corona death

ગુરુવારે મોડી રાત્રે ગુજરાત સરકારે કર્યો મહત્વનો આદેશ, કોરોનામાં માત્ર 10 દિવસમાં સહાય ચૂકવાશે

ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી. મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આ આદેશ આપ્યો છે. જે અંતર્ગત SDRF માંથી સહાયની રકમ ચૂકવવામાં આવશે. સહાય માટે જારી કરવામાં આવેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ તથા એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિની એફિડેવિટ તથા બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.

Nov 26, 2021, 07:35 AM IST

કોરોનાના મૃત્યુના ખોટા આંકડા જાહેર કરી કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે: જીતુ વાઘાણી

પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ૩ લાખ જેટલા મૃતકના આંકડાઓ જે આજે જાહેર કર્યા છે તે તદ્દન ખોટા અને અભ્યાસ વિહોણા છે

Nov 24, 2021, 05:40 PM IST

દેશમાં ફરી કાળમુખા કોરોનાનો કહેર! ઝપેટમાં આવ્યું 2 વર્ષનું બાળક, એક જ પરિવારના 6 લોકો સંક્રમિત

નોઈડામાં ચાર મહિનામાં પહેલી વખત સૌથી વધુ 8 દર્દીઓ સંક્રમિત થવાના અહેવાલ મળ્યા છે. અગાઉ રોજના રિપોર્ટ પ્રમાણે અહીં કોરોનાના કેસ 8થી ઓછા જ રહ્યા છે.

Nov 21, 2021, 09:35 AM IST

GUJARAT CORONA UPDATE: અમદાવાદીઓ માટે વાગી ગઈ ખતરાની ઘંટડી! શું ત્રીજી વેવ આવી ગઈ?

આજે કોરોનાના નવા 44 કેસ નોંધાયા છે, જ્યારે 23 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ ઘટીને 98.75 ટકાએ પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં કુલ 8,16,710 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

Nov 18, 2021, 07:59 PM IST

ગુજરાતમાં કોરોનાથી મોતમાં થઈ 50 હજારની સહાય આપવાની શરૂઆત, જાણો ક્યાંથી મળશે ફોર્મ

ગુજરાતમાં કોરોના (gujarat corona update) થી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર મેળવવા માટેના ફોર્મ મળવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદની સાથે સુરત અને રાજકોટમાં પણ આ ફોર્મ મળવાની શરૂઆત થઈ ગઈ છે. બાકીનાં રાજ્યમાં આ ફોર્મનું વિતરણ ક્યારથી શરૂ થશે એ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જરૂરી પુરાવાઓ આપ્યા બાદ વળતર ચૂકવવામાં આવશે. 

Nov 18, 2021, 10:53 AM IST

શું ગુજરાતમાં ફરી લાઈનો લાગશે? કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ સહાય માટે કરવું પડશે આ કામ

ગુજરાતમાં કોરોનામાં મોત થયેલા પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા ભારે વિવાદ જોવા મળ્યો હતો. પરંતુ આખરે આ વિવાદનો અંત આવ્યો છે. 

Nov 8, 2021, 12:40 PM IST

Compensation For Covid Deaths: કોરોનાથી થયેલા મૃત્યુ માટે સરકારે નક્કી કર્યું વળતર, પીડિત પરિવારને મળશે 50 હજાર

Compensation For Covid Deaths: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તેને લઈને ગાઇડલાઇન જાહેર કરી છે. દરેક મોત માટે પરિવારને 50 હજાર રૂપિયા મળશે. 
 

Sep 22, 2021, 06:11 PM IST

કોરોનામાં માતા-પિતા ગુમાનારા જામનગરના 24 બાળકોના ખાતામાં દર મહિને સરકાર 4 હજાર જમા કરાવશે

કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોના ખાતામાં દર મહિને ગુજરાત સરકાર 4 હજાર જમા કરાવશે.

Jul 15, 2021, 04:05 PM IST

SP યુનિ.નો આવકારદાયક નિર્ણય, કોરોનાથી મરનાર વિદ્યાર્થીને આપશે મરણોપરાંત PhD ડિગ્રી

 • કોરોનાને કારણે મુકેશ ચૌબે નામના યુવકનું ગત 23 નવેમ્બર, 2020 ના રોજ મૃત્યુ થયું હતું
 • ગાઈડ પ્રો. ડો.નીરજકુમાર સિંહે યુનિવર્સિટીને મરણોપરાંત પીએચડી માટે તેના પેપર્સ રજૂ કર્યા હતાં 

Jun 26, 2021, 10:08 AM IST

ગુજરાતના બાહોશ IAS અધિકારીનો કોરોનાએ ભોગ લીધો, ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન

કોરોના સામે વધુ એક બાહોશ અધિકારીએ દમ તોડ્યો છે. ગુજરાત કેડરનાં IAS ઓફિસર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા (dr guruprasad mohapatra) નું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે. 

