gir somnath

Cyclone Was Seen In Sea Between Una And Kodinar PT3M35S

ઉના અને કોડીનાર વચ્ચેનાં દરિયામાં જોવા મળ્યું ચક્રવાત, જુઓ Video

ગીર સોમનાથના મધ દરિયે ચક્રવાતનો વિડિઓ સામે આવ્યો છે. વેરાવળનાં માછીમારે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતો. આ વીડિયો ઉના અને કોડીનાર વચ્ચેનાં દરિયાનાં દ્રશ્યો છે. ભારે પવન સમુદ્રમાં ઘુમરી મારતો હોવાનો વિડિઓ સામે આવ્યો છે.

Nov 7, 2019, 10:30 AM IST
Gir Somnath Fishermen Privation Due To Maha Cyclone PT4M51S

મહા વાવાઝોડાના કારણે ગીર સોમનાથના માછીમારોને હાલાકી

અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લા સહીત સૌરાષ્ટ્ર ના અનેક પંથકોમાં ભારે પવન સાથે વરસાદ આવશે. અરબી સમુદ્રમાં વાવઝોડું 5 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 100થી 120 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. હાલ હવામાન વીભાગ ની આગાહી ના પગલે તંત્ર એલરટ થયું છે.

Nov 4, 2019, 12:30 PM IST
Maha Cyclone Effect farmers kodinar, Groundnut zee 24 kalak PT9M25S

વાવાઝોડાથી ખેડૂતોને 'મહા' મુસીબત, કોડીનારમાં મગફળીની 8000 ગુણ પલળી

સમગ્ર રાજ્યમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર દેખાવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગઈકાલથી ગુજરાતના આ બંને પ્રાંતોમાં વરસાદનું આગમન થયું છો. તો ક્યાંક વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ સૌથી મોટું સંકટ ખેડૂતોના માથે છે. આવામાં કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં 8 હજાર ગુણ મગફળી પલળી ગઈ છે.

Nov 2, 2019, 10:50 AM IST

‘ક્યાર’ને કારણે છેલ્લાં 24 કલાકમાં 136 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોની મહેનત એળે ગઈ

આગામી ચાર દિવસ હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદ (Rain) ની આગાહી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તો બીજી તરફ, મંગળવારે રાજ્યના 27 જિલ્લાના 46 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો. ગુજરાત પરથી 'ક્યાર' (Kyar Cyclone) વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમા વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે હજી પણ વરસાદ રહેશે તો ખેડૂતોની હાલત વધુ કફોફી બનશે.

Oct 30, 2019, 10:55 AM IST
Desperate fire at the port of Veraval PT1M33S

વેરાવળ બંદર પર લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો

ગીર-સોમનાથના વેરાવળ બંદર પાસે ફટાકડાની આતીશ બાજી દરમિયાન બંદર પર આગ લાગવાની ઘટના સામે આવી હતી.

Oct 28, 2019, 10:50 PM IST

ગુજરાતના દરિયાકાંઠે ક્યારનો કહેર, 230 થી 240 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

અરબી સમુદ્રમાં સર્જાયેલા કયાર વાવાઝોડા (Kyar Cyclone) ની અસર ગુજરાતમાં વર્તાવા લાગી છે. આ વાવાઝોડુ ઓમાન (Oman) તરફ ફંટાવાનુ છે જોકે તેનો વ્યાપ 800 કિલોમીટર કરતાં પણ વધારેનો હોવાથી ગુજરાત (Gujarat) સહિત દેશના અન્ય રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે. ક્યારના પગલે બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. ઠેક ઠેકાણે માવઠા થયા જેને પગલે ખેડૂતોને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

Oct 27, 2019, 01:31 PM IST

‘ક્યાર’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું, પણ દિવાળીની સવારથી જ ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદ પડ્યો...

ક્યાર વાવાઝોડા ((kyarr cyclonic)) ની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી છે. આજે જ્યારે ગુજરાતભરમાં દિવાળી (Diwali) નું સિલેબ્રિશન શરૂ થયું છે, ત્યારે સવારથી જ ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં બદલાવ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા 'ક્યાર'ની અસરને કારણે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા જોવા મળ્યા છે. વરસાદી છાંટાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો બીજી તરફ, ગુજરાત (Gujarat) ના દરિયા કિનારે જોરદાર કરંટ જોવા મળ્યો છે. 

