donald trump

રિપોર્ટમાં Donald Trump વિશે હચમચાવી નાખે તેવો દાવો, એકલા હોય ત્યારે આવી હરકતો કરે છે ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મળેલી હારે શું ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક સ્થિતિ પર અસર કરી છે? શું ટ્રમ્પ માનસિક રીતે બીમાર છે અને આ બીમારીમાં તેઓ  કેપિટલ હિલ જેવી ઘટનાઓને અંજામ આપવા માટે સમર્થકોને ભડકાવી રહ્યા છે? ડેઈલી મેઈલનો એક રિપોર્ટ સામે આવ્યા બાદ હવે આ સવાલ ઉઠી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ટ્રમ્પ કેબિનેટના સભ્ય અને રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ ટ્રમ્પની માનસિક સ્થિતિ અંગે ચર્ચાઓ કરી છે. આમ તો જે રીતનું વલણ ટ્રમ્પે છેલ્લા કેટલાક સમયમાં દર્શાવ્યું છે તેને જોતા આ પ્રકારના દાવાને સંપૂર્ણ રીતે ફગાવી શકાય નહીં. 

Jan 8, 2021, 09:33 AM IST

US: હિંસા બાદ ટપોટપ રાજીનામા પડ્યા, Donald Trump ને પણ તાબડતોબ પદેથી હટાવવાની તૈયારી!

ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ગુરુવારે કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસીને જોરદાર હોબાળો કર્યો અને તોડફોડ કરી. અમેરિકી સંસદમાં થયેલી બબાલની અસર હવે જોવા મળી રહી છે અને હિંસાને કારણે ગુરુવારે ટ્રમ્પ પ્રશાસનના અનેક મહત્વપૂર્ણ લોકોએ પોતાના પદેથી રાજીનામા આપી દીધા. 

Jan 7, 2021, 12:12 PM IST

US: ટ્રમ્પ સમર્થકોએ સંસદને બંધક બનાવવાની કરી કોશિશ, આ PHOTOS એ દુનિયાને કરી સ્તબ્ધ

આ હોબાળો એવા સમયે થયો કે જ્યારે અમેરિકી કોંગ્રેસમાં ઈલેક્ટોરલ કોલેજ અંગે ચર્ચા ચાલુ હતી. આ મીટિંગમાં જો બાઈડેનની ચૂંટણી જીતની પુષ્ટિ થવાની હતી. આ હિંસક ઘટનાની અમેરિકામાં અને વિશ્વમાં ખુબ ટીકા થઈ રહી છે. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે નેશનલ ગાર્ડ્સે કાર્યવાહી કરવી પડી. અત્રે જણાવવાનું નવા ચૂંટાઈ આવેલા જો બાઈડેન 20મી જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે. 

Jan 7, 2021, 11:37 AM IST

US સંસદ પર આ અગાઉ પણ થયો હતો Attack!, જાણો કોણે હુમલો કરીને બાળી મૂકી હતી ઈમારત?

અમેરિકામાં લગભગ 200 વર્ષ બાદ ઈતિહાસે પોતાને દોહરાવ્યો છે. ગુરુવારે વોશિંગ્ટનમાં જે રીતે કેપિટલ હિલ પર કબ્જો જમાવવાની કોશિશ કરવામાં આવી.

Jan 7, 2021, 10:07 AM IST

Donald Trump સમર્થકોના હિંસક પ્રદર્શન પર PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના સમર્થકોએ ઈલેક્ટોરલ કોલેજ અંગેની બેઠક અગાઉ ગુરુવારે કેપિટલ બિલ્ડિંગમાં ખુબ ઉત્પાત મચાવ્યો અને તોડફોડ કરી. ઉપદ્રવીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા જ્યારે એક મહિલાનું મોત થયું હોવાના પણ અહેવાલ છે. વોશિંગ્ટનમાં હાલ કરફ્યૂ લાદી દેવાયો છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ અમેરિકાની આ તંગ પરિસ્થિતિ પર ટ્વીટ  કરીને કહ્યું કે સત્તા પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. 

Jan 7, 2021, 09:31 AM IST

Donald Trump ના સમર્થકોનું હિંસક પ્રદર્શન, મહિલા સહિત 4 લોકોના મોત બાદ કરફ્યૂ, ટ્રમ્પના Twitter-Instagram એકાઉન્ટ સસ્પેન્ડ

આ હોબાળો એવા સમયે થયો કે જ્યારે અમેરિકી કોંગ્રેસમાં ઈલેક્ટોરલ કોલેજ અંગે ચર્ચા ચાલુ હતી. આ મીટિંગમાં જો બાઈડેનની ચૂંટણી જીતની પુષ્ટિ થવાની હતી. આ હિંસક ઘટનાની અમેરિકામાં અને વિશ્વમાં ખુબ ટીકા થઈ રહી છે.

