gujarat assembly

વિધાનસભા કૂચ: કોંગ્રેસના નેતાઓ પર પાણીનો મારો, અમિત ચાવડા સહિતના નેતાઓને ટીંગાટોળી કરી લઈ જવાયા, કપડાં ફાટ્યા

વિધાનસભા કૂચનો ફ્લોપ શો: નેતાઓ અને કાર્યકરોને અટકાવવા માટે પોલીસે તેમની અટકાયત કરીને લઈ જવા માંડ્યા. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ પોલીસે ટીંગાટોળી કરીને ત્યાંથી ખસેડ્યા હતાં. આ ઝપાઝપીમાં તેમનો કૂર્તો પણ ફાટી ગયો હતો. 

Dec 9, 2019, 12:55 PM IST

વિધાનસભા કૂચ: કોંગ્રેસનો આક્ષેપ, કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે રાજ્ય સરકારે સરમુખત્યારશાહીનો ઉપયોગ કર્યો

ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર આજથી (Monday) શરૂ થઈ રહ્યું છે. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે (Congress) પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ દ્વારા સવારે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સાથે જ ગૃહમાં પણ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર સરકારને સવાલો પુછવાની કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ આજે સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા તરફ કૂચ કરવા જઈ રહી છે.

Dec 9, 2019, 10:19 AM IST

કોંગ્રેસનો વિધાનસભા ઘેરાવના કાર્યક્રમનું સૂરસૂરિયું, 8-10 ગાડીઓ ભરીને નેતાઓ, કાર્યકરોની અટકાયત

 ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર આજથી (Monday) શરૂ થઈ રહ્યું છે. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે (Congress) પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે આ કાર્યક્રમનો ફ્લોપ શો થઈ ગયો હોય તેવું લાગ્યું.  કોંગ્રેસ દ્વારા સવારે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સાથે જ ગૃહમાં પણ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર સરકારને સવાલો પુછવાની કોંગ્રેસે તૈયારી કરી લીધી છે.

Dec 9, 2019, 10:00 AM IST

વિધાનસભા સત્રઃ સોમવારે 9 વાગે કોંગ્રેસ કરશે વિધાનસભાનો ઘેરાવ, ગૃહમાં ઉઠાવશે મુદ્દા

અમિત રાજપુત/અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર સોમવારથી(Mondady) મળવા જઈ રહ્યું છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે (Congress) પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની પુરતી તૈયારી કરી લીધી છે.

Dec 8, 2019, 09:39 PM IST

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ અમદાવાદમાં નિભાવી ટ્રાફિક પોલિસની ભૂમિકા

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani) શનિવારે રાત્રે અમદાવાદમાંથી સિંધુભવન રોડ(Sindhubhavan Road) પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે સિંધુભવન ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ થઈ જતાં તેઓ પોતે જ કારમાંથી નીચે ઉતરી ગયા
હતા અને ટ્રાફિક મેનેજ કરવા લાગ્યા હતા. પરેશ ધાનાણીનો ટ્રાફિક મેનેજ કરતો આ વીડિયો રવિવારે સોશિયલ મીડિયામાં(Social Media) વાયરલ થયો હતો. 
 

Dec 8, 2019, 07:11 PM IST
Samachar Gujarat 08 December 2019 PT23M47S

સમાચાર ગુજરાત: હવે, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ભીખ માગવી ગુનો બનશે...!

રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને(Statue of Unity) સત્તામંડળ(Authority) જાહેર કરવા માટે ગુજરાત વિધાનસભાના(Gujarat Assembly) ટૂંકા સત્રમાં એક ખાસ વિધેયક રજૂ કરવામાં આવનાર છે. આ વિધેયકની જોગવાઈઓ પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની(Statue of Unity) આસપાસના વિસ્તારને પ્રવાસન સ્થળ(Tourism Spot) તરીકે વિકસાવવા માટે એક અલગ ઓથોરિટીની(Authority) રચના કરવામાં આવશે.