Jun 19, 2021, 10:00 AM IST

રાજકોટના સિંધી પરિવારના ત્રણ ભાઈઓના 20 દિવસમાં મોત

 • કોરોનાએ એક પછી એક ત્રણેય ભાઈઓનો જીવ લીધો છે. ત્રણેય ભાઈઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા
 • કુંદનાની પરિવારની ખાસ વાત એ છે કે, તેઓ ભાગલા સમયે પાકિસ્તાનથી નિરાશ્રિત થઇ રાજકોટમાં આવ્યા હતા

May 28, 2021, 08:44 AM IST

દેશને જરૂર છે આવી દીકરીઓની, પિતાની અસ્થિઓને જમીનમાં દાટીને ઓક્સિજન આપતા વૃક્ષો વાવ્યા

 • બંને દીકરીઓએ માતા સાથે મળીને હળવદ નજીક જમીનમાં અસ્થિ મૂકીને પીપળો, વડ જેવા વૃક્ષ વાવ્યા
 • આરજુ બોડાએ કહ્યું કે, મારા પિતાનું મૃત્યુ ઓક્સિજનના અભાવે થયું હતું. તેથી તેમની યાદમાં ઓક્સિજન આપતા આ વૃક્ષો વાવ્યા

May 27, 2021, 08:10 AM IST

54 દિવસ બાદ રાજકોટમાં સિંગલ ડિજિટમાં મૃત્યુ આંક નોંધાયો, 3 માસમાં હર્ડ ઈમ્યુનિટી આવવાની શક્યતા

 • 54 દિવસ બાદ રાજકોટમાં મૃત્યુ આંક ઘટ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 7 દર્દીના મોત થયા
 • રાજકોટમાં ત્રણ માસમાં હર્ડ ઇમ્યુનિટી આવી જવાની સંભાવના છે. 40 હજાર દર્દીઓ કોરોનાથી સાજા થવાથી કુદરતી એન્ટીબોડી જનરેટ થઈ

May 25, 2021, 10:37 AM IST

પારસી સમુદાયની હાઈકોર્ટમાં રજૂઆત, કોરોનાકાળમાં અમારી અંતિમ વિધિને મંજૂરી આપો

 • સુરત પારસી પંચાયતે ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી છે કે, મૃત પારસીઓ માટેની પરંપરાગત અંતિમવિધિ 'દોખમેનશીન' ને છૂટ આપવામાં આવે

May 22, 2021, 07:18 AM IST

Corona : નવા કેસ ઘટે છે છતાં મોતનો આંકડો કેમ ઘટવાનું નામ નથી લેતો? એક્સપર્ટે આપ્યું કારણ

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યા છે. જો કે આજે સામાન્ય વધારો થયો પરંતુ આમ છતાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.

May 19, 2021, 09:45 AM IST

ગુજરાતમાં 1.29 લાખ ડેથ સર્ટિફિકેટ અને મોતના આંકડામાં અસમાનતા મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ કરી સ્પષ્ટતા

 • ​ડેથ સર્ટિફિકેટ આપવાની સિસ્ટમ પર તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે, ડેથ, ડેથ રજિસ્ટશન અને ડેથ સર્ટિફિકેટ આ ત્રણેય બાબતો અલગ છે

May 15, 2021, 11:36 AM IST

આ 4 ગામમાં ફૂટ્યો કોરોના બોમ્બ, 20 દિવસમાં 65થી વધુ લોકોના મોત, અનેક લોકો બીમાર

અહીં હજુ પણ ઘણા લોકો તાવથી પીડાય છે અને અનેક લોકોમાં કોરોનાના સ્પષ્ટ લક્ષણ છે. લોકોમાં લક્ષણો હોવા છતા તેઓ તપાસ કરાવતા ખચકાય છે. 

May 12, 2021, 11:47 AM IST

કોરોનાએ જૈન પરિવાર વિખેર્યો, પરિવારના મોભીનું મોત થતા માતાએ બે પુત્રો સાથે કરી આત્મહત્યા

 • મોભીના મૃત્યના આઘાતને લઈને પરિવારના ત્રણેય સભ્યો માતા અને બંને પુત્રોએ આપઘાત કર્યો
 • ત્રણેયના મૃતદેહની પાસે જ એક ગ્લાસ જંતુનાશક દવાથી ભરેલો હતો

May 8, 2021, 08:11 AM IST

ગુજરાતના આ ગામમાં 20 દિવસમાં કોરોનાથી 90 મોત, હૃદય કંપી ઉઠે તેવી સ્થિતિ

ગુજરાતના ગામોને કોરોના મુક્ત કરવા 1 લી મે ગુજરાત સ્થાપના દિવસથી પ્રારંભ થયેલા મારૂં ગામ કોરોનામુક્ત ગામના રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાતના ગામડાઓની કોરોના સ્થિતિ કાબૂ બહાર ગઈ છે. અનેક ગામડાઓમાં સંક્રમણ ફેલાવાથી અને પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં કાળોકેર જોવા મળી રહ્યો છે. ચોગઠ ગામમાં છેલ્લા ર૦ દિવસમાં આશરે 90 થી વધુ લોકોના મૃત્યુ નિપજયા હોવાનું કહેવાય છે. 

May 6, 2021, 11:09 AM IST

રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 62 દર્દીઓના મોત, ડેથ ઓડિટ બાદ કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો કરાશે જાહેર

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ 10 હજારથી વધુ આવી રહ્યા છે. એવામાં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓની પણ સંખ્યા દરરોજ 100 થી વધુ આવી રહી છે. ત્યારે રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 62 દર્દીઓના મૃત્યું થયા છે

May 5, 2021, 12:10 PM IST