corporation

Corporator Do Not Follow Traffic Rules In Vadodara PT4M42S

વડોદરાના કોર્પોરેટરોને નથી કોઇનો ડર, ટ્રાફિકના નવા નિયમ ઘોળીને પી ગયા

વડોદરામાં સોમવારે કોર્પોરેટર દ્વારા ટ્રાફિકના નવા નિયમોનું પાલન ન કરતા હોય તેવું જોવા મળ્યું હતું.

Nov 5, 2019, 10:55 AM IST
Junagadh: 31 corporators court issued warrants PT2M11S

જૂનાગઢ: 31 તત્કાલીન નગરસેવકોનું કોર્ટે કાઢ્યું વોરંટ

મનપાની જમીન ગેરકાયદેસર વેચી મારવાનો મામલો સામે આવતા કોર્ટે 31 તત્કાલીન નગરસેવકોનું વોરંટ કાઢ્યું હતું.

Oct 23, 2019, 07:15 PM IST

વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકો દટાયા 1ના મોતની આશંકા

 વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકો દટાયા 1ના મોતની આશંકા સેવાઇ રહી હતી. એલ એન્ડ ટી દ્વારા ખાલી બિલ્ડિંગને તોડવાની કામગીરી ચાલી રહી હતી. જો કે કાંઇ પણ સમજે તે પહેલા અચાનક બિલ્ડિંગ તુટી પડી હતી. જેના કારણે કામગીરી કરી રહેલા 1 સુપર વાઇઝર સહિત 7 લોકો દટાયા હતા. જેમાં 1 વ્યક્તિનાં મોતની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ તો બ્રિગેડ કોલની જાહેરાત કરવામાં આવી છે. 

Oct 19, 2019, 04:21 PM IST

પ્રજાના રૂપિયે લીલાલેર, વડોદરા કોર્પોરેશનના આધિકારીઓ ખરીદ્યા લાખોના ફોન

કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ હાલમાં ડામાડોળ છે તેમ છતાં પાલિકાના શાસક, વિપક્ષ અને અધિકારીઓને જલસા પડી ગયા છે. પાલિકાના તમામ શાસનકર્તાઓએ પ્રજાના પૈસે લાખો રૂપિયાના એપલ ફોન ખરીદ્યા છે, જેના કારણે મોટો વિવાદ થયો છે. મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતા, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદાર, આઈટી ડાયરેકટર સહિતના લોકોએ એપલ કંપનીના 80 હજારથી લઈ સવા લાખ રૂપિયા સુધીના ફોન ખરીદી બીલ પાલિકામાં મુકતા વિવાદ થયો છે.

Sep 26, 2019, 10:51 PM IST

અમદાવાદ: નિમયમોનું પાલન કરાવનાર JETના કર્મચારી જ જાહેરમાં થૂંકતા ઝડપાયા

જાહેરમાં થૂંકવા, ગંદકી કરવા કે પછી ટ્રાફીક નિયમો( Traffic Rules)નો ભંગ કરવા બદલ લોકોને દંડ કરતી શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમના(JET) સભ્યોને જ ફરજ દરમ્યાન દંડ ભરવાનો વારો આવ્યો હતો. 

Sep 25, 2019, 06:24 PM IST

ચોમાસામાં અમદાવાદના તમામ રસ્તોઓ તૂટ્યા, ખાડાવાદમાં વાહન ચાલકો પરેશાન

ચાલુ વર્ષે અમદાવાદ (Ahmedabad) શહેરમાં ખાબકેલા ભારે વરસાદે સ્માર્ટસિટી(SmartCity)ના તમામ રસ્તાની હાલત ખરાબ કરી નાંખી હતી. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની કામગિરી સામે અનેક પ્રશ્નો ઉભા થતા તંત્રના માથે ભારે માછલા ધોવાયા હતા. ત્યારે એએમસીએ દાવો કર્યો છે કે તારીખ 13 થી 22 સપ્ટેમ્બર દરમ્યાન ખૂબજ મોટાપાયે કામગીરી હાથ ધરીને શહેરના તમામ તૂટેલા માર્ગોને રીપેર કરી દેવાયા છે. અને હજીપણ નાગરીકો તરફથી ફરીયાદ મળ્યાના 24 કલાકમાં તે ખાડા પૂરી દેવા માટે તંત્ર કટિબધ્ધ છે.

