close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

cyclone vayu

Saurashtra: Marketing Yards Will Re-open As Cyclone Vayu Diverts Route PT1M51S

સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી ફરી થશે શરૂ, જુઓ વિગત

વાવાઝોડાનો ખતરો ટળ્યાં બાદ સૌરાષ્ટ્રમાં જનજીવન સામાન્ય, આજ સાંજથી ખેડૂતોની જણસી માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવશે. વાવાઝોડાના કારણે બે દિવસ માર્કિટિંગ યાર્ડ હતા બંધ.

Jun 14, 2019, 02:40 PM IST
Gir Somnath: Roads Collapse Due to Heavy Rains PT2M46S

ગીરસોમનાથ: નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો, જુઓ લોકોએ શું કહ્યું

વાવાઝોડાની અસરને લઈ ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, છેલ્લા 2 કલાકમાં દોઢ ઈંચ, તો 24 કલાકમાં ખાબક્યો આઠ ઈંચ જેટલો વરસાદ. હિરણ નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો, સોમનાથ મંદિર પાસે ભરાયા પાણી.

Jun 14, 2019, 02:30 PM IST
Somnath: In Conversation With Residents After Vayu Cyclone PT9M33S

સોમનાથ: વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું,જુઓ સ્થાનિકોએ શું કહ્યું

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 14, 2019, 02:20 PM IST
Dev Bhumi Dwarka : In Conversation With People Migrated Due to Cyclone Vayu PT5M46S

જુઓ વાયુ વાવાઝોડાના પગલે સ્થળાંતર કરાયેલા લોકો સાથે ખાસ વાતચીત

દેવ ભુમિ દ્વારકા : વાવાઝોડાના પગલે દ્વારકામાં લોકોને સલામત સ્થળે ખસેડાયાં હતા, જ્યાં સ્થળાંતર કરાયેલા લોકો સાથે ZEE 24 કલાકે ખાસ વાતચીત કરી હતી.

Jun 14, 2019, 01:20 PM IST
Porbandar: People Given Shelter at School because of Cyclone Vayu PT4M28S

વાયુ વાવાઝોડાને પગલે પોરબંદરમાં લોકોને અપાયો આશરો, જુઓ વીડિયો

પોરબંદર: વાયુ વાવાઝોડાને પગલે 500થી વધુ સ્થાનિકોને સરકારી શાળામાં અપાયો આશરો, થોડા સમય બાદ સ્થાનિકોને પરત ફરવા અપાશે સૂચના.

Jun 14, 2019, 01:05 PM IST
CM Rupani's Press Conference on Cyclone Vayu After Effects PT6M41S

વાયુ વાવાઝોડાને લઈને CM રૂપાણીની પત્રકાર પરિષદ

વાયુ વાવાઝોડાને લઈને CM રૂપાણીની પત્રકાર પરિષદ ,મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી કે ગુજરાત આફતમાંથી મુક્ત થયું છે. આવતીકાલથી શાળા-કોલેજો રાબેતા મુજબ ચાલું થશે.

Jun 14, 2019, 12:35 PM IST
Gir Somnath: Due to Heavy Rains Roads Collapse PT2M43S

ગીરસોમનાથ: નદીમાં પૂર આવતા રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો

વાવાઝોડાની અસરને લઈ ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, છેલ્લા 2 કલાકમાં દોઢ ઈંચ, તો 24 કલાકમાં ખાબક્યો આઠ ઈંચ જેટલો વરસાદ. હિરણ નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો, સોમનાથ મંદિર પાસે ભરાયા પાણી.

Jun 14, 2019, 12:30 PM IST

જુઓ LIVE રૂટ: વિનાશકારી 'વાયુ' વાવાઝોડું આખરે ગુજરાતથી દૂર...

