government of gujarat

શાળાની ફી મુદ્દે સરકારે છેલ્લી ઘડીએ શોધી છટકબારી, કોંગ્રેસ દ્વારા હોબાળા સાથે વોકઆઉટ

ગુજરાતની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓઓના વાલીઓને ફીમાં રાહત આપવા મુદ્દે હાઇકોર્ટે નિર્દેશ કર્યો હોવા છતા પણ સરકાર હજી સુધી કોઇ જ નિર્ણય લઇ શકી નથી. આજે ગૃહમાં આ અંગે ચર્ચા થવાની હતી. જો કે સમયના અભાવનું બહાનું કરીને સરકાર દ્વારા આ વાતને ટાળવામાં આવી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુરૂવારે સાંજે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, ખાનગી શાળાઓમાં ફીમાં ઘટાડો કરવાની બાબતને ટુંકી મુદ્દતને પ્રશ્ન ગૃહમાં નિયમાનુસાર પ્રશ્નકાળવિધી પુરી થઇ જતા અધ્યક્ષની સુચના અનુસાર ચર્ચામાં લઇ શકાયો નથી.

Sep 25, 2020, 12:07 AM IST

PG ડોક્ટર્સ માટે ખુબ જ મોટા ખુશીના સમાચાર, સરકાર દ્વારા પ્લેસમેન્ટ ઉપરાંત બોન્ડમાં મોટી છુટછાટ

કૉવિડ -19 નોટિફાઇડ હોસ્પિટલોમાં સેવાઓ આપનાર તબીબોને બૉન્ડના નિયમોમાં  રાજ્ય સરકાર દ્વારા ભારે છૂટછાટ આપવામાં આવી

Sep 24, 2020, 06:23 PM IST

નાણામંત્રીએ જાહેર કર્યું રાજ્યનું કુલ દેવું, છેલ્લા 5 વર્ષમાં સરકારે ચુકવ્યું આટલું વ્યાજ

31 ડિસેમેબર 2019ની સ્થિતિએ રાજ્યનું કુલ જાહેર દેવું 2 લાખ 40 હજાર 652 કરોડ રૂપિયા હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. જેમાં 7223 કરોડ કેન્દ્ર સરકારની લોન ઉપરાંત લોનનો વ્યાજ દર 0થી લઇ 13 ટકા સુધીનો છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 2184 કરોડનું વ્યાજ ચુકવ્યું છે. તેવું નાણાંમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના જવાબમાં લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું.

Sep 23, 2020, 10:26 PM IST

કોરોના મુદ્દે અંધેરી નગરી અને ગંડુરાજા, મોતના આંકડામાં ગોલમાલ, સવાલ ઉઠતા માહિતી જ બંધ કરી

રાજકોટમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વિસ્ફોટક બની રહ્યું છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ ફરી એકવાર રાજકોટની મુલાકાત લીધી છે. જો કે રાજકોટમાં આવીને તેમણે તંત્ર કે દર્દીઓના સ્વાસ્થય અંગે ચિંતા કરવાના બદલે દર્દીઓનાં નામ બાદ મોતના આંકડાઓ જાહેર નહી કરવાનું તઘલખી ફરમાન બહાર પાડ્યું હતું. જો કે ગ્રામ્ય અને શહેરના મોતના આંકડા શા માટે બંધ કરવામાં આવ્યા તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ માહિતી મળી નથી. 

