donald trump

ભત્રીજીના એક પુસ્તકે ડોનાલ્ડ ટ્રમ્પની ઊંઘ ઉડાવી દીધી? લાખો કોપી વેચાઈ, જાણો શું લખ્યું છે તેમાં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની ભત્રીજીના પુસ્તકની બજારમાં એન્ટ્રી થતા જ છવાઈ ગયું છે. પહેલા જ દિવસે આ પુસ્તકની લગભગ 10 લાખ કોપીઓ વેચાઈ ગઈ. આ પુસ્તકમાં મેરી ટ્રમ્પે (Mary Trump)રાષ્ટ્રપતિને લઈને અનેક ખુલાસા કર્યા છે. વ્યવસાયે મનોવૈજ્ઞાનિક મેરી ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ ટ્રમ્પની પુત્રી છે. 

Jul 18, 2020, 03:22 PM IST

ભારતનો ઉલ્લેખ કરીને અમેરિકામાં પણ TikTok પર પ્રતિબંધ મૂકવાની માંગણી પર ભાર મૂકાયો

ભારત બાદ હવે અમેરિકામાં પણ TikTok સહિત અન્ય ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવાની માગણી જોર પકડી રહી છે. 24 પ્રભાવશાળી રિપબ્લિકન સાંસદોએ આ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખ્યો છે. જેમાં કહ્યું છે કે જે રીતે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાનું અસાધારણ પગલું ભર્યું છે તે જ પ્રકારે અમેરિકાએ પણ કાર્યવાહી કરવી જોઈએ. 

Jul 16, 2020, 11:43 AM IST
Big news for students studying in America PT4M20S

PM મોદીની એક ટ્વિટ...જવાબમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- 'થેંક્યુ મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે'

અમેરિકા પોતાનો 244મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસરે પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ત્યાંના નાગરિકોને શુભેચ્છા પાઠવી. જેના જવાબમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વિટર પર પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે 'થેંક્યુ મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે.'

Jul 5, 2020, 08:43 AM IST

આ દેશે ડોનાલ્ડ ટ્રંપની ધરપકડનું જાહેર કર્યું વોરંટ, જાણો સમગ્ર મામલો

ઈરાનના ટોચના ઈરાની જનરલ કાસિમ સોલીમનીના મોતને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) માટે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તેહરાનના ફરિયાદી અલી અલકાસિમહરે ડોનાલ્ડ ટ્રંપ અને 35 લોકો પર ટોચના ઈરાની જનરલની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવતા ઇન્ટરપોલની મદદ માંગી છે.

Jun 29, 2020, 07:02 PM IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પસંદ છે ''યોગી મોડલ'', જાણો સમગ્ર મામલો

અમેરિકામાં યોગી મોડલ ચર્ચામાં છે. જી હાં! તમને સાંભળીને આશ્વર્ય થશે કે અમેરિકામાં યોગી મોડલનું શું કામ પરંતુ સચ્ચાઇ એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 'યોગી મોડલ' પસંદ છે.

Jun 27, 2020, 11:31 AM IST

ભારત-ચીન તણાવ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- સ્થિત ખૂબ મુશ્કેલ

લદ્દાખની ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત અને ચીન સૈનિકોની હિંસક ઝપાઝપી પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે સ્થિતિ એકદમ મુશ્કેલ છે. અમે ભારત અને ચીન બંને સાથે વાત કરી રહ્યા છીએ.  

Jun 21, 2020, 01:01 PM IST

ચારેબાજુથી ઘેરાવા લાગ્યું ચીન, અમેરિકાએ 'ડ્રેગન'થી અલગ થવાના આપ્યા સંકેત

અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ચીન સાથે દરેક પ્રકારના વેપારી સંબંધો ખતમ કરવાના સંકેત આપ્યા છે. તેમણે ગુરુવારે કહ્યું કે અમેરિકા પાસે ચીન (China) થી સંપૂર્ણ રીતે અલગ થવાનો વિકલ્પ છે. ટ્રમ્પે એક ટ્વીટના માધ્યમથી અમેરિકી વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝર દ્વારા એક દિવસ અપાયેલા નિવેદનનું ખંડન કર્યું, જેમાં તેમણે કહ્યું હતું કે 'દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓને અલગ કરવાનું શક્ય નહીં બને.'

