crime branch

અનેક ઘરોને નિશાન બનાવનાર ઘરફોડ ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અજિત પીલ્લાઇ નામના ઘરફોડીયાની RTO સર્કલ પાસેથી બાતમી આધારે ધરપકડ કરી છે. આરોપી મૂળ કેરાલા અને વર્ષોથી પરિવાર સાથે જ અમદાવાદમા રહેતો હતો. 
 

Jun 17, 2020, 07:13 PM IST

કાર કૌભાંડ: ક્રાઇમબ્રાંચના 2 કોન્સ્ટેબલની કિંમત PI કરતા પણ વધારે ! ભીનુ સંકેલવાનો પ્રયાસ?

લોકડાઉનમાં કંપનીમાં ગાડી ભાડે મુકવાનાં બહાને અન્ય વ્યક્તિ પાસે ગીરવે મુકીને છેતરપીંડી કરવાનાં કૌભાંડે મોટુ સ્વરૂપ લેતા સેટેલાઇટ પોલીસ સ્ટેશનનાં પીઆઇ અને તેના વહીવટદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે આ કાર કૌભાંડનાં તાર ક્રાઇમબ્રાંચ સાથે જોડાતા હોવાનું પોલીસ બેડામાં ચર્ચા છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ક્રાઇમબ્રાંચના કોન્સ્ટેબલ મુદ્દે ભીનુ સંકેલી લેવામાં આવ્યું હોવાની ચર્ચા છે. 

Jun 14, 2020, 04:55 PM IST

ચાની કીટલી પર કામ કરતા યુવકે બદલો લેવા મિત્રના નામે ખંડણીનો પત્ર લખ્યો, અને પછી...

અમદાવાદના એક વેપારીને નક્સલીઓના નામે ધમકી મળી અને સાથે જ પરિવારની મહિલાઓ પર રેપ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો. આરોપીએ પત્રમા જણાવ્યું હતું કે, જો વેપારી પોલીસને જણાવશે તો તેને મારી નાખશે. આમ, વેપારી પાસેથી 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. પત્ર વાંચી વેપારીના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી અને તેણે તાત્કાલિક સેટેલાઇટ પોલીસનો સંપર્ક કર્યો હતો. વેપારીના નામે આવેલી આ ચિઠ્ઠી જોઈને પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારે બોપલ ખાતે ચાની કીટલી ધરાવતા અનુપ જગભીયેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અનુપ મૂળ નાગપુરનો રહેવાસી છે અને અગાઉ નોકરી કરતો હતો ત્યારે સાથી કર્મી સાથે માથાકૂટ થતા તેનો બદલો લઈને ફસાવવા આ હરકત કરી હોવાનું સામે આવ્યું છે.

Jun 9, 2020, 02:14 PM IST

તાહિર હુસૈને ઉશ્કેરતાં થઇ IB ઓફિસર અંકિત શર્માની હત્યા, ચાર્જશીટ દાખલ

25 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાં IB અધિકારી અંકિત શર્મા હત્યાકાંડમાં બુધવારે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચ (Crime Branch) એ ચાર્જશીટ દાખલ કરી છે.

Jun 3, 2020, 03:53 PM IST

82 તબલીગી જમાતીયો પર મોટી કાર્યવાહી, દિલ્હી પોલીસે દાખલ કરી ચાર્જશીટ

નિઝામુદ્દીન મરકઝના કાર્યક્રમમાં પહોચેલા વિદેશી જમાતીયોના મામલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આજે મંગળવારના 20 દેશોના 82 વિદેશી તબલીગી જમાતીયોની સામે સાકેત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ખરેખરમાં તબલીગી જમાત (Tablighi Jamaat)ના આ વિદેશી જમાતીયો પર વીઝા નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. આ વિદેશી જમાતી ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા પરંતુ નિઝામુદ્દીન મરકઝમાં ચાલી રહેલી ધાર્મિક ગતિવિધિયોમાં સામેલ થયા હતા.