Sep 18, 2020, 04:16 PM IST

પાકિસ્તાનમાં 6 મહિનાથી ફસાયેલા 40 ગુજરાતીઓને સરકાર દ્વારા વતન પરત લવાયા

શહેરના યુવાન અવિનાશ વ્યવસાયે સી.એ છે. માર્ચ મહિનામાં તેઓ પાકિસ્તાન પોતાના લગ્ન માટે ગયા હતા. લગ્ન બાદ તુરંત જ લોકડાઉન લાગુ થતા તેને માતા સાથે અવિનાશના ત્યાં રોકાવું પડ્યું હતું. ભારત પર ફરવાનો વારો આવ્યો ત્યારે તેમને વિટંબણાનો કોઇ પાર રહ્યો નહોતો. અવિનાશના પત્ની પાકિસ્તાની નાગરિક છે અને તેમના પત્નીએ લોંગ ટર્મ વિઝાની અરજી કરી હતી. જો કે તે પતિ સાથે ભારત પરત ફરી શક્યા નહોતા. અવિનાશના પત્ની ગર્ભવતી છે. તેવા સમયે અવિનાશ પોતાનાં 58 વર્ષીય માતા સાથે અમદાવાદ પરત ફર્યા છે. અવિનાશે પોતાની પત્ની માટે જરૂરી દસ્તાવેજી કામગીરી પુરૂ થાય અને ઝડપી ભારત પરત ફરે તેની રાહ જોઇ રહ્યા છે.

Sep 17, 2020, 11:52 PM IST

ગાંધીનગર: સ્વર્ણિમ સંકુલમાં કરાયો કોરોના ટેસ્ટ, એક કર્મચારીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

સચિવાલય બાદ હવે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સવારથી જ સ્વર્ણિમ સંકુલમાં સૌપ્રથમ સીએમ કાર્યાલયના કર્મચારીઓ અધિકારીઓ અને ત્યારબાદ અન્ય મંત્રીઓના, કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

Sep 7, 2020, 12:58 PM IST

રાજ્યના CM રૂપાણી કરશે કોવિડ વિજય રથનું ડિજિટલ લોન્ચિંગ, જાણો શું છે આ અભિયાન?

અદ્રશ્ય એવા આ દુશ્મન સામે વિજયને પંથે અગ્રેસર થવા, લોકોના આત્મવિશ્વસમાં વધારો થાય તેવા ઇરાદાથી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરોના ઉપક્રમે રાજ્યવ્યાપી કોવિડ વિજય યાત્રા આવતીકાલથી શરૂ થનાર છે

Sep 7, 2020, 12:10 PM IST

HC દ્વારા 1-8-18 નો વિવાદિત પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો, ખાસ ગાઇડલાઇન

1-8-18 નો સરકારનો જે વિવાદિત પરિપત્ર હતો તે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે 33 ટકા અનામત જ મહિલાઓને આપવાનું છે. તે 33 ટકામાં જ એસટી, એસસી, સામાજીક પછાત સહિતની તમામ મહિલાઓનો સમાવેશ કરવાનો છે. સમગ્ર પ્રક્રિયા પુર્ણ કરવા માટે 7 સ્ટેપની માર્ગદર્શીકા પણ સરકારને આપી હતી. આગામી તમામ ભરતી પ્રક્રિયાઓમાં આ સ્ટેપ અનુસાર જ ભરતી કરવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.

Sep 1, 2020, 06:05 PM IST

ફોનનું સીમ કાર્ડ અપગ્રેડ કરાવવું ગુજરાત સરકારના એક મહિલા અધિકારીને પડ્યું લાખોમાં

જો તમને સેલ્યુલર કંપનીના નામે સીમકાર્ડ અપગ્રેડ કરવા માટે ફોન આવે તો સાવધાન. કારણ કે, એવી ટોળકી સક્રિય થઇ છે જે સીમકાર્ડ અપગ્રેડ કરવાના બહાને ફોન કરી એક SMS મોકલે છે. બાદમાં ફોન નેટવર્ક બંધ કરાવી Phone Hang કરે છે

Aug 31, 2020, 05:09 PM IST

વર્લ્ડ ચેમ્પિયન બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ટીમનો સભ્ય શાકભાજી વેચવા બન્યો મજબૂર

બ્લાઇન્ડ ખેલાડીઓ માટે રમતા વર્લ્ડ કપના સભ્યએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. વર્ષ 2018ની વિજેતા બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય નરેશ તુમડા મદદ માંગવા મજબૂર બન્યો છે. દેશ માટે ગૌરવ મેળવનાર, દેશને ગૌરવ અપાવનાર નરેશ તુમડા આર્થિક રીતે પરેશાન રહેતા સરકારથી મદદ માંગી છે.