Sep 24, 2019, 05:47 PM IST
Operation Of Corporation In Mosquito Breeding Case In Ahmedabad PT2M10S

અમદાવાદ: મચ્છરજન્ય રોગચાળા મામલે કોર્પોરેશનની કામગીરી

અમદાવાદમાં AMC દ્વારા મચ્છરજન્ય રોગચાળા મામલે કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટા પ્રમાણમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવતા કામગીરી શરૂ કરાઇ છે. જેમાં ઇસનપુરમાં એક પાર્ટીપ્લોટ સીલ કરવામાં આવ્યો છે. મા શક્તિ પાર્ટીપ્લોટને સીલ કરાયો છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Sep 23, 2019, 03:50 PM IST

અમદાવાદ: હેરીટેજ મકાનનો ‘નિશુલ્ક નકશો’ બનાવાશે, ખાસ કલરમાં અપાશે ટેક્સ બીલ

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન નાં હેરીટેજ વિભાગે હવેથી હેરીટેજ મકાનોનાં નીશુલ્ક નકશો બનાવી આપવાની કામગીરી હાથ ધરી છે. સાથેજ હેરીટેજ મકાનો ખાસ હોવાથી તેઓના પ્રોપ્રર્ટી બીલ અલગ કલરમાં આપવામાં આવી રહ્યા છે. જોકે આ કરવા પાછળનું કારણ અંગે હેરીટેજ વિભાગનું માનવું છે કે, નકશા બનાવાથી રીસ્ટેરેશન માટે કેટલો ટી.ડી.આર મળશે તેનો અંદાજ આવી શકશે અને અનઅધિકૃત રીતે બાંધકામમાં ફેરફાર કરેલો  હોય તો તે અંગેની માહિતી કોર્પોરેશનને મળી રહેશે. 
 

Sep 4, 2019, 07:13 PM IST

અમદાવાદ: શહેરમાં મચ્છજન્ય રોગનો ફાટ્યો રાફડો, આરોગ્ય વિભાગ થયું દોડતુ

ચોમાસાની સીઝન ચાલી રહી છે, ત્યારે ચાલુ માસમાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગની સંખ્યામાં વધારો નોંધાયો છે. ચાલુ માસમાં માત્ર 24 દિવસની અંદર જ AMCના ચોપડે આશરે 2000 જેટલા મચ્છર અને પાણીજન્ય કેસ નોંધાયા છે. 

Aug 26, 2019, 08:05 PM IST

અમદાવાદ શહેરની સૌથી મોટી સમસ્યા થશે દૂર, AMCએ બનાવ્યો ‘માસ્ટર પ્લાન’

મેગાસીટી અને હવે સ્માર્ટસિટી તરીખે ઓળખાતા અમદાવાદ માટે એક કાળી ટીલી સાબિત થઇ રહેલી પીરાણા ડમ્પ સાઇટને કોર્પોરેશન દ્વારા દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પીરાણા ડમ્પ સાઇટ એટલે એક એવી જગ્યા કે જ્યા 466 ચોરસ કીલોમીટર વિસ્તારમાં ફેલાયેલા સમગ્ર શહેરનો કચરો એકઠો થાય છે.

