cyclone alert

તૌકતેની તબાહીના દ્રશ્યો : સૌરાષ્ટ્રથી સુરત સુધી વિનાશ વેર્યો, જુઓ Photos

વાવાઝોડાને કારણે ગત સાંજથી ગુજરાતના 12 જિલ્લામાં વરસાદ પડ્યો છે. 24 કલાકમાં 12 જિલ્લામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

May 18, 2021, 10:57 AM IST

વેરાવળના કાંઠે લાંગરેલી 5 બોટને ગાંડોતૂર બનેલો દરિયો ખેંચીને લઈ ગયો, ફસાયા 8 લોકો

 • પાંચ બોટ દરિયામાં જતી રહી હતી. પાંચમાંથી એક બોટ દરિયામાં પવનને કારણે ઝોલા ખાતી હતી, જે ક્ષણવારમાં જ ડૂબી ગઈ હતી. આ બોટમાં સવાર લોકો બીજી બોટ પર જતા રહ્યા હતા, જેથી પોતાનો જીવ બચાવી શક્યા હતા

May 18, 2021, 09:30 AM IST

દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર : સૌથી વધુ ખાનાખરાબી વલસાડમાં થઈ, ઉમરગામમાં 7.51 ઈંચ વરસાદ

 • વાપીમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. અહી 40 થી 50 ની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે
 • નવસારી જિલ્લાના દરિયા કિનારે દરિયામાં કરંટ હજી પણ યથાવત છે. મહાકાય મોજા ઉછળી રહ્યા છે
 • ભરૂચ જિલ્લામાં રાત્રી દરમિયાન 62 MM વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ હાંસોટ તાલુકામાં 29 MM નોંધાયો 

May 18, 2021, 08:15 AM IST

રાજકોટમાં ઠેરઠેર વાવાઝોડાની અસર, ગોંડલમાં પોલીસ જવાનોએ રસ્તા પર પડેલા વૃક્ષોને હટાવ્યા

 • ​ગોંડલ, કોટડા સાંગાણી, શાપર વેરાવળ, આટકોટ, જસદણ, વીંછીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે
 • ગોંડલ શિવરાજગઢ રોડ ઉપર વાવાઝોડામાં પડી ગયેલા બાવળના ઝાડ અને ઉડી આવેલ સાંઠીની ભરીઓને પોલીસ જવાનોએ દૂર કરી રસ્તો સાફ કર્યો

May 18, 2021, 07:43 AM IST

સુરેન્દ્રનગર તરફ વળ્યું વાવાઝોડું, હાલ તોફાન પ્રતિ કલાક 13 કિમીની સ્પીડે આગળ વધી રહ્યુ છે

 • ​રાજુલા અને જાફરાબાદને જોડતા રસ્તા પર અનેક વૃક્ષો ધરાશયી થતા બંને શહેરોનો જોડતો માર્ગ બંધ થયો છે. મોડી રાતથી અહી કોઈ અવરજવર થઈ નથી રહી
 • જાફરાબાદમાં મોબાઈલ ટાવર તૂટી પડ્યો છે. તો દીવના બસ સ્ટેન્ડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા. ઉના દીવમાં 300 થી વધુ વૃક્ષો ધારાશાહી થયા

May 18, 2021, 06:48 AM IST

તૌકતેએ સૌથી વધુ તબાહી દીવમાં સર્જી, 130 કિમીની સ્પીડે ફૂંકાયેલા પવને બધુ વેરવિખેર કર્યું

18 મેની સવાર ગુજરાત માટે રાહતના સમાચાર લઈને આવી છે. તૌકતે વાવાઝોડું (gujratcyclone) ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. વેરાવળ સોમનાથમાં ગત મોડી રાતથી વીજપુરવઠો ચાલુ-બંધ થવાનો સિલસિલો યથાવત છે. હાલ પણ પવનની ગતિ સામાન્ય કરતા અતિ વધારે છે. પરંતુ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. 

May 18, 2021, 06:12 AM IST

રાહતના સમાચાર : તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યુ છે, મધ્ય આંખ છૂટી પડી રહી છે

 •  વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે
 • વાવાઝોડું ટકરાયું ત્યારે મુખ્યમંત્રી કંટ્રોલરૂમમાં ઉપસ્થિત હતા અને સમગ્ર વાવાઝોડાના મેનેજમેન્ટનું સંચાલન કરી રહ્યા હતા

May 18, 2021, 05:26 AM IST

વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ ૬૦૦ કિ.મી.ના અંતરે, આવતીકાલે ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે

ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડુ (Cyclone) દક્ષિણ ગુજરાત (South Gujarat) થી વેરાવળ તરફ ૬૦૦ કિ.મી. છે જેની ગતિની તીવ્રતા આગામી ૨૪ કલાકમાં વધવાની સંભાવના છે.