Jun 19, 2020, 09:58 AM IST

ઝુકરબર્ગ અને ટ્રંપે કર્યું નક્કી, રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં Facebook કરશે આ કામ

ફેસબુક (Facebook) અમેરિકાના મતદાતાઓને વોટિંગ કરવા માટે જાગૃત કરવા અને તેમને સત્તાવાર જાણકારી શેર કરવા માટે વ્યાપક સ્તર પર એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ જેવા નેતાઓને ખોટી માહિતી શેર કરવાથી રોકવાનો તેમનો કોઈ ઇરાદો નથી. તમને જણાવી દઈએ કે, આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે.

Jun 17, 2020, 07:36 PM IST

'હેન્ડશેક' પસંદ નથી કરતા ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની હેરસ્ટાઈલ પાછળ છે મોટું રહસ્ય...ખાસ જાણો

અમેરિકા (America) માં આ વર્ષે નવેમ્બર મહિનામાં ચૂંટણી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંભવિત હરિફ જો બિડનનું કહેવું છે કે જો હાલના રાજકીય ઘટનાક્રમના બેકગ્રાઉન્ડમાં ટ્રમ્પ હારી પણ જશે તો તેઓ પોતાની ઈચ્છાથી ઓફિસ છોડશે નહીં. જો કે ટ્રમ્પે કહ્યું કે તેઓ હાર્યા તો શાંતિપૂર્ણ રીતે જતા રહેશે પરંતુ અમેરિકા માટે તે 'ખરાબ' રહેશે. પોતાના આ પ્રકારના વિવાદિત નિવેદનો માટે જાણીતા અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ અને કન્ઝર્વેટિવ પાર્ટી (રિપબલ્કિન પાર્ટી)ના નેતા ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મદિવસ 14 જૂન છે. એટલે કે આજે તેમનો જન્મદિવસ (Donald Trump Birthday) છે. 

Jun 14, 2020, 09:54 AM IST

અમેરિકાના વાયરસ એક્સપર્ટે આપી અમેરિકનોને ચેતવણી, કહ્યું- આ કાર્ય તમારા માટે ખતરનાક છે

વ્હાઈટ હાઉસની કોરોના વાયરસ (Coronavirus) ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર એન્થોની ફૌસીએ કોરોના કાળ વચ્ચે અમેરિકનોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો લોકો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ની પ્રચાર રેલીમાં ભાગ લેવા ઈચ્છે છે, તો તેમના માટે આ ખતરનાક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં તેમણે આ સલાહ બ્લેક લાઈવ્સ મેટર (Black Lives Matter) અને ટ્રંપ વિરોધી પ્રદર્શનકારીઓને પણ આપી છે.

Jun 13, 2020, 04:42 PM IST

ટ્રમ્પે કર્યો 20 લાખ કોરોના વેક્સીન બનાવવાનો દાવો, કહ્યું- ટૂંક સમયમાં શરૂ થશે ઉપયોગ

એક તરફ જ્યાં દુનિયા કોરોના મહામારી વિરૂદ્ધ લડી રહી છે આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વેક્સીન બનાવવાની દિશામાં મોટી સફળતા મળી છે અને ટૂંક સમયમાં તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. 

Jun 6, 2020, 11:00 AM IST

ટ્રંપની જવાબી કાર્યવાહીથી ગભરાયું ચીન, તાત્કાલિક આ નિર્ણય લેવા પર થયું મજબૂર

અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ના પ્રશાસન દ્વારા અમેરિકામાં ચીનના વિમાનો ઉડવા નહીં દેવાની ધમકી આપ્યા બાદ ચીને હવે યુએસ ફ્લાઇટ્સ પરના પ્રતિબંધો પાછી ખેંચી લીધી છે.