ગુજરાતને ધમરોળવા માટે આગળ વધી રહેલા વાવાઝોડા વાયુએ અચાનક જ ગુરુવારે સવારે પોતાની દિશા બદલી. તે સમયે વાયુ 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું. વાયુ વાવાઝોડું ઓમાન બાજુ ફંટાઈ ગયું. જો કે આમ છતાં તેની અસર ગુજરાતના  કાંઠા વિસ્તારો પર પડશે. 3 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા છે. હવામાન ખાતાએ એવી પણ આગાહી કરી છે કે, આ વાવાઝોડુ માત્ર દરિયાકાંઠાથી પસાર થઈ શકે છે. સોમનાથ, પોરબંદર, દ્વારકામાં વાવાઝોડાની ખાસી અસર જોવા મળી શકશે. પરંતુ વાયુ વાવાઝોડું ગુજરાતને ટકરાશે નહિ, પણ તેની અસર જોવા મળશે. માત્ર વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં નહિવત કમોસમી વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. આ સિસ્ટમ પાણીમાં ભ્રમણ ચાલુ રાખશે. પરંતુ તટીય વિસ્તારોને હીટ કરવાની શક્યતા નબળતી થઈ નજર આવી રહી છે. ભીષણ ગંભીર ચક્રવાર વાયુ હાલના સમયે કેટેગરી-2માં તોફાનની સ્થિતિ બનાવી રાખશે, પરંતુ કેટેગરી-1ના તોફાનમાં પ્રવેશ કરી શકે છે. જોકે, આ સિસ્ટમને કારણે 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલશે. જે કદાચ 175 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી શકે છે. તોફાની હવાઓને કારણે નુકશાનની શક્યતાઓ પણ રહેલી છે. હવામાન એક્સપર્ટસ અનુસાર, નબળુ સ્ટીયરિંગ વાતાવરણ ચક્રવાત વાયુના ટ્રેકમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

Jun 13, 2019, 07:10 PM IST

પોરબંદર : ભારે પવનથી દરિયામાં તૂટી પડી ભૂતેશ્વર મહાદેવની દિવાલ

સૌરાષ્ટ્રના માથા પરથી મોટુ સંકળ ટળ્યું છે, વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા હવે તંત્રએ રાહતનો શ્વાસ તો લીધો છે. જોકે, પવન અને ભારે વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને ધમરોળી રહ્યા છે. તો ભારે પવનને કારણે દરિયા કાંઠે ઘણુ નુકશાન થઈ રહ્યું છે. પોરબંદરમાં દરિયા કાંઠે આવેલ ભૂતેશ્વર મહાદેવનું મંદિર તૂટ્યું છે. 

Jun 13, 2019, 03:47 PM IST
PM Modi Talks With CM Rupani Regarding Cyclone PT2M20S

PM મોદીએ વાવાઝોડા અંગે CM રૂપાણી સાથે કરી વાતચીત, જુઓ વિગત

PM મોદીએ વાવાઝોડા અંગે CM રૂપાણી સાથે કરી વાતચીત.

Jun 13, 2019, 03:40 PM IST

ભલે દિશા બદલાઈ, પણ 900 કિમીનો વ્યાસ ધરાવતા ‘વાયુ’ને હળવાશથી લેવા જેવુ નથી

વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા જ ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માથેથી મોટુ સંકટ ટળ્યું હોય એવુ લોકો અનુભવી રહ્યા છે. પણ, 900 કિલોમીટરનો વ્યાસ ધરાવતા આ વાયુ વાવાઝોડાને હળવાશથી લેવા જેવુ નથી. કારણ કે, તેની તીવ્રતા સૌરાષ્ટ્રના દરિયા કાંઠાને ધમરોળી શકે છે. ભલે વાવાઝોડાનુ થોડુ નબળુ પડ્યું હોય, અને તેના દિશા બદલાઈ હોય, પણ તે હજી પણ વિનાશ નોતરી શકે તેટલુ સક્ષમ છે.  

Jun 13, 2019, 02:22 PM IST

નવસારીમાં વાયુની અસર દેખાઈ, ગામમાં ઘૂસી આવ્યા દરિયાના પાણી

અરબી સમુદ્રમાંથી પેદા થયેલ વાયુનું ભયાનક વાવેતર ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાં વધુ નુકશાની થવાની છે જયારે દક્ષિણ ગુજરાત પણ વાયુની ઝપેટમાં આવી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં તેની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. આ શરૂઆત નવસારી જિલ્લાના બોરસી ગામેથી થઈ છે.