Jan 7, 2021, 07:36 AM IST

વિદાય લેતા પહેલા ટ્રમ્પે ચીન પર કરી 'ડિજિટલ સ્ટ્રાઈક', અનેક ચીની એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી વિદાય થતા પહેલા ચીનને મોટો ફટકો માર્યો છે. તેમણે Alipay, WeChat Pay સહિત કેટલીક અન્ય ચીની એપ્સ ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકાએ પ્રતિબંધનું કારણ જણાવતા કહ્યું કે આ એપ્સ યૂઝર્સની જાણકારી ચીનની કમ્યુનિસ્ટ સરકારને પહોંચાડી શકે છે. રાષ્ટ્રપતિ ચૂંટણી હાર્યા બાદથી અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચીન વિરુદ્ધ અનેક પગલાં ભરી ચૂક્યા છે. આથી શક્ય છે કે 20 જાન્યુઆરી પહેલા આવા જ કેટલાક નિર્ણયો જોવા મળે. 

Jan 6, 2021, 09:57 AM IST

નવા દલાઈ લામાની પસંદગી પર ચીન સામે ટકરાવા તૈયાર અમેરિકા, ટ્રમ્પે તિબેટ નીતિને આપી મંજૂરી

US China Tension: તિબેટમાં બૌદ્ધોની વચ્ચે પોતાની પકડ મજબૂત કરવા માટે ચીન હવે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી કરવા જઈ રહ્યું છે. તો બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂની પસંદગીમાં ચીનના હસ્તક્ષેપને રોકવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી તિબેટ નીતિ (તિબેટ નીતિ તથા સમર્થન કાયદો 2020)ને મંજૂરી આપી દીધી છે.

Dec 28, 2020, 06:26 PM IST

જતા-જતા અમેરિકી નાગરિકોને ખુશ કરી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, લોકોને મળશે આર્થિક મદદ

નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને પેકેજ પર સહી કરવા માટે ટ્રમ્પ પર દબાણ સર્જ્યુ હતું. તેમણે ચેતવણી આપી હતી કે જો આ પેકેજ પર સહી ન થઈ તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. 

Dec 28, 2020, 09:06 AM IST

અમેરિકી સંસદના દલાઈ લામાના સમર્થમાં પાસ કર્યુ બિલ, તિબેટ સરકારે વ્યક્ત કર્યો આભાર

ફેબ્રુઆરીમાં અમેરિકાની પ્રતિનિધિ સભામાં તિબેટની સંપ્રભુતાને માન્યતા આપતા બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલના માધ્યમથી ચીનના તે ઇરાદા પર પણ પાણી ફરી ગયું છે, જેમાં તે દલાઈ લામાના ઉત્તરાધિકારી પસંદ કરવામાં પોતાની દખલ આપવાનો પ્રયાસ કરી રહ્યું હતું. 

Dec 22, 2020, 08:24 PM IST

PM Modiને મળ્યો USનો Legion of Merit એવોર્ડ, રાષ્ટ્રપતિ Trumpએ કર્યા સન્માનિત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ સોમવારના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ને લીજન ઓફ મેરિટ (Legion of Merit) એવોર્ડથી સન્માનિત કર્યા છે. પીએમ મોદીને આ સન્માન અમેરિકા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધને દર્શાવે છે

Dec 22, 2020, 09:54 AM IST

જતા-જતા ચીન સામે આક્રમક મૂડમાં Donald Trump, હવે 59 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકી વાણિજ્ય મંત્રાલયે 59 ચીની સાઇન્ટિફિટિક અને ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ પર પ્રતિબંધ લાગવાની જાહેરાત કરી છે, તેમાં સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન (SMIC) પણ છે.
 

Dec 19, 2020, 08:40 PM IST

કોરોના સામે જંગ લડવા માટે અમેરિકા પાસે હવે બે વેક્સીન, Modernaને ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી

કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે ટ્રાયલમાં તેની સફળતાનો દર 94.1 ટકા રહ્યો છે. આ વેક્સીનના ટ્રાયલમાં લગભગ 30 હજાર લોકોને ડોઝ આપવામાં આવ્યો હતો.

