election commission

ભાજપમાં પેટાચૂંટણી માટે ઉકળતા ચરુ જેવી સ્થિતિ, લુણાવાડા-થરાદમાં સ્થાનિક ઉમેદવારની માંગ ઉઠી

6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ને લઈને ભાજપ (BJP)માં મનોમંથન તથા આંતરિક વિખવાદ હાલ ચરમસીમા પર છે. ગઈકાલે મોડી રાત સુધી પક્ષની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સ્થાનિક આગેવાનોને પ્રદેશ નેતૃત્વને સ્થાનિક નેતાઓને ટીકિટ આપવા બાબતે રજૂઆત કરી છે. રાધનપુર (Radhanpur), ખેરાલુ (Kheralu), બાયડ(Bayad), લુણાવાડા બેઠક પર સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરી. તેમજ રાધનપુર અને બાયડ પર કોંગ્રેસ (Congress) માંથી આવેલા ઉમેદવારોને લઈને પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી. તો બીજી તરફ, લુણાવાડા (Lunawada) અને થરાદ (Tharad) બેઠક પર સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવાની માંગ ઉઠી છે. તો હાલ, થરાદ બેઠક પર શંકર ચૌધરી (Shankar Chaudhary) ની દાવેદારીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પૂર્વમંત્રી શંકર ચૌધરી માટે કપરા ચઢાણ ગણાઈ રહ્યા છે. તો અમરાઈવાડી (Amraiwadi) બેઠક પર સ્થાનિક નેતાઓએ પ્રદેશ નેતૃત્વ પર નિર્ણય છોડ્યો છે. 

Sep 25, 2019, 11:54 AM IST

કોંગ્રેસ : પેટાચૂંટણીમાં 6 બેઠકો માટે 49 ઉમેદવારોની દાવેદારી, ફાઈનલ નામ હાઈકમાન્ડને મોકલાશે

રાજ્યની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ અને કોંગ્રેસના મુખ્યાલયોમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક આવતીકાલે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળશે. તો બીજી તરફ, પેટાચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાની છે. 26 સપ્ટેમ્બરના રોજ સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાની છે. પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. 

Sep 23, 2019, 03:38 PM IST

વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપમાં ધમધમાટ શરૂ, આવતીકાલે બેઠક

વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની 6 બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election ) માટે ભાજપ (BJP) માં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક આવતીકાલે મુખ્યમંત્રી (Vijay Rupani) નિવાસ સ્થાને મળશે. 6 બેઠકો માટે ભાજપના ઉમેદવારોને લઇને આ બેઠકમાં મંથન થશે. પ્રદેશ ભાજપે નિયુક્ત કરેલા ઇન્ચાર્જ અને સ્થાનિક આગેવાનો પણ બેઠકમાં હાજર રહેશે. મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં તમામ બેઠકો માટે ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરીને દિલ્હી (Delhi) હાઇકમાન્ડને મોકલાશે. 

Sep 23, 2019, 02:23 PM IST

અમરાઈવાડી બેઠકની પેટાચૂંટણીમાં ઉમેદવાર બનવા ભાજપના 40 સભ્યોનો થનગનાટ શરૂ

ગુજરાત (Gujarat)માં 6 બેઠકોની પેટાચૂંટણી (Vidhansabha By Election) ની તારીખ જાહેર થઈ ગઈ છે. રાધનપુર, બાયડ, અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી આગામી 21 ઓક્ટોબરે યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી થશે. ચૂંટણીની જાહેરાત થતા જ દરેક મતવિસ્તારમાં ગણગણાટ શરૂ થયો છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) કયા ઉમેદવારોને ટિકીટ ફાળવશે તેના પર સૌની નજર છે. જેમાં રાધનપુર (Radhanpur) અને બાયડ (Bayad) બેઠક હાલ બંને પક્ષો માટે મહત્વની ગણાઈ રહી છે. ત્યારે બીજી તરફ, અમરાઈવાડી (Amraiwadi) બેઠક પર પેટા ચૂંટણીને લઈને ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. કુલ 40થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

Sep 23, 2019, 12:01 PM IST

ગુજરાતમાં 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર, 21 ઓક્ટોબરે થશે મતદાન

કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હરિયાણા (Haryana) અને મહારાષ્ટ્ર (Maharastra) માં વિધાનસભા (VidhanSabha) ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે મતગણતરી કરાશે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત (Gujarat) ની ખાલી પડેલી 7માંથી 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી (Vidhansabha By Election) ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરના રોજ ચાર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડાની પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.

