delhi police

અંકિત શર્મા કેસમાં વધુ એકની ધપરકડ, દિલ્હી હિંસા દરમિયાન થઈ હતી હત્યા

દિલ્હી પોલીસે કહ્યું કે, આઈબી અધિકારી અંકિત શર્માની હત્યાન આરોપી પાંચ નામથી જાણીતો છે. જે મોમિન ઉર્ફે સલમાન ઉર્ફે હસીન ઉર્ફે મુલ્લા ઉર્ફે નન્હે છે. આરોપીની સુંદર નગરીથી ધરપકડ કરવામાં આવી છે.

Mar 12, 2020, 04:59 PM IST

PFIના ચેરમેન અને સચિવની ધરપકડ: શાહીન બાગ પ્રદર્શનમાં ફંડિંગનો આરોપ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચેરમેનનું નામ પરવેજ અને સચિવનું નામ મોહમંદ ઇલિયાસ છે. તમને જણાવી દઇએ કે PFI પર શાહીન બાગમાં CAA ના વિરૂદ્ધ થઇ રહેલા પ્રદર્શનો અને દિલ્હી હિંસામાં ફંડિંગનો આરોપ છે.

Mar 12, 2020, 11:19 AM IST

દિલ્હીઃ હિંસા ભડકાવવાના આરોપમાં તાહિર હુસૈનના ભાઈ શાહ આલમની ધરપકડ

શાહ આલમ પર ઉત્તર પૂર્વી દિલ્હીમાં હિંસા (Delhi Violence) ભડકાવવાનો આરોપ છે. 

 

Mar 9, 2020, 11:13 PM IST

શાહીન બાગમાં ભોજન અને પૈસા ઉપલબ્ધ કરાવવો હતો PFIનો સભ્ય દાનિશ, થયો મોટો ખુલાસો

દિલ્હી પોલીસ (Delhi Police)ની સ્પેશિયલ સેલે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના સભ્ય દાનિશ અલીની ધરપકડ કરી છે.
 

Mar 9, 2020, 10:08 PM IST

દિલ્હીઃ ISIS મોડ્યૂલ સાથે જોડાયેલા પતિ-પત્ની વિશે મળી ચોંકાવનારી જાણકારી

દિલ્હી પોલીસ (Delhi Police)ના સ્પેશિયલ સેલે રવિવારે આઈએસઆઈએસ મોડ્યૂલ સાથે જોડાયેલા પતિ-પત્નીની ધરપકડ કરી હતી. 
 

Mar 9, 2020, 08:32 PM IST

દિલ્હી હિંસાના આરોપી તાહિર હુસૈનની ધરપકડ, IB કર્મચારી અંકિત શર્માની હત્યાનો છે આરોપ

તાહિર હુસૈન દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટમાં સરેન્ડર કરવાનો હતો. 
 

Mar 5, 2020, 03:04 PM IST

દિલ્હી હિંસા: અત્યારે ક્યાં છે પોલીસને પિસ્તોલ બતાવનાર શાહરૂખ, નક્કર પુરાવા મળ્યા

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના નોર્થ ઇસ્ટ વિસ્તારમાં થયેલી હિંસા દરમિયાન એક નિઃશસ્ત્ર સુરક્ષાકર્મીની છાતી પર પિસ્તોલ તાકનાર અને હવામાં ફાયરિંગ કરીને આતંક મચાવનાર શાહરૂખ ખાનની શોધખોળ દિલ્હી પોલીસ (Delhi Police) કરી રહી છે. તમને જણાવી દઇએ કે સ્પેશિયલ સેલની 10 ટીમ શાહરૂખની શોધખોળમાં ઘણા શહેરોમાં રેડ કરી રહી છે.

Mar 3, 2020, 08:12 AM IST

Breaking News : શાહીન બાગમાં આજથી કલમ 144 લાગુ, પોલીસ રાખી રહી છે બાજનજર 

શાહીન બાગમાં છેલ્લા 77 દિવસથી સીએએ અને એનઆરસી વિરોધી આંદોલન ચાલી રહ્યો છે અને પ્રદર્શનકારી એક રસ્તા પર ધરણા પર બેઠા છે.

