crime branch

સૌરાષ્ટ્રનાં સૌથી મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ, ગેંગમાં 4 યુવતીઓ પણ સામેલ

રાજકોટ પોલીસે લતીફ નરીવાલા, આમીર નરીવાલા, નશરૂલ્લાહ પારૂડીયા, કાજલ મકવાણા, કોમલ પ્રાગડા, પૂજા સોલંકી અને સાહિસ્તા તુંપીની ધરપકડ કરી છે. આ શખ્સો પર દેશનાં વિવિધ રાજ્યોનાં નાગરિકોને ફોરેક્ષ ટ્રેડિંગનાં નામે છેતરપિંડી કરવાનો આરોપ છે.

Jan 15, 2021, 08:04 AM IST

મહિલાઓને આંતરવસ્ત્રો ફ્રીમાં આપવાની લાલચ આપી બ્લેકમેલ કરતો આરોપી ઝડપાયો

અમદાવાદ પોલીસે મહિલાઓને બ્લેકમેલ કરી પૈસા પડાવતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. તે મહિલાઓને ફ્રીમાં અન્ડરવેર આપવાની લાલચ આપી ફસાવતો હતો. 

Jan 13, 2021, 09:10 PM IST

સિનીયર સિટીઝન્સને સસ્તામાં પ્લોટ આપવાનું કહી છેતરપીંડી કરનાર ભાવેશ જાની પકડાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડીના ગુનામાં એક બિલ્ડરની ધરપકડ કરી છે. સિનીયર સિટીજનોને ટાર્ગેટ કરી સસ્તા ભાવે પ્લોટ આપવાના બહાને છેતરપીંડી કરતા રૂચિ નિર્માણ પ્રા.લિ.ના ડિરેક્ટર ભાવેશ જાની તથા આસિસ્ટન્ટ ડિરેક્ટર નાનજી બારીયાએ અનેક લોકોને ભોગ બનાવ્યાનુ સામે આવ્યું છે. 

Dec 24, 2020, 08:05 AM IST

પોન્ઝી સ્કીમમાં રોકાણની લાલચે લૂંટતી ટોળકી ઝડપાઈ, યુવતી સહિત 3ની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

આરોપીઓ શહેરમા ગેઈમ્સ ફોર વિકટરી પ્રા. લિ નામની કંપની ખોલી તેના ઓથા હેઠળ વિકટરી વર્લડ નામના એપ્લિકેશન બનાવી ગેઈમ રમાવડવાના બહાને રોકાણની સ્કિમ ચલાવી રહ્યા હતા.

Dec 16, 2020, 10:59 PM IST

વડોદરા: ફ્રાંસ વિરોધી પોસ્ટર્સ લગાવવા બદલ ક્રાઇમબ્રાંચ દ્વારા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી

વડોદરામાં ફ્રાન્સ વિરૂદ્ધ પોસ્ટર્સ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જુદાં જુદાં વિસ્તારમાં લાગ્યાં હતાં ફ્રાન્સ વિરૂદ્ધ પોસ્ટર્સ જેના કારણે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોયકોટ ફ્રાન્સ અને ફ્રાન્સનાં પ્રમુખ વિરૂદ્ધ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. કોમી વૈમનસ્ય ફેલાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મુસ્લિમ કોમને ઉશ્કેરવાનો ગુનો પણ દાખલ થયો છે. શહેરની શાંતિ ડહોળવાનાં પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. 

Nov 5, 2020, 10:41 PM IST

અય્યાશી માટે ઠગ બન્યો કરોડપતિ, જાણો કેવી રીતે થઇ ધરપકડ

દેશની રાજધાનીમાં કરોડોની છેતરપિંડી ઇનામી જિમ માલિકને ક્રાઇમ બ્રાંચ (Crime Branch)એ ધરપકડ કરી છે. આરોપી ગ્રેટર કૈલાશ (Greatr Kailash) નિવાસી રાહુલ નારંગ  (Rahul Narang) છે.

