election commission

BJP Complain In Election Commission Against Rahul Gandhi On Rafael Comment PT1M27S

ભાજપે ચુંટણી પંચમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરી, જાણો કારણ

ભાજપે ચુંટણી પંચમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરી છે રાફેલ ડીલને ટાંકીને મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ કે રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રીને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે સુપ્રીમકોર્ટમાં હજુ રાફેલ ડીલ મામલે કેસ ચાલી રહ્યો છે

Apr 12, 2019, 03:45 PM IST

લોકસભા 2019: પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ, ત્રિપુરા- બંગાળનું વોટિંગ 80% પાર

લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019)નાં પહેલા તબક્કા માટે મતદાન આજે સવારે સાત વાગ્યાથી ચાલી રહ્યું છે. જેના હેઠળ 20 રાજ્યોની 91 લોકસભા સીટો માટે મતદાન થઇ રહ્યું છે. આ સીટો પર કુલ 1279 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પહેલા તબક્કાનાં મતદાન મુદ્દે મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં પોલિંગ બુથો પર મતદાતાઓની લાંબી લાઇનો લાગેલી છે. લોકો સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. 

Apr 11, 2019, 06:58 PM IST

લોકસભા 2019: પશ્ચિમ બંગાળમાં મતવર્ષા, 3 વાગ્યા સુધીમાં 70% મતદાન

લોકસભા ચૂંટણી (lok sabha elections 2019) ના પહેલા તબક્કા માટે મતદાન આજે સવારે સાત વાગ્યાથી ચાલી રહ્યું છે. જેના હેઠળ 20 રાજ્યોની 91 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ સીટો પર કુલ 1279 ઉમેદવાર ચૂંટણી મેદાને છે. પહેલા તબક્કાનું મતદાનમાં મતદાતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં પોલીંગ બુથો પર મતદાતાઓની લાંબી લાઇનો લાગેલી છે. લોગો સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. 

Apr 11, 2019, 05:54 PM IST

કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયાએ પીએમ મોદીની ધરપકડ માટે કરી માગ

અર્જૂન મોઢવાડીયાએ લોકસભા ચૂંટણી પ્રચારને લઇને પીએમ મોદી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પીએમ મોદીએ ઇરાદા પૂર્વક ચૂંટણી પંચની ગાઇડલાઇનનો ભંગ કર્યો છે. તેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ થવી જોઇએ.

Apr 11, 2019, 01:21 PM IST

મંજુરી નહી મળી હોવા છતા લોન્ચ કરી દેવાઇ NAMO TV ચેનલ ?

મીડિયા સર્ટિફિકેશન એન્ટ મોનિટરિંગ કમિટીથી નમો ટીવીના લોન્ચિંગ પહેલા ભાજપ પરવાનગી માંગવામાં આવી હતી, જો કે અપીલ ફગાવી દેવાઇ હતી

Apr 10, 2019, 11:18 PM IST

PM મોદીની બાયૉપિક ઉપરાંત NAMO TV પર પણ ECએ પ્રતિબંધ લાદ્યો

ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીની બાયોપિકના સ્ક્રીનિંગ બાદ હવે નમો ટીવી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. પંચના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું કે, બાયોપિક પર પ્રતિબંધનો આદેશ ઇસીનો આદેશ નમો ટીવી પર પણ લાગુ થાય છે, જેને ચૂંટણી દરમિયાન પ્રસારિત કરી શકાય નહી. અધિકારીએ આદેશનાં એક પેરેગ્રાફનો ઉલ્લેખ કર્યો જેના અનુસાર, કોઇ ફણ પ્રકારની પ્રમાણીત સામગ્રી સાથે સંબંધિત કોઇ પણ પોસ્ટર અથવા પ્રચાર સામગ્રી જે પ્રત્યક્ષ રીતે કોઇ ઉમેદવારની ચૂંટણી સંભાવનાઓને વધારે છે, તે આદર્શ આચાર સંહિતા લાગુ રહેનારા ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રદર્શીત નહી કરવામાં આવે. 