Jun 5, 2020, 09:50 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રીનાં બળવાખોર સુર, પિતાની વિરુદ્ધ ટ્વીટ કરીને કર્યો ચોંકાવનારી વાત

મિનેસોટામાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડ (George Floyd) ના મોતના વિરોધમાં અમેરિકામાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. જે દિવસેને દિવસે વધુને વધુ ઉગ્ર બનતા જઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) નાની પુત્રી ટિફની ટ્રમ્પે (Tiffany Trump) પણ પ્રદર્શનકર્તાઓનું સમર્થન કર્યું છે. લૉ ગ્રેજ્યુએટ ટિફનીએ ઇંસ્ટાગ્રામ દ્વારા જ્યોર્જનાં મોત અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો.

Jun 4, 2020, 12:58 PM IST

PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત, આ મહત્વના મુદ્દાઓ પર થઇ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફોન પર કોરોના વાયરસ, જી-7 સમિટ સહિત અન્ય અનેક મુદ્દાઓ પર જરૂરી મુદ્દાઓ પર વાતચીત કરી હતી. આ વાતની માહિતી વડાપ્રધાન પોતે સોશિયલ મીડિયા પર આપી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, કોરોના વાયરસ (Coronavirus) બાદ પણ ભારત- અમેરિકા સમૃદ્ધી અને ઉંડાણના મહત્વપુર્ણ સ્તંભ બની રહેશે. વડાપ્રધાન મોદીએ એક ટ્વીટમાં લખ્યું કે, મારા મિત્ર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત થઇ. જેમાં અમે જી7, કોરોના વાયરસની મહામારી અને અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરી.

Jun 2, 2020, 11:18 PM IST
amid india china controversy pm modi had a telephone conversation today with donald trump PT3M35S

પ્રધાનમંત્રી મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાતચીત

amid india china controversy pm modi had a telephone conversation today with donald trump

Jun 2, 2020, 10:50 PM IST

વ્હાઇટ હાઉસની બહાર હિંસા, ટ્રમ્પે કહ્યું- રમખાણોને રોકવા માટે ઉતરશે સેના

અમેરિકામાં અશ્વેત નાગરિક જોર્જ ફ્લાયડ (George Floyd)ની પોલીસ ધરપકડમાં મોતનો મુદ્દો વધતો જઇ રહ્યો છે. વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઇ રહ્યા છે. અહીં સુધી કે વ્હાઇટ હાઉસની બહાર પણ જોરદાર પ્રદર્શન યોજવામાં આવ્યા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ચેતાવણી આપી છે કે પરિસ્થિતિ જલદી કાબૂમાં ન આવી તો તે અમેરિકામાં સેના ગોઠવી દેશે.

Jun 2, 2020, 10:32 AM IST

George Floyd Murder: કોરોનાકાળમાં અમેરિકા ભડકે બળ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પને તાબડતોબ બંકરમાં લઈ જવાયા

જ્યોર્જ ફ્લોયડના મોત બાદ અશ્વેતોનું પ્રદર્શન અમેરિકામાં ઉગ્ર બની રહ્યું છે. અમેરિકામાં વોશિંગ્ટન ડીસી સહિત ઓછામાં ઓછા 40 શહેરોમાં કર્ફ્યૂ લાગ્યો છે. CNN મુજબ 40 જેટલા શહેરોમાં કર્ફ્યૂ લાગ્યો છે. જ્યારે 15 શહેરો અને વોશિંગ્ટન ડીસીમાં 5000 જેટલા નેશનલ ગાર્ડ્સ પણ તૈનાત કરાયા છે. 2000 ગાર્ડ્સને તૈયાર રખાયા છે. જેથી  જરૂર પડ્યે મદદમાં લઈ શકાય.  આ બાજુ વ્હાઈટ હાઉસ પાસે સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું. 

Jun 1, 2020, 08:54 AM IST

ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત- WHO સાથે અમેરિકાએ તોડ્યા બધા સંબંધ, ગણાવ્યું ચીનની 'કઠપુતળી'

 અમેરિકા એક વર્ષમાં વિશ્વ આરોગ્ય સંસ્થાને આશરે 450 મિલિયન ડોલરનું અનુદાન આપે છે. WHOને સુધારને લઈને જે ભલામણ કરવામાં આવી તેને લાગૂ કરવામાં આવી નથી. તેથી અમેરિકા WHO સાથે પોતાનો સંબંધ તોડી રહ્યું છે. 

May 30, 2020, 07:21 AM IST