Oct 24, 2020, 11:10 PM IST

અમદાવાદ : હોટલના ગ્રાહકોના રૂપિયા ચાઉ કરતી ગેંગ પકડાઈ, અનેક હોટેલોમાં ખેલ્યો હતો કાર્ડ સ્વેપિંગનો ખેલ

મેનેજરે પોતાનું જ કાર્ડ સ્વાઈપ મશીન વસાવી ગ્રાહકોના કાર્ડ ચેકઆઉટ દરમિયાન પોતાના મશીનમાં ક્લોન કરી લીધા અને નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યારે ગ્રાહકના કાર્ડ ક્લોનિંગ કરીને રૂપિયા ટ્રાન્સપર કરવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી 

Oct 22, 2020, 10:29 AM IST

મહિનાથી વણઉકલેલો દુષ્કર્મનો કેસ 11 વર્ષના બાળકનાં કારણે ચપટીમાં ઉકલ્યો, જાણો ફિલ્મી કહાની

 દેશભરમાં ગેંગરેપની ઘટનાને લઇને વિરોધ્ધ થઇ રહયા છે, ત્યારે અમદાવાદમાં એક માસ અગાઉ થયેલ શ્રમિક મહિલા સાથે ગેંગરેપ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીને પકડવા માટેથી 11 વર્ષના બાળકે ક્રાઇમ બ્રાન્ચને મોટી મદદ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આરોપી પપ્પુ હટીલા મૂળ દાહોદનો રહેવાસી છે. અમદાવાદમાં છૂટક મજૂરી કરે છે. ગત 16 સપ્ટેમ્બરના રોજ આરોપી પોતાના સહ આરોપી સાથે અખબારનગરથી એક મહિલાને કડીયા કામ આપવાનું કહી ઝૂંડાલ સર્કલ પાસે ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાર બાદ મહિલા સાથે બંને આરોપીઓ દુષ્કર્મ કર્યુ હતું. જો કે કેસ જે પ્રકારે ઉકેલાયો તે ખુબ જ રોમાંચક છે. ગેંગરેપનો ભેદ ભોગબનનારનો એક મોબાઈલ ક્રાઇમ બ્રાન્ચને આરોપી સુધી સુધી લઇ ગઈ હતી. જોકે, આ બાળકનું કામ ખૂબ પ્રસંશનીય છે. જેના કારણે આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે.  અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક માસ અગાઉ થયેલ ગેંગરેપમાં ક્રાઈમ બ્રાન્ચે  એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

Oct 5, 2020, 08:30 PM IST

સલમાનને ડ્રગ્સ પહોંચાડનાર મુખ્ય આરોપીની સુરત ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ

* સલમાનને ડ્રગ્સ પુરૂ પાડનાર ડ્રગ્સ રેકેટનો મહત્વનો સુત્રધાર હોવાનું સામે આવ્યું
* સલમાન ઉપરાંત મનોજ સહિત અનેક લોકોને ડ્રગ્સ પુરૂ પાડતો હોવાની આશંકા

Oct 5, 2020, 06:31 PM IST

દ્વારકા: અનેક રાજ્યોમાં ચોરી કરનારી ગેંગને ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવી

એલસીબી પોલીસને હાથ લાગી સફળતા આંતર જિલ્લાઓમાં ચોરી કરતી મહિલા પુરુષોની ગેંગને ઝડપી પાડી છે. રાજ્યનાં અનેક જિલ્લાઓમાં કરતી હતી ચોરીઓ. દ્વારકા જિલ્લા એલસીબી ટીમ એક આંતર જિલ્લા ચોર ટોળકીને પકડી લેતા ૨૦ જેટલી ચોરીઓની કબૂલાત મળી હતી. થોડા દિવસો આગાઉ ખંભાળિયામાં ખાવાનું અને ભીખ માંગવાની વૃત્તિ સાથે નીકળેલ ચાર મહિલા ની ટીમે એક કેળાંના વેપારીનાં ખાનામાંથી ૫૦૦૦૦રૂપિયાની રોકડ ચોરી પલાયન થઈ ગઈ હતી. ત્યારે પોલિસે માર્કેટમાંથી સીસી કેમેરામાંથી ફૂટેજ શોધી ટોળકીને શોધવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અનુસંધાને ખંભાળિયા એલસીબીએ આ ચાર મહિલાઓ અને બે પુરુષોને દબોચી લીધા હતા. આ ટોળકીએ અનેક જીલ્લાઓમાંથી ૨૦ જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી હતી. ત્યારે તેમની પાસેથી ૬૮,૦૦૦ રોકડા ,મોબાઈલ, સોનાના દાગીના ,પેન ડ્રાઈવ તથા મેમરી કાર્ડ સહિત ૧,૨૧,૬૦૦ નો મુદ્દામાલ પણ હાથ લાગ્યો છે.

