government of gujarat

હવે કોરોના દર્દીઓ આયુષ્માન કાર્ડ અને માં કાર્ડ દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રી સારવાર લઇ શકશે

કોરોનાના સતત વધી રહેલા કેસો મુદ્દે હાઇકોર્ટની સરકારી કામગીરીથી નારાજ હોવાથી સુઓમોટો દાખલ કરી છે. કોવિડ નિયંત્રણમાં જે પ્રકારનો ઉછાળો થયો છે તે ગંભીર મુદ્દો છે. ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે, માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત્ત 15 એપ્રિલે સરકારે હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં જણાવાયું કે, હાઇકોર્ટનાં સુચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા માટે તત્કાલ અસરકારક નિર્ણયો લેવાનાં શરૂ કરી દીધા હતા. આ સાથે જ આયુષ્માન ભારત તથા માં વાસ્તલ્ય કાર્ડ યોજનામાં કોવિડ 19ની સારવારનો પણ સમાવેશ કરવામાં આવી શકે તેમ જણાવ્યું હતું. 

Apr 18, 2021, 09:52 PM IST

ગુજરાત સરકારના નામનો ફેક લેટર કર્યો વાયરલ, લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો

અમદાવાદ (Ahmedabad) સહિત છ શહેરોમાં લોકડાઉન લાગુ પડશે તેઓ ગુજરાત સરકારના (Gujarat Government) નામનો ફેક લેટર વહેતો કરવામાં આવેલો. ખોટો મેસેજ મુકનાર અમદાવાદના અમૃત સલાટ નામના યુવકને સાયબર ક્રાઇમ બ્રાંચે (Cyber Crime Branch) પકડી પાડયો

Apr 13, 2021, 02:34 PM IST

ગુજરાત સરકારે રાત-દિવસ જોયા વિના પ્રજાહિતમાં તિજોરીની ચિંતા કર્યા વગર કામ કર્યુ છે : CM રૂપાણી

તિજોરીની ચિંતા કર્યા વિના જનહિતમાં સંશાધનો ઉભા કરવાના કામને પ્રાયોરિટી

Apr 12, 2021, 10:48 PM IST

રાજ્યમાં વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં જ્યાં ઘર હશે, ત્યાં નળ હશે: સરકારની મહત્વની જાહેરાત

ગ્રામ્ય વિસ્તારમાં ૧૭ લાખ નળ કનેકશન બાકી, તે માટે ઝુંબેશના સ્વરૂપે દર મહિને એક લાખ કનેકશન આપવાના લક્ષ્યાંક સાથે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે : ૧૭ મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં ‘નલ સે જલ’ હશે. પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા મળીને પાંચ જિલ્લાઓમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ‘નલ સે જલ’ યોજના અંતર્ગત વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સહભાગી થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આગામી વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. માત્ર ગ્રામ્ય વિસ્તારમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ૧૦ લાખ ૨૦ હજાર જેટલાં નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે.

Mar 16, 2021, 07:36 PM IST

Gujarat Government કહે છે કોરોનામાં આવક ઘટી, પણ માસ્ક ન પહેરનાર અમદાવાદીઓ પાસેથી 26 કરોડ લીધા

આજે બજેટ રજૂ કરતા પહેલા યોજાયેલ વિધાનસભા સત્રમાં કરવામાં આવેલા પ્રશ્નોત્તરીમાં સરકાર દ્વારા કેટલાક પ્રશ્નોના લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે વિધાનસભા સત્ર દરમિયાન સરકાર (Gujarat Government) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોના કાળમાં સરકારની આવક ઘટી છે

Mar 3, 2021, 05:34 PM IST

કોઇ પણ પરિસ્થિતીનો ઉકેલ છે તમારામાં કરવાની ધગશ જોઇએ, દુખનાં દરિયાને પાર કરી GPSC પાસ કરી

ઓલપાડની ખેડૂત પુત્રી અમિતા પટેલે જી.પી.એસ.સી. ની પરીક્ષામાં મેદાન માર્યું છે. નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી છતાં હિંમત નહી હારી અમિતા પટેલે જે કરી બતાવ્યું છે એ આર્થિક રીતે સધ્ધર પરિવારના કોઈ દીકરા કે દીકરી પણ નહીં કરી શકે. હાલ ગુજરાતના ધંધુકા ખાતે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જીનિયર તરીકે ફરજ બજાવતી અમિતા શુક્રવારે જયારે ધંધૂકાથી પરત ઘરે ફરી ત્યારે તેનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં જ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન-જી.પી.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.

