devendra fadanvis

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : 50-50 ફોર્મ્યુલાથી નમતું નહીં ઝોખે શિવસેના- ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્ર ચૂંટણીમાં અત્યારે મતગણતરી ચાલુ છે, પરંતુ અત્યાર સુધીના પરિણામ મુજબ ભાજપ+શિવસેના ગઠબંધનના ખાતામાં 159 સીટ આવી રહી છે. જેમાં શિવસેના 58 અને ભાજપને 101 બેઠક મળે એમ દેખાઈ રહ્યું છે. આ વાતને જોતાં શિવસેનાનું પલડું ભારે થઈ ગયું છે અને હવે તે ભાજપ સાથે ભાવ-તાલની સ્થિતિમાં આવી ગઈ છે. 

Oct 24, 2019, 05:38 PM IST

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી-2019 : જાણો કયા દિગ્ગજનો થયો વિજય અને કોનો પરાજય

સાંજે 5 વાગ્યાના આંકડા અનુસાર ભાજપ-શિવસેના ગઠબંધનને મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમત મળી રહ્યો છે. જોકે, શિવસેનાએ 2014 કરતાં સારું પ્રદર્શન કરતાં તે ભાજપ પર દબાણ બનાવે એવું હાલ દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની સુપુત્રી પંકજા મુંડેનો પારલી સીટ પર પરાજય થયો છે. પંકજાને તેના જ પિતરાઈ ભાઈ એનસીપીના ધનંજય મુંડેએ હરાવી છે. ઠાકરે પરિવારના સભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા આદિત્ય ઠાકરેનો મુંબઈની વર્લી સીટ પર વિજય થયો છે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પણ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર વિજય થયો છે. 

Oct 24, 2019, 05:13 PM IST

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી અને સુપ્રીમમાં થશે દેવેન્દ્ર ફડણવીસ સામેની અરજીની સુનાવણી

અરજીકર્તાનો આરોપ છે કે, ફડણવીસે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં તેમના ઉપર પડતર 2 અપરાધિક કેસની માહિતી છુપાવી હતી. જોકે, આ અગાઉ બોમ્બે હાઈકોર્ટ આ અરજી ફગાવી ચૂકી છે. 
 

Sep 30, 2019, 10:43 PM IST

ચૂંટણી પહેલા ED એ શરદ પવાર પર 'લગામ' કસી, NABARD ના રિપોર્ટ આધારે કેસ દાખલ

શરદ પવાર સહિત 75 નેતાઓની વિરુદ્ધ નાબાર્ડ દ્વારા 2010માં તૈયાર કરાયેલા એક અહેવાલનાં આધારે તપાસ ચાલુ કરી છે

Sep 26, 2019, 08:19 PM IST

મહારાષ્ટ્રઃ કોંગ્રેસ-NCPને મોટો ફટકો, 4 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીમાંથી રાજીનામું આપનારા આ તમામ ધારાસભ્ય બુધવારે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે 
 

Jul 30, 2019, 03:46 PM IST

મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર: અલગ-અલગ જગ્યાએ દિવાલ ધરાશાયી, 22 લોકોના મોત

મહારાષ્ટ્રમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. અહીં અલગ-અલગ જગ્યા પર ભારે વરસાદ થવાના કારણે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં 21 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

Jul 2, 2019, 08:22 AM IST

મહારાષ્ટ્રમાં આદિત્ય ઠાકરેને નાયબ મુખ્યમંત્રી બનાવવા શિવસેનાની માગઃ રિપોર્ટ

એવું કહેવાય છે કે જો ભાજપ દ્વારા શિવસેનાની આ માગનો સ્વીકાર કરવામાં આવશે તો 29 વર્ષના આદિત્ય ઠાકરો માટે આ પ્રથમ રાજકીય પોસ્ટ ગણાશે, શિવસેનાએ લોકસભામાં પણ ડેપ્યુટી સ્પીકર પદ આપવા ભાજપ સમક્ષ માગ કરી છે 
 

Jun 13, 2019, 01:20 PM IST

દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત બાદ અણ્ણા હજારેએ સાતમા દિવસે કર્યા પારણા

અણ્ણા હજારે(81) લોકપાલ અને લોકાયુક્તની નિમણુકના મુદ્દે 30 જાન્યુઆરીના રોજ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા 

Feb 5, 2019, 09:57 PM IST

શિવસેનાએ BJP સાથે ગઠબંધનના સંકેત આપ્યા, કહ્યું મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઇ

સોમવારે શિવસેના સાંસદોએ ઠાકરે પરિવારનાં પારિવારિક મકાન માતોશ્રીમાં બેઠક યોજી હતી. અહીં ઉદ્ધવ ઠાકરે સાથે લાંબી બેઠક ચાલી હતી

Jan 28, 2019, 05:06 PM IST

મહારાષ્ટ્રઃ મરાઠાને મળશે 16% અનામત, પહેલાની 52% અનામત યથાવત રહેશે

મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે, તેઓ રાજ્યમાં અગાઉથી લાગુ થયેલી 52 ટકા અનામત સાથે કોઈ પણ છેડછાડ કર્યા વગર મરાઠા સમાજના લોકોને અનામત આપશે 

Nov 27, 2018, 04:36 PM IST