Sep 28, 2020, 11:40 PM IST

રાજકોટ: રેમડેસિવિર ઇન્જેકશનના કાળો કારોબારમાં મહિલા સહિત પાંચની ધરપકડ

રાજકોટ પોલીસે જીવન રક્ષક ઇન્જેકશનનો કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને આખું છટકું ગોઠવ્યું હતું જેમાં એક મહિલા સહિત પાંચની પોલીસે ધરપકડ કરી છે

Sep 28, 2020, 08:54 AM IST

રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી બાદ વધુ એક ઈન્જેક્શન કૌભાંડ

શહેરમાં વધુ એક કોરોના વાયરસમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી બાદ બોગસ બીલનું કૌભાંડ સામે આવ્યું છે. કોરોનામાં વપરાતા કોવિફોર 100 MG ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે.

Sep 28, 2020, 08:22 AM IST
Watch 27 September 2020 Important News Of The Evening PT20M4S

એક જ ક્લિકમાં જુઓ સાંજના મહત્વના સમાચાર

Watch 27 September 2020 Important News Of The Evening

Sep 27, 2020, 08:10 PM IST
Black Marketing Of Remdesivir Injection In Rajkot PT3M56S

આખા સુરત શહેરમાં વેચાય તે પહેલા પકડાયું 1.31 કરોડનું એમડી ડ્રગ્સ

સલમાન ઝવેરી પાસેથી 1 કરોડનું ડ્રગ્સ ઝડપાયું  છે. સલમાન ઝવેરી, વિનય પટેલ, મિથુન સ્વાઈ અને સંકેત અલલાલીયાની ધરપકડ કરાઈ 

Sep 23, 2020, 01:53 PM IST

સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો બાઇક ચોરી રેકેટનો પર્દાફાશ, OLX પરથી કરતા હતા આરસીબુકની ચોરી

સુરત ક્રાઇમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે OLX પરથી વેચાાણ માટે મુકવામાં આવેલા બાઇકના સ્નેપશોટ અને આરસી બુક ડાઉનલોડ કરી, ત્યારબાદ પરથી બનાવટી સ્માર્ટકાર્ડ આરસીબુક બનાવતી હતી. જે બાદ બનાવટી આરસીબુક સાથે ચોરી કરેલા બાઇક લોકોને વેચાણ કરતા હતા

Sep 21, 2020, 04:21 PM IST

જમીનને વિવાદિત બનાવીને કરોડોનો તોડ કરનાર મુકેશ દેસાઇની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી

શહેરમાં કરોડોની જમીન ચાઉં કરનારની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.શહેરમાં કરોડો રૂપિયાની જમીનોના ખોટા દસ્તાવેજો બનાવી અને જમીનોમાં લેટિગેશન ઉભા કરી ખોટા દાવાઓ કરનાર જમીન ભુમાફિયા મુકેશ દેસાઈની કાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ત્રણ ગુનામાં વોન્ટેડ મુકેશ દેસાઈની ધટલોડિયાથી પકડી વધુ તપાસ શરૂ કરી છે. નારણપુરામાં રહેતા મીનાબેન 3 હજાર વારનો પ્લોટ પોતાના માલિકીનો આરોપી જમીન ભુમાફિયા મુકેશ દેસાઈએ ખોટા દસ્તાવેજ બનાવીને પચાવી પાડ્યો હતો. 

Sep 13, 2020, 09:18 PM IST

ગલીએ ગલીએ વોટ માંગવા નીકળેલો શહેઝાદ આજે બની ગયો ડ્રગ્સનો કારોબારી

સતત બે વાર ડ્રગ્સ મામલે પોલીસના સકંજામાં આવેલ શહેજાદ એક સમયે ધારાસભાનું ઈલેક્શન લડી ચૂક્યો છે

Sep 13, 2020, 11:48 AM IST

અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું, મુખ્ય આરોપી શહેઝાદ ધારાસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતો

  • ડ્રગ્સ સાથે ઝડપાયેલા ચાર આરોપીઓને દાણીલીમડા પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી કરતો હતો મદદ.
  • મુખ્ય આરોપી ફિરોઝની ચૂંટણીમાં હાર થતા ડ્રગ્સના કારોબાર તરફ વળ્યો હતો 

Sep 13, 2020, 09:23 AM IST