crpf

આપત્તિ આવે કે દુર્ઘટના બને, એક મિનિટ પણ રાહ જોયા વગર પહોંચી જાય છે RAF

હુલ્લડોથી માંડીને આંદોલનોમાં સુરક્ષા કન્ટ્રોલ કરવા માટે હંમેશા આરએએફની ટીમ અગ્રેસર હોય છે 

Oct 7, 2020, 12:40 PM IST

J&K: પંપોરમાં સુરક્ષા દળો પર આતંકી હુમલો, 2 જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પંપોર (Pampore) માં સુરક્ષાદળો પર આતંકી હુમલો (Terrorist Attack) થયો છે. દક્ષિણ કાશ્મીરના પંપોરના કાંધીજલ બ્રિજ પર સીઆરપીએફ (CRPF) ની 110 બટાલિયન અને જમ્મુ તથા કાશ્મીર પોલીસના જવાન રોડ ઓપનિંગ ડ્યૂટી (ROP) પર તૈનાત હતાં. અચાનક ત્યારે જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ આતંકી હુમલામાં 5 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતાં. જેમાંથી 2 જવાન શહીદ થયા છે. 

Oct 5, 2020, 02:45 PM IST

‘મોદીજી સાથે છે તો હિંમત આવશે જ...’ આ જુસ્સા સાથે દિવ્યાંગો સાઈકલ પર નીકળ્યા દિલ્હીની સફરે

આ દિવ્યાંગ જવાનોએ જે નેમ ઉપાડી છે, તે જાણીને તમારા ચહેરા પર પણ આશ્ચર્ય સરી પડશે

Sep 17, 2020, 08:29 AM IST

જમ્મૂ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદી ઠાર

જમ્મૂ કાશ્મીરમાં બુધવારે ઉત્તરી કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે ફરી એકવાર અથડામણ થઇ જેમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીને ઠાર માર્યા છે. આ પહેલાં શોપિયામાં થયેલા એન્કાઉન્ટરમાં પણ એક આતંકવાદી ઠાર માર્યો હતો. 

Aug 19, 2020, 11:47 PM IST

જમ્મૂ-કાશ્મીર: સુરક્ષાબળોએ પુલવામામાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા, એક જવાન શહીદ

કાશ્મીરમાં એન્ટી-ટેરર ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે. જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં મંગળવારે બાંદજૂ વિસ્તારમાં સુરક્ષાબળોએ 2 આતંકવાદીને ઠાર માર્યા છે. આતંકવાદીઓ સાથે મુઠભેડમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઇ ગયો છે.

Jun 23, 2020, 09:20 AM IST

આતંકવાદીઓ ગમે ત્યારે કરી શકે છે હુમલો, પૂંછમાં સેનાના જવાનોને લડવા અપાઇ તાલીમ

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની હિલચાલને લઇ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવામાં આવી છે. આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં કોઇ પણ સ્થળે હુમલો કરી શકે છે જેને પગલે સેનાના જવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. આતંકવાદી હુમલાની શક્યતાના પગલે CRPFના જવાનોને હુમલાનો સામનો કરવા તાલીમ અપાઇ રહી છે. ખાસ કરીને પૂંછમાં સેનાના જવાનોને તાલીમ આપવામાં આવી હતી. 

Jun 9, 2020, 12:40 AM IST

ગૃહ મંત્રાલયમાં તૈનાત CRPFના બે જવાન કોરોના પોઝિટિવ, કંટ્રોલ રૂમ નં-1 તાબડતોબ બંધ કરાયો

કોરોના વાયરસનો ચેપ ખતરનાક રીતે વધી રહ્યો છે. ડ્યૂટી પર તૈનાત કોરોના વોરિયર્સ પણ ખુબ ઝડપથી તેની ઝપેટમાં આવી રહ્યાં છે. હવે એવા અહેવાલો છે કે ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં તૈનાત બે સીઆરપીએફના જવાનોમાં કોરોનાનો ચેપ હોવાની પુષ્ટિ થઈ છે. 

May 6, 2020, 12:55 PM IST

J&K: બડગામમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો, CRPFના 2 જવાન અને 4 નાગરિક ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં સતત ત્રીજા દિવસે સુરક્ષાદળોને નિશાન બનાવવામાં આવ્યાં છે. આજે આતંકીઓએ બડગામ જિલ્લાના પાખેરપોરા વિસ્તારમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો. હુમલામાં સીઆરપીએફની 18મી બટાલીયનના બે જવાન અને ચાર સ્થાનિક નાગરિકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હુમલા બાદ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરૂ કરાયું છે. 

