gujarat congress

ગુજરાત : વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર સરકાર આપશે 2 લાખની સહાય

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લોકો માટે જીવલેણ સાબિત થઈ હતી. વંટોળ અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે આ રાજ્યોના વાતાવરણમાં મોટી અસર થઈ હતી. ગઈકાલે ગુજરાતના 12 જિલ્લાના 39થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં કુલ 9 લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના મોત વીજળી પડવાથી થયા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ અને તોફાનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો માટે પીએમ મોદીએ 2-2 લાખની સહાય જાહેર કરી છે. 

Apr 17, 2019, 11:08 AM IST

કોડીનાર : મહેમાન બનીને આવેલા ભાજપના ઉમેદવારને કાર્યક્રમમાંથી હાંકી કઢાયા

જુનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને કડવો અનુભવ થયો હતો, એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજેશ ચૂડાસમાને લોકોએ વિરોધ કરીને હાંકી કાઢ્યા હતા.

Apr 17, 2019, 10:30 AM IST
hate speech by gujarat's leaders in Loksabha Election 2019 PT7M41S

ચૂંટણી પ્રચારમાં નેતાઓએ આપ્યા બુદ્ધિનુ પ્રદર્શન કરતા નિવેદનો, જુઓ Video

સોમવારે ચૂંટણી પંચે વાણીવિલાસ કરતા નેતાઓ પર મોટી કાર્યવાહી કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, બસપા પ્રમુખ માયાવતી, સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી વિરુદ્ધ કડક ટીપ્પણી કરતા તેમના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે ગુજરાતના પ્રચારમાં પણ નેતાઓનો બેફામ વાણીવિલાસ દેખાઈ રહ્યો છે. રાજકીય નેતાઓ હંમેશા વાણીવિલાસ માટે જાણીતા, ચૂંટણીમાં આ વિલાસ પૂરજોશમાં ચાલે છે. નેતાઓ જનતાની વચ્ચે વોટ માંગવા જાય ત્યારે બધી જ મર્યાદા ભૂલી જતા હોય છે.

Apr 16, 2019, 12:10 PM IST

લોકસભા ચૂંટણી 2019: વાણીવિલાસમાં ભાજપના નેતાઓ પણ કમ નથી, રેસમાં છે આગળ !!

લોકસભા ચૂંટણી 2019: ચૂંટણીનો તાપ વધી રહ્યો છે એમ નેતાઓ પણ આપા બહાર જઇ રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ વાણીવિલાસ કરવામાં નેતાઓ એકબીજાને જાણે મ્હાત આપવાની રેસમાં લાગ્યા છે. ગુજરાતના પ્રચારમાં પણ નેતાઓનો બેફામ વાણીવિલાસ દેખાઈ રહ્યો છે. નેતાઓ જનતાની વચ્ચે વોટ માંગવા જાય ત્યારે બધી જ મર્યાદા ભૂલી જતા હોય છે. 

Apr 16, 2019, 11:56 AM IST

ભાજપના ધારાસભ્યનો બફાટ, ‘મોદી સાહેબે કેમેરા ગોઠવ્યા છે, બેઠા બેઠા બધું જુવે છે !!

ગુજરાતની ચૂંટણીમાં પણ મોટાભાગના નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે, જે ભાજપના નેતાઓ જ વધુ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીથી લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, મધુ શ્રીવાસ્તવ બાદ હવે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. 

Apr 16, 2019, 11:23 AM IST

કોડીનારમાં અમિત શાહ બોલ્યા, ‘દેશના ખૂણે ખૂણે બસ એક જ અવાજ સંભળાય છે, મોદી..મોદી..મોદી..’

ગીર-સોમનાથના કોડીનારમાં અમિત શાહે આજે ઝંઝાવાતી સભા યોજી હતી. કોડીનારમાં સભા યોજીને તેમણે સૌરાષ્ટ્ર પંથકમાં ભાજપનો પ્રચાર કર્યો હતો. તેમની આ સભામાં જંગી મેદની ઉમટી હતી. તેમને સંબોધનની શરૂઆતમાં યુવાનોને જીગરના ટુકડા કહીને સંબોધ્યા હતા. તો કહ્યું કે, સોમનાથ મહાદેવના આર્શીવાદ હંમેશા મારી સાથે રહ્યા છે. 

