civil hospital

કાયમી કરવાની માંગ સાથે કોરોના વોરિયર્સનું ગાંધીનગરમાં પ્રદર્શન, થઈ અટકાયત

  • રાજ્યભરમાંથી આવેલા લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ દ્વારા સચિવાલયના ગેટ નંબર 1 સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી.
  •  શાંતિપૂર્વક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને વિરોધ કરી રહેલા કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

Nov 2, 2020, 01:05 PM IST

ધરમ કરતાં ધાડ પડી, ઝઘડો શાંત કરવા વચ્ચે પડેલા યુવકને મળ્યું મોત

અમદાવાદના શાહપુરમાં ઝગડામાં છૂટા પાડનાર યુવક પર આરોપીઓએ છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. શાહપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

Nov 1, 2020, 12:59 PM IST

4 વર્ષ પહેલાં હતો એક મનોરોગી, આજે છે એક લેખક-કવિ, દિલચસ્પ છે સતિષની કહાની

માનસિક રોગના દર્દી સતિષની કહાની દિલચસ્પ છે. ૨૦૧૬માં મગજની તકલીફ ઉભી થઇ. તેઓને અવનવા અવાજો સંભાળવવા લાગ્યા તેની સાથે તેમને જમવાનું ભાવે નહીં પીવાનું ગમે નહીં ચાલવાની ઇચ્છા થાય નહીં ઉંધ આવે નહીં.

Oct 22, 2020, 05:04 PM IST

કોરોના માટે જડીબુટ્ટી બનેલ પ્લાઝમાના આ સમાચાર છે ચોંકાવનારા

  • કોરોનાને માત આપનાર દર્દીઓમાં પ્લાઝમા (plazma therepy) ડોનેટ કરવા મામલે નિરસતા જોવા મળી. 
  • અનેક પ્રયાસો બાદ સિવિલ હોસ્પિટલ (civil hospital) ખાતે અત્યાર સુધીમાં માત્ર 250 યુનિટ પલાઝમા જ કલેક્ટ કરી શકાયું

Oct 8, 2020, 03:09 PM IST

હિંમતનગર સિવિલે હોસ્પિટલે તંત્રને કહ્યું, જાણ કર્યા વગર દર્દીઓને અહી ન મોકલો, અમારી પાસે ઓક્સિજન નથી

  • જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ કાર્યરત છે.
  • આ હોસ્પિટલમાં ઓક્સિજન સિસ્ટમની કેપેસિટીથી વધુ અંદાજે 50 થી 60 દર્દીઓ ઓક્સિજનની સારવાર લઈ રહ્યાં છે

Sep 22, 2020, 10:07 AM IST

સિવિલ હોસ્પિટલમાં 55 વર્ષના દર્દીને 52 દિવસ સારવાર મેળવી કોરોનાને હરાવ્યો

નવી સિવિલ હોસ્પિટલમાં સતત 20 દિવસથી વેન્ટીલેટર અને 18 દિવસ ઓક્સિજન પર હતા. સુરતના 55 વર્ષીય બીજલભાઇ કવાડ કોરોનાને મહ્માત આપવામાં સફળ રહ્યા હતા. બીજલભાઇનાં પરિવારમાં ખુશીનો માહોલ છે. બીજલભાઇનું સ્વસ્થ થવું તે ચમત્કારથી ઓછું નહી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. બીજલભાઇના ઇરાદા અને ડોક્ટર્સની સતત મહેનતને પગલે તેઓ સંપુર્ણ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. 

Aug 6, 2020, 08:49 PM IST

2008માં આજના દિવસે સિવિલ હોસ્પિટલનું કેમ્પસ બોમ્બ બ્લાસ્ટથી ધ્રૂજી ઉઠ્યું હતું

26 જુલાઈ 2008.... સિવિલ હોસ્પિટલમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. એ ગોઝારો દિવસ... કદાચ આ દિવસ સૌ ભૂલવા માંગે છે, પરંતુ ભુલી શકાય તેમ નથી. ઘટનાને 4380 દિવસ વીતી ગયા એ ઘટનાને.... બોમ્બ બ્લાસ્ટના એ ગોઝારા દિવસ પૂરતી આખી સિવિલ હોસ્પિટલ હતપ્રભ થઈ ગઈ હતી. પણ બીજી જ મિનીટથી તંત્ર દોડતુ થઈ ગયું હતું. સિવિલ હોસ્પિટલમાં તમામ સ્ટાફ 15 મિનિટમાં જ ફરજ પર દોડી આવ્યો હતો.