Jun 13, 2019, 01:43 PM IST

‘વાયુ’ વાવાઝોડાને કારણે દ્વારકા મંદિરની ધજા ચઢાવવાની પ્રથા બદલાઈ

વાયુ વાવાઝોડાના પગલે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પહેલીવાર અનોખો નજારો જોવા મળ્યો છે. યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર પર એક સાથે બે ધજા ચડાવાઈ હોય એવો પહેલો પ્રસંગ બન્યો છે. જગતના નાથના મંદિર પર પહેલી વખત 56 ગજની બીજી ધજા મંદિર પર ચઢાવવામાં આવી છે. દ્વારિકાધીશ મંદિર પર બે ધજા ચડાવાઈ હોય એવો આ પહેલો પ્રસંગ છે. 

Jun 13, 2019, 01:21 PM IST

21 વર્ષ પહેલા પણ કંડલામાં ત્રાટક્યું હતું વાવાઝોડું, માનવીઓનાં મૃત્યુ આંકનો કોઇ હિસાબ નથી

સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓ 21 વર્ષ પહેલાની આ ઘટના ભૂલ્યા તો નહીં જ હોય ત્યાં વાયુ વાવાઝોડાથી થનાર સંભવિત વિનાશની કલ્પનાએ જ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતાં. 1998માં આવેલા પ્રચંડ વાવાઝોડાએ હજારો લોકોનો ભોગ લીધો હતો, અને અબજો રૂપિયાનું નુકશાન કર્યું હતું.

Jun 13, 2019, 12:24 PM IST
Adhik Mukhya Sachiv Press Conference on Cyclone Vayu PT16M52S

વાયુ વાવાઝોડાને લઈને અધિક મુખ્ય સચિવે શું કહ્યું, જુઓ વીડિયો

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 12:20 PM IST

વાયુ વાવાઝોડું ટકરાવાનું સંકટ ટળ્યું પરંતુ અમરેલી, જૂનાગઢમાં ભારે વરસાદથી પૂરનું જોખમ

વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે પરંતુ એની દિશામાં થોડો ફેર થતાં હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે નહીં પરંતુ એની આડ અસરો દેખાવાની શરૂ થઇ ગઇ છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. આ સંજોગોમાં અમરેલી અને જૂનાગઢ પંથકમાં ભારે વરસાદથી પૂરનું જોખમ વધ્યું છે. હવામાન ખાતા દ્વારા આગામી 48 કલાકમાં આ પંથકમાં 10 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. 

Jun 13, 2019, 12:13 PM IST

‘વાયુ’ની આફત: રાજ્યના અનેક ગામોમાં વિજળી ડુલ, દ્વારકાના ગોમતી ઘાટે યાત્રિકોને પ્રવેશબંધી

વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, વાયુ વાવાઝોડાનો રૂટ બદલાતા હવે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં.

Jun 13, 2019, 09:22 AM IST

રાજ્યના તમામ બંદરો પર લાગ્યું 9 નંબરનું સિગ્નલ, 2.75 લાખથી વધારે લોકોનું સ્થળાંતર

ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે અગમચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા અનેક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો પર પણ વાવાઝોડાને લઇને એલર્ટ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

Jun 13, 2019, 07:33 AM IST

બસ, હવે ગણતરીના કલાકમાં વાયુ ત્રાટકશે ગુજરાત પર, જોતા રહો લેટેસ્ટ અપડેટ

'વાયુ' વાવાઝોડાની દિશા બદલાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. હવે વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું છે. દિશાની સાથે સાથે સમય પણ બદલાયો છે. હવે વાવાઝોડું સવારને બદલે બપોરે ત્રાટકવાનું છે. 24 કલાક સુધી આ વાવાઝોડાની અસર જોવા મળશે. ત્યારે જુનાગઢ અને પોરબંદરમાં સૌથી વધુ અસર થશે. ત્યારે વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ જાણો...

Jun 13, 2019, 06:58 AM IST

વાયુ વાવાઝોડું: 3 લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડાયા-અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વાયુ વાવાઝોડાથી ઊભા થયેલા સંકટને જોતા ગુજરાતમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 3.10 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દેવાયા છે.

Jun 12, 2019, 11:12 PM IST