gujarat congress

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે, પેટા ચૂંટણી અંગે કરશે ચર્ચા

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. કોંગ્રેસે નીમેલા ઇન્ચાર્જ સાથે રાજીવ સાતવ બેઠક કરશે અને ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી અંગે ચર્ચા કરશે. આ તમામ 8 બેઠકો પર ઉમેદવારોની પેનલને આખરી ઓપ આપશે

Sep 28, 2020, 12:16 PM IST

વડોદરા પોલીસનું ધરપકડ અભિયાન, કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત

ગાંધીનગર વિધાનસભા પરિસર સામે સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની પ્રતિમાથી રાજભવન સુધી કૂચ કરવામાં આવવાની હતી. ત્યારે આ કૂચમાં ભાગ લેવા માંગતા વડોદરા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે

Sep 28, 2020, 11:49 AM IST

કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી કાર્યકરોની અટકાયત

કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ દેખાવો કરી રહ્યુ છે. વિધાનસભા પરિસર સામે સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની પ્રતિમાથી રાજભવન સુધી કૂચ કરવામાં આવશે. જો કે, પ્રતિબંધિત વિસ્તારમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો એકઠા થતા તેમની અટકાયત કરવામાં આવી છે

Sep 28, 2020, 10:17 AM IST

કોંગ્રેસનો સવાલ, સુશાંતના મિત્ર સંદીપસિંહને ખાસ મદદ અંગે ભાજપ કેમ મૌન છે?

પત્રકાર પરિષદ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદીપસિંહની કંપનીને લઇને અનેક ખુલાસા કર્યા

Sep 6, 2020, 04:24 PM IST

ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલ બનશે બીજા નંબરના નેતા, કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપાઇ

ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવાયો

Jul 11, 2020, 08:15 PM IST

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાજુક

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાજુક છે. ભરતસિંહ સોલંકીને વેન્ટીલેટર પર રખાયાનો આજે બીજો દિવસ છે. તેમની તબીયતમાં કોઇ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. બહારથી અપાતા ઓક્સિજનની માત્રા વધારવાની ડોક્ટરને ફરજ પડી છે. 

Jul 8, 2020, 02:13 PM IST

ગુજરાતના મંત્રી રમણ પાટકર કોરોનાની ઝપેટમાં આવ્યા

નેતાઓ કોરોનાની ઝપેટમાં આવવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે ગેનીબેન ઠાકોર બાદ હવે આજે રાજ્યકક્ષાના વન પ્રધાન રમણ પાટકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. રમણ પાટકર ગઈકાલે હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે ગયા હતા. જેના બાદ તેઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો. તબિયત નાદુસ્ત હોવાથી તેઓએ આજે કેબિનેટમાં ન આવવાનો પણ નિર્ણય કર્યો હતો, પરંતુ તે પહેલા જ તેઓને હોસ્પિટલ દાખલ કરાયા હતા. 

Jul 8, 2020, 10:06 AM IST

વાવના MLA ગેનીબેન ઠાકોર કોરોનાની ઝપેટમાં, ભરતસિંહ સોલંકી માટે આગામી 24 કલાક મહત્વના

એક પછી એક રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા બાદ હવે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ કોરોનામા સપડાયા છે. ગેનીબેન ગાંધીનગર સદસ્ય નિવાસમાં હોમ ક્વોરેન્ટાઈન થયા છે. શરૂઆતમાં તેઓ ઘરેથી જ કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા, પરંતુ હવે ગેનીબહેનને એમએલએ ક્વાર્ટરમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે તેવુ જાણવા મળ્યું છે. 

Jul 7, 2020, 02:08 PM IST

શંકરસિંહ વાઘેલાએ કોરોનાને હરાવ્યો, પરંતું ભરતસિંહ સોલંકીની તબિયત હજી પણ નાદુરસ્ત

કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) ની તબિયત હજી પણ નાદુરસ્ત છે. કોરોનાની લાંબી સારવાર બાદ પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. તેમને આપવામાં આવતા ઓક્સિજનના પ્રેશરમાં વધારો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ (congress) પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ ભરતસિંહની તબિયત જાણવા સિમ્સ હોસ્પિટલ (CIMS hospital) પહોંચ્યા હતા. તેઓએ ભરતસિંહ સોલંકીની સારવાર કરી રહેલ મેડિકલ ટીમ સાથે મુલાકાત કરી હતી. 

Jul 7, 2020, 08:07 AM IST

8 બેઠકોની પેટાચૂંટણી માટે 8 સિનીયર નેતાઓને કોંગ્રેસે સોંપી જવાબદારી

રાજ્યસભાની ચૂંટણી તો પૂરી થઈ, હવે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી (gujarat vidhansabha byelection) નો ધમધમાટ શરૂ થયો છે. બંને પક્ષો આ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવવા તૈયાર ગયા છે. ત્યારે કોંગ્રેસ ( Gujarat congress) પણ ફુલપ્રુફ પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યું છે. વિધાનસભા પેટાચૂંટણીની જવાબદારી કોંગ્રેસના સિનિયર નેતાઓના સિરે મૂકવામાં આવી છે. પેટા ચૂંટણીની બેઠકો દીઠ સિનીયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલને જવાબદારી સોંપાઈ છે. તો તુષાર ચૌધરી, ગૌરવ પંડ્યા, પૂંજાભાઈ વંશને પણ એક એક બેઠકની જવાબદારી અપાઈ છે. પરેશ ધાનાણી પાસે પણ એક બેઠકની જવાબદારી રહેશે. સિનીયર નેતાની સેન્સ લેવાથી લઇ ચુંટણી લડાવવા સુધીની કામગીરીમાં મહત્વની ભૂમિકા રહેશે. એક સિનિયર નેતાને એક બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. 