Jan 22, 2021, 11:59 PM IST

CMની જાહેરાત: કમુરતાં ઉતરતા જ ગુજરાતમાં શરૂ થશે રસીકરણ અભિયાન,રસી લેવી છે તો વાંચો!

કોવિડ-19 રસીકરણ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ, રસીના એક કરોડથી વધુ ડોઝ સંગ્રહ કરવાની ક્ષમતા

Jan 9, 2021, 10:17 PM IST

ગુજરાત સરકારની સ્પષ્ટ ચેતવણી: ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીને અડ્યા તો મર્યા સમજો!

ગુજરાત સરકાર અને વન વિભાગ દ્વારા સંયુક્ત ચેતવણી જાહેર કરતા કોઇ પણ નાગરિકને ઘાયલ કે મૃત પક્ષીનો સ્પર્શ નહી કરવા માટે જણાવવામાં આવ્યું છે. કોઇ ઘાયલ પક્ષી જણાય તો સેવાભાવી સંસ્થા કે સરકારી સંસ્થાનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.

Jan 8, 2021, 10:41 PM IST

સરકારની અનોખી પહેલ, સરકારી કામ માટે હવે દલાલોની કોઇ જરૂર નહી, ઓનલાઇ 28 લાખ અરજીઓ મળી

* હાલ ૮ હજાર ગામોમાં ૪પ જેટલી સરકારી સેવાઓ ઘરે બેઠા લોકોને મળે છે 
* લાખો ગ્રામીણ નાગરિકોએ ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવ્યો
* ર૦ર૧માં રાજ્યની તમામ ગ્રામ પંચાયતો ભારત નેટ ઇન્ટરનેટથી ડિઝીટલ સેવાસેતુ અન્વયે જોડાઇ જશે
* ભારત નેટ ઇન્ટરનેટ અન્વયે ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક અને ૧૦૦ MBPS સ્પીડથી ગ્રામ પંચાયતોને નેટ જોડાણ

Jan 1, 2021, 05:33 PM IST

ખેડૂતોને ભાગ્યમાં પણ પથરા અને ખાતરમાં પણ! યુરિયા ખાતરની થેલીમાં પણ મસમોટુ કૌભાંડ

મેવાસા ગામે યુરિયા ખાતરની થેલીમાંથી ધૂળ અને પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શિયાળુ રવી પાક સમયે યુરિયા ખાતર મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા સહકારી મંડળીમાંથી ખરીદી થતી હોય છે. ત્યારે કૃભકો કંપનીના યુરિયા ખાતરમાં કૌભાંડની ગંધ આવી રહી છે. મેવાસા સહકારી મંડળીમાંથી ખેડૂતો દ્વારા કૃભકો કંપનીનું 16 નંબરની થેલીનું ખાતર ખરીદ્યું હતું. ખરીદી કરવામાં આવી ત્યારબાદ રવી પાકમાં આ ખાતર નાખવામાં આવ્યું તે સમયે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. 

Jan 1, 2021, 05:17 PM IST
State Junior Doctor's Strike Postponed PT2M27S

રાજ્યના જુનિયર ડોક્ટરની હડતાળ મોકૂફ

State Junior Doctor's Strike Postponed

Dec 20, 2020, 09:15 PM IST

HTAT આચાર્ય બાદ જુનિયર ડોક્ટરની હડતાળ પણ મોકૂફ, સરકારનું હકારાત્મક વલણ

જુનિયર ડોકટરોની માગ અંગે રાજ્ય સરકારે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું. રાજ્ય સરકારે આગામી 7 દિવસમાં વાતચીત કરી મુદાઓનો ઉકેલ લાવવાની આપી બાંહેધરી આપી હતી. જેના પગલે જુનિયર ડોક્ટર્સ દ્વારા હાલ પુરતી હડતાળ મોકુફ રાખવાનો નિર્ણય લીધો હતો. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ જુનિયર તબીબો સાથે બેસીને નિરાકરણ લાવશે તે અંગે માહિતી આપી હતી. સરકારના હકારાત્મક વલણ બાદ આવતીકાલથી નહીં થાય કોઈપણ જાતની હડતાળ મુલતવી રાખવામાં આવી હતી. 