Jul 23, 2019, 06:52 PM IST

અમદાવાદ: ફૂટપાથ પર મંડપ બાંધતા જવેલર્સને JET ટીમે ફટકાર્યો એક લાખનો દંડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગની જોઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ કડક હાથે સમગ્ર શહેરમાં કામગીરી કરી રહી છે. ત્યારે આજે દક્ષિણ-પશ્ચિમઝોનની ટીમ પોતાના નિયત રૂટ ઉપર રાઉન્ડમાં હતી તે સમયે શિવરંજની ચાર રસ્તા નજીકની આ પ્રખ્યાત જ્વેલર્સ શોપને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. 
 

Jul 19, 2019, 08:43 PM IST

કાંકરિયા રાઇડ કાંડ: કોર્પોરેશનની બેદરકારી, મેઇન્ટેનસ સર્ટિફિકેટ આપનાર ડિપ્લોમા ફેલ

કાંકરિયા રાઈડ કાંડ મામલે આજે જે ડિવીઝનના ઇન્ચાર્જ એસીપી જગદીશ ચાવડાએ એક પત્રકાર પરિસદ યોજી હતી. જેમાં 6 આરોપીઓના આજે રિમાન્ડ પુરા થતા તમામને મેટ્રો કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માગણી કરતા કોર્ટે તમામ આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કાર્ય હતા. આ સિવાય પોલીસે રાઈડ કંદ મામલે નવા ખુલાસાઓ કાર્ય હતા.

Jul 18, 2019, 10:32 PM IST
Ahmeabad Mayor Angry On Media During Hospital Visit PT1M34S

કાંકરિયા કાંડ: ફરી મીડિયા પર ગર્જ્યા મેયર, જવાબ આપવાનું ટાળ્યું

શહેરના મેયર બીજલબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે એલજી હોસ્પીટલની મુલાકાત લીધી હતી. અને કાંકરિયા ખાતે રાઈડ તુટતા 29 ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓની મુલાકાત પણ લીધી હતી, પરંતુ આ મુલાકાત સમયે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતી વખતે ફરી એકવાર મેયર બીજલ પટેલ ભડક્યા હતા. તો સાથે જ મ્યુનીસીપલ કોર્પોરેશનની રાઈડ તૂટવાની ઘટનામાં કોઈ જવાબદારી નહીં હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. તેમજ કોર્પોરેશનની કોઇપણ પ્રકારની જવાબદારી અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.

Jul 17, 2019, 10:25 AM IST

કાંકરિયા રાઇડ દુર્ધટના બાદ મેયરનું નિવેદન: AMCની કોઇ જવાબદારી નથી

શહેરના મેયર બીજલબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે એલજી હોસ્પીટલની મુલાકાત લીધી હતી. અને કાંકરિયા ખાતે રાઈડ તુટતા 29 ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓની મુલાકાત પણ લીધી હતી, પરંતુ આ મુલાકાત સમયે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતી વખતે ફરી એકવાર મેયર બીજલ પટેલ ભડક્યા હતા. તો સાથે જ મ્યુનીસીપલ કોર્પોરેશનની રાઈડ તૂટવાની ઘટનામાં કોઈ જવાબદારી નહીં હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. તેમજ કોર્પોરેશનની કોઇપણ પ્રકારની જવાબદારી અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.

Jul 16, 2019, 08:41 PM IST

કાંકરિયા દુર્ધટના: 6 આરોપીની અટકાયત, અનેક સવાલનો પોલીસે આપ્યો એક જ જવાબ

કાંકરિયા એડવેન્ચરપાર્ક ખાતે બનેલી ઘટના બાદ સફાળુ તંત્ર જાગ્યું છે. સરકારે પણ તપાસના આદેશ આપ્યા અને અંતે પોલીસે છ લોકો સામે બેદરકારીનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે, શુ જવાબદારી માત્ર છ લોકોની જ છે કે, પછી એવા તંત્રની કે જેની પાસે આવી એડવેન્ચર રાઇડ્સનું મેન્ટેનન્સ અને ચકાસણી કરવાની કોઈ સત્તા જ નથી. બે માસૂમના મોત માટે સંચાલકો જવાબદાર કે સરકારી તંત્રએ સૌથી મોટો સવાલ છે.