Dec 19, 2020, 10:27 AM IST

S-400: અમેરિકાએ તુર્કી પર લગાવ્યા પ્રતિબંધ, ભારત માટે કડક સંદેશ? જાણો શું છે મામલો

વિદાય પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા બદલ તુર્કી પર પ્રતિબંધ લગાવ્યા છે. આ સાથે જ અન્ય દેશોને પણ ચેતવ્યા છે કે રશિયા સાથે આવી ડીલ કરતા બચો. આ નવા વિવાદે હવે જો બાઈડેને ઉકેલવો પડશે. તેઓ 20 જાન્યુઆરીના રોજ શપથ લેવાના છે. અમેરિકાની આ કાર્યવાહીથી હવે એ સવાલ ઊભો થઈ ગયો છે કે ભારત પ્રત્યે તેનું શું વલણ હશે? કારણ કે રશિયાની મિસાઈલ સિસ્ટમની ઈચ્છા ધરાવનારાઓમાં ભારત પણ સામેલ છે. 

Dec 15, 2020, 01:54 PM IST

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર છતાં ડોનાલ્ડ ટ્રમ્પનું શક્તિ પ્રદર્શન, સમર્થકો-વિરોધીઓ વચ્ચે હિંસક ઘર્ષણ

ટ્રમ્પ સમર્થક અને વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે શનિવારે સાંજે ઘણી જગ્યાએ ઘર્ષણ થયું હતું. રિપોર્ટ અનુસાર, આ ઘર્ષણમાં ચાકુ લાગવાથી ઈજાગ્રસ્ત ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. મેટ્રોપોલિટન પોલીસ વિભાગે જણાવ્યું કે, 23 લોકોની હિંસાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. 

Dec 13, 2020, 04:44 PM IST

સતત વધી રહેલા કોરોના કેસથી પરેશાન અમેરિકા, FDAએ ફાઇઝરની વેક્સિનને આપી મંજૂરી

Pfizer-BioNTech Covid vaccine: અમેરિકાની વેક્સિન એડવાઇઝરી પેનલે ગુરૂવારે ફાઇઝર કોરોના વેક્સિનની સુરક્ષા અને અસરકારકતાના આંકડા પર 9 કલાક ચર્ચા કરી હતી. ત્યારબાદ વેક્સિન એડવાઇઝરી સમૂહે 17-4ના મતની સાથે નિર્ણય કર્યો કે, ફાઇઝરના શોટ 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાં સુરક્ષિત છે. 

 

Dec 12, 2020, 10:13 AM IST

ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાના મિસ મેનેજમેન્ટથી હારી ગયા ચૂંટણી, મોદીજીએ લીધો લૉકડાઉનનો સખત નિર્યણઃ નડ્ડા

ઉત્તરાખંડના લોકોને સંબોધિત કરતા નડ્ડાએ કહ્યુ, 'અમેરિકાની ચૂંટણી કોવિડના મેનેજમેન્ટ અને મિસ મેનેજમેન્ટ પર થઈ ગઈ. ટ્રમ્પે સત્તા ગુમાવવી પડી, કોવિડના મિસ મેનેજમેન્ટને લઈને. આપણા મોદીજીએ દેશને સૌથી આગળ ઉભા રહીને લીડ કર્યો અને સમય પર લૉકડાઉન લગાવ્યું. 

Dec 6, 2020, 07:33 PM IST

'ક્રુર અને વિશ્વાસઘાતી' છે મારા કાકા ડોનાલ્ડ ટ્રમ્પ, જેલમાં મોકલોઃ મેરી ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પે પોતાના કાકા પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, મારા કાકા અપરાધી, ક્રુર અને વિશ્વાસઘાતી છે અને તેમને જેલ મોકલવા જોઈએ. 

Dec 5, 2020, 01:50 PM IST

ભારતીયો માટે મોટા ખુશખબર!, H-1B Visa પરનો ટ્રમ્પનો નિર્ણય US Court એ પલટી નાખ્યો

નવા નિયમો એટલા કડક હતા કે લગભગ એક તૃતિયાંશ અરજીધારકોને H-1B Visa મળી શકે તેમ નહતા. હવે સત્તા બદલાયા બાદ ટ્રમ્પનો આ આદેશ પણ બદલાઈ ગયો છે. 

Dec 2, 2020, 02:36 PM IST

અમેરિકામાં કંટ્રોલ બહાર કોરોના સંક્રમણ, 6 મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ

સંયુક્ત રાજ્ય અમેરિકામાં મંગળવારે 2146 મૃત્યુ થયા, જે મે બાદ કોરોનાને કારણે સૌથી વધુ મોત છે. આ સાથે કોરોના મહામારીને કારણે દેશમાં મૃત્યુઆંક 2 લાખ 59 હજાર 925 થઈ ગયો છે.

Nov 25, 2020, 04:17 PM IST