Jul 2, 2020, 12:52 PM IST

ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા પર, કોવિડની ટ્રીટમેન્ટમાં વપરાતા ઈન્જેક્શનો અપાયા

ગુજરાત રાજ્યના  કોંગ્રેસ પાર્ટીના નેતા ભરત સોલંકી (Bharatsinh Solanki) ની સોમવારે મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી તેઓને નવલ કોવિડ-19 ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ CIMS  હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભરત સોલંકી કોરોનાની ટ્રીટમેન્ટ માટે વડોદરા ખાતે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેના બાદ સોમવારે સાંજે તેમની સ્થિતિ થોડીક નાજૂક થતાં તાત્કાલિક ધોરણે અમદાવાદ ખાતે આવેલ સિમ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Jul 1, 2020, 09:17 AM IST
Ramilaben Bara Talk With Zee 24 Kalak PT4M46S

રાજ્યસભા ચૂંટણી : શું વોટિંગ ન કરીને BTP એ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું?

રાજ્યસભાની ચૂંટણીમાં આખરે ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય થયો. ભાજપ યેનકેન પ્રકારે પોતાની જીત મેળવવામાં સફળ રહ્યું. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ વિજયી બન્યા, પરંતુ ભરતસિંહ સોલંકી સૌથી ઓછા 31.8 મત સાથે હાર્યા છે. કહી શકાય કે, ભાજપે તમામ મોરચે યોગ્ય આયોજન કરીને જીત મેળવી છે. તો સાથે જ એવી રાજકીય ચર્ચા પણ થઈ રહી છે કે, બીટીપીએ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના નેતાઓના મનાવવાના લાખ પ્રયાસો છતાં બીટીપી છેલ્લી ઘડી સુધી વોટિંગ કરવા ન આવ્યું. જેનો કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બીટીપી કોંગ્રેસને જીતાડી શકે એમ હતું. ત્યારે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, રાજ્યસભાની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. કોંગ્રેસ અને બીટીપીનું સમર્થન તૂટી શકે છે. તો સાથે જ વોટિંગ ન કરીને બીટીપીએ રૂપાણી સરકારને આડકતરી રીતે સમર્થન આપ્યું છે, જેથી નવા સમીકરણો પણ રચાઈ શકે છે. 

Jun 20, 2020, 09:16 AM IST

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસે અનેક પ્રયત્નો, વાંધા કાઢ્યા અંતે પાછી પડી: CM રૂપાણી

રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે સવારે 9 વાગ્યે શરૂ થયેલું મતદાન 4 વાગ્યે પુર્ણ થયું હતું. ત્યાર બાદ સાંજનાં 5 વાગ્યે મતગણતરીમાં શરૂ કરવાની હતી પરંતુ કોંગ્રેસની અરજીનાં કારણે વિલંબ થયો હતો. જો કે કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસનાં તમામ વાંધાઓને ફગાવી દીધા હતા. મતગણતરી માટે લીલીઝંડી આપતા મતગણતરીની પ્રક્રિયા ચાલુ થઇ હતી. ત્યાર બાદ રાતનાં સવા દસ વાગ્યે રાજ્યસભાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપના નરહરી અમીન, અભય ભારદ્વાજ અને રમીલા બેન બારાનો વિજય થયો હતો. જ્યારે શક્તિસિંહ ગોહિલનો વિજય થયો હતો. ભરતસિંહ પરાજિત થયા છે.

Jun 20, 2020, 12:41 AM IST

ગુજરાત રાજ્યસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ, મતગણતરી બાદ ઉમેદવારોની નક્કી થશે જીત

ગુજરાતમાં આજે રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી માટે 4 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું અને સાંજના 5 વાગ્યે મતગણતરી શરૂ થવાની હતી. રાજ્યસભા ચૂંટણીને લઇ બંન પક્ષોનો સવારથી ધમધમાટ શરૂ થઈ ગયો હતો. 4 બેઠકોની ચૂંટણી માટે 5 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને મતદાન કર્યું છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટી વિરુદ્ધ જઈને પણ ભાજપને સમર્થન આપ્યું છે. ત્યારે BTP એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવી હતી. પરંતુ આખરે બીટીપીના બંને ધારાસભ્યોના મત ન પડતા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નક્કી છે.

Jun 19, 2020, 07:06 PM IST

કોંગ્રેસની વાંધા અરજીને કારણે રાજ્યસભા ચૂંટણીની મોડી શરૂ થશે મતગણરી

ગુજરાતમાં આજે રાજ્યસભાની ચૂંટણીને લઇ સવારે 9 થી સાંજે 4 દરમિયાન મતદાન યોજાયું હતું. ત્યારે રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી માટે 4 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું અને સાંજના 5 વાગ્યે મતગણતરી શરૂ થવાની હતી

Jun 19, 2020, 05:37 PM IST