firing

નેધરલેન્ડ્સના યુટ્રેક્ટમાં અંધાધૂધ ગોળીબાર, 3 મોત, 9 ઘાયલ

શહેરના રહેવાસી વિસ્તારની નજીકમાં અજાણ્યા શખ્સો એક ટ્રામમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો, પોલીસે સમગ્ર વિસ્તારેન ઘેરી લીધો છે, પોલીસ દ્વારા આ ઘટના આતંકી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે 

Mar 18, 2019, 06:22 PM IST

ન્યૂઝીલેન્ડ મસ્જીદ હુમલો: હુમલાખોરે પોતાના વકીલને હટાવ્યો, પોતે જ કરશે દલીલ

પીટર્સે સોમવારે જણાવ્યું કે, આરોપી બ્રેંટન ટોરેંટ પોતે જ પોતાનો બચાવ કરવા સમર્થ હોવાનું જણાવીને વકીલની જરૂરિયાત નહી હોવાનું જણાવ્યું હતું

Mar 18, 2019, 12:45 PM IST

દેત્રોજ: જાહેરમાં જૂની અદાવત રાખી એક વ્યક્તિની હત્યા, પરિવારે કર્યો ચોંકાવનારો આક્ષેપ 

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ દેત્રોજ તાલુકામાં મંગળવારે એક વ્યકિતની હત્યા થતા ચકચાર મચી ગઈ હતી. વિષ્ણુભા ઝાલા નામના વ્યકિત પર મોડી સાંજે મદ્રીસણા ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે બે કારમાં આવેલા 10થી વધુ લોકોએ પહેલા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો પરંતુ વિષ્ણુભા ઝાલા ત્યાંથી ભાગતા આરોપીઓએ ફાયરિંગ કરી તેમની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

Mar 13, 2019, 06:10 PM IST

નાણાં ધીરનારની હત્યા, ઓફિસમાં ધૂસી ત્રણ શખ્શોએ કર્યું અંધાધૂત ફાયરિંગ

શહેરમાં આરોપીઓને જાણે ખાખી વર્દીનો ખોફ નહિ હોય તેવુ લાગી રહ્યુ છે. ભર બપોરે સુરતના નવસારી બજારમા ફાયરિંગની ઘટનાએ સ્થાનિક લોકોમા ભયનો માહોલ ઉભો થયો હતો. મહેન્દ્ર શાહ નામની નાણાં ધીરનારની દુકાનમા જ માલિકને મારમારી બે રાઉન્ડ ફાયરીંગ કરી ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ અઠવા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી.

Mar 5, 2019, 07:43 PM IST
Junagadh : Bridegroom firing in procession at Madhada, Keshod PT2M11S

Viral Video : વરરાજાએ ઘોડી પર હવા ધડાધડા ગોળીઓ છોડી

હનીફ ખોખર/જુનાગઢ : જુનાગઢના કેશોદના મઢડા ગામે વરરાજા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘોડા પર સવાર થઈને જઈ રહેલ વરરાજાએ વરઘોડામાં ફાયરિંગ કર્યું હતું. ગઢવી સમાજના પરિવારમાં વરરાજા દ્વારા ફાયરિંગ કરવામાં આવનારી આ ઘટના કોઈ જાનૈયાએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. જેના બાદ વરરાજાના ફાયરિંગનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

Feb 26, 2019, 08:10 AM IST

પાકિસ્તાન છે કૂતરાંની પૂંછડી જેવું વાંકું, ભારતે પણ કાપી લીધું નાક

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર લાંબા સમયથી વિવાદનો મુદ્દો છે

Feb 21, 2019, 07:13 PM IST

લગ્નમાં ફાયરિંગ કરનાર વરરાજા ભાજપી નેતા અને સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનો પુત્ર નીકળ્યો

