crime branch

શાહઆલમ તોફાનઃ સોશિયલ મીડિયામાં ખોટો વીડિયો વાયરલ કરનાર ઉમરખાન સહિત વધુ 15ની ધરપકડ

ઉમરખાને લખનઉના પોલીસ લાઠીચાર્જનો વીડિયો શાહઆલમની ઘટનાનો હોવાનું જણાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો, જેના કારણે લોકોમાં વધુ ઉશ્કેરાટ ફેલાયો હતો. શાહઆલમ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 64 આરોપીઓની ધરપકડ કરી છે.
 

Dec 21, 2019, 09:30 PM IST
A Big Conspiracy To Stones In Vadodara PT5M39S

વડોદરામાં પથ્થરમારો એક મોટું ષડયંત્ર, જાણો સમગ્ર અહેવાલ

વડોદરા હાથીખાનામાં પોલીસ પર પથ્થરમારાનો મામલે સિટી પોલીસ સ્ટેશનના PIએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે 36 આરોપીઓની ઓળખ કરી લીધી છે. ત્યારે આ સમગ્ર મામલાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે.

Dec 21, 2019, 12:05 PM IST
Stoned In Vadodara, Investigation Assigned To Crime Branch PT4M

વિરોઘ કે ષડયંત્ર?: વડોદરામાં પથ્થરમારો, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ તપાસ

વડોદરા હાથીખાનામાં પોલીસ પર પથ્થરમારાનો મામલે સિટી પોલીસ સ્ટેશનના PIએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે 36 આરોપીઓની ઓળખ કરી લીધી છે. ત્યારે આ સમગ્ર મામલાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે.

Dec 21, 2019, 11:05 AM IST
Ahmedabad: Crime branch 2 constable attacked with knife PT9M7S

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો

શહેરકોટડામાં ક્રાઈમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરીને ફરરા થઇ ગયા છે. બંન્ને કોન્સ્ટેબલને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓને પકડવા દોડતું થયું

Dec 17, 2019, 11:20 PM IST

જે ક્રાઇમબ્રાંચના નામથી આરોપી થથરે, તેના કોન્સ્ટેબલ પર હુમલાથી ચકચાર

શહેરકોટડામાં ક્રાઈમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. હુમલા બાદ હાલ બંન્ને કોન્સ્ટેબલને ઘાયલ સ્થિતીમાં સારવાર માટે વી.એસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ક્રાઇમબ્રાંચ ના કોન્સ્ટેબલ પર હુમલો થતા ચકચાર મચી ગઇ છે. જો કે હુમલા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જયેન્દ્ર સિંહ અને ઝાલાભાઇ નામના બંન્ને કોન્સ્ટેબલ પર પોટલિયા ચાર રસ્તા ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. 

Dec 17, 2019, 10:57 PM IST

ક્રાઇમબ્રાંચે ચેઇન સ્નેચરને પકડ્યો: ચોરની ફિલ્મી સ્ટોરી સાંભળી આંખમાં આવશે આંસુ

રસ્તે જતી મહિલાઓનાં ગળા માંથી ચેઈન તોડી ફરાર થવાની ઘટનાઓ દરરોજ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે

Dec 13, 2019, 06:18 PM IST
Vadodara misdemeanor case: Police have done this to recant the entire incident PT6M39S

વડોદરા દુષ્કર્મ કેસ: પોલીસે આ રીતે કર્યું સમગ્ર ઘટનાનું રીકન્ટ્રકશન

વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના મામલે આરોપીઓને રિકન્સ્ટ્રકશન માટે નવલખી મેદાન ખાતે લઈ જવાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને નરાધમોને દુષ્કર્મના સ્થળ પર લઈ જઈ પોલીસએ રિકન્સ્ટ્રકશન કર્યું હતું.