Dec 8, 2019, 09:45 AM IST

હવે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં ભીખ માગવી કે દલાલી કરવી તે ગુનો બનશે...!

રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને(Statue of Unity) સત્તામંડળ(Authority) જાહેર કરવા માટે ગુજરાત વિધાનસભાના(Gujarat Assembly) ટૂંકા સત્રમાં એક ખાસ વિધેયક રજૂ કરવામાં આવનાર છે. આ વિધેયકની જોગવાઈઓ પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની(Statue of Unity) આસપાસના વિસ્તારને પ્રવાસન સ્થળ(Tourism Spot) તરીકે વિકસાવવા માટે એક અલગ ઓથોરિટીની(Authority) રચના કરવામાં આવશે. 

Dec 7, 2019, 11:26 PM IST

ગુજરાત વિધાનસભાનું સોમવારથી ત્રણ દિવસીય સત્રઃ અનેક મુદ્દે વિપક્ષ કરશે ઘેરાવ

9થી 12 દિવસના આ ટૂંકા સત્ર(Assembly Session) દરમિયાન કુલ 4 બેઠક યોજાશે, જેમાં સરકાર કેટલાક બિલ રજુ કરવાની છે. રાજ્યમાં બિનસચિવાલય પરિક્ષામાં ગેરરીતિ, દુષ્કર્મની ઘટનાઓ, ખેડૂતોને નુકસાન અને પાક વિમાની સમસ્યા સહિતના વિવિધ મુદ્દે વિરોધ પક્ષ સરકારને
ઘેરશે.

Dec 7, 2019, 06:53 PM IST

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીના સામે આવ્યા હાર જીતના રસપ્રદ તારણો

ગુજરાતમા યોજાયેલી છ વિધાનસભાની ચુંટણી બંને પક્ષો માટે સમાન રહી હતી. ત્રણ બેઠક પર ભાજપાએ બાજી મારી અને ત્રણ પર કોંગ્રેસે બાજી મારી આ ચુંટણીમાં મતદારોનો બદલાયેલો મીજાજ સામે આવ્યો હતો

Nov 1, 2019, 04:27 PM IST

વિધાનસભા પેટાચૂંટણી: 6 બેઠકો પર અનેક દિગ્ગજો અને પક્ષોની આબરૂ ત્રાજવે

ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાશે. છ બેઠક માટે 14,76,715 મતદારો પોતાના મતાધિકારોનો પ્રયાગ કરશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચુક્યો છે. આજે મતદારો પોતાનો મતાધિકાર વાપરી શકે અને તેમાં તેમને કોઇ સમસ્યા ન થાય તે માટેની તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાજ્યની 6 વિધાનસભા પેટા ચૂંટણીમાં 20 ખેરાલુ વિધાનસભા (મહેસાણા જિલ્લો) થરાદ વિધાનસભા (બનાસકાંઠા જિલ્લો), અમરાઇવાડી વિધાનસભા (અમદાવાદ જિલ્લો) લુણાવાડા વિધાનસભા (મહિસાગર જિલ્લો) રાધનપુર વિધાનસભા (મહિસાગર જિલ્લો), બાયડ વિધાનસભા (અરવલ્લી જિલ્લા)ની પેટા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 

Oct 21, 2019, 12:50 AM IST
72 People Registered In Gujarat Assembly By Election PT2M2S

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં 72 લોકોએ નોંધાવી ઉમેદવારી

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં 72 લોકોએ ઉમેદવારી નોંધાવી છે.