Dec 20, 2020, 07:58 PM IST

આખરે ઘીના ઠામમાં ઘી: ઇન્ટર્ન તબીબ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સરકારે સ્વીકારી, હડતાળ સમેટાઇ

* ઇન્ટર્ન તબીબોની માંગણી સરકારે આખરે સ્વિકારી
* GMERS ના 2000 થી વધારે ડોક્ટર્સને મળશે 18000 રૂપિયા
* 12800 ના બદલે CORONA DUTY પેટે વધારે સ્ટાઇપેન્ડ ચુકવાશે
* સ્ટાઇપેન્ડ વધારા સિવાયની તમામ માંગણીઓ સરકારે ફગાવી
* માત્ર આ બેચને જ સ્ટાઇપેન્ડ વધારાનો લાભ મળવા પાત્ર થશે

Dec 19, 2020, 06:04 PM IST
Second Day Of Strike: Intern Doctors Mood To Fight Against Government PT3M33S

બીજો દિવસ: 3 માગણીઓ સાથે ઈન્ટર્ન તબીબોની હડતાળ પર

Second Day Of Strike: Intern Doctors Mood To Fight Against Government

Dec 15, 2020, 09:15 AM IST

રાજ્યભરના MBBS ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં, આજથી હડતાળ પર

રાજ્યની તમામ સરકારી, GMERS ઇન્ટર્ન તબીબો કામકાજથી અળગા થશે. અંદાજે 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા કોવિડ હોસ્પિટલમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. ઇન્ટર્ન તબીબોની માંગ રાજ્ય સરકારે હજુ સુધી ના સ્વીકારતા ઇન્ટર્ન તબીબો લડી લેવાના મૂડમાં છે.

Dec 14, 2020, 08:17 AM IST

સરકારનો નવો ફતવો: જો CORONA કાળમાં લગ્નનું આયોજન કરી રહ્યા છો તો વાંચો અહેવાલ

હાલ કોરોના કાળમાં લગ્નનું આયોજન કરવું દિવસેને દિવસે એક મોટો પડકાર બનતું જાય છે. સરકાર દ્વારા રોજિંદી રીતે નવા નવા ફતવાઓ આવતા રહે છે. લગ્નનું આયોજન કરી ચુકેલા લોકો રોજ એક નવા ટેન્શન અને જવાબદારી સાથે ઉઠે છે. 

Dec 11, 2020, 06:51 PM IST

કોરોના વેક્સિનની તડામાર તૈયારી: અમદાવાદ કોર્પોરેશને યાદી રાજ્ય સરકારને સોંપી

PM મોદી દ્વારા આજે કોરોનાની રસી શોધાઇ ગઇ હોવાની અને માત્ર એક અઠવાડીયા જેટલા સમયમાં જ તે ઉપલબ્ધ થવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો કે રસી આવે તો કઇ રીતે નાગરિકો સુધી પહોંચાડવી તેની તૈયારી ગત્ત ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. વડાપ્રધાન કાર્યાલય અને સ્વાસ્થય મંત્રાલય દ્વારા દરેક રાજ્યોને ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કોરોનાનાં વધારે અસરગ્રસ્ત લોકોની યાદી તૈયારી કરીને મોકલવા માટે જણાવી દેવામાં આવ્યું છે. આ લોકોને સૌપ્રથમ તબક્કાવાર રસી આપવામાં આવશે. આ અંગેની યાદી ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર પણ કરી લેવામાં આવી છે. 

Dec 4, 2020, 05:07 PM IST
Good News Amid Rising Cases Of Corona In Gujarat PT3M39S