May 5, 2020, 02:52 PM IST

J&K હંદવાડમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હૂમલો, 3 જવાન શહીદ, 1 આતંકવાદી ઠાર

 જમ્મુ કાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓએ CRPFની પેટ્રોલ પાર્ટી પર હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે. આ ઉપરાંત 6 જવાન ઘાયલ છે જેપૈકી 4ની સ્થિતી ગંભીર છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓને પણ ઠાર માર્યા છે. આતંકવાદીની અત્યાર સુધી ઓળખ થઇ શકી નથી. હંદવાડના કાજિયાબાદ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. આતંકવાદીઓએ સીઆરપીએફની A 92 બટાલિયન પર હુમલો કર્યો.

May 4, 2020, 07:56 PM IST

દિલ્હી-નોઈડા: છેલ્લા 2 દિવસની અંદર CRPFના 70 જવાન કોરોનાની ઝપેટમાં

કોરોના વાયરસનો કેર દેશમાં સતત વધી રહ્યો છે. આવામાં કોરોના વાયરસના સંક્રમિત થવાના અહેવાલો પણ સામે આવી રહ્યાં છે. છેલ્લા 2 દિવસની અંદર રાજધાની દિલ્હી અને નોઈડામાં તૈનાત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ ( CRPF)ની 31મી બટાલિયનના લગભગ 70 જેટલા જવાનો કોરોના સંક્રમિત થયા હોવાનો મામલો સામે આવ્યો છે. 

May 2, 2020, 12:32 PM IST

દેશના ઇતિહાસમાં પહેલીવાર વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઇ પાસિંગ આઉટ પરેડ

દેશની સૌથી મોટી પેરામિલિટ્રી ફોર્સ સીઆરપીએફની પાસિંગ આઉટ સેરેમની શુક્રવારે પહેલીવાર વીડિયો કોન્ફરન્સ દ્વારા થઇ। આ દરમિયાન તેઓ દર વખતે થનારી પરેડ અને અધિકારીઓની સલામી પણ થઇ નહોતી. આ સેરેમની સીઆરપીએફ ટ્રેનિંગ એકેડેમી કાદપુરમાં થઇ. તેમાં ફોર્સનાં મહાનિર્દેશક એપી માહેશ્વરીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા 42 ડાયરેક્ટલી એપોઇન્ટેડ ગેઝેટેડ અધિકારીઓને દેશ સેવા માટેની શપથ અપાવી હતી. કોરોના વાયરસનાં ધ્યાને રાખીને તમામ અધિકારીઓએ માસ્ક પહેર્યા હતા.  કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડી પણ સમારંભમાં કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. તેમણે ટ્રેની અધિકારીઓને ગૃહમંત્રી અમિત શાહને સંદેશ વાંચી સંભળાવ્યો હતો.

Apr 25, 2020, 12:01 AM IST

સાધુઓની હત્યા મામલે મોટી કાર્યવાહી, પાલઘરમાં CRPFની એન્ટ્રી, વિસ્તાર સંપૂર્ણ સીલ 

સાધુઓની હત્યાના 9 દિવસ બાદ પાલઘરના ગઢ ચિંચલે ગામમાં CRPFની તૈનાતી કરી દેવાઈ છે. અહીં જ ઉગ્ર બનેલી ભીડે બે સાધુઓ સહિત 3 લોકોની ઢોર માર મારીને હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ વિસ્તારમાં નાજુક સ્થિતિને ધ્યાનમાં લઈને સીઆરપીએફના જવાનોને તૈનાત કરાયા છે.

Apr 24, 2020, 11:45 AM IST

પુલવામાના CRPF અને પોલીસ કેમ્પ પર આતંકીઓનું ફાયરિંગ, એક જવાન ઘાયલ

પુલવામાના CRPF અને પોલીસના સંયુક્ત કેમ્પ પર શુક્રવાર સાંજે આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં સીઆરપીએફના એક જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સેના દ્વારા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Apr 17, 2020, 09:51 PM IST
To fight against corona Delhi CRPF soldiers are making mask for people  PT6M

કોરોના સામે લડવા CRPF જવાનો ઉતર્યા મેદાને

To fight against corona Delhi CRPF soldiers are making mask for people

Apr 11, 2020, 01:35 PM IST

પુલવામાના શહીદ જવાનોને આ વ્યક્તિએ આપી અનોખા અંદાજમાં શ્રદ્ધાંજલિ, તમે પણ કરશો સલામ

કાશ્મીરના પુલવામાં જિલ્લાના લેથપુરામાં ગત વર્ષે 14મી ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનોને લેથપુરામાં સીઆરપીએફની 185મી બટાલિયનના મુખ્યાલયમાં સ્થાપિત કરાયેલા શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અપાઈ.