May 16, 2021, 07:59 PM IST

મુખ્યમંત્રીએ કરી જાહેરાત, વાવાઝોડાની સંભાવનાને પગલે 2 દિવસ ગુજરાતમાં વેક્સિનેશન સ્થગિત

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)  નાગરિકોને આ બે દિવસો દરમ્યાન પોતાના ઘરથી બહાર નહીં નીકળવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્યમાં વાવાઝોડા (Cyclone) સાથે અતિવૃષ્ટિની પણ સંભાવના છે. 

May 16, 2021, 07:26 PM IST

'તૌકતે' ના લીધે દરિયામાં કરંટ સર્જાતા મોજા ઉછળ્યા, અનેક જગ્યાએ વરસાદથી ઠંડક પ્રસરી

મુખ્યમંત્રીના અનુસાર હાલ વાવાઝોડું વેરાવળથી 570 કિલોમીટર દુર છે. પોરબંદર અને મહુવા વચ્ચેના દરિયા કિનારે આ વાવાઝોડુ ટકરાય તેવી શક્યતા છે. પવનની ગતિ 150 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે. 

May 16, 2021, 06:44 PM IST

તૌક્તે સાયક્લોનના જોખમને ટાળવા ખેડુતોને રાખવી આટલી કાળજી

તૌક્તે સાયક્લોનના કારણે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાવાઝોડા તથા વરસાદી ઝાપટા પડવાની તેમજ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે.

May 16, 2021, 06:13 PM IST

વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાશે તો કોરોના દર્દીઓનું શું થશે? સરકારે કર્યુ આ પ્લાનિંગ

 • 291 PGVCLની અને 294 કોન્ટ્રાક્ટરોની ટીમના 2 હજારથી વધુ કર્મચારીઓ સૌરાષ્ટ્રમાં તૈનાત કરાયા છે
 • વીજપોલ, કેબલ અને ટ્રાન્સફોર્મર જરૂરિયાત મુજબ તમામ સ્ટોર સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે
 • કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટમાં બેકઅપ આપવામાં આવ્યું છે

May 16, 2021, 04:24 PM IST

વાવાઝોડા સામે લડવા ગુજરાત તૈયાર : 1300 હોસ્પિટલમાં ડિજી સેટ વસાવવા આદેશ અપાયો

 • પોરબંદરના 40 ગામના 7 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવશે
 • ભાવનગર, ઘોઘા, તળાજા અને મહુવા તાલુકાના 34 ગામોમાં એલર્ટ આપી દેવાયુ
 • ગીર સોમનાથમાં એક કિલોમીટરના વિસ્તારમાં ૨૩૫૯૫ પ્રભાવિત લોકોને આજ સાંજ સુધી ખસેડવામાં આવશે

May 16, 2021, 03:25 PM IST

દક્ષિણ ગુજરાતમાં 4 તાલુકાને વાવાઝોડાની સૌથી વધુ અસર થશે, NDRF સક્રિય બન્યું

 • તૌકતે વાવાઝોડાની અસરને લઈને વલસાડ જિલ્લામાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી
 • ઉમરગામ તાલુકાને વધારે ઇફેક્ટ થઈ શકે તેમ હોવાથી ટીમ ઉમરગામની મુલાકાત લેશે

May 16, 2021, 02:41 PM IST

તૌક્તે વાવાઝોડાની અસર શરૂ, સાપુતારા સહિત આ વિસ્તારોમાં વરસાદ શરૂ

આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. ત્યારે ગુજરાતના ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. 

May 16, 2021, 02:35 PM IST

ભૂજ, પોરબંદર કે પછી ગુજરાતના આ સ્થળે જઇ રહ્યા હોવ તો વાંચી આ સમાચાર, વાવાઝોડાના લીધે 56 ટ્રેનો થઇ રદ

ચક્રવાતી વાવાઝોડું તૌકતેની ચેતવણીના પગલે મુસાફરો તથા ટ્રેનોની સલામતી અને પરિચાલન ને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ, કેટલીક ટ્રેનો ગંતવ્ય પહેલા સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

May 16, 2021, 02:03 PM IST

વાવાઝોડાની તૈયારીઓ લઇને અમિત શાહે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિવ દમણના શાસકો સાથે યોજી સમીક્ષા બેઠક

કેન્દ્રિય ગૃહમંત્રીએ તૌકતે વાવાઝોડા (Cyclone) થી પ્રભાવિત થનાર રાજ્યો સાથે વહીવટી તંત્રની તૈયારીઓની સમિક્ષા કરીને સ્ટેન્ડબાય રહેવા જરૂરી સૂચનાઓ આપી હતી.  

May 16, 2021, 01:36 PM IST