Aug 21, 2020, 04:26 PM IST

ઓનલાઇન શિક્ષણ બંધ કરતી શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવે: વાલીઓ

રાજ્ય સરકારના શાળા સંચાલકો દ્વારા ફી નહીં લેવાના આદેશ બાદ સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરવાના નિર્ણયના મામલે વડોદરાના વાલીઓ રાષો ભરાયાં છે. આ વાલીઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તીવ માગ કરવામાં આી રહી છે.

Jul 22, 2020, 10:25 PM IST

ફી મુદ્દે સરકારના આદેશ બાદ શાળા સંચાલકોમાં નારાજગી, ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની કરી વાત

કોરોના મહામારીમાં શાળાઓ દ્વારા અપાતા ઓનલાઈન શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી મામલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વાલીઓને રાજ્ય સરકાર તરફથી ફી મામલે મોટી રાહત અપાઈ છે. શિક્ષણ વિભાગે સૂચના આપી કે, હાલ શાળાઓ બંધ હોઈ અને શાળાઓ નિયમિત શરૂ ના થાય ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલી શકાશે નહિ. ફી મુદ્દે સરકારના આદેશ બાદ સ્વનિર્ભર શાળાઓ અને વિવિધ મંડળોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આવતીકાલથી (ગુરૂવાર) ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે.

Jul 22, 2020, 09:28 PM IST

સરકાર અમારી વાત નહીં સાંભળે તો ડિજિટલ પ્લેટફોર્મ પર આંદોલન કરવામાં આવશે: યુવરાજસિંહ જાડેજા

શિક્ષિત બેરોજગાર યુવા આંદોલન સમિતિ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં યુવરાજ સિંહ જાડેજા અને દિનેશ બાંભણીયા દ્વારા પ્રેસને સંબોધન કરવામાં આવ્યું હતું. શિક્ષિત બેરોજગારી આંદોલનના સમિતિના સભ્યો સાથે 10 દિવસ પહેલા થયેલી બેઠક બાદ ફરી એકવાર આંદોલનકર્તા સમિતિએ સરકાર સામે મોરચો માંડ્યો છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ આંદોલન શરૂ કરવામાં આવશે.

Jul 22, 2020, 04:35 PM IST

મોરારી બાપુ વિવાદમાં ડેમેજ કંટ્રોલ માટે સરકારે ભુપેન્દ્રસિંહને ઉતાર્યા, સાંજે પહોંચશે મહુવા

દેવભુમિ દ્વારકા ખાતે  (Devbhoomi Dwarka) ખાતે રામકથાકાર મોરારી બાપુ (Morari Bapu) પર ભાજપનાં પૂર્વ ધારાસભ્ય પબુ ભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનાં સમગ્ર ગુજરાત (Gujarat) માં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. શુક્રવારે મોરારી બાપુના ગામ તલગાઝરડાએ સંપુર્ણ બંધ પાળ્યો હતો. તો આજે મહુવા (Mahuva) અને વીરપુર (Virpur Jalaram Mandir) દ્વારા બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેને લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. 

Jun 20, 2020, 05:33 PM IST

મહાનગરપાલિકાનાં પડઘા! રાજ્યના તમામ મહાનગરોની હદમાં વધારો કરવામાં આવ્યો

હાલમાં રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યાર બાદ વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાની ચૂંટણીઓની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે તે અગાઉ જ સરકાર દ્વારા મહત્વપુર્ણ નિર્ણય લેતા ગુજરાતનાં તમામ શહેરોની હદ વિસ્તારોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને ભાવનગરનાં હદ વિસ્તારમાં વધારો કરવામા આવ્યો છે.

