donald trump

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે સ્વીકારી હાર, GSAએ બાઇડેનને જાહેર કર્યા વિજેતા

US President Joe Biden: રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ ફેરફારની પ્રક્રિયાને ઔપચારિક રૂપથી આગળ વધારવાનું દાયિત્વ GSAનું છે. હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મતગણનામાં ગડબડના આરોપ લગાવતા ખુદને ચૂંટણી વિજેતા કહેતા હતા. 

Nov 24, 2020, 09:11 PM IST

White Houseમાં બન્યા રહેવાનું ટ્રમ્પનું સપનું તૂટ્યું, આ છેલ્લો દાવ પણ થયો નિષ્ફળ

ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેન (Donald Trump's campaign)ના લોકો પ્રમુખ રાજ્યોમાં આવેલા પરિણામને બદલવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અને આ કારણથી શુક્રવારના ટ્રમ્પે મિશિગનના રિપબ્લિકન સાંસદો સાથે મુલાકાત કરી હતી.

Nov 21, 2020, 05:39 PM IST

Donald Trumpના પરિવાર પર કોરોનાનો કહેર, હવે આ પણ થયા સંક્રમિત

ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર Donald Trump Jr (42) કોરોના સંક્રમિત (Corona infected) થઇ ગયા છે. તેમનો આ અઠવાડિયે કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.  

Nov 21, 2020, 10:47 AM IST

Georgia માં Donald Trump ને આંચકો, રીકાઉન્ટિંગમાં Joe Biden ને મળી જીત

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald Trump)ના ચૂંટણીમાં ગોટાળાના આરોપોને વધુ એક આંચકો લાગ્યો છે. જોર્જિયા (Georgia)માં કરવામાં આવેલી રિકાઉન્ટિંગમાં પણ જો બાઇડેન (Joe Biden)ને જીત મળી છે.

Nov 21, 2020, 09:03 AM IST

ઇઝરાયલને માન્યતા આપવા માટે અમેરિકા પાકિસ્તાન પર ઘણું દબાણ લાવી રહ્યું છેઃ ઇમરાન ખાન

Imran Khan Israel US Pressure: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને અમેરિકા પર ઇઝરાયલને માન્યતા આપવા માટે દબાણ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન તરફથી ઇઝરાયલને માન્યતા આપવા વધુ દબાણ છે. 
 

Nov 17, 2020, 04:19 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરી ફરી કર્યો જીતનો દાવો, ટ્વિટર યૂઝર્સનું આવું રહ્યું રિએક્શન

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential Election)માં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન (Joe Biden)ને જીત મળી છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)પોતાની હાર માનવા માટે તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરી ફરી એકવાર પોતાની જીતનો દાવો કર્યો છે. 

Nov 16, 2020, 02:54 PM IST

આખરે ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડેનની જીત સ્વીકારી, પરંતુ પોતાની હારનો કર્યો ઇનકાર

સત્તા હસ્તાંતરણમાં સતત વિઘ્ન નાખી રહેલા ટ્રમ્પે ટ્વિટર પર પોતાના વિરોધી જો બાઇડેન માટે ટ્વીટ કરીને સનસની ફેલાવી દીધી હતી.

Nov 15, 2020, 10:30 PM IST

Diwali 2020: ડોનાલ્ડ ટ્રમ્પ, બોરિસ જોનસને આપી દિવાળીની શુભેચ્છાઓ, બાઇડેને કહ્યુ- સાલ મુબારક

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દીપ પ્રગટાવતો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને વિદેશ વિભાગે પણ દિવાળી પર્વની શુભેચ્છા આપી છે. 

Nov 14, 2020, 10:52 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ઇશારો, સ્વીકાર કરી શકે છે જો બાઇડેન સામે હાર

ટ્રમ્પ અત્યાર સુધી બાઇડેનની જીતનો ઇનકાર કરતા રહ્યા છે અને તેમણે કેટલાક પરિણામોને કોર્ટમાં પડકારવાની વાત પણ કરી છે. 

Nov 14, 2020, 07:04 PM IST

છૂટાછેડાના સમાચાર વચ્ચે મેલાનિયા ટ્રમ્પે કર્યું કંઇક આવું, થઈ રહી છે ખુબજ ચર્ચા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની પત્ની મેલાનિયા ટ્રમ્પ (Melania Trump)ની તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ છે. જેમાં તેઓ સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing)ના નિયમને ભૂલી સૈનિકોની સાથે હાથમાં હાથ લઇને ચાલતા જોવા મળે છે.

Nov 13, 2020, 07:03 PM IST

કઈંક મોટું થવાની તૈયારી છે અમેરિકામાં? જીદ પર અડેલા ડોનાલ્ડ ટ્રમ્પે હવે કર્યો આ દાવો

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભલે જો બાઈડેનને જીત મળી હોય પરંતુ તેમના માટે સત્તા પર બિરાજમાન થવું સરળ નહીં રહે. તેનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ખુરશી છોડવા તૈયાર જ નથી. તેમણે મિશિગનમાં પણ ચૂંટણી પરિણામને લઈને કેસ દાખલ કર્યો છે. આ બધા વચ્ચે ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે તેમને ચૂંટણીમાં 73,000,000 લીગલ વોટ મળ્યા છે. પોતાના અગાઉની ટ્વીટમાં તેમણે મતની સંખ્યા 71,000,000 ગણાવી હતી. 

Nov 12, 2020, 11:24 AM IST

ડોનાલ્ડ ટ્રમ્પે માર્ક એસ્પરને ડિફેન્સ સેક્રેટરી પદેથી હટાવ્યા, ક્રિસ્ટોફર મિલરને સોંપી કમાન

સૂત્રો પ્રમાણે અમેરિકીમાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને એસ્પર પહેલાથી જ રાજીનામુ આપવા કે પછી બરતરફ થવા માટે તૈયાર હતા. ખાસ કરીને જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા હોત તો.
 

Nov 10, 2020, 03:28 PM IST

ભારત, ચીન, જાપાન... બાઇડેનની વિદેશ નીતિ ટ્રમ્પના વહીવટથી કેટલી અલગ હશે?

જો બાઇડેનના અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનવાથી એશિયન દેશોમાં અનિશ્ચિતતાનો માહોલ છે. ભારત, જાપાન અને ચીન સહિત આ ક્ષેત્રના મોટાભાગના દેશ બાઇડેન પ્રશાસન પાસે વ્યાપારથી લઈને જળવાયુ પરિવર્તનના મુદ્દા પર રાહત આપવાની આશા કરી રહ્યાં છે. 

Nov 9, 2020, 04:12 PM IST

ચૂંટણીના પરિણામ બાદ ટ્રમ્પના પરિવારમાં પડ્યા બે ફાડા!, પુત્રી-જમાઈ, પત્ની મેલાનિયા ઈચ્છે છે કે...

 અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો ભલે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ન સ્વીકારી રહ્યા હોય પરંતુ તેમના પરિવારના અનેક સભ્યોને લાગે છે કે હવે તેમણે પોતાની 'જીદ' છોડી દેવી જોઈએ. CNN ના રિપોર્ટ મુજબ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર(Jared Kushner) અને પત્ની મેલાનિયા(Melania Trump) ઈચ્છે છે કે ટ્રમ્પ પોતાની હાર સ્વીકારી લે. 

Nov 9, 2020, 10:34 AM IST