેતી જવા જેવું છે
 • મ્યુકોરમાઇકોસીસ થાય છે તેવા દર્દીઓનું એક જ અઠવાડિયામાં મૃત્યુ થઈ રહ્યા હોય તેવા પણ કિસ્સા બન્યા છે
 • કોરોનામાં મૃત્યુ દર 2 ટકા હતો, મ્યુકોરમાઇકોસીસમાં 50 ટકા છે

Dec 19, 2020, 01:52 PM IST

વડોદરામાં મ્યૂકોરમાઈકોસિસ બીમારીની એન્ટ્રી, 7 કેસ આવ્યા

 • આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે
 • વડોદરાના સાતમાંથી બે દર્દીઓને સારવાર માટે અમદાવાદમાં મોકલાયા

Dec 19, 2020, 09:37 AM IST

58 વર્ષીય દેવેન્દ્રભાઈએ ભરતસિંહ સોલંકીનો રેકોર્ડ તોડ્યો, 113 દિવસ કોરોનાની સારવાર લીધી

 • દેવેન્દ્રભાઈએ 113 દિવસ બાદ કોરોનાને હંફાવ્યો હતો.
 • 90 દિવસ દેવેન્દ્ર પરમાર આઈસીયુમાં હતા
 • તેઓએ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો પણ રેકોર્ડ તોડ્યો છે

Dec 18, 2020, 03:16 PM IST