Apr 15, 2019, 01:46 PM IST

વિસાવદરમાં સીએમ રૂપાણીના કાર્યક્રમનો ફિયાસ્કો, ખુરશીઓ ખાલીખમ દેખાતા સભા કેન્સલ

હાલ બંને પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે સામે આકરા તકડામાં ભીડ એકઠી કરવી પણ કાર્યકર્તાઓ માટે મોટી ચેલેન્જ છે. ત્યારે વિસાવદરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. આયોજિત સભામાં 95 ટકાથી વધુ ખુરશીઓ ખાલી રહેતા અંતિમ ઘડીએ મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ કરાયો છે.

Apr 15, 2019, 12:47 PM IST

સૌરાષ્ટ્રમાં આજે રાહુલ ગાંધી અને અમિત શાહ ટકરાશે, બંનેની જંગી જનસભા

ગુજરાતમાં આજે બે દિગ્ગજો ચૂંટણીનો પ્રચાર કરશે. એક તરફ અમિતા શાહ સભા ગજવશે, તો બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. 

Apr 15, 2019, 10:11 AM IST

ભાજપની તોડજોડની રાજનીતિ પર હાર્દિકનો આક્ષેપ, ડરના માર્યે આમ ખરીદી કરે છે

સાબરકાંઠા જfલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરા ગામે કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી પ્રચાર સભા હાર્દિક પટેલે હાજરી આપી હતી. 

Apr 14, 2019, 08:13 AM IST

PM મોદીને ટક્કર આપી શકે છે પ્રિયંકા ગાંધી, વારાસણીમાં લડવાના મૂડમાં

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વારાસણીમાં ઈલેક્શન લડી શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી મળી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, પ્રિયંકા ગાંધી ખુદ બનારસથી ઈલેક્શન લડવા મામલે ગંભીરતાથી વિચારી રહ્યા છે. તેમણે પોતાના તરફથી આ વિશે વાત કહી છે. પરંતુ આ વિશે અંતિમ નિર્ણય પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ લેવાનો રહેશે.

Apr 13, 2019, 03:59 PM IST

મહિલાઓએ પાણીની સમસ્યા કહી, તો કુંવરજીએ મતની વાત કરી, જુઓ વિવાદાસ્પદ Video

સૌરાષ્ટ્રમાં પહેલેથી જ પાણીની સમસ્યા હોય છે, અને ઉપરથી ઉનાળો કાઢવો અતિશય આકરો બની જતો હોય છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પાણીની સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે બીજી તરફ, મત માંગવા નીકળેલા ઉમેદવારો માત્ર ઠાલા વચન આપી જતા કનેસરા ગામના લોકો ગિન્નાયા હતા. તેમાં પણ રોષ સીધો જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા પર નીકળ્યો હતો. રાજકોટમાં પાણીને સમસ્યાને લઈને સ્થાનિકોએ કુંવરજી બાવળિયાને ઘેર્યા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે. કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે વોટ માંગવા જસદણના કનેસરા ગામે ગયા હતા. ત્યારે ગામના લોકોએ પાણી મામલે બંને નેતાઓનો ઉઘડો લીધો હતો.  

Apr 13, 2019, 03:23 PM IST

પાટણ : પોતાના જ સમાજમાં અલ્પેશનો થયો વિરોધ, ઠાકોર સેના થઈ નારાજ

અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે રોષ જોવા મળી રહ્યો છે. ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાયો છે. અલ્પેશ ઠાકોર સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પડાવતો હોવાનો સેનાએ આક્ષેપ કર્યો છે. 

Apr 13, 2019, 01:57 PM IST

અલ્પેશ મામલે CM રૂપાણીનું મોટું નિવેદન, ભાજપમાં જોડાવાની કોઈ વાત નથી

સાબરકાંઠાના વડાલીમાં સીએમ વિજય રૂપાણીની જાહેરસભા યોજાઈ હતી. જેમાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, અલ્પેશ ઠાકોરનું રાજીનામુ તેની અંગત બાબત છે. 2017માં જરૂર હતી ત્યારે અલ્પેશને કોંગ્રેસે ઉશ્કેર્યો હતો. તો બીજી વાત એ પણ કહી કે, અલ્પેશની ભાજપમાં જોડાવાની કોઈ વાત નથી.

Apr 13, 2019, 01:14 PM IST

Photos : નજર દોડાવો ત્યાં રંગોળી જ રંગોળી, મતદાન અવેરનેસ માટે અનોખો પ્રયાસ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાતમાં પ્રથમ વાર અને આગામી 23 તારીખ ના રોજ લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ દ્વારા પણ અનોખી પહેલ કરાઈ છે. 