Dec 10, 2019, 07:15 PM IST

Live: વડોદરા ક્રાઇમ બ્રાંચે દુષ્કર્મનાં આરોપીઓનો નવો સ્કેચ જાહેર કર્યો

નવલખી ગ્રાઉન્ડ અને પાછળનો વિસ્તાર ખુબ જ ગીચ વિસ્તાર છે. નિકળવા માટેનાં અનેક રસ્તાઓ છે. ખુબ જ અઘરી કામગીરી ચાલી રહી છે. આસપાસનાં વિસ્તારોનાં અનેક સીસીટીવી ફુટેજ મળી આવ્યા છે. 2 શંકાસ્પદ ઇસમો મળી આવ્યા હતા. જો કે તેની તપાસ કરતા તેઓ આરોપી નહી હોવાનું સામે આવ્યા છે. રેલવે સ્ટેશન અને રેલવે માર્ગ પર પણ તપાસ કરી રહ્યા છીએ. જંગલ વિસ્તાર અને ઝાડી ઝાંકરામાંથી ચાલીને આવતો હોય તે રેલવે લાઇન પર પણ ચાલીને આવ્યો હોય તેવી શક્યતા છે. 300થી વધારે લોકોને રાઉન્ડ અપ કર્યા છે. 

Dec 2, 2019, 05:37 PM IST

ભયંકર વિકાસ ! ચોરી કરવા માટે ફ્લાઇટમાં કરતા હતા અપડાઉન, જાણીને ચોંકી ઉઠશો

કાલુપુર ચોખા બજારમાં એક સાથે 21 દુકાનોમાં થયેલી ચોરીનો ભેદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢયો છે

Nov 29, 2019, 05:24 PM IST
Ahmedabad Crime Branch Seizes 61 Lakh Drugs PT1M54S

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 61 લાખનાં ડ્રગ્સ કર્યા જપ્ત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોકેઈન અને MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. કાલુપુર પાસેથી 3 આરોપીની ધરપકડ કરી છે. 61 લાખના ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડયા હતા. 305 ગ્રામ MD ડ્રગ્સ અને 51 ગ્રામ કોકેઈન પણ કબ્જે કરવામા આવ્યું છે. સતાબદી એક્સપ્રેસ ટ્રેનમાં હેરાફેરી કરતા હતા. ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી શતાબ્દી ટ્રેનમા વેઈટર તરીકે કામ કરતો હતો.

Nov 17, 2019, 03:10 PM IST

ગુજરાતના વિજય માલ્યાની CID ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, સુરતમાં કર્યું છે કરોડોનું બેંક કૌભાંડ

સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયા સાથે કરોડોનું કૌભાંડ આચરનારા જગદીશ બોદરાની ધરપકડ કરવામાં આવી

Nov 15, 2019, 10:57 PM IST

અમદાવાદ: 18 વર્ષ જુના ડબલ મર્ડર વિથ ઓનર કિંલિંગનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચે 18 વર્ષ જુના ડબલ મર્ડર વિથ ઓનર કિલિંગના આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ ઉર્ફે શકીના ભદોરિયાની મધ્યપ્રદેશના ભીંડ જીલ્લામાંથી ધરપકડ કરી લીધી છે. નરોડાના હરિદર્શન ફ્લેટ નજીક આવેલી કેવડાજીની ચાલીમાં વર્ષ 2001માં આરોપી રહેતો હતો, એ તે સમયે પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને પોતાની પત્નીનું ગળું દબાવીને કાસળ કાઢી નાખ્યું હતું.

Oct 15, 2019, 09:38 PM IST

રાજકોટ: 8 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો, ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ

રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ અપહત બાળકીને રેઢી મૂકી આરોપી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. રાજકોટ પોલીસની 15 જેટલા આધિકારીઓની ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. 
 

Oct 15, 2019, 08:30 PM IST

સુરત: મોબાઇલ ચોરી અને સ્નેચિંગ કરતી ગેંગની ધરપકડ, 57 મોબાઇલ જપ્ત

સુરતમાં મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરનારનો ત્રાસ વધી રહ્યો હતો. દરમ્યાન સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલની ચોરી અને સ્નેચિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે. બે સગીર સહિત એક શખ્સને પોલીસે ઝડપી પાડી પોલીસે કુલ 57 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
 