Apr 10, 2019, 06:42 PM IST

વિવેક ઓબરોય, પંડિત જસરાજ સહિત 900થી વધારે કલાકારોની BJPને મત આપવા અપીલ

કલાકારોની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમારો દ્રઢ વિશ્વાસ છેકે વડાપ્રધાન મોદીની સરકાર ફરી એકવાર આવે તે જરૂરી છે

Apr 10, 2019, 06:29 PM IST

ચૂંટણી કમિશનની વિશ્વસનીયતા પર સવાલ, 66 પૂર્વ અમલદારોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)માં ચૂંટણી કમિશનની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠવા લાગ્યા છે. આ સવાલ વિપક્ષી પાર્ટીઓ ઉપરાંત પૂર્વ અમલદારો ઉઠાવી રહ્યાં છે.

Apr 10, 2019, 10:54 AM IST

લોકસભા 2019: પહેબા તબક્કાની 91 સીટો પર ચૂંટણી પડઘમ શાંત, 11 એપ્રીલે મતદાન

ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર પહેલા તબક્કાની 91 સીટો પર સવારે 7 વાગ્યે મતદાન ચાલુ થશે

Apr 9, 2019, 08:14 PM IST

વડોદરા: કલાના માધ્યમથી મતદારોને અનોખી અપીલ, રોડ પર બનાવ્યા 3ડી પેઇન્ટિંગ

સમગ્ર ગુજરાતમાં વડોદરા ખાતે સૌપ્રથમવાર મતદારોમાં મતદાનને લઈને જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સૌથી મોટા અને વાહનોની અવરજવરથી ભરચક રહેતા મુખ્યમાર્ગ ઉપર થ્રીડી પેઇન્ટિંગના માધ્યમથી મતદારોને મતદાન કરવાનો સંદેશો આપતું પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
 

Apr 8, 2019, 06:05 PM IST
Vadodara Election Commission Send Notice To Madhu Srivastav PT5M23S

વડોદરા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીમાં વધારો, જુઓ વિગત

વડોદરાઃ ધમકીભર્યા નિવેદન મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ચૂંટણી પંચે ફટકારી નોટિસ, 3 દિવસમાં માગ્યો ખુલાસો

Apr 8, 2019, 05:40 PM IST

ભાજપ સામે કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સામગ્રી ફિક્કી, પણ એક મામલે જોરદાર

મોડે મોડે પણ કાંગ્રેસે લોકસભાના ઉમેદવારો માટે પ્રચાર સાહિત્ય મોકલવાની શરૂઆત કરી છે. લોકસભાની 26 બેઠકોના પ્રચાર માટે આંગળીના વેઢે ગણાય એટલી વસ્તુઓ તૈયાર કરાવી છે. તાજેતરમાં જ ભાજપે પોતાની પ્રચાર સામગ્રી મીડિયા સામે રજૂ કરી હતી. જેમાં 51 જેટલી વસ્તુઓ છે. મોટાભાગની વસ્તુઓ મહિલા મતદારો ધ્યાનમાં રાખીને બનાવાઈ છે.

Apr 7, 2019, 04:40 PM IST

કોંગ્રેસમાં નવા-જૂની થવાના એંધાણ, જોધાજી ઠાકોરે કરી CM સાથે ગુપ્ત બેઠક

પાટણમાં કોંગ્રેસના  પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરની નારાજગી સામે આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી છે. 