 ઉત્તરપ્રદેશ અને બિહારમાં ખુલ્લેઆમ હથિયારોનું પ્રદર્શન લગ્ન પ્રસંગોમાં કરવામાં આવે છે. અનેક વખતે આવા શુભ પ્રસંગોમાં પોતાનો રૂઆબ બતાવવા ફાયરીંગની ઘટનાઓ પણ બને છે, જોકે છેલ્લા કેટલાક સમયથી આવો જ રૂઆબ અને પોતાની વગ બતાવવાનો ચસ્કો ગુજરાતીઓને પણ લાગ્યો છે. લગ્ન સહિતના શુભ પ્રસંગોમાં ખુલ્લેઆમ ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે. એટલા સુધી કે, લોક ડાયરાઓમાં પણ આવી જ રીતે બિન્દાસ ફાયરિંગ કરાય છે. ત્યારે સુરત ભાજપના નેતા અને સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના દીકરાના લગ્નમાં પણ આવી જ રીતે ખુલ્લેઆમ હથિયારોનું પ્રદર્શન કરાયું હતું, તો બીજી તરફ ખુદ વરરાજાએ હવામાં ફાયરીંગ કર્યું હતું. ચર્ચાઈ રહ્યું છે કે, આ લગ્નમાં ભાજપના નેતા અને તેમના પત્નીએ પણ ફાયરિંગ કર્યું હતું. 

Feb 12, 2019, 02:47 PM IST
Two rounds firing during Dayro held in Kutch PT1M10S

કચ્છ : ભજનમાં ધડાધડ કરી નાંખ્યું બે રાઉન્ડ ફાયરિંગ

કચ્છ : રાપરના વરણેશ્વર દાદા કાર્યક્રમમાં બે રાઉન્ડ ફાયરિંગનો વીડિયો થયો વાયરલ
આડેસર પાસે વીર વછરાજ ભજનના મેળાના પ્રોગ્રામમાં ફાયરિંગ થયું હતું
ફાયરિંગ કરનારની ઓળખ નથી થતી

Feb 12, 2019, 10:05 AM IST
Groom opens celebratory fire, video goes viral in surat PT53S

Viral Video : પોતાના વરઘોડામાં વરરાજાએ કર્યું ફાયરિંગ

સુરત - લગ્નના વરઘોડામાં હવામાં ફાયરિંગ
વરરાજા દ્વારા ખુલ્લેઆમ કરાયું ફાયરિંગ
વરરાજાના માતા-પિતાએ પણ પકડી રિવોલ્વર
સુરત જિલ્લાનો વિડીયો થયો વાઇરલ
લગ્નનો વરઘોડો કોનો હતો તેને લઈને ચર્ચા

Feb 12, 2019, 10:00 AM IST

રાજકોટમાં ફાયરિંગ : જો ઝાંપો બંધ ન કર્યો હોત તો મહિલાના શરીરમાં ગોળી ખૂંપી હોત

 રાજકોટના આઝાદ ચોક નજીક આવેલ નહેરુનગરમાં નામચીન એવા વસીમ નામના શખ્સ દ્વારા એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂની અદાવતને લઈને વસીમે અલાઉદીન નામના વ્યક્તિના મકાન પર ગોળીઓ વરસાવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો.

Feb 1, 2019, 02:39 PM IST

ગુજરાતમાં થાય છે હથિયારોની તસ્કરી, પોલીસે જ જાહેર કર્યા આંકડા

રાજ્યમાં કોન્ટ્રાકટ કિલિંગ, હત્યા સહીત ફાયરિંગની ઘટનામાં દિવસને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં નજીવી બાબતે કે અંગત અદાવતમાં ફાયરિંગો થવાની ઘટનાઓમાં ક્રમશ: વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ગેરકયદેસર હથિયાર ક્યાંથી આવે છે જોઈએ અમારા ખાસ અહેવાલમાં 

Jan 31, 2019, 07:56 PM IST
jasdan firing in marriage function by pass conviner video goes viral PT37S

જસદણ: લગ્ન પ્રસંગમાં પાસ કન્વીનરે કર્યું બે રાઉન્ડ ફાયરિંગ

જસદણમાં પાસ કન્વીનર સુનિલ ખોખરીયાએ લગ્ન પ્રસંગમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આટકોટમાં ભર બજારમાં સુનિલ ખોખરીયાએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો આ વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.