Oct 6, 2019, 06:45 PM IST
Amit_Shah_will_come_Gujarat_on_Sunday_night PT7M49S

ગુજરાતના યુવાને બરબાદ કરવા ‘ડ્રગ્સનું રેકેટ’ ચલાવનાર 4ની ધરપકડ

પત્રકારત્વના વ્યવસાયની આડમાં અને સોસિયલ મીડિયામાં ગુજરાત પોલીસ ના મોટા મોટા અધિકારીઓ સાથે ફોટા પડાવી અને ઉંચી વગ હોવાનું ખોટી વગ કરી ડ્રગ્સનું રેકેટ ચલાવનાર અમદાવાદના સેહજાદ ની ક્રાઇમ બ્રાન્ચે કરોડનો ડ્રગ્સ લાખોની રોકડ સહિત એક હથિયાર સાથે 4 આરોપીની ધરપકડ કરી મુંબઈ સુધી તપાસ શરૂ કરી છે.

Sep 28, 2019, 11:15 PM IST

સુરતમાં અંડરવર્લ્ડ દ્વારા ખંડણી માગવાનો કિસ્સો સામે આવ્યો, 2ની ધરપકડ

એક સમયે સુરતમાંથી અન્ડરવર્લ્ડનો સફાયો કરવામાં આવ્યો હતો, જોકે પોલીસની પકડ ઢીલી થતાં જ ફરી એક વાર અંડરવલ્ડના ગુનેગારોએ ખંડણી માંગવાનું શરૂ કર્યું છે. જેમાં છોટારાજન ગેંગનો સાગરિત મૃતક ઓ. પી. સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતોએ બિલ્ડરને ખંડણી માંગી હતી, જેમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અનિલ કાઠી ગેંગના બે શખ્સની ધરપકડ કરી છે. 
 

Sep 28, 2019, 06:03 PM IST

અમદાવાદ: મુંબઇથી ટ્રાવેલ્સમાં લાવી રહ્યાં હતા એમડી ડ્રગ્સ, 2 શખ્સની ધરપકડ

અમદવાદમાંથી એમડી ડ્રગ્સ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ મુંબઇથી ટ્રાવેલ્સ બસમાં ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યાં હતા. ત્યારે ટ્રાવેલ્સના કંડક્ટર પાસેથી જથ્થો મેળવ્યો હતો.

Sep 28, 2019, 11:48 AM IST

અમદાવાદ: 500ના દરની 33 બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ

દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવામાં આવે છે. અને તે માટે જ નોટબંધી જેવા કડક નિર્ણયો પણ લેવાયા હતા. તેમ છતાં ફરી એક વખત અમદાવાદ શહેરમાંથી 500ના દરની 33 બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે બનાવટી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Sep 26, 2019, 06:53 PM IST

અમદાવાદ : એકતરફી પ્રેમમાં પાગલ થઈને ઈશાનીની હત્યા કરનાર યુવક બાયડથી ઝડપાયો

અમદાવાદ (Ahmedabad) ના આંબાવાડી વિસ્તારમાં ધોળે દહાડે નડિયાદ (Nadiad)ની યુવતી ઈશાની પરમારનું ગળુ કાપી હત્યા (Murder) કરનાર યુવક નરેશ સોઢા આખરે પકડાયો છે. એકતરફી પ્રેમમાં યુવતીની નિર્દયીપણે હત્યા કરનાર નરેશ સોઢાને ક્રાઇમ બ્રાન્ચે (Crime branch) બાયડના અમલિયારા ગામથી પકડી પાડ્યો હતો. હત્યારો નરેશ સોંઢા કોમ્પ્લેક્સના સીસીટીવી ફૂટેજમાં આબાદ ઝડપાયો હતો. 

Sep 26, 2019, 09:39 AM IST

અમદાવાદ: આંબાવાડી વિસ્તારમાં નડિયાદની 20 વર્ષીય યુવતીની જાહેરામાં થઇ હત્યા

શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે ગત ચાર પાંચ દિવસ અગાઉ જમાલપુરમાં એક યુવકની હત્યા કરવામાં હતી. જ્યારે આજે ફરી ભર બપોરે આંબાવાડી વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં કામ કરતી 20 વર્ષની યુવતીની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી.

Sep 25, 2019, 10:20 PM IST