Apr 7, 2019, 04:03 PM IST

લોકસભા હોય કે વિધાનસભા, ચૂંટણી આવતા જ ચર્ચામાં આવે છે ગીરના જંગલમાં રહેતા આ મહંત

જેમ ગુજરાતનાં ગીરનાં સિંહો વિશ્વ ભરમાં પ્રખ્યાત છે તેવી જ રીતે મધ્ય ગીર જંગલમાં રહેતા એક મહંત પણ દેશ દુનિયામાં પોતાના મતાધિકારને લઇ જાણીતા બન્યા છે. ગીરમાં આવેલું એક મતદાન મથક એવું છે, જ્યાં 100 ટકા મતદાન થાય છે. એટલું જ નહિ એક બૂથમાં એક જ મતદાતા કરે છે મતદાન. જે મતદાન બાદ કોને મત આપ્યો તે રહસ્ય પરથી આપમેળે પડદો ઉંચકાઈ જાય છે. થોડું અચરજ પમાડે તેવી વાત છે, પણ છે રસપ્રદ. દેશના એક અનોખા મતદાન મથક કેન્દ્ર અને તેનાં એકમાત્ર મતદાતા વિશે જાણીએ.

Apr 7, 2019, 02:09 PM IST

CM મમતાના સવાલ પર ECનો જવાબ- અમારે વિશ્વસનીયતા સાબિત કરવાની જરૂરીયાત નથી

આઇપીએસ ઓફિસરોના ટ્રાન્સફર પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી વાંધો ઉઠાવવા પર ચૂંટણી કમિશને તેમને જવાબ આપ્યો છે. ચૂંટણી કમિશને જવાબી પત્રમાં કહ્યું કે, નિષ્પક્ષ મતદાન માટે આ કરવામાં આવે છે.

Apr 7, 2019, 11:01 AM IST

PM મોદીને જીતાડવાની વાત કરી કલ્યાણસિંહ ફસાયા, ખુર્શી છીનવાય તેવી વકી !

ચૂંટણી પંચે આ મુદ્દે આચાર સંહિતાનુ ઉલ્લંઘન માનતા કલ્યાણ સિંહ વિરુદ્ધ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ફરિયાદ કરી હતી

Apr 4, 2019, 09:49 PM IST

ચૂંટણી પંચના અધિકારીએ મુખ્યમંત્રીના કાફલાને અટકાવી ચેકિંગ કર્યું

ચૂંટણી પંચના અધિકારીઓએ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી કુમાર સ્વામીનાં વાહનમાં સર્ચ કર્યુંહ તું. જો કે ચૂંટણી પંચના અધિકારીઓને કંઇ પણ વિવાદાસ્પદ મળી આવ્યું નહોતું. ચૂંટણી પંચના અધિકારીઓનાં અનુસાર આ એક સામાન્ય તપાસ હતી. સમાચાર એજન્સીનાં અનુસાર ચૂંટણી પંચના અધિકારી એન.એસ દર્શને કહ્યું કે, બેંગ્લુરૂ-હાસન હાઇવે પર આવેલ એક ચેક પોસ્ટ પર આ એક રુટીન તપાસ હતી. 

Apr 4, 2019, 07:17 PM IST

રાજીવ કુમારે ચૂંટણી કમિશનને આપ્યો જવાબ, NYAY યોજના પર ઉઠાવ્યા સવાલ

લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019) ને લઇને આચાર સંહિતા ઉલ્લંઘનના મામલે ચૂંટણી કમિશને નીતિ આયોગ (Niti Ayog)ના ઉપાધ્યક્ષ રાજીલ કુમારે ચૂંટણી કમિશનને જવાબ આપ્યો છે.

Apr 3, 2019, 10:59 AM IST

અમિત શાહ વિરૂદ્ધ આચાર સંહિતા ભંગને લઇને કોંગ્રેસે લખ્યો ચૂંટણી પંચને પત્ર

અમિત શાહની રેલીમાં અચારસંહિતા ભંગ થયાની કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખીને આ અંગે જાણાકરી આપી છે. મહત્વનું છે, કે ગાંધીનગર ઉમેદવારી ભરવા માટે આવેલા અમિત શાહે રેલી યોજી હતી આ રેલીમાં આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનો કોંગ્રેસના મનીષ દોશી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 

Apr 2, 2019, 09:04 PM IST