May 26, 2020, 06:22 PM IST

ક્રાઇમ બ્રાન્ચ અને ઇડીને મળી મૌલાના સાદના મરકઝ સાથે જોડાયેલા બેન્ક ખાતાની જાણકારી

મરકઝ અને ટ્રન્સના મુખ્ય ખાતાને પહેલા જ સીઝ કરી દેવામાં આવ્યા છે. 

May 9, 2020, 07:42 AM IST

કોરોના: વડોદરા શહેરના 21 વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચે જાહેર કર્યો

શહેરના 21 વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચે જાહેર કર્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસ તપાસ કરીને આ વિગતો મેળવી છે. શહેર પોલીસનો કોરોનાના દર્દીઓની તપાસનો અહેવાલ જોઈ આરોગ્ય તંત્ર પગલા લેશે. નાગરવાડાનો પ્રથમ કેસ ફિરોઝખાન પઠાણ 16મી માર્ચે અમદાવાદ દાણીલીમડાથી ચેપ લઈને આવ્યો હતો. 

Apr 29, 2020, 10:52 AM IST

પઠાણ દંપતી પાસે ચરસના સફેદ લાડુ જોઈને ચોંકી અમદાવાદ પોલીસ

અમદાવાદમાં ચરસના જથ્થા સાથે એક દંપતીની ધરપકડ કરાઈ હતી. રશીદખાન પઠાણ અને પત્ની શહેનાઝબાનુ પઠાણની ₹ 29.75 લાખના ચરસનો જથ્થા સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. રેલવે સ્ટેશન બહારથી લાડુ બનાવી પેપરમાં પેક કરી આ દંપતી ચરસનો જથ્થો લઈ જતા હતા, તે વેળાએ ઝડપાઈ ગયા હતા.

Feb 28, 2020, 10:24 AM IST

સ્વરૂપવાન વિદેશી યુવતીઓને કઢંગી હાલમાં જોઈને ચોંકી પોલીસ, વડોદરામાં એકસાથે 10 સ્પામાં દરોડા

વડોદરામાં એકસાથે 10થી વધુ સ્પા પાર્લરમાં દરોડા પાડવામાં આવ્યા છે. સ્પા પાર્લરમાં પડેલા સાગમટે દરોડાને પગલે સનસનાટી મચી ગઈ હતી. મહત્વની બાબત એ છે કે, ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમે વડોદરામાં દરોડા પાડ્યા હતા. સીઆઇડી ક્રાઇમના દરોડાથી વડોદરા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. સીઆઈડી ક્રાઈમે એકસાથે ગોત્રી, અલકાપુરી, અક્ષર ચોક, તાંદલજા, ભાયલીમાં આવેલા સ્પા પાર્લરોમાં દરોડા પાડ્યા હતા. ત્યારે અનેક સ્પા પાર્લરમાં દેહ વ્યાપારની ફરિયાદ મળી હતી. સ્પામાં કામ કરતી 25 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે.

Feb 18, 2020, 10:00 AM IST

શરજિલ ઇમામના લેપટોપમાંથી મળ્યું 'પોસ્ટર', તોફાન કરો, ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયા આપશે ધ્યાન

શરજિલના મોબાઇલ અને લેપટોપની તપાસમાં જામિયા હિંસાના મહત્વના પૂરાવા હાથ લાગ્યા છે. 