Mar 1, 2020, 11:36 AM IST

પોલીસ સામે પિસ્તોલ તાણનારા શાહરૂખ અંગે ZEE NEWS નો ચોંકાવનારો ખુલાસો, જરૂર વાંચો

રાષ્ટ્રીય રાજધાનીનાં નોર્થ ઇસ્ટ વિસ્તારમાં થયેલી હિંસા દરમિયાન એક સુરક્ષા કર્મચારીની છાતી પર પિસ્તોલ ધરી દેનાર અને હવામાં અનેક રાઉન્ડર ફાયરિંગ કરીને સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાવનાર યુવાનને પોલીસ શોધી રહી છે. જો કે તે હવે પોલીસ પકડથી દુર છે. જો કે કેટલીક સોશિયલ મીડિયા અને મીડિયા ચેનલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોળીઓ ચલાવનારો વ્યક્તિ શાહરુખ નહી પરંતુ અનુરાગ મિશ્રા છે. આબધા જ સવાલો સાથે ZEE NEWS દિલ્હીનાં અરવિંદ નગરમાં શાહરુખનાં ઘરે પહોંચ્યું હતું. કોણ છે ગોળીબાર કરનારો શાહરુખ ? 

Feb 28, 2020, 11:21 PM IST

DCP નો જીવ બચાવનાર ACP અનુજનું દર્દ : મોત અમારાથી 10 મીટર દુર હતું

રાષ્ટ્રીય રાજધાનીનાં તોફાનોમાં ઘાયલ થયેલા બહાદુર એસીપી ગોકલપુરી અનુજ કુમારે ZEE NEWS સાથે વાતચીત કરી હતી. એસીપીએ જણાવ્યું કે, જ્યારે ચાંદબાગ બજારમાં સીએએ વિરોધી ટોળાઓ રસ્તા અટકાવી રહ્યા હતા ત્યારે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો. જો કે આ ટોળાએ પથ્થરમારો ચાલુ કરી દીધો. આ દરમિયાન ડીસીપી શહાદરા અમિત શર્મા ઘાયલ થયા. એસીપીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ડીસીપી અમિત શર્માનાં મોઢામાંથઈ લોહી નિકળી રહ્યું હતું. આંખો પણ તરી ગઇ હતી. ટોળું 5-10 મીટર જ દુર હતું. અમારા પર સતત પથ્થરમારો થિ રહ્યો હતો. પછી મે જ્યારે ડીસીપીને જોયા તો તેઓ આશાહીન થઇ ગયા હતા. જો કે મે મારી જાતને સંભાળી અને ડીસીપીને લાગેલી ગ્રીલ પરની પેલેપાર મોકલી દીધા. 

Feb 28, 2020, 08:38 PM IST

કનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ, ટુકડે ટુકડે ગેંગ સામે ZEE NEWS ની જીત

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં દેશ વિરોધી નારા લગાવવાનાં મુદ્દે ટુકડે ટુકડે ગેંગને મોટો ઝટકો લાગ્યો છે. આ મુદ્દે આરોપી કન્હૈયા કુમાર પર હવે દેશદ્રોહનો કેસ ચાલશે. દિલ્હીની કેજરીવાલ સરકારે ગૃહ વિભાગને દિલ્હી પોલીસને કનૈયા કુમાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની પરવાનગી આપી છે. દિલ્હી સરકારે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને કનૈયા વિરુદ્ધ દેશદ્રોહની વિવિધ કલમ હેઠળ કેસ ચલાવવા માટેની પરવાનગી આપી દીધી છે. આ ફાઇલ દિલ્હી સરકારનાં ગૃહ વિભાગ પાસે હતી. જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર વર્ષ 2016માં જેએનયુ પરિસરમાં લગાવાયેલા ભારત વિરોધી નારાઓ અને નફરત ફેલાવવાનાં આરોપમાં દિલ્હી પોલીસે એક વર્ષ પહેલા આરોપપત્ર દાખલ કર્યું હતું. આ મુદ્દો સૌથી પહેલા ZEE NEWS દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

Feb 28, 2020, 08:16 PM IST

Delhi Violence: પોલીસે કહ્યું, ‘જેની પાસે પણ કોઈ માહિતી હોય તે અમને આપે....’

દિલ્હી પોલીસે (Delhi Police) લોકોને અપીલ કરી છે કે, ઉત્તર પૂર્વીય દિલ્હી (North East Delhi) માં 23 ફેબ્રુઆરીથી ફેલાયેલી હિંસા (Delhi Violence) વિશે જો તમારી પાસે કોઈ માહિતી હોય તો તે પોલીસને આપે. ઉલ્લેખનીય છે કે, હિંસામાં મરનારા લોકોનો આંકડો 38 પર પહોંચી ગયો છે. દિલ્હી પોલીસે હિંસાની તપાસ કરવા માટે એસઆટીની નિમણૂંક કરી છે. દિલ્હી પોલીસે કહ્યું કે, જે પણ લોકો ઘટનાના સાક્ષી છે, ખાસ કરીને મીડિયા કર્મચારીઓ કે અન્ય કોઈ પાસે ઘટના સાથે જોડાયેલી કોઈ પણ માહિતી હોય, અથવા જેમની પાસે ઘટનાની મોબાઈલથી લેવાયેલ રેકોર્ડિંગ હોય તો તે પોલીસનો સંપર્ક કરે.