Oct 27, 2019, 11:03 AM IST

દરિયામાં ‘ક્યાર’ વાવાઝોડું વધુ સક્રિય બન્યું, દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ, દર્શનાર્થીઓ અટવાયા

અરબી સમુદ્રમાં ક્યાર નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે. ત્યારે આ વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ છે. 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો છે. જેની સીધી અસર માછીમારી, ખેતી અને પર્યટન ક્ષેત્રે જોવા મળી છે. તેમજ ભારે પવનના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. રાજ્યમાં 'ક્યાર' વાવાઝોડાને પગલે તમામ બંદરો પર સિગ્નલ લગાવાયા. ઓખા, પોરબંદર, જામનગર, નવલખી અને કચ્છના બંદરે 2 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચના આપી છે. તેમજ યાત્રાધામ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. દરિયામાં ભારે પવન અને કરંટના કારણે આ નિર્ણય લેવાયો. ગુજરાત મેરીટાઈમ બોર્ડે આ નિર્ણય લીધો છે. જેને કારણે દર્શને આવતા પ્રવાસીઓને પરત ફરવુ પડ્યું છે.  

Oct 26, 2019, 02:32 PM IST

પ્રભાસ પાટણ : અહીં અગિયારસના દિવસે નવરાત્રિની અનોખી રીતે પુર્ણાહુતિ કરાય છે

ગીર સોમનાથ (Gir Somnath) ના પ્રભાસ પાટણ (Prabhas Patan) ખાતે અનોખી રીતે ગરબી (Garba)ની પૂર્ણાહુતી કરાઈ હતી. સમુદ્રી માતાના અતિ પ્રાચીન મંદિરે વર્ષે એકવાર ગરબી યોજાય છે, જેમાં 4 થી 5 હજાર જેટલા લોકો આ ગરબીમાં ઉમંગભેર પરંપરાગત પહેરવેશ સાથે પહોંચે છે. આ ઉપરાંત તેઓ વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરીને પણ ગરબીને મજેદાર બનાવે છે. અહીં દશેરા(Dussehra 2019) ના બીજા દિવસે એટલે કે અગિયારના રોજ ગરબી કરવાનું મહત્વ રહેલું છે.

Oct 10, 2019, 09:51 AM IST
Gir Somnath Rain Falling PT1M42S

ગીરસોમનાથ અનરાધાર વરસ્યો વરસાદ

ગીરસોમનાથ જિલ્લાના અનેક પંથકોમાં વરસ્યો વરસાદ પડ્યો છે. તાલાલા, સેમળિયા, પીખોર, રાતીધાર અને જમાલપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગીર સોમનાથની શિંગોડા નદીમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. વરસાદ પડતા શિંગોડા ડેમમાં પાણીની આવક થઇ છે. ત્રણ કલાક સુધી કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા, બે કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

Oct 5, 2019, 01:30 PM IST
Viral video of Gir somnath PT1M6S

ગિર સોમનાથનો સિંહણ અને સિંહ બાળનો વીડિયો વાયરલ

ગીર-સોમનાથમાં સિંહણે બાળ સિંહને પાણીના પ્રવાહમાંથી બચાવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે.નદીના ધસમસતા પ્રવાહમાંથી રસ્તા પસાર ન કરી શકતા સિંહ બાળને સિંહણે પોતાના મુખમાં રાખી નદીનો પ્રવાહ પસાર કરાવ્યો હતો.

Oct 3, 2019, 12:35 PM IST

ગીર-સોમનાથ પર આસમાની આફત વરસી, મોડી રાત્રે બોટની જળસમાધિ, માધવરાયજી મંદિર છઠ્ઠીવાર પાણીમાં ડૂબ્યું

ગીર-સોમનાથ (Gir Somnath)માં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (heavy Rain) વરસી રહ્યો છે. ગીર સોમનાથ વેરાવળ અને તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમા આખી રાત વરસાદ વરસ્યો છે. જેને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ, દરિયામાં પણ આસમાની આફત વરસી રહી છે. એક તરફ દરિયાના ઉછળતા મોજાં અને ઉપરથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. 