Apr 13, 2019, 11:29 AM IST

ભાજપનો ગઢ રહેલા ગુજરાતમાં 1984 બાદ કોઈ મુસ્લિમ સાંસદ ચૂંટાઈને આવ્યો નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય અને લાંબા સમયથી ભાજપનો ગઢ રહેલા ગુજરાતમાં 1984 બાદ કોઈ મુસ્લિમ સાંસદ ચૂંટાઈને આવ્યો નથી. 1984ના સામાન્ય ઈલેક્શનમા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ભરૂચથી ચૂંટણી જીત્યા હતા. રાજ્યની વસ્તીમાં મુસ્લિમોની હિસ્સેદારી અંદાજે 9 ટકા છે, અને તેઓ પારંપરિક રૂપથી કોંગ્રેસના સમર્થક રહ્યાં છે. 

Apr 13, 2019, 09:16 AM IST

‘તમારા ભાગ્યમા ધન સંપત્તિ છે. વિધી કરશો તો સોનાની ઈંટ મળશે’ કહી તાંત્રિકે છેતર્યાં

કહેવાય છે ને કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કહેવતને સાર્થક કરતો બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બન્યો છે. વાત એમ છે કે કલ્યાણપુર તાલુકા ભોગાત ગામે એક ખેડુત સાથે એક તાંત્રિક વિધીના બહાને લાખોની ઠગાઈ કર્યાની ફરિયાદ કલ્યાણપુરના ભાટીયામા નોધાઈ છે. છુપાયેલું ધન મળશે પાછું તેમ જણાવી દ્વારકાના એક શખ્સને એક કરોડનો ચૂનો લગાડી તાંત્રિકો ફરાર થયા છે.

Apr 13, 2019, 08:13 AM IST

PM મોદીનો સીધો આરોપ, ‘સરદાર, મોરારજીભાઇ પછી હવે મને પૂરો કરવાના કોંગ્રેસના પ્રયાસો છે’

સોનગઢમાં તેમની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ઠેર ઠેર પોસ્ટર અને બેનર સાથે સભામાં મોદી-મોદીના નારા લગાવવામાં આવી રહ્યાં છે. 

Apr 10, 2019, 02:53 PM IST

કોંગ્રેસ પાર્ટીને ‘અલવિદા’ કહેવા અંગે શું કહ્યું અલ્પેશના સાથી ધવલસિંહ ઝાલાએ...જુઓ

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બહુચરાજીના ધારાસભ્ય ભરતસિંહ ઠાકોર પણ અલ્પેશ ઠાકોરને પગલે કોંગ્રેસ છોડી રહ્યાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે ધવલસિંહ ઝાલાએ મીડિયા સામે આવીને કહ્યું કે...

Apr 10, 2019, 01:28 PM IST

સુરત Video : ચાલુ કાર્યક્રમમાં પરેશ ધાનાણી જે સોફા પર બેસ્યા હતા, તે ધડામ કરીને તૂટ્યો 

વિપક્ષના ફાયરબ્રાન્ડ નેતા અને અમરેલીમાં ભાજપ માટે જાયન્ટ કિલર બનેલા પરેશ ધાનાણી હાલ જોરશોરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સુરતના ખાનગી કાર્યક્રમમાં તેમની સાથે ગજબની દુર્ઘટના બની હતી. પરેશ ધાનાણી જે સોફા પર બેસ્યા એ સોફો ધડામ કરીને તૂટ્યો હતો.

Apr 10, 2019, 01:01 PM IST
Sofa broke down while congress leader Paresh Dhanani on stage PT1M46S

Videoમાં જુઓ દ્રશ્યો, કેવી રીતે પરેશ ધાનાણીનો સોફો તૂટ્યો

વિપક્ષના ફાયરબ્રાન્ડ નેતા અને અમરેલીમાં ભાજપ માટે જાયન્ટ કિલર બનેલા પરેશ ધાનાણી હાલ જોરશોરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સુરતના ખાનગી કાર્યક્રમમાં તેમની સાથે ગજબની દુર્ઘટના બની હતી. પરેશ ધાનાણી જે સોફા પર બેસ્યા એ સોફો ધડામ કરીને તૂટ્યો હતો.

Apr 10, 2019, 01:00 PM IST