Oct 4, 2019, 11:35 AM IST
Gujarat State 7 Seat By Poll Preperation Start PT1M56S

રાજ્યમાં પેટાચૂંટણીની તૈયારી શરૂ, 7 બેઠકો માટે નેતાઓને જવાબદારી સોપાઇ

ગુજરાતમાં આવનારી સાત વિધાનસભાની પેટાચૂંટણી માટે પ્રદેશ ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સાત વિધાનસભા બેઠકો માટે સરકાર અને સંગઠનમાંથી એક-એક હોદ્દેદારોને વિધાનસભા ઇન્ચાર્જ તરીકેની નિમણૂક આપી છે. સરકારના એક મંત્રી તથા સંગઠનના એક પદાધિકકારી એમ વિધાનસભા દીઠ બે ઇન્ચાર્જના નામોની યાદી આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જાહેર કરવામાં આવી હતી.ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકો માટે આજે પ્રદેશ ભાજપે સત્તાવાર રીતે પેટ ચૂંટણી માટેની તૈયારીના શ્રી ગણેશ કર્યા છે. ઉત્તર ગુજરાતની ચાર,મધ્ય ગુજરાતની ત્રણ વિધાનસભા બેઠકો માટે આજે ઇંચાર્જની નિમણૂક કરવામાં આવી છે.

Sep 11, 2019, 01:00 PM IST
7 assembly bypolls in Gujarat PT1M10S

વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકો માટે યોજાશે ચૂંટણી, રાજ્ય ચૂંટણી આયોગે શરૂ કરી તૈયારીઓ

રાજ્ય ચુંટણી આયોગે પેટા ચુંટણી લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 7 બેઠકોની આગામી ઓક્ટોબરમાં પેટા ચુંટણી યોજાઈ શકે છે. મોરવા હડફ, અમરાઈવાડી, થરાદ, ખેરાલુ, લુણાવાડા, રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠકની પેટા ચુંટણીનો તખ્તો તૈયાર થઇ ગયો છે. આ વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ત્રણ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા ચુંટણી સંલગ્ન કામગીરીમાં રોકાયેલા કર્મચારી અધિકારીઓની બદલી કરવા સૂચના આપવામાં આવી છે. નાયબ મામલતદાર થી લઇને ડેપ્યુટી કલેકટર સુધીના આવા કર્મચારી અધિકારીઓની બદલી કરવામાં આવશે. પેટા ચુંટણી વાળી બેઠકનો વિસ્તાર વતનમાં આવતો હશે તો આવા કર્મચારીઓની પણ બદલી કરવામાં આવશે.

Aug 29, 2019, 10:10 AM IST
Today Meeting In Gujarat Assembly Session PT1M21S

આજે વિધાનસભા સત્રમાં મળશે બેઠક, આ મુદ્દે થશે ચર્ચા

વિધાનસભા સત્રમાં આજે બે બેઠક મળશે. સવારે 9.30 કલાકે પ્રથમ બેઠકની શરૂઆત થશે. પ્રથમ બેઠકમા બજેટમાં અલગ અલગ વિભાગની માંગણીઓ અને ચર્ચા થશે. નર્મદા, જળ સંપત્તિ, ઉદ્યોગ અને ખાણ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, આદિજાતિ વિકાસ, વન અને પર્યાવરણ વિભાગ પર માંગણી અને ચર્ચા થશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી બીજી બેઠકની શરૂઆત થશે. બીજી બેઠકની શરુઆતમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્રારા ટુંકી મુદતનો મધ્યાહન ભોજન યોજના બાબતે પ્રશ્ન પૂછાશે.

Jul 16, 2019, 09:50 AM IST

કોંગ્રેસનું ખેડૂતોના દેવામાફીનું બિન-સરકારી વિધેયક વિધાનસભામાં બહુમતિથી ફગાવાયું

ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા ખેડૂતોની દેવામાફી માટે ગુરૂવારે એક બિન-સરકારી વિધયક રજૂ કર્યું હતું, જેને ચર્ચાને અંતે બહુમતિથી ફગાવી દેવાયું હતું 
 

Jul 11, 2019, 07:38 PM IST

દારૂબંધીની ઐસીતૈસી...! રાજ્યમાં રોજનો 35 લાખનો દારૂ પકડાય છેઃ ખુદ સરકારનો સ્વીકાર