Sep 29, 2019, 03:30 PM IST

મધરાતે ગીર-સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, તાલાલા ગ્રામ્યમાં 4 ઇંચ ખાબક્યો

રાજ્યભર (Gujarat)માં હાલ માતે મેઘો મંડરાઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, હાલ રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ છે. તે વચ્ચે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજા (Heavy Rain) નું રોદ્ર રુપ જોવા મળ્યું હતું. રાત્રિ દરમિયાન ઉના, કોડીનાર, તલાલા, સુત્રાપાડા જેવા તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે લોકો પણ આવા ધમાકેદાર વરસાદથી ગભરાઈ ગયા હતા. તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 

Sep 27, 2019, 10:22 AM IST
Gir Somnath: Kamleshwar Dam Gets Filled With Water PT3M21S

મધ્ય ગીર જંગલમાં આવેલો કમલેશ્વર ડેમ છલકાયો, જોવા મળ્યા આહલાદક દ્રશ્યો

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળાશયો છલોછલ થયા છે. હિરણ-2 ડેમ છલકાતા નહીં થાય પાણીની સમસ્યા.

Sep 12, 2019, 04:55 PM IST
Gir Somnath: Water Level In Macchundri River Increases PT1M36S

ગીર સોમનાથઃ દ્રોણેશ્વર ડેમની સપાટી વધી,જુઓ વીડિયો

ગીર સોમનાથઃ ભારે વરસાદથી નદી-નાળા છલકાયા, બ્રિજ અને દ્રોણ ગામની સડક પરથી વહી રહ્યું છે પાણી.પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકાયો.

Sep 8, 2019, 02:20 PM IST
Gir Somnath: Heavy Rains Floods In Hiran River PT2M43S

ગીર સોમનાથઃ તાલાલામાં અવિરત વરસાદ, ભારે વરસાદથી હિરણ નદીમાં આવ્યું પૂર

ગીર સોમનાથઃ હિરણ-2 ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા, 45 ગામોને પીવાનું પાણી પૂરો પડતો રાવલ ડેમ છલકાયો.

Sep 8, 2019, 01:10 PM IST

કેન્દ્ર સરકારની સ્વદેશ દર્શન યોજનામાં ગુજરતના પ્રખ્યાત મંદિર સોમનાથનો સમાવેશ

 કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના, આઇકોનીક પ્લેસ, અને સ્વદેશ દર્શનમાં સોમનાથ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જુદી જુદી ત્રણ યોજનાઓ અંતર્ગત 280 કરોડથી વધુના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. હાલ યાત્રી સુવિધાને લઈ વિશાળ અદ્યતન પાર્કિંગ, યાત્રી સુવિધા કેન્દ્ર, સોમનાથ સમુદ્ર કિનારે સુંદર વોક વે અને ધન કચરાના નિકાલને ચાર પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં સોમનાથમાં પીલીગ્રામ પ્લાઝા અને દેશના તમામ રાજ્યોની સંસ્કૃતિ એક જ સ્થળે દર્શાવતું લિટલ ઇન્ડિયાનું નિર્માણ થશે.

Sep 1, 2019, 07:58 PM IST
Gir Somnath: Heavy Rains Cause Flood In Shahi River PT1M27S

ગીર સોમનાથની શાહી નદીમાં આવ્યું પૂર, જુઓ કેવા દ્રશ્યો સર્જાયા

ગીર સોમનાથની શાહી નદીમાં પૂર આવ્યું.

Aug 28, 2019, 06:25 PM IST

ગીર-સોમનાથ : જન્માષ્ટમીએ મિત્રો સાથે જમજીર ધોધ ફરવા ગયેલા યુવકને મળ્યુ મોત

ગીર-સોમનાથના પ્રખ્યાત એવા જમજીર ધોધ પાસે જન્માષ્ટમીની સાથે દુખદ ઘટના બની હતી. ધોધ પાસે ડૂબી જવાથી સૂત્રાપાડાના યુવકનું મોત નિપજ્યું છે.

Aug 25, 2019, 12:30 PM IST

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં જામી ભક્તોની ભીડ, હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર

સોમનાથ મહાદેવના દર્શનાથે શ્રાવણના પહેલા જ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે અને હર હર મહાદેવના નાદ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ત્યારે આજના દિવસે યાત્રીકોના ઘોડાપૂરને ધ્યાનમાં લઇને મંદિર સવારે 4 વાગ્યાથી જ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

Aug 5, 2019, 09:13 AM IST