Feb 28, 2020, 08:15 AM IST

દિલ્હી હિંસા પર જાવેદ અખ્તર બોલ્યા- સંયોગથી આરોપીનું નામ તાહિર છે

દિલ્હીમાં થયેલી ભયાનક હિંસામાં અત્યાર સુધી 38 લોકોના મોત થઈ ચુક્યા છે. હવે આ હિંસા પર ગીતકાર જાવેદ અખ્તરે પણ પ્રતિક્રિયા આપી છે. 
 

Feb 27, 2020, 10:45 PM IST

રજનીકાંતે દિલ્હી હિંસાને ગણાવી ગૃહ મંત્રાલય અને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા

રજનીકાંતે કહ્યું કે, આ ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા છે અને તેનાથી સાબિત થાય છે કે ગૃહ મંત્રાલય પણ આ ઘટનાના મામલામાં નિષ્ફળ સાબિત થયું છે. પ્રદર્શન અને વિરોધ શાંતિપૂર્ણ રીતે થઈ શકે છે પરંતુ હિંસક અંદાજમાં નહીં. 
 

Feb 26, 2020, 11:20 PM IST

Delhi Violence: 27 મોત, 18 FIR અને 106 લોકોની ધરપકડ, સીએમે લીધી હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત

જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આપસાપના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ દરેક વિસ્તારમાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે. 

Feb 26, 2020, 10:09 PM IST

delhi violence: અત્યાર સુધી 22 લોકોના મોત, 106 લોકોની ધરપકડ, ડ્રોનથી થઈ રહ્યું છે મોનીટરીંગ

દિલ્હી પોલીસે વિશ્વાસ અપાવ્યો કે હવે સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. કોઈએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, જે લોકોઈ કોઈ ફરિયાદ કરવી છે તે 112 નંબર પર ફોન કરી શકે છે. આ સિવાય 22829334 અને 22829335 નંબરો પર પણ ફોન કરીને ફરિયાદ કરી શકો છો કે અન્ય સૂચના આપી શકો છો. 
 

Feb 26, 2020, 08:12 PM IST

જામિયા હિંસામાં 18 લોકો સામે ચાર્જશીટ દાખલ, શરજીલ ઈમામ પર  લાગ્યો આ આરોપ

જામિયા હિંસાને લઈને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (SIT)એ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ ચાર્જશીટ ગત 15 ફેબ્રુઆરીના રોજ સાકેત કોર્ટમાં ફાઈલ કરાઈ છે. આ આરોપ પત્રમાં 18 લોકો સામે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો, તોફાનો કરવાનો, સરકારી કર્મચારી સાથે મારપીટ કરવાના અને સરકારી કામમાં વિધ્ન પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યાં છે. 

Feb 18, 2020, 01:39 PM IST

દિલ્હી પોલીસે તોફાની તત્વોનો સામનો કરતા સમયે શાંત બન્યા રહેવું જોઈએઃ અમિત શાહ

બીજીતરફ દિલ્હી પોલીસના સ્થાપના દિવસ સમારોહમાં ગૃહ પ્રધાન અમિત શાહે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભ ભાઈ પટેલે 1950માં આપેલા એક ભાષણનો હવાલો આપતા કહ્યું, 'ગુસ્સો અને ઉશકેરણી બાદ પણ દિલ્હી પોલીસે શાંત રહેવું જોઈએ. 
 

Feb 16, 2020, 05:19 PM IST

ભજનપુરા કેસ: દંપત્તિ અને 3 બાળકોની નિર્મમ હત્યાના કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો 

ભજનપુરામાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ ઘરના મોભી શંભુના મામ પ્રભુ મિશ્રાએ આ હત્યાકાંડને અંજામ આપ્યો છે. કહેવાય છે કે પૈસાની લેતીદેતીને લઈને પરિવારમાં વિવાદ હતો. ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. 

Feb 13, 2020, 05:40 PM IST

દિલ્હીઃ રોહિણીમાં મહિલા સબ ઇન્સપેક્ટરની હત્યા, થોડા સમય બાદ આરોપીએ કરી આત્મહત્યા

દિલ્હીના રોહિણી વિસ્તારમાં મહિલા સબ ઇન્સપેક્ટરની શુક્રવારે રાત્રે હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાના આરોપી પીએસઆઈ દીપાંશુએ પણ આત્મહત્યા કરી લીધી છે. કરનાલની પાસે એક ગાડીમાં દીપાંશુની લાશ મળી છે. 
 

Feb 8, 2020, 09:32 AM IST