Jul 26, 2020, 04:21 PM IST

અમદાવાદ: 7 માસની જન્મેલી બાળકીને 53 દિવસની સારવાર બાદ મળ્યું જીવનદાન

7 માસનું ગર્ભસ્થ શિશુ જન્મ પામતાં અરૂણાબેનને ત્યાં પારણું બંધાયુ. ત્યારે તેમના પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી પ્રવર્તી હતી. પરંતુ આ લાગણીઓ સાથે એક ગંભીર ચિંતા પણ પ્રસરી હતી. આ બાળખી માત્ર 650 ગ્રામ વજન સાથે જન્મી હોવાના કારણે સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતાતુર બન્યો છે. સિવિલના તબીબો માટે પણ આ ઘટના પહેલીવખત હોવાના કારણે ખૂબજ પડકારજનક બની રહી છે. અસામાન્ય સંજોગો સાથે જન્મેલી બાળકીને સિવિલના તબીબોએ સતત 53 દિવસ સારવાર કરી જીવતદાન બક્ષ્યું છે. અરૂણાબેનની લક્ષ્મી 1 કિલો 200 ગ્રામ વજન સાથે ઘર આંગણે પ્રવેશી. હવે બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઇ માતાનું સ્તનપાન પણ કરી શકે છે.

Jul 22, 2020, 07:10 PM IST

રાજકોટ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ બાદ ડેન્ટલ વિભાગના વડા ડોક્ટર પણ આવ્યા કોરોના પોઝિટિવ

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ બાદ ડેન્ટલ વિભાગના વડાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના વડા ડોકટર જાગૃતિબેન મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર હોસ્પિટલમાં તંત્ર ચિંતામાં મુકાયું છે. જેને લઇને સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના શંકાસ્પદ ડોક્ટર અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેમજ ડેન્ટલ વિભાગને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Jul 19, 2020, 11:54 PM IST

ઓસ્ટ્રેલિયાના નાગરિક મૂળ અમદાવાદના ડોક્ટર સિવિલમાં કરી રહ્યાં છે કોરોના દર્દીઓની સેવા

સમગ્ર રાજ્ય સહિત દેશમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ઓસ્ટ્રેલિયાના નાગરિક મૂળ અમદાવાદના ડોક્ટર કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. આ અંગે ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલે મને ઓળખાણ આપી છે. હું આજે સફળતાના જે કંઇપણ મુકામે છું તે સિવિલ હોસ્પિટલના કારણે જ છું. કોરોનાની મહામારીમાં જ્યારે સિવિલ હોસ્પિટલને મારી જરૂરિયાત હોય ને હું ઘધરે બેસી રહું તે કેમનું ચાલે...

Jul 19, 2020, 04:29 PM IST

રેરેસ્ટ ઓફ ધી રેર સર્જરી : અન્નનળીનું જટિલ ટ્યુમર દૂર કરીને સિવિલના તબીબોએ બાળકને નવી જિંદગી બક્ષી

રાજસ્થાનના 10 વર્ષના માસુમ બાળક જયને અન્નનળીમાં ટ્યૂમર થયું હતું. છેલ્લા દોઢ વર્ષથી આ ટ્યૂમરની તકલીફના કારણે તે યોગ્ય રીતે જમી પણ નહોતો શકતો. આ કારણે ધીમે ધીમે તેનું વજન પણ ઓછું થઈ રહ્યું હતું. ધીમે ધીમે બીજી શારીરિક સમસ્યાઓ પણ વધવા લાગી હતી. પિતા પ્રેમજયશંકરે રાજસ્થાનની વિવિધ હોસ્પિટલમાં ટ્યૂમરના નિદાન માટે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ ક્યાંય સફળતા ન મળી. આખરે છેલ્લાં વિકલ્પ તરીકે અમદાવાદમાં રહેતા તેમના એક સગાએ સિવિલ સંકુલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં નિદાન માટે સૂચન કર્યુ હતું.  ત્યારબાદ જયના પિતા જી.સી.આર.આઇ. આવી પહોંચ્યાં હતા. પછી જે થયું તે એક ઇતિહાસ બની રહ્યો. અમદાવાદ સિવિલ સંકુલની જી.સી.આર.આઇ.  હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ.રાજન ગર્ગ અને તેમની ટીમ દ્વારા રેરેસ્ટ ઓફ ધી રેર કહેવાતી આ સર્જરી કરવા માટે બીડુ ઉપાડવામાં આવ્યું હતું. 

Jul 12, 2020, 08:40 AM IST

સિવિલ હોસ્પિટલે નિભાવી પરિવારની જવાબદારી, 17 જેટલા કોરોના દર્દીના કર્યા અંતિમ સંસ્કાર

કોરોના વાયરસ મહામારીને લઇને રાજ્ય સહિત સમગ્ર દેશમાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તો બીજી તરફ આ વાયરસથી સંક્રમિત થયેલા કેટલાક લોકો સાજા થયા છે. તો કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલે કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોની પરિવારની જવાબદારી નિભાવી છે. કોરોનાથી મૃત્યુ થયેલા 17 જેટલા દર્દીઓના સિવિલ હોસ્પિટલ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

Jul 8, 2020, 05:49 PM IST

સુરત સિવિલમાં ટેબલ પર પગ મુકી મોબાઇલમાં રમતા મેડિકલ ઓફિસરનો વીડિયો વાયરલ

એક તરફ સુરત શહેરને કોરોના મહામારીએ પોતાના કબજામાં લઈ લીધુ છે. ત્યારે એમએલસી અને પોસ્ટમોર્ટમ ડ્યુટી કરતા મેડિકલ ઓફિસરનો આરામ ફરમાવતો વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. 
 

