civil hospital

another video of civil hospital ahmedabad goes viral PT8M7S

સુરતમાં 18 વર્ષથી નાની ઉંમરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો

સુરત શહેરમાં હવે 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. માનદરવાજા ખાતે 4 વર્ષના બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો અન્ય એક કિસ્સામાં 12 વર્ષના બાળકને કોરોનાની પુષ્ટી થઇ છે. જ્યારે પાંડેસરામાં 10 અને 13 વર્ષના બાળક-બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાંડેસરમાં અન્ય 8 વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. સૈયદપુરાની વાત કરી તો ત્યાં પણ 12 વર્ષીય બાળકી કોરોનાની ઝપેટમાં આવી છે. હવે બાળકોમાં કોરોનાનો ફેલાવો થતાં લોકોમાં ચિંતા વધી છે.

Apr 21, 2020, 12:34 AM IST

સિવિલમાં દર્દીઓ દ્વારા ફરી એકવાર હોબાળાનો વીડિયો વાયરલ: તંત્ર સામે સવાલો

સિવિલ હોસ્પિટમલાં દર્દીઓને મળતી સુવિધા મુદ્દે અગાઉ પણ સવાલો ઉઠી ચુક્યા છે. અગાઉ પણ એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં દર્દીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. જો કે આ મુદ્દે કોઇ અધિકારીક સમર્થન પ્રાપ્ત થયું નથી. અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં પરી એકવાર કોરોનાના દર્દીઓએ  હોબાળો કર્યાનો વીડિયો વાઇરલ થયો છે.

Apr 20, 2020, 07:54 PM IST
ahmedabad Doctors statement on plasma treatment PT2M18S

પ્લાઝમા ટ્રીટમેન્ટ મુદ્દે સિવિલના મેડિસિન વિભાગના ડોક્ટરનું મોટું નિવેદન

ahmedabad civil hospital medicine department Doctor's statement on plasma treatment. watch video on zee 24 kalak.

Apr 20, 2020, 09:25 AM IST

અમદાવાદ: પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ક્વોરન્ટાઈન 

અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.જી.એચ.રાઠોડને તાબડતોબ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. તેમના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ક્વોરન્ટાઈન થયા. ડોક્ટર જી.એચ. રાઠોડના પુત્ર એલજી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. હાલ ડો. જે પી મોદીને સુપ્રિટેન્ડન્ટ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. 

Apr 17, 2020, 12:43 PM IST

ગુજરાતમાં કોરોનાના દર્દીઓને ધર્મ આધારે અલગ કરવાના મુદ્દે વિદેશ મંત્રાલયે USCIRFની ઝાટકણી કાઢી

અમેરિકા (USA) ના યુનાઈટેડ કમિશન ઈન્ટરનેશનલ ફ્રીડનમ (USCIRF) ના નિવેદનને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે USCIRF પર શાબ્દિક હુમલો કર્યો છે. ગુજરાતની ઘટનાને ધાર્મિક રંગ આપવાના USCIRF ના પ્રયાસોને વિદેશ મંત્રાલયે નકારી કાઢીને તેને બાલિશ હરકત ગણાવી છે.

Apr 16, 2020, 07:47 AM IST

આ કિડની હોસ્પિટલમાં એન્ટ્રી ત્યારે જ મળે છે, જ્યારે કોઈ ટનલમાંથી નીકળે

અમદાવાદ (ahmedabad) સિવિલમાં આવેલી કિડની હોસ્પિટલ (kidney hospital) માં કોરોનાથી બચવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. કિડની હોસ્પિટલના મુખ્ય દરવાજા પર અનોખી કિડની ટનલ બનાવાઈ છે. કિડની હોસ્પિટલમાં પ્રવેશતા પહેલા અહીં આવનાર દરેક વ્યક્તિએ પહેલા ટનલમાંથી પસાર થવાનું રહેશે. આ ટનલમાં સેનેટાઇઝરનો ખાસ પ્રકારના સ્પ્રે માણસો પર થાય છે. 30 સેકન્ડ સુધી માણસો પર સેનેટાઇઝરના છંટકાવ બાદ જ વ્યક્તિ કિડની હોસ્પિટલમાં પ્રવેશ કરી શકે છે. 