ગાંધીના ગુજરાતમાં માત્ર કહેવાતી પુરતી જ દારૂબંધી, રાજ્યમાં દારૂબંધીની પોલ ખોલતા આંકડા વિધાનસભામાં આવ્યા સામે, રાજ્યમાં ૨૫૪ કરોડ રૂપિયાનો દેશી-વિદેશી દારૂ અને બિયર પકડાયો 
 

Jul 11, 2019, 06:11 PM IST
Gujarat Assembly Budget Session 2019 PT45S

આજે ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો છઠ્ઠો દિવસ

આજે ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો છઠ્ઠો દિવસ છે. આજના દિવસે વિધાનસભા ગૃહમાં રાજ્યના ખેડૂતોનું દેવુ માફ કરવાના બિન સરકારી વિધેયક પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ પાસે બહુમતી ન હોવાથી આ બિલ પર ભાજપના ધારાસભ્યોનું સમર્થન માંગશે.

Jul 11, 2019, 10:15 AM IST
Today is the second day of the assembly session PT1M53S

ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ, ત્રણ સરકારી વિધેયકો મુકવામાં આવશે

ગુજરાત વિધાનસભામાં આજે બીજા દિવસની કામગીરીનો થયેલો પ્રારંભ થયો છે. પ્રથમ પ્રશ્નોત્તરી અવર્સ બાદ રાજ્ય સરકાર દ્વારા ગૃહમાં ત્રણ સરકારી વિધેયકો મુકવામાં આવશે. ૧- સિગરેટ અને તમાકુની અન્ય બનાવટ જાહેરખબર પ્રતિબંધ અને તેના વેપાર અને વાણિજ્ય ઉત્પાદન પુરવઠાના નિયમ સુધારા વિધેયક, 2-સન 2018 વિધેયક ગુજરાત ભિક્ષા પ્રતિબંધક સુધારા વિધેયક, અને 3-સન 2019નુ ભારતનો ભાગીદારી સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

Jul 3, 2019, 09:55 AM IST
Budget session of Gujarat Assembly from July 2 PT1M3S

2 જુલાઇએ સુધારેલું નવું બજેટ રજૂ થશે: નિતિન પટેલ

બીજી જુલાઈના રોજ વિધાનસભામાં રજૂ થનાર બજેટની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે વિવિધ વિભાગો સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. કૃષિ વિભાગ સાથે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓના પરિપેક્ષમાં આજે બેઠક કરી હતી. આગામી એક સપ્તાહ સુધી વિવિધ વિભાગો સાથે બેઠક કરી વિભાગોની જરૂરીયાતો અને નવી યોજનાઓની ચર્ચા કરવામાં આવશે. ગુજરાતનું બજેટ તૈયાર કરવામાં નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ વ્યસ્ત થઇ ગયા છે.

Jun 26, 2019, 12:15 PM IST
Hardik patel Special conversation Talk with zee24kalak PT8M20S

હું ચૂંટણી લડ્યો હોત તો એક સીટ પર નડત, હવે ગુજરાતમાં નડીશ: હાર્દિક પટેલ

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સાથેની ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી પીટીશનમાં હાઇકોર્ટ દ્વારા ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવતા હવે હું સુપ્રિમમાં જઇશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને નામાંકીત વકીલ કપીલ સીબ્બલ સાથે આ અંગે ચર્ચા કરી છે. હાર્દિકે વધુમાં કહ્યું કે, મને એક બેઠક પરથી ચૂંટણી લડવાનું રોકતા ભાજપને ભારે પડશે હવે હું ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપને નડીશ. કોંગ્રેસ દ્વારા જે પણ જવાબદારી આપવામાં આવશે તે તમામ કાર્ય મારા દ્વારા કરવામાં આવશે.

Mar 30, 2019, 06:00 PM IST