Delhi Election Exit Poll: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. મતદારોએ 699 નેતાઓના ભાવિ EVMમાં સીલ કરી દીધા છે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ આવશે. તે પહેલા એક્ઝિટ પોલના અનુમાન આવી ગયા છે, જેમાં આમ આદમી પાર્ટીનું ટેન્શન વધારશે તેવું લાગી રહ્યું છે. જ્યારે આ એક્ઝિટ પોલમાં ભાજપ 25 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પરત ફરતી દેખાઈ રહી છે. ચાલો જાણીએ કે કયા સર્વેમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળવાની આશા છે.
Delhi Election Exit Polls 2025: ZEE NEWS અને ICPLએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પર સૌથી મોટો સર્વે કર્યો છે. AI સર્વેમાં 5 લાખથી વધુ લોકો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો છે, જે મુજબ આમ આદમી પાર્ટી (AAP) 33-38 સીટો, ભારતીય જનતા પાર્ટી (BJP) 31-36 સીટો અને કોંગ્રેસ 0-2 સીટો મળી શકે છે.