Mar 31, 2020, 08:27 AM IST

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે પોતાની સેફ્ટીને લઈને ઉઠાવ્યા સવાલ

હાલ કોરોના (Corona virus)ની મહામારીના સમયમાં દરેક વ્યક્તિએ સેફ્ટી રાખવી અત્યંત જરૂરી છે. આવામાં દરેકે સેફ્ટી રાખવી અત્યંત જરૂરી છે. પછી કે સમાન્ય નાગરિક  હોય, તબીબ હોય કે પછી પોલીસ હોય. આવામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કામ કરતી એક તબીબે પોતાની સેફ્ટીના સવાલ ઉઠાવ્યા છે. 

Mar 31, 2020, 07:50 AM IST
Molested Of Woman Security Guard In Ahmedabad Civil Hospital PT3M

અમદાવાદ: સિવિલની મહિલા સિક્યોરિટી ગાર્ડ સાથે છેડતી

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ સાથે છેડતી થઇ હોવાનું સામે આવ્યું છે. સાથી કર્મચારીએ છેડતી કરી ધમકી આપતા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Mar 3, 2020, 07:30 PM IST
postmortem room not opened for deadbody in civil hospital surat PT4M45S

સુરત સિવિલ હોસ્પિટલમાં સુવિધાના નામે ઠાગાઠૈયા, દોઢ કલાક મૃતદેહ રઝળ્યો

સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર દોઢ કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો. પોસ્ટમોર્ટમ રૂમની ચાવીને લઈ પરિવારને તંત્રને ધક્કે ચઢાવ્યા હતા. આખરે દોઢ કલાક બાદ પરિવાર પોસ્ટમોટર્મ રૂમનું તાળું તોડ્યું હતું અને મૃતકનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મૂકાવવાની ફરજ પાડી હતા. મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરીએ પણ સહકાર ન આપતા પરિવાર રોષે ભરાયો હતો.

Feb 22, 2020, 12:50 PM IST

એક મકાઇનાં દાણાને કારણે જાત 3 વર્ષનાં બાળકનો જીવ, આવી રીતે બચ્યો જીવ

 સિવિલમાં આવેલા પીડિયાટ્રિક વિભાગ દ્વારા વધુ એક ચમત્કારિક સર્જરી કરીને 3 વર્ષના બાળકને નવજીવન આપવામાં આવ્યું છે. ભાવનગરના મહુવાનું 3 વર્ષનું બાળક ભૂલથી મકાઈનો દાણો ગળી ગયા બાદ બાળકના અંગોમાં શ્વાસ ભરાઈ જતા તેના અંગોમાં સોજા આવી ગયા હતા. ડોકટરો દ્વારા તપાસ કરાયા બાદ શ્વાસનળીમાં મકાઈનો દાણો ફસાયાની જાણ થતા અત્યંત જોખમી ઓપરેશન સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યું છે.

Feb 7, 2020, 11:43 PM IST
Awarded To Pediatrics Department Of Civil Hospital In Ahmedabad PT6M58S

અમદાવાદ: સિવિલમાં ચાલતા પીડિયાટ્રિક વિભાગને મળ્યો એવોર્ડ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલતા પીડિયાટ્રિક સર્જરી વિભાગને સેન્ટર ઓફ એક્સેલન્સ એવોર્ડ આપવામાં આવ્યો છે. અમેરિકન NGO તરફથી સેન્ટર ઓફ એક્સેલન્સ એવોર્ડ આપવામાં આવ્યો છે. સેન્ટર ઓફ એક્સેલેન્‍સ તરીકે માન્યતા ધરાવતી લીસ્ટમાં અમેરિકન હોસ્પિટલ સિવાયની એક માત્ર હોસ્પિટલ તરીકે સિવિલ હોસ્પિટલનો સમાવેશ થયો છે. બ્લેડર એક્ટ્રોફીના ઓપરેશન કેમ્પના આધાર પર પીડિયાટ્રીક સર્જરી વિભાગને એવોર્ડ અપાયો હતો.

Feb 7, 2020, 05:00 PM IST
More Than 150 People Have Eye Infections In Rajkot PT11M2S

રાજકોટમાં 150થી વધુ લોકોને એક સાથે આંખમાં ઇન્ફેક્શન

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં લોકોને આંખમાં સોજો આવવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટિમ વિસ્તારની મુલાકાતે પહોંચી હતી. ફટાકડાના ધુમાડો કારણે આંખમાં અસર થઇ હોવાનું પ્રાથમિક તારણ સામે આળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં લોકોને આંખના ટીપા અને દવા આપવામાં આવશે.