Feb 14, 2020, 11:53 PM IST

મુકેશ અંબાણીના ઘરની બહાર તૈનાત ગુજરાતના જવાનના હાથથી ભૂલથી ટ્રિગર દબાઈ ગઈ, અને પછી...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Relience Industry) ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ઘર એન્ટીલિયા (Antilia)માં તૈનાત સીઆરપીએફ જવાનના હાથથી અજાણતા જ ટ્રિગર દબાઈ જતા તેનું મોત નિપજ્યું છે. ઓટોમેટિક રાઈફલથી અચાનક ગોળીબારી થઈ હતી. આ ઘટના બુધવારે સાંજે બની હતી. મરનાર 30 વર્ષના જવાન રામભાઈ બકોત્રા મૂળ ગુજરાતના રહેવાસી હતા અને મુંબઈના પેદ્દાર રોડ પર એન્ટીલિયાના ગેટ પર તૈનાત હતા.

Jan 24, 2020, 09:22 AM IST

શ્રીનગરમાં આતંકીઓએ CRPF પિકેટને ટાર્ગેટ કરીને ગ્રેનેડ ફેંક્યો, પરંતુ...

શ્રીનગર (Srinagar) ના ડાઉનટાઉન વિસ્તારના કાવડામાં આતંકીઓએ આજે બપોરે લગભગ 12 વાગે એક ગ્રેનેડ (Grenade Attack)  હુમલો કર્યો. આ ગ્રેનેડ વિસ્તારમાં આવેલા સીઆરપીએફ પિકેટથી થોડા અંતરે જ ફાટ્યો. પોલીસના જણાવ્યાં મુજબ એક બાઈક પર સવાર થઈને આવેલા બે આતંકીઓએ કાવડરામાં આવેલા સીઆરપીએફ (CRPF) પિકેટને નિશાન બનાવવાની કોશિશ કરી. પરંતુ નિશાન ચૂકી ગયા અને ગ્રેનેડ પિકેટથી થોડા અંતરે ફાટ્યો. જેમાં એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો. તેને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હાલ તેની સ્થિતિ સ્થિર છે. 

Jan 4, 2020, 03:45 PM IST

ગાંધી પરિવારની સુરક્ષા લેવલ-4 પ્રકારની બુલેટપ્રુફ ગાડી, IED હુમલાની પણ અસર નહી

લેવલ-4ની ગાડીઓ ખુબ જ આઇડી વિસ્ફોટને પણ ખુબ જ આરામથી સહેવા સક્ષમ છે, આ ઉપરાંત એકે47 જેવા હથિયારોની પણ અસર નહી થાય

Nov 20, 2019, 11:52 AM IST

ગાંધી પરિવારની સુરક્ષા માટે CRPF ને જોઇએ એસપીજીવાળી બુલેટ પ્રૂફ કાર, ગૃહ મંત્રાલયને કરી ભલામણ

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળેલી એસપીજી સુરક્ષા(SPG Security) દૂર કર્યા બાદ હવે સીઆરપીએફ (CRPF) ને ગાંધી પરિવારની સુરક્ષા જવાબદારી સોંપવામાં આવી છે. CRPF એ ગાંધી પરિવારની પર્યાપ્ત સુરક્ષા માટે 6 કંપનીઓ તૈનાત કરી છે પરંતુ CRPF સામે મોટી સમસ્યા એ છે કે તેની પાસે એટલી બુલેટ પ્રૂફ કારની કમી છે એવામાં CRPF એમ ઇચ્છે છે કે SPG ની બુલેટ પ્રૂફ કાર તાત્કાલિક પુરી પાડવામાં આવે.

Nov 19, 2019, 07:49 AM IST
Gandhi family cannot get SPG protection PT2M39S

જેને ગાંધી પરિવાર બાપીકી મિલ્કત સમજતું હતું તે SPG સુરક્ષા હટાવશે મોદી સરકાર

ગાંધી પરિવાર અંગેના એક સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર દ્વારા ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવાની તૈયારી છે. સુત્રો પાસેથી આવી રહેલા સમાચાર અનુસાર ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા ઘેરો હટાવવામાં આવશે. હવે નવી વ્યવસ્થામાં એસપીજીનાં બદલે માત્ર Z+ સુરક્ષા જ આપવામાં આવશે. કોંગ્રેસે મોદી સરકારનાં આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા તેને એક કાવત્રું ગણાવ્યું હતું. કોંગ્રેસનું કહેવું છે કે આ નિર્ણય પાછળ આરએસએસની મંશા કામ કરી રહી છે.

Nov 8, 2019, 08:00 PM IST