Gambhira Bridge Collapse Big Update : વડોદરામાં તૂટી પડેલા મુજપુર ગંભીરા બ્રિજ મામલે મોટા સમાચાર આવ્યા છે. એક અઠવાડિયામાં તૂટેલા બ્રિજ પર લિંક સ્પેન લગાવી દેવામાં આવશે. 100 ટનનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે. અને 80 મીટરનું લિંક સ્પાન તૈયાર કરાયું છે. આ લિંક સ્પાનને લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વિશ્વકર્મા એજન્સીના એન્જીનીયરો સહિત 85 લોકોની ટીમ રાત દિવસ મહેનત કરી રહી છે.
Gujarat Politics: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને બરાબર બે વર્ષ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ સંગઠન નેતૃત્વમાં ફેરફારની સાથે મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે, પરંતુ નવા મંત્રીમંડળના શપથગ્રહણ પછી તરત જ BJPને વડોદરામાં મોટો ઝટકો લાગ્યો છે. પાદરા APMCની ચૂંટણીમાં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
25 દિવસ બાદ પણ જ્યારે ગંભીરા પુલ પર ટેન્કર એમનું એમ જ લટકેલ છે ત્યારે હવે તેને કાઢવા માટે ખાસ તકનીકનો ઉપયોગ કરવામાં આવશે...જુઓ શું છે આ તકનીક અને ક્યાં દેશની સહાયતા મળવાની શક્યતા છે
ગંભીરા પુલ દુર્ઘટના બાદ છેવટે હવે 23 દિવસ પછી ટેન્કરને નીચે ઉતારવાનો નિવેડો આવ્યો છે. Z 24 કલાકએ આ મામલા અંગે અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો. દરમિયાન ટેન્કરને કાઢવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારે મહી નદી પર નવો પૂલ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આજે કેબિનેટની બેઠક બાદ માહિતી આપતા ઋષિકેશ પટેલે કહ્યુ કે 12 મહિનામાં નવો બ્રિજ બનીને તૈયાર થઈ જશે.
Gujarat Bridge Collapse Wall Video: મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે ફરી એક વાર વહીવટી તંત્રનો અણગઢ વહીવટ સામે આવ્યો છે. આર એન્ડ બી વિભાગે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. બ્રિજ પર રેસ્ક્યુ ટીમના વાહનો બહાર કાઢ્યા વગર જ દિવાલ ચણી દેવાઈ. હજી ત્રણ જેટલા વાહનો બ્રિજ પર જ રહ્યા, તેથી હવે વાહનો બહાર કાઢવા માટે દીવાલ ફરી તોડવી પડશે..
Gambhira Bridge Collapse Missing Youth : પાદરા ગંભીરા મુજપુર બ્રિજ હોનારતમાં નરસિંહપુરાના યુવાનનો મૃતદેહ હજુ નથી મળ્યો. ત્યારે પરિવારજનો દ્વારા વિક્રમસિંહની નદી કાંઠે અંતિમ ક્રિયા કરાઈ હતી. જોકે, વિક્રમસિંહનો મૃતદેહ ન મળતા તેનું પૂતળું બનાવી અંતિમ ક્રિયા કરાઈ. ત્યારે પરિવારમાં ભારે શોકનો માતમ છવાયો હતો.
Gujarat Government Action : ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ એક્શનમાં આવ્યું તંત્ર.... ગુજરાતમા અનેક બ્રિજ સમારકામના નામે કરાયા બંધ....બ્રિજ બંધ થતા રાહદારીઓએ મોટો ફેરો ફરવાનો આવ્યો વારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહી નદી ઉપર નવેમ્બર 2024મા મંજૂર થયેલો નવો પૂલ 18 મહિનામાં તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં જૂનો પૂલ ધરાયાથી થતાં મોટી દુર્ઘટના સર્જાય હતી.
Gujarat Bridge Collapse : મુજપુર - ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ટ્રક ડ્રાઈવર ગણપતસિંહ રાજપૂત બન્યા અદમ્ય સાહસ અને માનવતાનું પ્રતીક
Gujarat Bridge Collapse : મુજપૂર - ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગાયબ 22 વર્ષના વિક્રમનો હજુ કોઈ અત્તોપત્તો નથી. તો બીજી તરફ, નદીમાં પડેલા બ્રિજના સ્લેબને તોડવા 20 હોર્સ પાવરનું ડાયમંડ વાયર કટિંગ મશીન લાવવામાં આવ્યું.
Gambhira Bridge Tragedy:પાદરા પીઆઇનો ફોન આવ્યો અને પીએસઆઇ ગઢવી સૌ પ્રથમ પહોંચ્યા બ્રિજ દુર્ઘટના સ્થળે. પોલીસ દ્વારા સૌ પ્રથમ ડબકા ગામના તરવૈયા, બોટવાળાને બોલાવી બચાવ કામગીરી આરંભી. પીઆઇ ચારણ સહિતનો સ્ટાફ કિચડમાં કુદી પડ્યો અને પાંચ લોકોના જીવ બચાવી શકાયા, બચાવ કામગીરી દરમિયાન કાંટા વાગ્યા છતાં મચક ના આપી
Gambhira bridge collapse:ખાનગી કંપનીમાં સિક્યોરિટીમાં નોકરી કરતા આણંદના બોરસદ તાલુકાના દહેવણ ગામના 45 વર્ષના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર ઘરેથી નોકરીએથી નીકળ્યા પણ ક્યારેય ઘરે પરત ફરી શક્યા નહીં. આજે એમની પત્નીના હૈયાફાટ રૂદન અને કોઈને કહેશો નહીંના વલોપાતે અનેક કઠણ કાળજાના માનવીને પણ રડાવી મૂક્યા હતા.
Gambhira Bridge Collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે ઋષિકેશ પટેલ પહોંચ્યા: કહ્યું- રેસ્ક્યૂમાં મુશ્કેલી ન પડે એટલે હું કે અન્ય મંત્રી ના આવ્યા, અત્યાર સુધી 19 ના મોત
Gujarat Bridge Collapse : ગંભીરા પુલ દુર્ઘટનામાં NDRF અને ફાયર બ્રિગેડની ટીમનુ રેસ્ક્યુ હજી પણ ચાલુ છે, મૃતદેહોનો આંકડો વધી 18 થયો... પાદરાના મુજપુર ગામના સોનલબેને પતિ અને બે સંતાનોને ગુમાવ્યા
Gujarat Gambhira Bridge Collapses: આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે લોકો કોઈપણ જગ્યાએ મુસાફરી કરતાં હવે ડરી રહ્યા છે... લોકોના મનમાં મોટો સવાલ થઈ રહ્યો છે કે કઈ જગ્યાએ હવે મુસાફરી કરવી સુરક્ષિત છે?... કેમ કે બુધવારની સવાર વડોદરા માટે ખરાબ સમાચાર લઈને આવી... અહીંયા વડોદરા અને આણંદને જોડનારો ગંભીરા પુલ તૂટી પડ્યો...