Jul 16, 2019, 12:01 AM IST

કાંકરિયા રાઇડ દુર્ધટના: લાઇસન્સ મામલે AMC અને પોલીસ વચ્ચે ચલકચલાણું

કાંકરિયામાં રાઇડ તૂટવાને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. ત્યારે આ અંગે અમદાવાદ કોર્પોરેશન અને પોલીસ વચ્ચે ઘટનાની જવાબદારી કરવામાં આવેલા ખુલાસાઓમાં પોલીસ અને કોર્પોરેશન એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે. અમદાવાદના મેયર બિજલબેન પટેલનું કહેવું છે, કે શહેરમાં રાઇડ્સ અંગેના તમામ સર્ટીફીકેટ અને લાઇસન્સ ઇશ્યું કરવાનું કામ પોલીસ કમીશ્નરનું છે. જ્યારે પોલીસ દ્વારા એ વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવી રહ્યો કે, આ લાઇસન્સ ઇશ્યું ક્યાં વિભાગ દ્વારા કરવામાં આવે છે. 

Jul 15, 2019, 07:47 PM IST

અમદાવાદ: કાંકરિયા રાઇડ તૂટવાથી ત્રણના મોત, આ નિયમો નથી થયું પાલન

રવિવારે કાંકરિયા બાલવાટિકા નજીક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડ્સ ધડાકાભેર તૂટી છે. આ અકસ્માતમાં ત્રણના મોત થયાનું જાણવા મળે છે. અમદાવાદ મ્યુનિ. વિપક્ષના નેતા દિનેશ શર્માએ આ ઘટનાને તંત્રની ગંભીર બેદરકારીનું પ્રતીક ગણાવી ભાજપના શાસકોની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે, ‘અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોએ એમ્યુઝમેન્ટ પાર્કના નામે પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને સાચવવાનું સેટિંગ કર્યું છે’, જેથી આ એમ્યુઝમેન્ટ પાર્કમાં કોઈ નિયમોનું પાલન થતું નથી.

Jul 14, 2019, 10:47 PM IST

અમદાવાદ: કાંકરિયામાં રાઇડ તૂટી, 2ના મોત, 6ની હાલત ગંભીર, 25થી વધુ ઇજાગ્રસ્ત

મણિનગર ખાતે આવેલા કાંકારિયા તળાવમાં રાઇડ તૂટી પડવાને કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે રાઇટમાં સવાર 32 લોકોમાંથી 25 કરતા પણ વઘુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 6 લોકોની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. અને ઘાયલોને સારાવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

Jul 14, 2019, 06:53 PM IST

જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, મેયરે કર્યું રૂટનું નિરિક્ષણ

અમદાવાદની પ્રસિધ્ધ જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યુ છે. જેને લઇને આજે શહેરના મેયર અને કોર્પોરેશના શાશકો સહિત સંબંધિત અધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યુ. જ્યાં રથયાત્રા પૂર્વેની કરવાની થતી તમામ કામગીરીની સમિક્ષા કરી જાત માહિતી મેળવી.

Jun 26, 2019, 03:56 PM IST

અમદાવાદના આ કાકા રોડના ખાડામાં પડ્યા અને AMCએ ચૂકવ્યા 1.40 લાખ

જો તમે અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં ઉબડ ખાબડ રોડ પર વાહન લઇને પસાર થતા હોવ અને વાહન સ્લીપ થતાં તમે પડી જાવા તો કોણ જવાબદાર વાહન ચાલક કે અમદાવાદ મહાનગર પાલીકા  ના બંને માંથી કોઇ નહી જવાબદાર છે રોડ બનાવાનાર કંપની આ વાત સાબીત કરી અમદાવાદ મહાનગર પાલીકાએ કરી છે. 

Jun 5, 2019, 06:26 PM IST