Sep 21, 2019, 12:40 PM IST

વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્ર-હરિયાણામાં 21મી ઓક્ટોબરે મતદાન અને 24મીએ પરિણામ

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. બંને રાજ્યોમાં 21મી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન યોજાશે.

Sep 21, 2019, 12:12 PM IST

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ગુરૂવારે ચૂંટણી પંચની અંતિમ બેઠક

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં જ તે ચૂંટણીની તારીખોની જાહેરાત કરે તેવી સંભાવના છે 
 

Sep 11, 2019, 08:21 PM IST

એક સમયે બંગ્લા માટે જામ કર્યું હતું આખુ રાજ્ય, આજે પાર્ટીની માન્યતા પર પણ ખતરો

ત્રણ રાષ્ટ્રીય પાર્ટીઓ બાદ હવે 6 રાજ્ય સ્તરીય પાર્ટીની માન્યતા ખતરામાં, ચૂંટણી પંચે તમામને નોટિસ ઇશ્યું કરીને જવાબ માંગ્યો

Aug 29, 2019, 08:24 PM IST

જમ્મુ કાશ્મીરમાં 2021માં જ વિધાનસભા ચૂંટણી શક્ય, સિમાંકન બાદ બદલાશે રાજકીય ચિત્ર

નવા સિમાંકન બાદ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લેહ બાદ થઇ જશે ઉપરાંત જમ્મુમાં સીટો વધવાની શક્યતા

Aug 29, 2019, 03:53 PM IST

તમિલ એક્ટર મંસુર અલી સુપ્રીમની શરણે, EVM સાથે ટેમ્પરિંગ સાબિત કરવાની પરવાનગી માંગી

તમિલ અભિનેતા મંસુર અલીએ હાલમાં જ સંપન્ને થયેલ લોકસભા ચૂંટણીમાં ભાગ્ય અજમાવ્યું હતું પરંતુ હારનો સામનો કરવો પડ્યો

Jun 27, 2019, 09:12 PM IST

ગુજરાત રાજ્યસભા ચૂંટણીને લઇ સુપ્રીમ કોર્ટે પંચને આપી નોટિસ, હવે 25મી જૂને યોજાશે સુનાવણી

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની અરજી પર આજે (બુધવાર) સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં બે સીટો માટે ચૂંટણી પંચની સૂચનાને પડકાર આપતી એક અરજી દાખલ કરી હતી. જેને લઇ આજે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે

Jun 19, 2019, 12:20 PM IST
Deputy CM Nitin Patel Gives Information About Rajya Sabha Elections PT1M45S

જુઓ ડેપ્યુટી CM નીતિન પટેલે રાજ્યસભા ચૂંટણી અંગે શું કહ્યું

મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વની માહિતી આપી છે.તેમના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચે નિર્ણય કરેલો છે તે મુજબ દરેક સીટનું બેલેટ પેપર અલગ રહેશે. દરેક ધારાસભ્યએ બે મત આપવાના રહેશે.

Jun 16, 2019, 05:00 PM IST

અમરનાથ યાત્રા બાદ J&K વિધાનસભા ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે ચૂંટણી?

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની માંગ લાંબા સમયથી નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવી પાર્ટીઓ કરી રહી છે. હવે ચૂંટણી પંચે ક્યું કે, તેઓ વિધાનસભા ચૂંટણીની જાહેરાત અમરનાથ યાત્રા બાદ કરી શકે છે. ચૂંટણી પંચે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી વર્ષનાં અંતે કરાવવામાં આવી શકે છે. શક્યતા છે કે જમ્મુ કાશ્મીરની ચૂંટણી મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા સાથે કરાવવામાં આવે. 