Jun 18, 2020, 06:36 PM IST

સરકારનો હાથ થોડો ભીડમાં આવ્યો, તમામ વિભાગોને કરકસર કરવા આપી સુચના,તમામ નવી ખરીદી બં

કોરોનાને કારણે સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનનાં કારણે અર્થતંત્ર પર ખુબ જ ખરાબ અસર પડી છે. જેના કારણે હવે ઉદ્યોગો અને લોકોને રાહત આપવા માટે સરકારો દ્વારા વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. જો કે તેના કારણે સરકારોની આર્થિક સ્થિતી બગડી રહી છે. વિવિધ યોજનાઓની રકમ પુરી પાડ્યા બાદ સરકારનો હાથ હવે થોડો ટાઇટ થઇ ગયો છે. જેના કારણે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને તમામ વિભાગોને ખર્ચાઓમાં કાપ મુકવા માટે જણાવ્યું છે. 

Jun 7, 2020, 12:11 AM IST

કોરોનાની વિકટ સ્થિતી વચ્ચે અધિકારીઓની પત્રકાર પરિષદો બંધ નેતાઓના મેળાવડા ચાલુ

કોરોનાનો ભારતમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020નાં રોજ નોંધાયો હતો, જ્યારે ગુજરાતમાં રાજકોટ ખાટે 19 માર્ચનાં દિવસે નોંધાયો હતો. ત્યાર બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી હતી. દિવસનાં માત્ર 2-4 કેસ નોંધાતા હતા ત્યારે ગુજરાતનાં ટોચના અધિકારીઓ ગર્વિષ્ટ ચાલે આવતા અને માત્ર આટલા જ કેસ નોંધાયા છે અને ગુજરાતમાં તમામ તૈયારીઓ સજ્જડ છે આપણે કોરોનાને હરાવીશું જેવા બણગા ફુંકીને ચાલતી પકડતા હતા.

May 26, 2020, 05:36 PM IST

ગુજરાતમાં હાલ સરકારને બદનામ કરવા માટે અધિકારીઓ જ હાથા બની રહ્યા છે: સંઘાણી

કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના કદાવર નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા ગુજરાતમાં અધિકારીઓનું રાજ હોવા સંદર્ભે વાયરલ થયેલી ઓડિયો ટેપની વાતને ભાજપના સિનિયર નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીએ પણ સમર્થન આપ્યું છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં દિલીપ સંઘાણીએ સ્પષ્ટ જણાવ્યું કે, સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પારદર્શક નિર્ણય લેવામાં આવે છે પણ અધિકારીઓ યોગ્ય રીતે તેનો અમલ નથી કરી રહ્યા.

May 11, 2020, 05:12 PM IST

કેન્દ્રની જેમ રાજ્ય સરકારનો નિર્ણય, મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને ધારાસભ્યોના પગારમાં 30 ટકાનો કાપ

મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે  રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ  સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે.

Apr 7, 2020, 07:27 AM IST

શહેરમાંથી આવેલા લોકોથી ગામડાઓમાં ઉચાટ, ટહેલથી માંડી CCTV દ્વારા રખાઇ રહી છે નજર

કોરોનાને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ રિવર્સ માઇગ્રેશનની શરૂઆત થઇ ચુકી છે. શહેરમાંથી ગામડા તરફ લોકો આવવા લાગ્યા છે. હાલ રાજ્યનાં તમામ મહાનગરોમાંથી લોકો પોતપોતાના ગામડે પરત ફરી રહ્યા છે. જેના કારણે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ વધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કોરોનાનાં 3 પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી જ મળી આવ્યા છે. જેના કારણે સરકાર પણ ચિંતિત બની છે. આજે રાજકોટ ગ્રામ્ય, ગીરસોમનાથ અને પોરબંદરમાંથી એક એક કેસ પોઝીટીવ આવ્યા હતા. જે પોરબંદર અને રાજકોટ ગ્રામ્યમાં તો પહેલા જ કેસ હતા. જેથી હવે ગામલોકોમાં પણ શહેરથી આવેલા લોકો માટે ઉચાટ પેદા થઇ રહ્યો છે. 

Mar 29, 2020, 10:54 PM IST