Nov 12, 2019, 11:55 AM IST
One More Congo Fever Positive Case Registered In Ahmedabad PT1M54S

અમદાવાદમાં વધુ એક કોંગો ફીવરનો પોઝીટિવ કેસ નોંધાયો

અમદાવાદમાં કોંગો ફિવરનો વધુ 1 દર્દી સિવિલમાં સારવાર હેઠળ છે ત્યારે અન્ય 2 શંકાસ્પદ દર્દીઓ પર નજર હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ 3 માંથી 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોંગોના બે શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટની જોવાઇ રાહ રહી છે. ભાવનગર, મહેમદાવાદ અને મધ્યપ્રદેશના રતલામના દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા બે મહિનામાં સિવિલમાં કોંગો ફિવરના કુલ 25 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસમાં ભાવનગરના દાતાસરિયા ગામના 42 વર્ષીય દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે મહેમદાવાદના 72 વર્ષીય પુરુષ અને મધ્યપ્રદેશના રતલામના 16 વર્ષીય છોકરાના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

Oct 19, 2019, 09:50 AM IST

અમદાવાદ : દર્દીઓની સારવાર કરતા કરતા ડોક્ટરો ડેન્ગ્યુની ઝપેટમાં

રાજ્યભરમાં ડેન્ગ્યુ (Dengue)નો કહેર યથાવત છે. ગુજરાત (Gujarat)માં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબૂ બન્યો છે અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે જેટ સ્પીડે વધી રહી છે. તેને કાબૂ કરવું પણ હાલ તંત્ર માટે એક ચેલેન્જ સમાન બની રહ્યું છે. જેમાં હવે લોકોની સાથે તબીબો પણ ડેન્ગ્યુના ભરડામાં આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો (Doctors) પોતે જ ડેન્ગ્યુના શિકાર બન્યા છે. દર્દીઓની સારવાર કરી રહેલા અમદાવાદની જુદી જુદી મેડિકલ કોલેજો (Medical College) ના આશરે 100 જેટલા રેસિડેન્ટ ડોકટરો બીમાર થયા છે.  

Oct 18, 2019, 10:32 AM IST

ડેન્ગ્યું મુદ્દે રાજકોટ સિવિલનાં ડોક્ટર્સ લાજવાના બદલે ગાજ્યા: મીડિયા સામે દાદાગીરી કરી

દર્દીઓને નીચે ગાદલા પાથરીને સુવડાવાઇ રહ્યા છે ત્યારે ડોક્ટર્સ બાટલા મુકવા માટે બેડ વાપરતા પુછાયેલા સવાલથી ગિન્નાયેલા ડોક્ટર્સ દાદાગીરી પર ઉતરી આવ્યા હતા

Oct 17, 2019, 06:41 PM IST

ગુજરાતમાં પ્રથમવાર શરૂ થઇ સ્કિન બેંક, હવે આપી શકાશે ચામાડીનું દાન

ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં દેહદાન, ચક્ષુદાન બાદ હવે ચામડીનું દાન લેવામાં અને આપવામા આવશે. રાજ્યમાં પ્રથમ સ્કિન બેંકનો રાજકોટમાં આજથી પ્રારંભ થવા પામ્યો છે. રોટેઈ કલબ દ્વારા 50 લાખની કિંમતના અલગ અલગ મશીનરી વસાવી રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ કરી આ બેંક શરૂ કરવામાં આવી છે. જેમાં રેફ્રિજરેટર,ડરમેટોકોન,ક્યુબકેર,રેઝર સહિતના સાધનોનો સમાવેશ થાય છે. 

Sep 26, 2019, 08:53 PM IST

રાજ્યભરમાં મચ્છરજન્ય રોગોનો ભરડો, દમણમાં ડેન્ગ્યુથી બેના મોત

રાજ્યભરમાં ડેન્ગ્યુ રોગનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે દમણમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી બેના મોત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. દમણના સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ એક કંપનીમાં કામ કરતા બે યુવા કામદારોના શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયા છે. 

Sep 18, 2019, 09:55 PM IST

સુરત: EMI માટે બેંક તરફથી વારંવાર ફોન આવતા યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું

EMI માટે બેક તરફથી વારંવાર ફોન આવતા આધેડએ તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. તાપી નદીમાં કુદેલો જોઈને તેની પાછળ રીક્ષા ચાલકે કુદી આધેડને બચાવી લઈને 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતો.

Sep 14, 2019, 07:45 PM IST