education department

ઓનલાઇન હાજરીથી વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો છતા ‘શિક્ષકોનો વિરોધ’

રાજ્યની શાળાઓમાં છેલ્લા 9 મહિનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી લેવામાં આવે છે. જેના કારણે બાળકોની હાજરીમાં વધારો નોંધાયો છે. ત્યારે આગામી થોડા દિવસોમાં 'કાયઝાલા એપ્લીકેશન' દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવાની તૈયારી શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. ત્યારે કેટલાક શિક્ષક સંઘો આ એપ્લીકેશનનો વિરોધ કરી રહ્યા છે.

Aug 29, 2019, 07:36 PM IST

સરકારી બાદ હવે ખાનગી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પૂરવા આદેશ

ખાનગી અને સરકારી શાળા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટે આદેશ કરાયો છે. ખાનગી શાળાઓ અને શિક્ષણ વિભાગના પદાધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો, જેનો ટૂંક જ સમયમાં અમલીકરણ પણ શરુ કરાશે જે મુજબ અગામી મહિનાથી ખાનગી શાળાઓએ પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવાની રહેશે. 
 

Jul 23, 2019, 05:38 PM IST

શાળાઓ બાદ કોલેજોમાં વિદ્યાર્થી અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવા શિક્ષણ વિભાગનો આદેશ

શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરાવાની પ્રક્રિયા અત્યાર સુધી સફળ થયા બાદ હવે રાજ્યમાં આવેલી યુજી અને પીજીની 350થી વધુ ગ્રાન્ટેડ કોલેજોમાં પણ ઓનલાઈન હાજરી પુરાવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી હેઠળની તમામ ગ્રાન્ટેડ કોલેજોને 1 ઓગસ્ટથી ફરજીયાત રીતે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન પુરાવાની રહેશે. 
 

Jul 17, 2019, 05:50 PM IST

આમા કેવી રીતે ભણશે ગુજરાત: ધો-1થી 5ના વિદ્યાર્થીઓને ધો-8ની બાળકી આપે છે શિક્ષણ

વાત કરીએ શિક્ષણ વિભાગની બેદરકારીના પાપે સરકારી શાળાઓનું શિક્ષણ કથળ્યું સાથે સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. માંગરોળના હથોડા ગામની પ્રાથમિક શાળા એક સમયે આદર્શ પ્રાથમિક શાળાનોદરજ્જો મેળવ્યો હતો. પરંતુ શિક્ષણ વિભાગની લાલીયાવાડીના કારણે આદર્શ શાળાની દુર્દશા બેઠી છે. વાલીઓ શાળામાં શિક્ષકોની ઘટના પગલે બાળકોની સંખ્યા ઘટી છે. વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં મુકવા મજબુર બન્યા છે. 

Jul 8, 2019, 04:51 PM IST

રાજ્ય સરકારને મહત્વનો નિર્ણય, ‘શાળામાં ભણાવતા શિક્ષક ટ્યુશન નહિ કરાવી શકે’

રાજ્ય સરકાર દ્વાર શિક્ષકો અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પડાવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર રાજ્યોની શાળાઓમાં ભણાવતા શિક્ષકો ટ્યુશન ક્લાસીસ નહિ કરાવી શકે. અને જો ટ્યુશન કરાવશે તો તેની જવાબદારી શાળાના સંચાલક અને આચાર્યની રહેશે. 
 

Jun 17, 2019, 07:02 PM IST

આ બે કારણોથી ગુજરાતની શાળાઓમાં વેકેશન એક સપ્તાહ લંબાઈ શકે છે

રાજ્યમાં વધેલા ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યની શાળામાં વેકેશન એક સપ્તાહ લંબાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. વેકેશન 10 જૂનના બદલે 17 જૂન સુધી વેકેશન લંબાવવા માટે ત્રણ અલગ અલગ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં વધેલા ગરમી પ્રકોપ, ગ્રામ્ય વિસ્તારમાં પાણીની અછતનું કારણ રજૂ કરાયું હતું. આ ઉપરાંત સુરતની આગની ઘટના બાદ ઘણી શાળાઓના રૂમો તોડી પડાયા છે જેથી અપૂરતા ક્લાસનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.

