Curfew News

20 વર્ષમાં બદલાયેલા ગુજરાત વિશે અમિત શાહે કહી મોટી વાત, આજના યુવાઓએ નથી જોયા રમખાણો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૬ પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીના વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીને વધુ સુદ્રઢ કરવાના અનેક નવતર આયામો અપનાવી રાજ્ય સરકારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીમાં આમૂલ ચૂલ પરિવર્તન કર્યુ છે તે માટે ગૃહમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ગૃહમંત્રીએ જણાવ્યું કે, ભૂતકાળમાં ગુજરાતની છબી કરફ્યૂ કેપિટલ અને છાશવારે રમખાણો થતા રાજ્યની હતી. હવે, રાજ્ય પોલીસે અદ્યતન ટેકનોલોજી, કૌશલ્યવર્ધન યુકત કર્મીઓની સમયબદ્ધ ભરતી, ગુજસિટોક જેવા કાનૂની ઢાંચાને નક્કર સમર્થનથી ગુજરાતને શાંત, સલામત, સુરક્ષિત અને વિકસીત રાજ્યની ઓળખ અપાવી છે.
Sep 17,2021, 9:49 AM IST

Trending news