Feb 3, 2020, 10:14 PM IST

અમદાવાદ: નકલી પોલીસ બની યુવાનનું અપહરણ કર્યા બાદ ખંડણી માંગનારની ધરપકડ

શહેરમાં નકલી પોલીસનો આતંક યથાવત્ છે ત્યારે ઘાટલોડિયા પોલીસે નકલી પોલીસ બની તોડ કરતા 3 શખ્સોની ધરપકડ કરી છે. નશાના બંધાણી શખ્સોએ શોર્ટકટથી રૂપિયા કમાવા બે યુવકોનો અપહરણ કરી ૫૦ હજાર રૂપિયાની ખંડણી માગી પણ યુવકો પાસે રૂપિયા ન હોવાની વાત કરતા ખિસ્સામાં પડેલા રૂપિયાની લૂંટ ચલાવી હતી. હાલ ઘાટલોડિયા પોલીસે ફરિયાદ આધારે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Jan 30, 2020, 08:50 PM IST

શરજીલ ઇમામે દિલ્હી પોલીસ પૂછપરછમાં સ્વિકાર્યું- AMU માં આપ્યું હતું ભડકાઉ ભાષણ

નાગરિકતા કાનૂનને લઇને ભડકાઉ ભાષણ આપનાર જેએનયૂ (JNU)ના વિદ્યાર્થી અને દેશદ્વોહના આરોપી શરજીલ ઇમામ (Sharjil Imam)એ પોલીસ સમક્ષ સ્વિકાર્યું છે કે વીડિયોમાં ભડકાઉ ભાષણ આપનાર વ્યક્તિ તે જ છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચના ઓફિસરે શરજીલને પૂછ્યું કે જે તમારા ભાષણનો વીડિયો ખાસકરીને અલીગઢવાળો વાયરલ થયો જેના પર એફઆઇઆર પણ નોંધાઇ છે. 

Jan 30, 2020, 11:47 AM IST

ફાયરિંગ કરીને 9.51 લાખની ચકચારી લૂંટ કેસમાં UP/MPનાં 4 આરોપીઓ ઝડપાયા

ઓઢવ વિસ્તારમાં આશરે 15 દિવસ પહેલા ફાયરિંગ વિથ લુંટ મામલે 4 આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી પાસેથી લુંટનો મુદ્દામાલ અને હથિયાર પણ કબ્જે કરવામાં આવ્યા છે. જોકે આરોપી  અગાઉ પણ સંખ્યાબધ્ધ ગંભીર ગુના આચરી ચુક્યા હોવા છતા, શા માટે કાયદા કે પોલીસ તેમને વધુ ગુના કરતા અટકાવી શકતી નથી. તે સવાલ ઉભો થાય છે. ત્યારે ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં આરોપી શું નવા ખુલાસા કરે છે તે જોવુ રહ્યુ.

Jan 25, 2020, 06:53 PM IST

દુનિયાને હત્યાની ધમકી આપનારા વિશાલ ગૌસ્વામીને પોતાનાં એન્કાઉન્ટરનો ડર !

ગુજરાત ના ક્યાં કુખ્યાત ગુનેગારને પોતાના એન્કાઉન્ટરનો ડર છે શું પોલીસ એન્કાઉન્ટર કરશે ?  ડર કુખ્યાત આરોપી અને જેલ માં રહીને ખંડણી નેટવર્ક ચલાવનાર એવા વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. નવા કાયદા ગુજસીકોટ મુજબ તમામ આરોપીઓના ક્રાઇમ બ્રાન્ચ તરફ થી 30 દિવસનાં રિમાન્ડની માંગણી કરાઈ હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ વિશાલ નું એન્કાઉન્ટર થશે એવો ડર વ્યક્ત કર્યો છે. કોર્ટ માં વર્ષ 2011-12 માં અમદાવાદમાં તરખરાટ મચાવનાર ગેંગ વિશાલ ગોસ્વામી ને એન્કાઉન્ટરની ભીતિ છે.

Jan 20, 2020, 07:02 PM IST
crime brach ajay tomar speaks on Ahmedabad Bapunagar Angadia loot watch video zee 24 kalak PT10M25S

અમદાવાદ: બાપુનગરમાં થયેલી આંગડિયા પેઢીની લૂંટના મામલે ક્રાઈમ બ્રાન્ચે કર્યા ખુલાસા

અમદાવાદના બાપુનગરમાં આંગડિયા પેઢીની લૂંટના મામલે આજે ક્રાઈમ બાન્ચે પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતો આપી.