Jun 2, 2019, 12:23 PM IST

વડોદરા : DEOના નાક નીચે વિદ્યાર્થીઓ વગર 5 વર્ષથી સરકારી ગ્રાન્ટ ખાતી શાળા પકડાઈ

વડોદરામાં વિદ્યાર્થીઓ વગર ચાલતી શાળા ઝડપાઈ છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં માત્ર કાગળ પર વિદ્યાર્થીઓ દર્શાવી સરકાર પાસેથી ગ્રાંટ મેળવતી શાળા સામે આવી છે. ત્યારે ડીઈઓ કચેરી દ્વારા આ સ્કૂલ સામે લાલ આંખ કરીને તરત પગલા લેવા સૂચન આપવામાં આવ્યા છે.

May 31, 2019, 12:43 PM IST

વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, ગુજરાતમાં નવરાત્રિનું વેકેશન રહેશે યથાવત

ગુજરાતમાં ગયા વર્ષે નવરાત્રિ પર વેકેશન આપવાની જાહેરાત કરાઈ હતી, અને તેનો અમલ પણ કરાયો હતો. જોકે, રાજ્યમાં નવરાત્રિનું વેકેશન રદ કરવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે, કે શાળાઓમાં નવરાત્રી વેકેશન યથાવત રહેશે. 

May 28, 2019, 07:23 PM IST

હવેથી શાળામાં PUBG નહિ રમી શકાય, શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય

 શાળામાં વિદ્યાર્થીઓને પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર રાજ્યા શિક્ષણ વિભાગે જાહેર કર્યો છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે પબજી ગેમ ન રમવા અંગે રજૂઆત કરી હતી. જેને શિક્ષણ વિભાગે ધ્યાને લઈને પરિપત્ર જાહેર કરી પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ શાળામાં વિદ્યાર્થીઓને પબજી ગેમ ન રમવાના પાઠ શીખવવા શિક્ષકોને સૂચના આપી છે.

Jan 23, 2019, 09:04 AM IST

શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, પાઠ્ય પુસ્તકમાંથી ગુજરાતના 7 જિલ્લા ગાયબ

પુસ્તકમાં છપાયેલા 33 જિલ્લામાંથી 7 જિલ્લા ગાયબ થતા મોટો વિવાદ સર્જાયો હતો. 2012માં આ પુસ્તક તૈયાર કરાયું હતું. જેમાં નવા જિલ્લાનો ઉમેરો કરવામાં આવ્યો નહોતો.

Nov 30, 2018, 12:39 PM IST

રાજ્યના શિક્ષણ વિભાગનો નવો ફતવો, સ્કૂલ સેફટીને લઈને કર્યો વિવાદાસ્પદ પરિપત્ર

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો પાસે સોગંધનામા કરાવાના પરિપત્રને કોંગ્રેસે શિક્ષકોના સ્વમાન પર ઘા સમાન ગણાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે સ્કુલ સેફ્ટીના નામે સરકાર શિક્ષકોને ટાર્ગેટ કરી રહી છે.

Oct 12, 2018, 04:36 PM IST

DPS સ્કૂલની મનમાની પર શિક્ષણ વિભાગ લાલ આંખ

અમદાવાદઃ રાજ્યની શાળાઓની મનમાની કરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે શહેરની ડીપીએસ સ્કૂલની મનમાની સામે આવી હતી. ફી ભરવાને મામલે ડીપીએસ સ્કૂલના સંચાલકોએ વાલીઓને અલ્ટીમેટમ આપ્યું હતું. શાળા સંચાલકોએ ત્રણ દિવસમાં ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને હોલ ટિકિન ન આપવાની ધમકી આપી હતી. સ્કૂલ દ્વારા ફી ન ભરનાર વાલીઓના પોર્ટલ પણ બંધ કરી દેવામાં આવી છે.

Feb 22, 2018, 03:18 PM IST

છત્તીસગઢ: શિક્ષણ વિભાગે જાહેર કરી નોટીસ, PM મોદીની 'મનની વાત' સાંભળવી અનિવાર્ય

રાજ્યની સ્કૂલોમાં વડાપ્રધાનમંત્રીના 'મન કી બાત' કાર્યક્રમ સાંભળવો અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. જો કે વડાપ્રધાન નરેંદ્ર મોદી 16 ફેબ્રુઆરીના રોજ સવારે 11 થી 12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ સંબોધનમાં પીએમ મોદી જણાવશે કે બાળકો પરીક્ષાના તણાવને કેવી રીતે ઓછો કરે. એટલા માટે આ સંબોધન બધા બાળકોને ફરજિયાત સાંભળવા માટે આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે એક નોટીસ જાહેર કરી આ વાતની જાણકારી આપી છે.  

Feb 14, 2018, 03:20 PM IST