Jul 3, 2020, 04:28 PM IST

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંકની કરાઈ સ્થાપના

અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ ખાતે દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક ૨૪ જૂનથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩૦ કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે

Jun 30, 2020, 06:39 PM IST
Allegation Of Negligence At Ahmedabad Civil Hospital PT5M36S

અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ

Allegation Of Negligence At Ahmedabad Civil Hospital

Jun 14, 2020, 05:35 PM IST

અમદાવાદ: સિવિલનાં કોવિડ સેન્ટરમાંથી રજા અપાયા બાદ યુવાન ગુમ થયો !

કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ 19 હોસ્પિટલનાં દર્દીને રજા આપવામાં આવ્યા બાદ ગુમ થઇ જતા ચકચાર મચી ગઇ છે. 27 મેના રોજ રજા આપવામાં આવ્યા બાદ અજયસિંહ દશરથસિંહ રાજપુત ગુમ થઇ ગયા હતા. જેના પગલે શાહીબાગ પોલીસ સ્ટેશન ટ્રોમા પોલીસ ચોકીને આ અંગે જાણ કરવામાં આવી છે. જેના પગલે પોલીસ દ્વારા હાલ પ્રાથમિક રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Jun 13, 2020, 06:35 PM IST

વિશ્વ બ્રેઈન ટ્યૂમર ડે: રાજસ્થાનના દર્દીની સિવિલમાં સફળ સર્જરી, બ્રેઈનમાંથી દૂર કરાઈ 140 ઘન સે.મી.ની ગાંઠ

આજે વિશ્વ ટ્યુમર ડે છે. ટ્યૂમરે મગજમાં થતો એક પ્રકારનો ગઠ્ઠો છે. જે ધીરે-ધીરે વિકસીત થઇને શરીરના અન્ય ભાગોને અસરગ્રસ્ત કરી તેને કામ કરતાં બંધ કરી દે છે. જેને આપણે પેરાલિસિસ કહીએ છીએ. આ પેરેલિસિસ ઘણી વખત જીવલેણ સાબિત થતો હોય છે.

Jun 8, 2020, 09:44 PM IST

જન્મ દિવસે જ મળ્યો પુન:જન્મ: સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સે કરી ભવ્ય ઉજવણી, તસ્વીરો કરશે ભાવુક

પોતાના જન્મદિવસે જ દર્દી સાજો થઇ હોસ્પિટલમાંથી રજા મેળવે અને વળી જન્મદિવસની ઉજવણી કર્યા બાદ વિદાય લે તો કેવું !! સોમવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તરૂલતાબેન ભીલ સાથે આવું જ બન્યું. ‘મારા ૪૬માં જન્મદિવસે મને નવજીવન પ્રાપ્ત થયુ છે. સિવિલ હોસ્પિટલમાં ૨૪ દિવસની સારવાર મળવાથી આજે હું સાજી થઇ ઘરે જઇ રહી છું.’ આ શબ્દો છે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા તરૂલતાબેન ભીલના. 

Jun 1, 2020, 07:20 PM IST

આખુ પરિવાર કોરોના પોઝિટિવ, ઘરના મોભીના અંતિમ સંસ્કારમાં કોઈ સામેલ ન થઈ શક્યુ, છતાં ઊમિર્લાબેને ફરજ ન છોડી

‘જેને સેવા જ કરવી છે તેને મન વળી નિવૃત્તિ નો વિચાર જ કેવી રીતે આવે....? મારા પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રએ કર્યા. વીડિયો કોલિંગ દ્વારા મેં નિહાળ્યા.... દુ;ખ ચોક્કસ છે પરંતુ અફસોસ તો નથી જ...’ આ શબ્દો છે સિવિલ હોસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના....‘કોરોના’શબ્દ એ કંઈક લોકોની જિંદગીમાં બદલાવ લાવી દીધો છે. પરંતુ સાચા સેવકો તેમના ધ્યેયમાં આજે પણ અડીખમ ઉભા છે. તેનો પ્રત્યક્ષ દાખલો એટલે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા બજાવતા ઉર્મિલાબેન પંચાલ છે. ઉર્મિલાબેન પંચાલ 58 માં વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. પુત્ર અને પુત્રવધુ બંન્ને જણા મેડિકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા સેટલ થઈ છે. ઘર ખાધે-પીધે સુખી છે. 

May 31, 2020, 07:55 PM IST