Jan 19, 2020, 06:20 PM IST

ક્રાઇમબ્રાંચની ટીમે બુલેટપ્રુફ જેકેટ સાથે દરોડા પાડ્યા, સર્જાયા ફિલ્મી દ્રશ્યો

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી વિશાલ ગોસ્વામી અને તેનાં સાગરીતોનું ખંડણીનું નેટવર્ક ચલાવતા હોવાની માહિતી મુદ્દે ક્રાઇમબ્રાંચે જેલમાં સર્ચ ઓપરેશન કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેલમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. વિશાલના ચાર સાગરીતો ખુબ જ માથાભારે છે. જેલમાંથી છૂટીને કુબેરનગર વિસ્તારમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો. જ્યાંથી તેઓ વેપારીઓને ધમકીઓ આપતા હોવાનું ખુલ્યું છે. ખુદ અમદાવાદ ક્રાઇમબ્રાંચનાં એશપી બી.વી ગોહિલ તેમની ટીમોને લઇને પહોંચ્યા હતા. 

Jan 15, 2020, 08:21 PM IST
Exposes Racket Demanding Ransom From Sabarmati Jail In Ahmedabad PT13M32S

સાબરમતી જેલમાંથી ખંડણી માગવાના રેકેટનો પર્દાફાશ, ગુજસીટોક હેઠળ કેસ નોંધાયો

શહેરના મોટા મોટા વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી અને હત્યા કરનાર કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ફરીથી સક્રિય થયો છે. સાબરમતી જેલમાંથી વિશાલ ગોસ્વામી ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાં તપાસ કરતા વિશાલ ગોસ્વામી પાસેથી સ્માર્ટ ફોન મળી આવ્યા હતા. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વિશાલના ચાર સાગરિતોની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી છે.

Jan 15, 2020, 06:00 PM IST
first GUJCOC case file by ahmedabad crime branch PT25M16S

અમદાવાદમાં ગુજસીટોક કાયદા હેઠળ પહેલો કેસ નોંધાયો

અમદાવાદમાં ગુજસીટોક કાયદા હેઠળ પહેલો કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આતંકવાદ વિરોધી કાયદાના અમલ બાદ પહેલો કેસ નોંધ્યો છે. ક્રાઈમ બ્રાંચે વિશાલ ગોસ્વામીના 4 સાગરીતોને સાગરીતો ઝડપી લીધા છે. મેઘાણીનગરથી વિશાલ ગોસ્વામીના 4 સાગરીતોને 1 પિસ્તોલ અને 48 કારતૂસ સહિત હશિયારના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

Jan 15, 2020, 12:05 PM IST
Surat Crime Branch Arrested Accused With Desi Gun PT3M44S

સુરત ક્રાઇમ બ્રાન્ચે દેશી તમંચા સાથે આરોપીની કરી ધરપકડ

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દેશી હાથ બનાવટના તમંચા સાથે બે જીવતા કારતૂસ સાથે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે અન્ય યુવકો સાથે દુશ્મની છે અને કોઈપણ સમયે તેના પર હુમલો થઈ શકે છે તેવી શંકાને લઇ પોતાના મિત્ર પાસેથી હથિયાર ખરીધુ હતું.

Dec 30, 2019, 03:20 PM IST

સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી ઉકેલ્યા છથી વધુ ભેદ

સુરત ક્રાઈમ બ્રાન્ચે રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. સાથે જ છ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલી કાઢયો છે. આરોપીઓ પાસેથી ઘરફોડ ચોરી કરવા માટેના સાધનો તેમજ મોબાઇલ મળી રૂપિયા ૯૩ હજારનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યો છે. 

Dec 28, 2019, 11:57 AM IST