Jan 20, 2019, 10:45 PM IST

જમીન અદાવતમાં બાવળા રોડ પર બે જૂથો વચ્ચે અથડામણ, ફાયરિંગમાં 2ના મોત

અમદાવાદ બાવળા પાસે જમીનની બાબતને લઇને જાહેરમાં ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થયું છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. બંન્ને પક્ષોના આશરે પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આ ફાયરિંગમાં અન્ય એક વ્યક્તિ ગંભીર થયો હતો તેનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. 
 

Jan 13, 2019, 05:29 PM IST

પાકિસ્તાન દ્વારા ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન, LOC નજીક નૌશેરામાં થયેલા ગોળીબારમાં નાગરિકનું મોત

પાકિસ્તાન તેની હરકતોથી સુધરતું નથી, બુધવારે બપોરે ફરીથી સરહદ ઉપર પાક. સેના દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો 

Dec 26, 2018, 09:43 PM IST

મોરબી ફાયરીંગ કેસમાં 4ની ધરપકડ, આરીફ મીર હતો આરોપીના નિશાન પર

આરોપીઓને રહેવા માટેની વ્યવસ્થા આરીફના સગા ભાઇ મુસ્તાક મીરની હત્યા કરનારા શનાળા ગામના રહેવાસી હિતુભાના કહેવાથી કરવામાં આવી હતી

Dec 14, 2018, 09:59 PM IST

ભાજપના નેતાની ગોળી મારી હત્યા, જુઓ વીડિયો

પશ્વિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય નેતાનું લોહી વહ્યું છે. દુર્ગાપુર જિલ્લામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા કરાતાં ચકચાર મચી છે. 

Dec 10, 2018, 11:54 AM IST

મોરબી : અંગત અદાવતમાં કરાયેલ ફાયરિંગ માસુમ બાળકનો ભોગ લેવાયો

આ ફાયરિંગમાં અંગત અદાવત માટે કોન્ટ્રાક્ટ કિલરનો ઉપયોગ કરાયાની ચર્ચા છે. તેમજ 15 રાઉન્ડ ફાયરિંગ થયાનો અંદાજ છે.  

Dec 9, 2018, 11:11 AM IST

ભિલોડામાં લૂંટના ઇરાદે વેપારીની હત્યા, વેપારીની હત્યા બાદ સ્થાનિકોમાં રોષ, કર્યો ચક્કાજામ

અરવલ્લી જીલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન લૂંટની ત્રણ જેટલી ઘટનાઓ બનવા પામી છે. ત્યારે મંગળવારે અરવલ્લી જીલ્લાના ભિલોડા ખાતે ગોળી બિસ્કીટ વેચતા એક હોલસેલના વેપારીની અજાણ્યા બે શખ્સો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હત્યારાઓ વેપારીની હત્યા કર્યા બાદ પૈસા ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસે હત્યારાઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરી કાર્યવાહી હાથ ધરી છે. 

Nov 14, 2018, 11:44 AM IST

પોલીસ રેડ દરમિયાન ફિલ્મી ઢબે સામ-સામે 5 રાઉન્ડ ફાયરિંગ, એકને ગોળી વાગતાં ઘાયલ

સુરત રોડ પર કસબા વિરાવળ ગામ નજીક અમદાવાદ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. દમણથી દારૂનો જથ્થો આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કરેલી રેડમાં ફિલ્મી ઢબે સામ-સામે ફાયરીંગ થયું હતું.

Nov 13, 2018, 05:48 PM IST