Jun 4, 2019, 09:28 PM IST

પરિણામોને લઈને કેન્દ્રીય ગૃહવિભાગનું એલર્ટ, ગુજરાતમાં તોફાન થવાની શક્યતા

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં કેન્દ્રીય ગૃહવિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચૂંટણીના પરિણામોને લઇને ગુજરાતમાં મતગણતરી બાદ કેટલાક વિસ્તારોમાં તોફાન થવાની શક્યતા હોવાને કારણે તમામ રાજ્યોના મુખ્ય સચીવ અને પોલીસવડાઓને સતર્ક રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે.

May 22, 2019, 06:22 PM IST

નહીં થાય 100 ટકા EVM-VVPATનું મેચ, સુપ્રીમ કોર્ટે પિટિશનને ગણાવી 'વાહિયાત'

100 ટકા EVM-VVPAT મેચની માગ કરનાર અરજી સુપ્રીમ કોર્ટે નાકારી કાઢી છે. એક એનજીઓએ આ માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને વાહિયાત ગણાવતા કહ્યું કે, એક જ માગ વારંવાર ના સાંભળી શકીએ, લોકો પોતાની સરકાર જાતે પસંદ કરે છે.

May 21, 2019, 12:31 PM IST

વિપક્ષ ફરિયાદ કરવા જશે ચૂંટણી પંચ પાસે, તો પ્રણબ મુખર્જી બોલ્યા શાનદાર રીતે થઇ ચૂંટણી

ચૂંટણી પરિણામ આવ્યાથી પહેલા (Lok Sabha Election 2019) મંગળવારે વિપક્ષના નેતા ચૂંટણી પંચથી મળવા જઇ રહ્યાં છે. તેઓ વીવીપીએટી (VVPAT)ની સ્લિપ્સનું મેચિંગ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરવા આગ્રહ કરશે.

May 21, 2019, 11:54 AM IST

ચૂંટણી પરિણામ પહેલા જ 21 વિપક્ષી પાર્ટીઓના નેતાની આજે બેઠક, EC પણ જશે પાર્ટી

લોકસભા ચૂંટણીના પરિણામ આવતા પહેલા જ કોંગ્રેસ તેમજ અન્ય પ્રમુખ પાર્ટીઓના નેતા મંગળવારે બઠક યોજી રાજકીય હાલાત અને સરકાર બનાવવાના દાવા માટે બિન-એનડીએ ગઠબંધન બનાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરશે. આ બેઠક બપોર 01:30 વાગે દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં યોજાશે.

May 21, 2019, 09:28 AM IST

લોકસભા ચૂંટણી 2019: સોશિયલ મીડિયાના દુરૂપયોગની 900 અને પેઈડ ન્યૂઝની 647 ઘટના

લોકસભા ચૂંટણી 2019: ભારતીય ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પેઈડ ન્યુઝના 647 કેસ જોવા મળ્યા છે, જ્યારે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી 909 પોસ્ટને દૂર કરવામાં આવી હતી
 

May 20, 2019, 12:01 PM IST
For News Updates from All Around Gujarat, Watch Around Gujarat on Zee 24 Kalak PT24M29S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી જોવા માટે જુઓ "અરાઉન્ડ ગુજરાત"

લોકસભા ચૂંટણી 2019ના પરિણામનો મેગાએક્ઝિટ પોલ 2019,ભારે ગરમી બાદ રાપર તાલુકામાં વરસાદી ઝાપટું પડતા લોકોના ઉત્સાહમાં વધારો થયો હતો,કડી રાજપુર ગામ નજીક શાકો ફ્લેક્સ નામની કંપનીમાં ગત રાતથી લાગેલી છે આગ.હજુ પણ આગને સંપૂર્ણ કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ.

May 20, 2019, 09:00 AM IST
Election Commission Press Conference About Loksabha Election 2019 PT2M46S

ચૂંટણી પૂર્ણ થતાં ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ, આપી મહત્વની માહિતી

ચૂંટણી પૂર્ણ થતાં ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ કરી ECએ ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલાં નાણાંની વિગત આપી, કુલ રૂ.3400 કરોડ રોકડ રકમ જપ્ત કરવામાં આવી, સાતમા તબક્કામાં રૂ.839.03 કરોડની રોકડ રકમ જપ્ત, 2014ની સરખામણીમાં મહિલાઓએ વધુ મતદાન કર્યું, 2014ની સરખામણીમાં 1.10 કરોડ વધુ મહિલાઓનું મતદાન

May 19, 2019, 06:30 PM IST